Khand No Khatro in Gujarati Health by Piyush Jiladiya books and stories PDF | ખાંડનો ખતરો

Featured Books
Categories
Share

ખાંડનો ખતરો

ગુગલ ઉપર વર્ડ કેપીટલ ઓફ ડાયાબીટીસ નાખીને સર્ચ કરીએ એટલે જવાબ આવે ભારત. એનો મતલબ આપણે આખા વિશ્વમાં ડાયાબીટીસની રાજધાની છીએ. 


જો તમારો પરીવાર એક ટીપીકલ ગુજરાતી પરીવાર હોય  તો તમને ખબર છે કે ખાંડ એટલેકે ગળપણનુ આપણા બધાના જીવનમાં કેટલું બધું મહત્વ છે. ખાંડ એ આપણી નેસેસીટી એટલે કે જરુરીયાત છે. ચાહે તે બાળકનો જન્મદિવસ હોય કે નોકરીની ખુશી હોય કે  તહેવારો દરમ્યાન કે પછી મહેમાનો ધરે આવે ત્યારે કેક, ચોકલેટ કે મીઠાઇના સ્વરુપે અને તેથી વધીને આપણા દાળ અને શાકમાં  પણ ગળપણમાટે  ખાંડની હાજરી અચુક હોય છે. 

  આ માર્કેટીંગ કંપનીઓ પણ મીઠા હે ખાના આજ પહેલી તારીખ હે એમ કહી કહી, ગુડનેશ કે હેપ્પીનેસ ના સીમ્બોલ તરીકે આપણે લોકોને વધુને વધુ સુગર ખાવા માટે પ્રેરતી હોય છે. 


જાણકારોનું કહેવું છે. કે બીડી, સીગારેટ અને તમાકું ગુટખાની જેમ ગળ્યુ ખાવાનું પણ  વ્યસન થાય છે અને જાણ્યે અજાણ્યે આપણે ખાંડનાં વ્યસની થઇ ગયા છીએ.  

ભારતમાં ધણાં લોકો હદ કરતાં વધારે  સ્વીટ એટલે કે ખાંડ ખાય છે. એક રીપ્રોટ પ્રમાણે એક ભારતીય દરરોજ એવરેજ ૧૦ ચમચી જેટલી એટલેકે  ૫૦ ગ્રામ એટલેકે એક વર્ષમાં ૧૮ કીલો સુગર ઉલાળી જાય છે.  પરંતુ ડબલ્યુ એચ. ઓ. ની ગાઇડલાઇન પ્રમાણે દરરોજ એક વ્યકતી એ એવરેજ ૨૫ ગ્રામ કરતાં વધારે સુગર ન ખાવી જોઇએ.

આપણા વડવાઓ સમજદાર હતાં તેઓ ગળપણમાં મોટાભાગે મધ, ગોળ, દેશી ખાંડ એટલે કે ખાંડસરી  કે ખજુર જેવા મીઠા ફળોનો ઉપયોગ કરતાં પરંતુ અંગ્રેજો વધારે હોશીયાર હતાં આ બધી વસ્તુઓ ઉપર કંટ્રોલ કરવો અધરો હોવાથી તેમણે ભારતમાં સફેદ ખાંડ જેને આપણે ચીની કહેએ છીએ તેનું મોટા પાયે ઉત્પાદન વધારવા માટે સુગરમીલોની સરુઆત કરાવી ,1934 માં સુગરકેન એકટ લાવી તેને મોસ્ટ એશેનશીયલ પ્રોડકટ બનાવી નાખી. ઈન્ડસટ્રીયલ પ્રોડકશનથી ખાંડની કીંમત પણ ઓછી થઇ અેટલે  લોકો પણ સુગરની માગણી કરવા લાગ્યા અને ગોળ અને ખાંડસરી મોંધી બની તેથી તેનો વપરાશ ધટી  ગયો. 

તદુપરાંત, ભારત સરકારે 1954 માં લાઇસન્સિંગ નીતિ રજૂ કરી જેણે ખાંડ ઉદ્યોગને વેગ આપ્યો.

આજે, ભારત બ્રાઝિલ પછી શેરડીનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક છે.  જ્યારે આઝાદી સમયે, શેરડીના ઉત્પાદનનો 2/3 ભાગ ગોળ અને ખાંડસરીના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતો હતો, જયારે હાલ માત્ર કુલ શેરડીના  ઉત્પાદનો માટે માત્ર કુલ ઉત્પાદનના 1/3નો જ ઉપયોગ થાય છે. અને ખુબ  મોટો હિસ્સો સફેદ ખાંડના ઉત્પાદનમાં જાય છે.

