Hu Ane Tu - 2 in Gujarati Love Stories by Vvidhi Gosalia books and stories PDF | હુ અને તુ - ભાગ 2

Featured Books
Categories
Share

હુ અને તુ - ભાગ 2

 ઈશાની – (મનમા વાત કરતી હોય છે.) રજત એક વાર મારી વાત તો સાંભળતે યાર....

(એટલી વારમાં નોમા અને અભિ ત્યાં આવે છે.)

નોમા- ઈશુ, શું થયુ?

ઈશાની – પ્લીઝ, એક્ટિંગ કરવાની કોઈ જ જરૂર નથી. તમને બધાને ખબર હતી અને નો વન કેરડ ઈનફ ટુ ટેલ મી... કેમ... આ મારી લાઈફ છે અને મારી લાઈફની આટલી ઈમ્પોર્ટન્ટ વાત જાણવાનો મને હક નથી કે શું..?

અભિ – ઈશાની, હા અમને ખબર હતી પણ...

ઈશાની- બસ એ જ ‘પણ’. દરેક વાતમાં પણ શબ્દ કેમ આવી જાય, બધુ કન્ડિશન્લ કેમ હોય અભિ. આ વાત મારા રીલેટેડ હતી અને મને જાણવાનો પૂરો હક હતો અને એમા કોઈ પણની જગ્યા જ નથી.

તમે બન્ને એક વાત સમજી લો, જો તમે મને પહેલા કીધુ હતે તો હુ રજત સાથે સામેથી વાત કરતે, મે તમને લોકો ને કેટલી વાર કીધુ કે રજત મારો બેસ્ટ ફ્રેન્ડ છે પણ કેટલાક મહિનાથી એ મારી સાથે સરખી રીતે વાત નથી કરતો, ઈગ્નોર કરે છે. અને તમને લોકોને બધુ ખબર હતી તો પણ ચૂપ રહ્યા. એક શબ્દ પણ ન બોલ્યા, હુ તકલીફમાં હતી અને તો પણ તમે બંન્ને ચૂપ રહ્યા.. વેલ ડન..

ના... એક પણ શબ્દ નહીં બોલ્તા. રજત મારી વાત સાંભળતો નથી, તમે લોકો મને કઈ વાત કહેતા નથી, તો આવી ફ્રેન્ડશીપ ને ફોર્માલીટિ માટે નિભાવવાની શું જરૂર છે? ઈટ્સ આલ ઓવર.

અને હજી એક વાત જો આજે મારી અને રજતની ફ્રેન્ડશીપ જે તૂટવાના તગાર પર છે એનો જેટલો જવાબદાર રજત છે એટલા જ જવાબદાર તમે બંન્ને પણ છો. રીમેમ્બર ધેટ.

(ઈશાની ત્યાંથી નીકળી જાય છે.)

અભિ – અરે 1 ક્લાકથી એને ફોન કરુ છુ પણ ફોન ઉચકે તો ને.

નોમા – યાર, મે વિચાર જ નોતો કર્યો કે ઈશાની ને આટલુ ખરાબ લાગશે. પણ આ મેટર રજતની પર્શન્લ વાત છે એની મર્જી વગર કેવી રીતે ઈશાનીને આપણે કઈ કહી શક્યે?

(અભિને રજત નો કોલ આવે છે.)

અભિ – એર, તને ક્લાકથી ફોન કરુ છુ. ફોન તો ઊચક યાર. અહ્યાં કાંડ થઈ ગયુ છે, તારી લવ સ્ટોરીના ચક્કરમાં ઈશાની સાથે અમારી ફ્રેન્ડશીપ નો ધી એન્ડ થઈ ગયો છેય

રજત – એવુ થયુ કઈ રીતે... શું થયુ અને ઈશાની ક્યાં છે?

અભિ – ઈશાની કોલેજમાં તો નથી, ક્યાં ગઈ છે ખબર નથી. પણ આ રાઈતુ જે તે ફેલાવ્યુ છે ને એ મેહરબાની ને સાફ કરો સાહેબ. અધરવાઈઝ ઈટ વીલ બી ટુ લેટ.

રજત – અભિ...

અભિ – ડોન્ટ ટેલ મી, તે બીજુ કઈ કાન્ડ પર કર્યુ છે....

