જતીન ભટ્ટ (નિજ) રચિત લગ્ન પ્રસંગો ની અવનવી રમૂજો :
લગ્ન પ્રસંગોમાં DJ માં જોરથી મ્યુઝિક, નવા જુના ગાયનો સાંભળ્યા પછી હું મારા કાન વાંકો વળી ખંખેરતો હતો,
'કેમ લ્યા, કાન ખંખેરે છે?પાણી ઘુસી ગયું ?'
' ના ગાયનો ઘૂસી ગયા હતા'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
બપોરે રોડ બનાવ્યો અને વહેલી સવારે રોડ પર સીધી તિરાડ પડી ગઈ,
આજુબાજુ કોઈ જગ્યા એ તિરાડ નોતી, JCB પણ વાંકું થઈ ને ઉભુ હતું, ને રોલર ના બોલ્ટ પણ છુટા પડી ગયા હતા,
આવું બધું જોઇ કોન્ટ્રાકટર એના માણસો પર બગડ્યો: ' કેવી રીતે તિરાડ પડી?ને એ પણ રોડ પર સીધી પડી, આજુબાજુ ના પડી, ને આ JCB કેમ સીધું ના ઉભુ રાખ્યું, ને આ રોલરના બોલ્ટ કોણ કાઢ્યા?'
' શેઠજી, રાત્રે અહીંથી વરઘોડો ગયો હતો!!'
' તો?'
' વરઘોડા માં બહુ મોટુટું DJ વાગતું હતું!'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
લગ્ન પ્રસંગ માં લાઈવ કાઉન્ટર હતા, મને થોડા સંવાદો સંભળાયા:
ઢોકળા: ' અમને જોયા?કેટલા સરસ પીળા કપડા પહેરીને બેઠા છે? ને એ પણ ગરમા ગરમ , અને અમે તો પાછા મકાઈ ના દાણાને પણ સમાવ્યા છે,
અમારી ફિલોસોફી પણ એવી જ છે કે બધાને સાથે રાખીને જ ચાલવું ,
તો જેવી રીતે અમે ટેસ્ટી છીએ એવીજ રીતે જીવન પણ ટેસ્ટફૂલ બને,
જોજો ને હમણાં જ બધા આવશે ને અમે ખાલીખમ થઈ જઈશું '
દિલ્લી ચાટ: ' અમે ભારત ની કેપિટલ વાળા, તમે મોબાઈલ માં ચેટ કરો છો, એ પ્રમાણે અમે પણ એટલે કે મમરા, સેવ, ડુંગળી વગેરે સાથે પણ ચેટિંગ કરતા હતા, આ જોઈને માલિકે અમને ભેગા કરી દીધા ને નામ આપ્યુ દિલ્લી ચાટ ,
અમને ઉપાડો ફટાફટ ,
વખાણ કરશો ફાટ ફાટ '
મસાલા ઢોંસા: ' ઓ બેન, તને તો ઉપરથી બધું નાખવું પડે, અમે તો એક જ રૂફ (છાપરું) ની અંદર છુપાઈ જઈએ, તમારો તો એકજ પ્રકાર પણ અમારા તો ઘણા પ્રકાર,જેમકે મૈસુર, પાલક, ચીઝ, વગેરે વગેરે, પાછું અમારી સાથે તો કોપરું અને દાળ પણ સાથે આવે ,તમે જોજો ને હમણાં જ બધા આવશે અને અમે ગરમા ગરમ બનીને લોકોના પેટ માં જતાં રહીશું '
પાણી પૂરી: ' હં, તમે બધા હોશિયારી ના મારો, તમે લોકો મને ઓળખાતા નથી ,
હું છું સૌની પ્યારી,
નામ છે મારુ પાણી પૂરી ,
ભાઈઓ બહેનો ની એકજ વાણી
પાણી પૂરી,પાણી પૂરી,પાણી પૂરી
તમે બધા તો વધી જશો, પણ હું તો બન્યા જ કરીશ, બન્યા જ કરીશ '
ગજબ ના સંવાદો હતા, ને પાણીપુરી ની વાત સાચી નીકળી,
ઢોકળા, દિલ્લી ચાટ, ઢોંસા ના કાઉન્ટર પર ભીડ ઓછી હતી, ને પાણીપુરી ના કાઉન્ટર પર વધારે...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
એક લગ્નપ્રસંગ બહુ એટલે બહુજ જાહોજલાલી વાળો હતો, એક પછી એક પ્રસંગો ચાલતા હતા , અલગ અલગ ગાડીઓમાં જાન આવી, જાનમાં મોટે ભાગના ઓએ ટ્રેડિશનલ વસ્ત્રો પહેરીને આવ્યા પણ અમુક ગાડી માંથી તમુક લોકો સુટ પહેરી ને આવ્યા,
એટલે કન્યા પક્ષ વાળા માંથી કોઈએ રણવીર સિંહ ની સ્ટાઈલ મારી:
'શાદી મેં આયે હૈ, તૈયાર હો કે આઈએ ', આવું કહીને સુટ વાળાઓને અંદર જવા ના દીધા,
એટલે પેલા ચાર પાંચ સુટ વાળા માંથી એક જણે પેલા રણવીર સિંહ ની ફેંટ પકડી: ' આઘો ખસ, અમે ઇન્કમ ટેક્સ વાળા છીએ '
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
વરરાજા ઘોડા પર બેઠા ના બેઠા ને તરત ઘોડો ભડક્યો, ને વરરાજા નીચે ધબાક દઈને પડ્યા, ઘોડા વાળા ને પણ નવાઈ લાગી, પ્રશ્નાર્થ નજરે વરરાજા ભણી જોયું:
' ઘોડા નો વાંક નથી, ઉપર બેસવા ગયો ને આ મારો પાયજામો ચરરરર.. ર..ર ર ર કરીને ફાટી ગયો , કદાચ તેના અવાજ થી....,:
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
.
.
જતીન ભટ્ટ (નિજ )
94268 61995