 

આ સફેદ ખાંડના પાપો હવે આપણે નરી આંખે જોઇ શકીયે છીએ,  જો હેલ્થની વાત કરવમાં આવે તો 

૧) સુગરમાં એમ્પટી કેલેરીસ હોય છે એટલે કે એર્નજીતો હોય છે. પરંતુ ન્યુટ્રીશન ઝીરો હોય છે. એટલે શરીરીને જરુરી કોઇપણ પોશક તત્વો મળતાં નથી માત્ર  વજન વધાર વાનું કામ કરી મોટાપાની સમસ્યા સર્જે છે. 

ર) ખાંડના કારણે લોકોને ખાંડની ક્રેવીંગ થાય છે. કારણ કે સીગરેટ, બીડી કે તંબાકુ કે કોઇ પણ એવા વ્યસનની જેમજ  સુગર ખાવાથી પણ આપણા મગજમાં ડોપામાઇન રીલીજ થાય છે અને આ ડોપામાઇન આપણને  પ્લેઝરની ફીલીંગ આપે  છે.  એટલે વારંવાર આપણને  ગળ્યુ ખાવની ઈચ્છા થાય છે. અને આપણે અજાણતાજ તેના વ્યસની થઇ જાઇએ છીએ.  

૩) મોટા પ્રમાણમાં સુગર ઈનટેક શરીરના ઈન્સયુલીનનું  ઇનબેલેન્સ થાય છે અને ડાયબીટીસ થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. 


 "આમ જોઇએતો ભારતમાં ખાંડનો સીધો રસોડામાં વપરાશ મધ્યમ છે.

એક કપ ચા સાથેની એક ચમચી અથવા અઠવાડીયામાં એક બે વાર મીઠાઈ ખાવી એ કોઇ  ચિંતા કરવાની કોઈ વાત નથી"

સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે લોકો વધારે પડતાં  પેકેજ્ડ ફૂડ ખાવાનું અને સોફટ ડ્રીન્ક પીવાનુ શરૂ કરે છે અને  તેઓને ખબર પણ  નથી હોતી  કે આ ઉત્પાદનોમાં કેટલી ખાંડ છે.

ધણા લોકોતો બાળકોને  બોર્નવિટા અને હોર્લિક્સ જેવા "સ્વાસ્થ્ય" પીણાંનો માં પણ ખાંડ નાખીને પીવે છે. 

પણ જો તેના ડબ્બાની પાછળ જોવે તો તેમને ખબર પડશે કે ૧૦૦ ગ્રામ બોર્નવિટામાં ૭૧ ગ્રામ તો સુગર જ  હોય છે.

આ ઉપરાંત જો આપણે ઠંડા પીણાની વાત કરીએતો  

૩૦૦ml થમ્સઅપની એક બોટલમાં ૩૧.૨ ગ્રામ જેટલુ સુગર હોય છે. જે આપણી રોજીંદી જરુરીયાત કરતાં પણ ૫ ગ્રામ વધારે છે. 

આ બધુ કહેવાનો મતલબ એ નથી કે  આપણા જીવનમાંથી ખાંડને સંપૂર્ણપણે કાપી નાખવી જોઈએ.

આપણે બધાને મીઠાઈ, ચોકલેટ, કોલડ્રીંકસ ગમે છે અને તેમાં કાંઇ  ખોટું  પણ નથી.

પરંતુ જો વ્યક્તિગત સ્તરે થોડી અવેરનેશ રાખી અને કોઇ પણ પેકેજ ફુડ  ખાતા પહેલા તેમાં રહેલ સુગરનું  પ્રમાણ જાણી અને આપણા શરીરની જરુરીયાત પ્રમાણે ખાઇ શકીએ.

 તેમજ શકયહોય ત્યા સુધી પેકેજ્ડ ખોરાકને ફળો અને શાકભાજી સાથે બદલી પણ શકાય.

તેમજ ખાસ જરુરી આ સફેદ ખાંડના બદલે આપણી દેશી ખાંડસરી અથવા ગોળનો ઉપયોગ કરી મીઠાસની સાથે થોડા પોશક તત્વો પણ મેળવી  શકાય.

આમ જો થોડી જાણકારી  રાખવામાં આવે તો  ખાંડના ખતરાથી આપણે બચી શકીએ. ગળ્યાનો આનંદ લઇ શકીએ.