રજત – અભિ, મે ઈશુ ને એક લેટર આપ્યો છે જેમા મારી બધી ફિલિંગસ્ લખી છે.

અભિ – તારો ઉપરનો માળ ખાલી છે? તને 100 વખત ના તો પાડી હતી. કે પ્રેમ પત્રના નાટક નહીં કરતો. આપણે કહેવા શું માગતા હોય અને સામેવાળા સમજે શું... આ બધુ ફિલ્મમાં જ સારુ લાગે...

તારે અમારી વાત માનવી ન હોય તો સજેશન લેતો શું કામ હશે…?

રજત – આઈ નીડ ટુ મીટ ઈશુ. ક્યાં હશે એ...

(ફોન ચાલુ છે અને પાછળથી અવાજ આવે છે.)

ઈશાની – તો હવે તું જૂઠ્ઠુ બોલતા પણ શીખી ગયો છે.

રજત – (પાછળ ફરે છે અને ત્યાં ઈશાની હોય છે.) અરે...

(અભિ ફોન પર વાત સાંભળે છે.)

ઈશાની – તે તો કીધુ હતુ ને કે તને કઈ કામ છે. સીરિયસલી રજત, મારાથી જૂઠ્ઠુ.. તમે બધા મળીને આ શું કરી નાખ્યુ મારી ફ્રિન્ડશીપનું, મારા ટ્રસ્ટનું, મારા એફર્ટસનું...

રજત – એક મીનિટ ઈશાની... તુ ગુસ્સામાં છે એટલે આપણે પછી વાત કર્યે.

ઈશાની – વાત તો હમણાં જ થશે. અને તારા મારા સવાલના જવાબ આપવા જ પડશે.

રજત – ક્યાં સવાલ?

ઈશાની – તે આટલો વખત મારાથી આ વાત, અને તારી ફિલિંગસ ચૂપાડી કેમ? અભિ અને નોમા એ મને કઈ કીધુ કેમ નહીં? મારો વિશ્વાસ કેમ તોડયો? મારો મજાક કેમ ઉડાવ્યો? મારી સાથે આવુ કેમ કર્યું?

(અભિ ફોન પર, હલ્લો... રજત ..... )

રજત – ઈશાની આપણે પછી વાત કરશુ, તુ હમણાં ગુસ્સામાં છે...

ઈશાની – ઓહ.. પ્લીઝ મારી આટલી ફિકર છે તને... પ્લીઝ આ ફેક દેખાડો બંધ કર એન્ડ ટેલ મી રજત.

રજત- ઈશાની, તને ખબર પણ છે તુ શું બોલે છે. તુ ઓવર રીએકટ કરી રહી છે. જસ્ટ સ્ટોપ.

ઈશાની – યુ સ્ટોપ ઈટ. મારો મજાક બનાવી દીધો છે. મારી પર્સન્લ લાઈફની વાત મારા સીવાય બધાને ખબર છે.

રજત – ઈશાની સટ અપ.

એક શબ્દ નહીં બોલતી, તુ ક્યારની બોલે કે તારો મજાક બનાવી દીધો, તને કીધુ નહીં... પણ શું તે સામે વાળાને બોલવાનો મોકો આપ્યો? જાણવાની કોશિશ કરી કે વાત શું છે, તને પહેલા કેમ ન કીધુ?

ઈશાની – હા, કરી કોશિશ. જેનો કોઈ જ ફાયદો ન થયો. તને કીધુ કે રજત એક મીનિટ ઊભો રે, મારી વાત સાંભળ... પણ શું તે સાંભળી?

રજત – મેં ન સાંભળી તારી વાત. એ મારો વાંક છે પણ આપણાં બીજા ફ્રેન્ડસ જેમની સાથે તમે દોસ્તી તોડીને આવી ગયા, એ લોકોની વાત જાણવાની કે સમજવાની પ્રયાસ તો તમે કર્યો જ નથી મેડમ.

એ લોકોની વાત સાંભળતે તો તને તારા બધા જ પ્રશ્નના જવાબ મળી જતે. ઈશાની આઈ નો કે તુ ગુસ્સામાં હતી, પણ ગુસ્સો કઈ વાત નો?

