Ek Chahat ek Junoon - 9 in Gujarati Love Stories by જાગૃતિ ઝંખના 'મીરાં'.. books and stories PDF | એક ચાહત એક ઝનૂન - ભાગ 9

Featured Books
Categories
Share

એક ચાહત એક ઝનૂન - ભાગ 9

"હેલ્લો ડિયર તુસી, હાવ આર યુ યાર કેટલા વખતથી ફોન નથી કરતી! શું એટલી બધી બીઝી થઈ ગઈ છો તારા મિસ્ટર પ્રવેશ પંડ્યા માં? તૃષાનો કૉલ ઉપાડી આટલું બોલીને પછી વાતને જાણી જોઈને રાશિએ અધૂરી મૂકી દીધી.

તૃષાએ જરા ગંભીર અવાજે કહ્યું," ના, એવું નથી. એક્ચ્યુલી મેં તને એટલે કોલ કર્યો છે કે હું તારી સાથે એક વાત શેર કરવા માગું છું. રાશિ હું બે દિવસ પછી આ શહેર છોડીને જઈ રહી છું.

"વૉટ...વ્હાય...?!"

ડેડની સડનલી ટ્રાન્સફર થઈ ગઈ છે. બટ મેટર એ છે કે મારે આ વાત..... આઈ મીન આ વાત પ્રવેશને કરવા માટે કાલે ઘણા સમય પછી તેને મળવું છે. હજુ તેણે મને તેની જોબ વિશે કશું કહ્યું નથી. હવે કાલે મળીને હું તેની સાથે અમારા ભવિષ્ય અંગે થોડી ચોખવટ કરવા જરૂર માગીશ. જેથી જતાં પહેલા અમારી વચ્ચે કોઈ ગેરસમજ ન થાય. ખબર નહીં કાલે કશોક નિર્ણય પણ લેવાય, લેવો પડે! એની વે મેં તને એટલે કોલ કર્યો છે કે જતાં પહેલા મારે તને પણ મળવું હતું. કેટલીક દિલની વાતો તારી પાસે કરવી હતી. તારા મનમાંથી પ્રેમ અને પુરુષ બંને શબ્દ પ્રત્યેની ધૃણાઓ ઓછી કરવી હતી. જોકે પેકિંગ અને અન્ય કેટલીક લીગલ ફોર્માલીટીસને કારણે કદાચ હવે તને રૂબરૂ મળવા તારી ઘરે આવવું શક્ય નહીં બને. શું તું મારી સાથે પ્રવેશને મળવા જાવ ત્યારે આવી શકીશ?"

"સોરી..... સોરી... ડિયર!" કશુંક વિચારીને તૃષાને રાશિએ આવો જવાબ આપીને જવાનું ટાળ્યું." મારે કાલે એક અર્જન્ટ મીટીંગ છે. હું ચાહું તો છું કે તારી સાથે તારી જરૂરિયાતના સમયે હાજર રહું પરંતુ તેમ કરી શકાય એમ જ નથી." અને પછી મીટીંગનાં અનુસંધાને અર્જન્ટ કોલ આવી રહ્યો છે એવું કહીને કોલ કટ પણ કરી નાખ્યો!

તૃષા વિચારમાં પડી ગઈ કે ખબર નહીં આ ક્યો સમય ચાલી રહ્યો છે કે જ્યારે મારી પ્રિય સહેલી રાશિ મારી સાથે નથી. ગ્રુપમાં જોકે અન્ય પણ હતાં જ, પણ કોઈની સાથે દરેક વાત શેર કરવાનું તૃષા પસંદ ન કરતી ને તેથી કાલે પ્રવેશને મળવા એકલાં જવાનું જ પસંદ કર્યું.

કોલ કટ કરીને રાશિ તો હવે પછી શું કરવું તેના વિચારો કરવા લાગી. તેને એકવાર પણ એવો હકારાત્મક વિચાર નહોતો કરવો કે આમ કરવાથી કદાચ પ્રવેશ અને તૃષા વચ્ચે, તેની લાગણીઓ વચ્ચે ખાઈ ઊભી થઈ શકે છે બસ એક ઝનૂન કે મારે પ્રવેશને નબળો પડતો બતાવવો છે. તૃષા સામે એ વાત છતી કરવી છે કે દુનિયાનો દરેક પુરુષ માત્ર સગવડિયો પ્રેમ જ કરી શકે છે. આત્મિક પ્રેમ, મનનો પ્રેમ આ બધી ઘટનાઓ પુરુષ માટે શક્ય નથી.

