Bhayanak Ghar - 2 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 2

Featured Books
Categories
Share

ભયાનક ઘર - 2

( દાદા દાદી વિચારવા લાગ્યા કે હમણાં તો આશા એ લાઈટ બંધ કરી હતી તો પછી ફરી વાર ચાલુ કેવી રીતે થઈ ગઈ? )
પછી દાદા દાદી ઘર માં ગયા અને ઘર માં જઈ ને કિશન ભાઈ ને કીધું કે બેટા ઉપર ની લાઈટ ચાલુ હતી અમે આશા જોડે બંધ કરવી તો પણ થોડી વાર પછી ઓટો મેટિક ચાલુ થઈ ગઈ,
કિશન ભાઈ બોલ્યા " કઈ વાંધો ની પાપા સ્વિચ કદાચ બંધ થઈ ગઈ હસે કાલે રીપેરીંગ વડા ને બોલાવી કે કરવી દઈશું,"
દાદા બોલ્યા "હા કાલે એક વાર જોવડાવી લેજે"
કિશન ભાઈ બોલ્યા હા પાપા બીજું તમને રહેવા માં કેવું લાગે છે ઘર?
દાદા બોલ્યા "સારું છે પણ અહીંયા સેટ થતાં વાર લાગશે કારણ કે જ્યાં આપડે પહેલાં રેહતા હતા ત્યાં તો બેઉ બધા ઓળખાણ વાળા મારા જેવડા ઉંમર લાયક વ્યકિતઓ હતા એટલે મજા આવતી હતી, અને અહીંયા તો હું અને તારી મમ્મી એકલા પડી ગયા છીએ."
કિશનભાઇ બોલ્યા "હા એ વાત તો સાચી તમારી." "પર કોઈ વાંધો નહિ, થોડા સમય પછી સેટ થઈ જઈશું."
( એટલા માં આશા ત્યાં આવી અને બોલી કે કાલે મારે વહેલા કોલેજ જવા નું છે તો મને વહેલા ઉઠડજો. હું મારા રૂમ માં જાઉં છું)
દાદી બોલ્યા "હા બેટા"
( પછી આશા તેના રૂમ માં ગઈ, અને સૂઈ ગઈ, ત્યાર બાદ 1 કલાક જેટલો સમય થયો હસે એવા માં આશા એ જોર થી બુમ પાડી અને રૂમ માંથી નીચે આવતી રહી, )
તે બહુ ગભરાયેલી લાગતી હતી, તો મમ્મી પપ્પા એ પૂછ યુ સુ થયું બેટા કેમ આટલું બધું ગભરાયેલી લાગે છે?
આશા બોલી "મમ્મી મે બેઉ ભયાનક સપનું જોયું, એમાં કોઈક મારી સામે ઊભું હતું અને મને ખેચી રહ્યુ હતું, મારી જેવી આંખ ખુલી તો મૈં એક સપનું જોયું હતું, પણ ભાસ સાચો થતો હોય એવો લાગતો હતો,"
( તેવા માં ત્યાં દાદા દાદી પણ ત્યાં આવી પહુંચ્યા અને બોલવા લાગ્યા કે સુ થયું આશા ને?) "કઈ ની મમ્મી આશા ને એક ખોટું સપનું આવ્યું અને તે જાગી ગઈ છે, બીજી કઈ વાત નથી." "હા તો એક કામ કરો આજનો દિવસ તમે તેની સાથે સૂઈ જાઓ, એ ખૂબ ડરી ગઈ હોય એવું લાગે છે." "હા મમ્મી હમણાં તેને લઈ જાઉં છું,"
( પછી આશા ની સાથે રૂમ માં રીટાબેન પણ સુઈ ગયા, અને સવાર પડી ગઈ )
પછી સવારે આશા જલ્દી જલ્દી તૈયાર થઈ ને કોલેજ જવા લાગી.
અને જયારે આશા કોલેજ જતી હતી તો એ રાત માં સપના વિશે વિચારી રહી હતી, કે મને કોઈ દિવસ એવું બન્યું નથી અને કાલે રાતે કેમ આમ બની શકે.



પછી કોલેજ જઈ તેની બહેનપણી ઓ ને પણ આ સપના વિશે કેહવા લાગી કે મેં એવું સપનું આવ્યું, બધા કહે કઈ એતો ટેન્શન માં લેવા નું હોય, એવું તો સપનું આવ્યા કરે.
પછી આશા એની બહેનપણી ઓ સાથે ઘરે આવી અને તે તેના ઘરે જઈ તેની મમ્મી ને કેહવાં લાગી કે મને બેઉ તાવ આવ્યો લાગે છે. મારે દવાખાને જવું પડશે.
મમ્મી : કેમ ? ક્યાર નો તાવ આવ્યો હતો, બેટા? કઈ રાતે સપનું જોયું એના વિચાર તો કરતી નથી ને?
આશા : ના ના મમ્મી એવું કઈ નથી.
મમ્મી : તો ચાલ દવા લઈને આવીએ તારી.
આશા : હા મમ્મી.
( તો જોઈએ કે આગળ શું થાય છે ...એક નવા ભાગમાં)