જો તને એ વાતનો ગુસ્સો હતો કે મેં તારી વાત સાંભળી નહીં તો ગુસ્સો તારે મારી પર કરવાનો હતો, એ લોકો પર નહીં.

જો તને એ વાતનો ગુસ્સો હતો કે એ લોકો એ તને કઈ કીધુ નહીં, તો તે અધૂરી વાત જાણીને એ બધા પર ગુસ્સો કર્યો અને એ લોકોને પૂરી વાત તને કરવાનો મોકો આપ્યો જ નહીં.

અને આ બધુ થતે જ નહીં જો તુ કઈ પણ બોલવા કે પૂછવા પહેલાં મારો આપેલો લેટર વાંચી લે તે.

ઈશાની મેં લેટરમાં તને પહેલીવાર જોઈને ત્યારથી લઈને તારી સાથેની મારી દરેક પળની લાગણી લખી છે. તને તો યાદ હશે જ તુ એફ.વાય. માં નોઝ રીંગ પહેરતી હતી, એ તારી પર એટલી સરસ લાગતી હતી કે મારા ઓનલાઈન શોપિંગ અકાઉન્ટમાં ન જાણે કેટલી નોઝ રીંગ વિશલીસ્ટ કરેલી છે. તુ જ્યારે સવાર-સવારમાં નોન-સ્ટોપ રેડીયોની જેમ વાત કરતી ને ત્યારે બધા જ તારાથી બોર થઈ જતા પણ મને તારી દરેક વાત યાદ છે. હુ કોઈ ફિલ્મનો હીરો તો નથી પણ મારા માટે હીરોઈન એટલે તુ, જેને જોયા જ કરવાનું મન થાય, જેની નાની-નાની વાતો પણ યાદ રહે, જેની સાથે વાત કરવા માટે બહાના શોધવાનુ મન થાય. જેની વાત જ કઈ અલગ છે.

તારા માટે આ બધુ ભલે મેટર ન કરે. પણ મને તો બોહ જ મેટર કરે છે. એટલો કે હુ કદાચ તને સમજાવી પણ ન શકુ.

અને તુ જ્યારે કોલેજ ન આવતી કે અમારી સાથે બહાર ન આવતી ત્યારે હુ કોન્સટન્ટલી તારી સાથે ચેટ કર્યા કરતો અને આ વાત અભિએ નોટ કરી, એણે મને 1-2 વાર ડાઈરેક્ટલી પૂછ્યુ પણ કે શું મને તારા માટે કોઈ ફિગિંસ છે? અને ત્યારે મને રીયલાઈઝ થયુ કે હુ શ્યોર નથી કે આ ફક્ત આકરશણ છે કે ખરેખર આઈ લવ યુ. હું મારા ઈમોશન સમજી નોતો શકતો એટલે મેં અભિ અને નોમાને આ બધી વાત કરી. બંન્ને એ મને એ જ કીધુ કે મારે થોડોક ટાઈમ પોતાની સેલ્ફને આપવો જોઈએ. સમજવુ જોઈએ અને ત્યાર બાદ જ તને કઈ પણ કહેવું જોઈએ. કારણ જો આ અટરેક્શન હશે તો થોડા ટાઈમમાં મને જાતે જ ખબર પડી જશે. એટલે જ મેં તારી સાથે ડિસ્ટન્સ રાખવાનુ ચાલુ કર્યુ, પણ જ્યારે ક્ન્ટ્રોલ ન થતુ ત્યારે તારી સાથે વાત કરી લેતો. એટલે જ તને એવુ લાગતુ હતુ કે મારુ બિહેવ્યર બદલાય ગયુ છે.

હું જ શ્યોર નોતો એટલે આપણાં ફ્રેન્ડસને પણ મેં ના પાડી હતી કે કોઈને કઈ કહેતા નહીં, ઈશાની ને પણ નહીં. કારણ જો આ ટેમ્પરરી ફિલિંગ હોય તો મારે તને કહીને આપણો રિલેશન, આપણી ફ્રેન્ડશિપ ખરાબ નોતી કરવી. મને રીજેક્શન નો ડર તો હતો નહીં, પણ બસ મારે તને હર્ટ નોતુ કરવુ.

