સ્કુલની પરીક્ષા માં એક વિષય નહીં પણ બધા જ વિષયોમાં ફુલ માર્ક્સ પર પાસ થઈ જવાય છે.અને જો કદાચ એક પણ વિષયમાં નપાસ થવાય કે ઓસા માર્ક્સ આવે તો મારા પપ્પા ને થોડું પણ ન ગમતું હતું.
બસ આવી રીતે 7,8 અને 9 ધોરણ મે પાસ કર્યું. ધોરણ નવ માં મારે ગયાં વર્ષ કરતાં ઓસા માર્ક્સ આવ્યાં એટલે કે મારે ધોરણ આઠ માં 75 માર્ક્સ આવ્યાં. અને આ માર્ક્સ ના કારણે મારા પપ્પા એ મને ખૂબ જ મર્યો અને મારી મમ્મી ને બોલ્યાં કે " જો તારા વ્હાલ ના કારણે આજે મારો દિકરો આટલા ઓસા માર્ક્સ એ પાસ થયો છે." અને આ કારણે મારી વ્હાલી મમ્મીની અચાનક તબીયત ખરાબ થઈ ગઈ.
પછી થોડા દિવસ પછી મારી મમ્મી સાજી થતા જ મને મારા પપ્પા એ મારી વ્હાલી સ્કુલ અને વ્હાલી મમ્મી થી મને અલગ કરી નાખ્યો હતો.એટલે મારા પપ્પા એ મારી પાછળ ખૂબ લાખો કરોડનો ખર્ચ કરી મને ભળવા માટે મને અમેરિકા મોકલી દિધો..
અમેરિકા જતાં પહેલાં મને મારી વ્હાલી મમ્મીનું છેલ્લી વાર મુખ પણ જોવા મળ્યું નહીં..
બસ ધોરણ 9 નું રીઝલ્ટ મારા પપ્પા ના મગજ પર ધર કરી ગયું હતું કે તેઓ એ મને પોતાના થી અને મમ્મી થી અને સ્કુલ ના મિત્રો થી મારે દૂર જવું પડ્યું હતું. અને હું હારી ગયો અને મારૂં ધોરણ નવ ન એક ખાલી કાગળ જીતી ગયું.
બસ પછી હું અમેરિકા જઇને બધું પરિવાર, મિત્રો, મમ્મી તેમજ બધું ભૂલી મે મારૂં મન ભણવામાં જ લગાવી રાખ્યું. સતત રાત-દિવસ એક કરી નાખ્યાં. મારા પરિવાર તરફથી મને આપેલ એક ફોન પણ મે તોડી ને નાખી દિધો હતો. ત્યાર પછી પાંચ વર્ષ સુધી ના મે મારા પરિવાર જોડે વાત કરી કે ના મારા સ્કુલ ના જૂના મિત્રો સાથે..
બસ મને પણ પપ્પાનો આ નિર્ણય ગમતો ન હતો.
પછી મે અમેરિકામાં જઈ ને એક આખી નવી દુનિયા બનાવી દિધી. ત્યાર પછી પપ્પા નો આ નિર્ણય મારા જીવનમાં ખૂબ જ સારો પણ બની ગયો હતો.
ત્યાર પછી ધોરણ 10, 11 અને 12 આ ત્રણેય ધોરણમાં હું અમેરિકા ની સ્કુલ માં પહેલાં નંબરે આવવા લાગ્યો હતો.
ધોરણ 12 પછી મે અમેરિકા માં ઓસ્ટેલ માં કોલેજ માં મે એડમિશન લીધું..
કોલેજ ચાલુ થયા બાદ નવા મિત્રો બધ ભણવાનું નવું પ્રયોગશાળા અને બધી સુવિધાઓ હતી.
બસ નવી દુનિયા નવો નજારો અને આખી દુનિયા ખુશીઓ જ જાણે અહીં હોય. જયારે પોતાના થી કે સ્નેહજનો થી દુરી વધવા લાગે ને ત્યાર પછી ની આખી દુનિયા જ નવી લાગે છે. જેવી રીતે મારે પોતાનું જીવન બનાવવા માટે મારા પપ્પા એ અમેરિકા મોકલી દિધો. બધી જ લાગણીઓ ને પૂર્ણ વિરામ આપી ને.
ક્યાં ગામડાનું ઘર, સ્કૂલનું શિક્ષણ, અને ભાઈબંધો સાથે કરેલ મસ્તી, ગામડે હરવા ફરવા ની મજા અને અજાદ જિંદગીની આ આવી દુનિયા એટલે ગામડું.
આ બધું સુખ શાંતિ અને ઈશ્વરે સજાવેલ સારી અને મસ્તક બનાવેલ દુનિયા ને છોડી હું અમેરિકા આવી ગયો.
પપ્પા ની બધી શરતોને માન આપી અને મારું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે મારે 'ના' માં 'હા' ભરવી પડી. એ સ્કૂલ ની યાદો, જૂના મિત્રો અને આઝાદ જિંદગી ને હું એક જેલમાં કેદી રહે છે તેમ,
બસ આ મસ્ત મજાનું ગામડા ને ભુલી ને અમેરિકા ચાલ્યો ગયો. પપ્પા એ અચાનક લીધેલ ફેસલાએ મને સાવ અંદર જ મારી નાખ્યો હતો.
પછી ત્યાંથી પપ્પા,મમ્મી , સ્કૂલ ની યાદો અને જૂના મિત્રો ને આ બધી જ વાતો ને મે પૂર્ણ વિરામ આપી ને ગામડે થી કોઈ ને કિઘા વગર અમેરિકા ની સફર અને નવી દુનિયા માં પગ માડ્યો.
" અમેરિકા ની વાતો અને મારું સારું ભવિષ્ય આ પુસ્તક એટલે કે ' i don't know' ના ભાગ બે માં જણાવીશ."
- યુવરાજ વિસલવાસણા.