રાશિએ એટલે જ ઇરાદાપૂર્વક બંનેને મળવા દીધાં પણ બંને વચ્ચે ખટરાગ ઊભાં કરવા તેણે તે જ વખતે પ્રવેશને મેસેજ કરી રોકી રાખ્યો હતો. આમ કરીને તેણે લાગણીની લીલોતરીમાં વેરનું એક બીજ ખૂબ આસાનીથી રોપી દીધું.

તૃષાએ અનુભવ્યું કે તેની શહેર છોડી જવા જેવી મોટી વાતની પણ પ્રવેશ પર ખાસ અસર ન થઈ. તેથી તેને થોડું દુઃખ અને અફસોસ જરૂર થયાં પણ સાથે એક ભરોસો હતો પોતાની પસંદ પર, પોતાની ચાહત પર કે જે એમ સરળતાથી તૂટે તેમ ન હતો.

આ તરફ રાશિ પ્રવેશને દરેક મીટિંગ, કોઈ પણ સેમિનાર, ભવિષ્યનાં પ્રોજેક્ટનાં બધા કામ એમ દરેક રીતે પોતાની સાથે વ્યસ્ત રાખવા લાગી. પ્રવેશ આ બધી વાતોને માત્ર પોતાની કારકિર્દી બનાવવાનો મોકો સમજીને પૂરા ખંતથી પાર પાડતો હતો. ચોવીસમાંથી ચૌદ કલાક આચાર્ય પ્લાસ્ટોનાં કામ સાથે વ્યસ્ત રહેતો. તે મનમાં એમ વિચારતો કે જો એક વખત તેનાં હાથમાં પરમેનન્ટ પ્લેસમેન્ટ ઓર્ડર મળી જાય તો તે સૌથી પહેલાં તૃષા પાસે દોડીને પ્હોંચી જાય અને તેને કહેશે તે તૃષાને દિલોજાનથી ચાહે છે.

વિચારોની તંદ્રામાં મોબાઈલ રણક્યો. પ્રવેશ એકદમ ઝબકી ગયો. કારણકે તેને એમ હતું કે એ એલારામ વાગ્યો પણ હકીકતે તે રાશિમેમ કૉલિંગથી વાઇબ્રેટ થઇ રહ્યો હતો. પ્રવેશ ઓઢવાનું ફગાવી ઝડપથી પલંગ પર સાવધાનની મુદ્રામાં બેસી ગયો. આંખો ચોળતો તરત કૉલ રિસીવ કરી બોલ્યો, "યસ, રાશિ મેમ..બોલો..બોલો..શું થયું...? એનિથિંગ અર્જન્ટ મેમ? વૉટ કેન આઇ ડુ? "

"ઓહો...તો હું એવી છું? કે કામ હોય કે કંપનીનું કામ હોય તો જ કૉલ કરું?" રાશિએ અલગ જ લહેકો કરી કહ્યું.

"યસ મેમ...આઇ મિન નો મેમ..બટ એટ 6.15...! અને યોર કૉલ...સો.." પ્રવેશ થોથવાયો.

"એન્ડ આઇ હોપ કે આફ્ટર ટ્વેન્ટી મિનિટ્સ વી વિલ મીટ એટ હ્યુમર ગાર્ડન ફોર જોગિંગ એન્ડ ટુ હેવ એ સ્પેશિયલ ટી..બાય...સી યુહહ..સુન!" રાશિનાં રૂપાળા ચહેરે ગુલાબી ઝાંય પડી. ના, પ્રવેશ તરફ એક મુગ્ધ ચાહતને લીધે નહીં પણ એક યુવાન કે જે બીજાંને ચાહે છે છતાં પોતાનાં પ્રભાવમાં આવી જાય છે એ ખુશીથી! એક મારકણું સ્મિત વંકાયેલ હોઠ પર આવીને સ્થિર થઈ ગયું.

ક્રમશઃ..
જાગૃતિ, 'ઝંખના મીરાં'...