અને ધીમે-ધીમે મને સમજાવા લાગ્યુ કે મારી તારા માટેની ફિલિગંસ સ્ટ્રોગ છે. અને ટેમ્પરરી તો બિલકુલ નથી. આ વાત મને સ્યોરીટિ સાથે ત્યારે ખબર પડી જ્યારે મેં તને પહેલીવાર સાડીમાં જોઈ. મારી આંખ તારા પરથી હટતી જ નોતી, અને જ્યારે અભિ તારી સાથે ફોડો ક્લીક કરતો હતો, ત્યારે પહેલી વાર અભિથી જેલેસી થઈ.

અને ત્યારે જ મે અભિ અને નોમાને કીધુ. અને તારી સાઈડ લઈને અભિએ મારી સાથે સતત લડાઈ કરી કે કદાચ તને નહીં ગમે, કદાચ તને હર્ટ થશે.. એણે મને કોન્સટન્ટલી સવાલ કર્યા, સો ધેટ તને હર્ટ ન થાય.

 એ લોકોને પહેલાંથી નોતી ખબર ઈશાની. આ બધી વાત મેં લેટરમાં લખી છે. અને બીજુ પણ ઘણુ બધુ એ લેટરમાં છે, બસ તારે વાંચવાની વાર હતી ઈશુ બટ એઝ ઓલલેઝ તારી બધી સારી ક્વોલિટી પર તારા ગુસ્સા એ પાણી ફેરવી દીધુ.

આઈ થીંક મારે હંમણાં જે તને કહેવું હતુ એ મેં તને કહીં દીધુ છે, બસ. આઈ થીંક યુ શુડ લીવ, પ્લીઝ.

અને હા, તુ તો બોહ જ ફિલોસોફિકલ છે એટલે તને તો ખબર જ હશે દોસ્તી નિભવતા વર્ષો લાગે છે અને તૂટતા 1 મીનિટ પણ નહીં. તે જેની સાથે હંમણાં દોસ્તી તોડી છે એ તે બરાબર કર્યુ કારણ યુ ડોન્ટ ડિઝર્વ ધેમ, એક વાત, એક મીસઅન્ડરસ્ટેન્ડિગના લીધે તે એ બંન્ને ને આટલી ખરાબ રીતે બ્લેમ કર્યા, એટલે આઈ એમ શ્યોર ધે ડિઝર્વ બેટર ફ્રેન્ડ ધેન યુ. અને આ હુ ગુસ્સામાં નથી કહેતો, માઈન ધેટ.

ઈશાની – અને તુ? ડુ યુ ડિઝર્વ મી?

રજત – ના, આઈ ડોન્ટ ડિઝર્વ યુ કારણ યુ ડિઝર્વ સમવન બેટર, સમવન જે તારા માટેની ફિંગસ માટે મારા કરતા વધુ શ્યોર હોય, જે કદાચ વધારે એક્સપ્રેસિવ હોય, જે તને ઈન્સટન્ટલી ફિંલિગ્સ શેર કરે. આઈ ડોન્ટ ડિઝર્વ યુ કારણ યુ ડિઝર્વ સમવન બેટર.

ઈશાની – અને મારા જવાબનું શુ? જે તે સાભંળ્યો જ નહીં રજત?

રજત – તુ હજી મને સમજી જ નથી ઈશુ. મેં તારો જવાબ નથી સાંભળ્યો કારણ તારો જવાબ કઈ પણ હોય, મારી ફિલિંગસ ચેન્જ નહીં થાય. તુ હા પાડે કે ના, માય ફિલિંગસ આર નોટ ડિપેન્ડનટ ઓન યોર આનસર. ઈશુ આમા કોઈ જ શરતો લાગુ નથી.

અને પ્લીઝ હવે એકપણ સવાલ નહીં પૂછતી, મારા જવાબ તારી પાસે જ છે, બસ તારા સમજવાની વાર છે.

(રજત ત્યાંથી નીકળી જાય છે. અને ઈશાની ઘરે જાય છે.)

(ટી.વી. ચાલુ હોય છે અને ઈશાનીની મમ્મી ફોન પર વાત કરી રહી હોય છે.)

મમ્મી – (ફોન પર વાત કરતા કરતા) ઈશુ બેટા ટી.વી. નો અવાજ ધીમો કર.

(ટી.વી. નો અવાજ ધીમો થતો નથી, એટલે એની મમ્મી પાછો અવાજ ધીમો કરવાનુ કહે છે, તો પણ અવાજ ધીમો થતો નથી એટલે એની મમ્મી ટી.વી જ બંધ કરી દે છે.)
મમ્મી – ઈશાની ક્યારની કહું છુ અવાજ ધીમો કર સાંભળતી કેમ નથી, ધ્યાન ક્યા છે?

ઈશાની – (ઈશારામાં) સોરી મમ્મી.

મમ્મી – અરે, શીતલ આજ કાલના છોકરાઓ માટે આ બધુ ફેશન છે, તુ ટેનશન નહીં લે. હું વાત કરીશ એની સાથે. ડોન્ટ વરી. બાય...

ઈશાની – શું થયુ મમ્મી? કોને કોનુ ટેનશન છે? એની થીંગ સિરિયસ?

મમ્મી – માસી નો ફોન હતો, પીલુની કોલેજ માંથી કમ્પલેન આવી હતી અટેન્ડ્ન્સ ઓછી હતી એટલે પણ એ ઘરેથી રોજ કોલેજ જવાતો નીકળે જ છે એટલે માસા એ ગુસ્સો કરીને પૂછયુ હશે એટલે ખબર પડી કે એનો કોઈ બોયફ્રેન્ડ છે અને કોલેજ ના બહાને એને સાથે બહાર જાય છે. માસી ટેન્શનમાં છે કારણકે આ બધુ આપણાં કલ્ચરની વિરૂદ્ધ છે.

ઈશાની – મમ્મી, આ બધુ બોહ નોર્મલ વાત છે.

મમ્મી – નોર્મલ હશે લોકો માટે. આપણાં ઘરની વાત અલગ છે. ચાર લોકો આપણાં ઘરની છોકરીના સંસ્કારની વાત કરે, કે એને કોઈની સાથે ફરતા જોએ તો શું ઈમ્પ્રેશન પડે? તને તો ખબર જ છે ને આ બધુ આપણે ત્યાં નહીં ચાલે.

ઈશાની – પણ મમ્મી...

મમ્મી – બેટા, આઈ નો આજ ના જમાના પ્રમાણે આ વાત ખોટી નથી. એ બંન્ને જો એકબીજાને ગમતા હોય, ફ્યૂચર વિશે વિચારતા હોય તો એમાં પણ કઈ જ ખોટુ નથી. પણ, આજની જનરેશન ભ્રેક-અપ અને પેચ-અપમાં થી બહાર આવી, કમિટમેન્ટ કરવા તૈયાર હોય તો કઈ વિચારાય.

અને આપણે તો વિચારીને કઈ ફાયદો જ નથી, તુ તો અરેન્જ મેરેજ જ કરવાની છે એ તો મને ખબર જ છે. અને સાચે તો મનમાં હું તારા આ નિર્ણયથી હુ ખુશ પણ છુ કારણ આજના જમાના કોઈને જાણ્યા વગર લગ્નના બંધનમાં બંધાવુ બોહ જ રીસકી છે અને લવ મેરેજમાં તો છોકરાઓ જ જાતે નક્કી કરે એટલે સામેવાળુ કેવુ છે કેવુ નહીં એ જાણવાની તક જ ન મળે. અને મારા બંન્ને બાળકો તો મારા કીધામાં જ રહે છે હંમેશાં એટલે મને તો આવી બધી કોઈ જ ટેનશન નથી. આપણાં અમુક સંબંધી છે જે ખાસ એ તકમાં જ છે કે મારા છોકરાઓ મારી મરજી કે સમાજ વિરૂધ કઈ કરે અને એ લોકોને મને 4 વાત સંભળાવાનો મોકો મળી જાય. એ લોકોને શું ખબર મને મારી પરવરિષ પર ગર્વ છે.

(ઈશાની કઈ જ બોલતી નથી અને ફક્ત એની મમ્મીની વાતો સાંભળે છે.)

ઈશાની – મમ્મી, મેં કિચન ક્લિન કરી લીધુ છે. હવે સુવા જવ છુ.

મમ્મી – ઈશાની, ચલ તો ટેરસ પર આટો મારવા જઈએ.

ઈશાની – પણ કેમ અચાનક?

મમ્મી – અરે, એહમ જ ....

(બંન્ને ટેરસ પર જાય છે અને આટા મારીને ખુર્શી પર બેઠા હોય છે.)

ઈશાની – પવન કેટલો મસ્ત છે ને... મજા આવી ગઈ...

મમ્મી – ઈશાની, શું વાત છે? કોલેજ માં કઈ થયુ છે?

ઈશાની – થયું તો ઘણુ બધુ છે મમ્મી પણ નોટ ઈમ્પોર્ટન્ટ... જવા દેને.

મમ્મી – તારી લાઈફથી કનેક્ટેડ દરેક વસ્તુ ઈમ્પોર્ટન્ટ છે મારા માટે.

ઈશાની – રજતને હુ ગમુ છુ, ઈટ ઈઝ કાઈન્ડ ઓફ સીરિયસ અને થોડીક મીસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ ગઈ છે. બધા લોચા થઈ ગયા યાર મમ્મી.

મમ્મી – રજત... હમમ...

ઈશાની – મમ્મી એ ખાલી મારો ફ્રેન્ડ છે. નથીંગ મોર ધેન ધેટ.

મમ્મી – મોર હોય તો પણ વાંધો કોને છે?

ઈશાની – મમ્મી????

મમ્મી – ઈશુ બેટા આ એજ છે જેમા લાઈફ કઈ અગલ જ હોય છે. હુ તને કોઈને સાથે રિલેશનમાં રહેવાની, અફેર કરવાની સલાહ અને છૂટ બંન્ને નહીં આપુ પણ એનો મતલબ એ નથી કે તુ તારી ફિલિંગસને મારી ને જીવ. નો..

બેટા, દિલ પર કોઈનો જોર ન ચાલે એ વાત સાચી છે પણ પ્રેક્ટિકલ નથી કારણ વાત અહ્યાં ફ્યૂચરની છે. તને કોઈ ગમતુ હોય એમા કઈ જ ખોટુ નથી પણ એના માટે અપ્રોચ ખોટો હોય એ ખોટુ છે.

ઈફ તને પણ રજત ગમતો હોય તો યુ બી ફ્રેન્ડસ, બંન્ને કોન્ટેકમાં રહો, રિલેશનમાં નહીં. પોતાના ફ્યૂચર પર વર્ક કરો અને સેટલ થયા બાદ ઈફ યુ બોથ સ્ટિલ લાઈક ઇચ અધર તો પછી યુ બોથ ડિસાઈડ.

પસંદ દિલ અને દિમાગ બંન્ને ને ગળે ઉતરે એવી હોવી જોઈએ.

અત્યારે તમારી પ્રાયોરિટી ફ્યૂચર હોવુ જોઈએ, હા, તમારી ફિલિંગસને એઢરેસ કરો બટ બી વાઈઝ. કારણ મન અને પસંદ સમય અને સમજણ સાથે બદલાય જતી હોય છે.

અને જે એજ માં તુ છે એ જ એજમાં રજત છે એટલે મારી સલાહ એ જ છે કે બિ ફ્રેન્ડસ એનડ ફોકસ ઓન યોર કરીયર.

(ઈશાની માથુ હલાવીને હા માં જવાબ આપે છે.)

(બીજા દિવસે ઈશાની કોલેજ જાય છે.)

ઈશાની – નોમા, આઈ એમ સોરી.... (એકબીજાને હગ કરે છે.)

નોમા – ઈટ્સ ઓકે મેડમ.

ઈશાની- અભિ ક્યાં છે?

નોમા – જ્યાં હંમેશાં દેવદાસની જેમ ઉદાસ થઈને બેઠો હોય છે ત્યા...

ઈશાની – ચલ, એને પણ સોરી કહેવાનુ છે...

ઈશાની – મારુ સોરી એક્સેપ્ટ કરશે?

અભિ- ચલ ચલ.. ઈડિયટ... ફ્રેન્ડશીપ મેં નો સોરી નો થેન્ક યુ.

નોમા – ચલો, ચલો લેક્ચરનો ટાઈમ થઈ ગયો.... ચલ ઈશુ.

ઈશાની – ગેટ તરફ જોતી હોય છે...

અભિ – રજતને શોધે છે?

(ઈશાની કઈ બોલ્યા વગર ક્લાસ તરફ જવા લાગે છે.)

થોડા દિવસ પછી...

નોમા – અભિ, 10 દિવસથી રજત ને જોયો નથી, ગ્રુપ અધૂરુ લાગે છે ને..

અભિ – 100 વર્ષ જીવશે આ છોકરો, જો રજત ગેટ પાસે છે...

નોમા – એ..... રજત..... રજત..... જલ્દી આવ.....

નોમા રજતને ભેટી પડે છે.

નોમા – ક્યાં હતો, ફોન નહીં, કોલ નહીં... એક મેસેજ તો કરાય ને..

રજત – સોરી યાર... બિઝિ હતો... ક્યાક અટકી ગયો હતો.

ઈશાની – રજત...

રજત – ઈશુ.... (એકબીજાને હગ કરે છે બંન્ને)

અભિ – મને પણ હગ કરીલે... દોસ્ત...

(બધા ગ્રુપમાં એકબીજા સાથે વાત કરતા હોય છે અને રજત ઈશાની જોઈ રહ્યો હોય છે.)

અભિ – ચલો ગ્યાસ... બાય... કાલે મળ્યે...

નોમા – હા.. ચલો...

રજત – ઈશુ, ઈશાની તારી બૂક લીધી હતીને... સોરી મારી પાસે જ રહીં ગઈ હતી.

ઈશાની – ઈટ્સ ઓકે યાર. નોટસ મળી ગઈને?

રજત – હા, નોટ કરી લીધુ.

ઈશાની – શું... અરે નોટસ મળી કે નહીં...

રજત – અઅઅઅ... હા... એટલે નોટ્સ નોટ કરી લીધી.

ઈશાની કેન આઈ હગ યુ?

(ઈશાની રજતને હગ કરે છે)

તુ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો અને હંમેશાં રહેશે.)

રજત – (ધીમેથી) કાશ હતે...

(બીજા દિવસે કોલેજમાં..)

ઈશાની – હેલ્લો ગાયસ... ચલો લેક્ચરમાં નથી જવુ...?

(અભિ અને નોમા ઈશાની ને જવાબ આપ્યા વગર ફક્ત જોયા કરે છે.)

ઈશાની – શું થયુ?

અભિ – રજતે એનુ એડમીશન રેગ્યુલર માંથી એકસ્ટર્નલ કરી લીધુ છે.

ઈશાની – કેમ?

અભિ – એનો ફોન બંધ છે.

નોમા – એટલે હવે એ કોલેજ નહીં આવશે, મળશે તો નહીં જ અને એટલે જ કદાચ ગઈકાલે બધાને મળવા આવ્યો હતો.

ઈશાની એવી તો શું વાત થઈ તમારા બંન્ને વચ્ચે કે એણે આવો નિર્ણય લીધો?

અભિ – નોમા, તુ શું બોલે છે? તુ ઈશાનીને ઈનડાયરેક્ટલી ભ્લેમ કરે છે.

નોમા – ના, ઈન્ડાયરેક્ટલી નહીં. હું એને ડાયરેક્ટલી ભ્લેમ કરું છુ.

એવી શું વાત થઈ તમારા બંન્ને વચ્ચે.. કે... લેટરમાં કઈ તો લખ્યુ હશે ને રજત એ... ડોન્ટ ટેલમી કે તે હજી લેટર વાંચયો જ નથી...

ઈશાની – લેટર... ઓહ નો...

(ઈશાની અભિનો હાથ પકડીને સાઈડ પર લઈ જાય છે)

અભિ – શું થયુ?

ઈશાની – અભિ... લેટર... તે મને જે લવ લેટર લખ્યો હતો એ મેં આ બૂકમાં મૂક્યો હતો અને રજત એ નોટ્સ માટે આ બૂક લીધી હતી. આઈ એમ સ્યોર કે એને આપણાં વિશે ખબર પડી ગઈ એટલે એ 10 દિવસ નોતો આવ્યો અને કદાચ હવે ક્યારેય કોલેજ નહીં આવે.

અભિ – ઓહ... નો.... હવે શું કરશુ? એણે તારા ઘરે કહીં દીધૂ તો...

ઈશાની – અભિ... આર યુ સીરિયસ? તને એ વાતની ફિકર છે.. આય એમ વરિડ અબાઊટ...

નોમા – તમે લોકો ફ્રેન્ડસ કહેવાના લાયક જ નથી... આવા હજી કેટલુ જૂઠ્ઠુ સાંભળવાનુ બાકી છે?

અભિ – તુ ઓવર રીએક્ટ કરે છે.

નોમા – ભૂલ તમારા બે ની. અને ફ્રેન્ડ હુ મારો ગુમાવી દવ તો હાવ યુ વાન્ટ મી ટુ રિએક્ટ?

એક્ચૂલી અત્યાર સુધી મને રજત માટે ખરાબ લાગતુ હતુ પણ હવે લાગે છે એનો નિર્ણય સાચો છે. જૂઠ્ઠા ફ્રેન્ડસ હોવા કરતા તો ફ્રેન્ડસ ન હોય એ સારુ...

અભિ – આ અમારી પર્સનલ મેટર છે. યુ કાન્ટ જજ અસ...

નોમા – યેસ આ તમારી પર્સનલ વાત છે પણ રજત ને હક હતો જાણવાનો, આફટક ઓલ ઈશાની એ તો તારો બેસ્ટ ફ્રેન્ડ હતો ને...

ઈશાની – નોમા અને કહેવાના જ હતા.

(નોમા વાત સાંભળ્યા વગર ત્યાંથી જતી રહે છે.)

20 વર્ષ પછી...

કિસ્મત – પપ્પા, પણ તમે એ લેટરમાં શું લખ્યુ હતુ? એ તો કીધુ જ નહીં.

રજત – એ જ તે તારે સમજવાનુ છે. અભિ મારો ફ્રેન્ડ હતો, અને ઈશાની મારી બેસ્ટ ફ્રેન્ડ હતી.. હુ એ બંન્નેની વચ્ચે ક્યારેચ આવા માંગતો ન હતો. હુ કોલેજ માંથી નહીં પણ એ બંન્નેની લાઈફ માંથી નીકળવાનો પ્રયાસ કરતો હતો.

કિસ્મત – પપ્પા, પ્લીઝ હા... આ તમારા જમાનાની ફિલ્મની સ્ટોરી જેવી વાતો માં કોઈ સેન્સ નથી.

રજત – બેટા, હા આ ફિલ્મની સ્ટોરી જેવુ જ લાગે છે જેમા ઈન્ડિગ કોઈના માટે હેપ્પી છે અને કોઈના માટે નહીં.

તે મને એ તો પુછ્યુ કે મે લેટરમાં શું લખ્યુ હતુ પણ એ ન પૂછ્યુ કે મેં આ વાત તારી સાથે કેમ શેર કરી?

કિસ્મત – અફકોર્સ, આઈ નો...

કે જો મારે ક્યારેક તમારા જેવી સિટ્યુએશન ફેશ કરવી પડે તો મારે પણ તમારી જેમ જ બધુ હેન્ડલ કરવાનુ.

રજત – ના... મેં તો મારા પહેલા પ્યાર માટે કોઈપણ પ્રયાસ કર્યા જ નહીં. મેં ફક્ત એની ખુશી કે એની પ્રાયોરિટી નો વિચાર કર્યો, લાઈફમાં અમુકવાર પોતાનો વિચાર કરવો જરૂરી છે. પોતાની સેલ્ફને ક્યારેક બધાથી ઉપર રાખીને પોતાના ઈમોશનને એક ચાન્સ આપવો જરૂરી છે.

મેં ફ્રેન્ડશીપ માટે થઈને મારી કોલેજ, મારા બીજા ફ્રેન્ડસ, મારી લાઈફ બધુ છોડવાની મુરખામી કરી પણ જો તને કોઈની સાથે પ્રેમ થાય ભલે એકતરફી હોય પણ એ પ્રેમને માળવાની કે જીવવાની કોશિશ કરજે. મારી જેમ સિટ્યુએશન અને સંબંધથી ભાગવાની કોશિશ નહીં કરતી બેટા.

પ્રેમ એક ખૂબસુરત અહેસાસ છે, એની ખૂબસુરતી અને જીવવામાં છે.