Heart of stone - 1 in Gujarati Love Stories by RUTVI SHIROYA books and stories PDF | પથ્થર દિલ - 1

Featured Books
Categories
Share

પથ્થર દિલ - 1

નમસ્તે મિત્રો, હું ઋત્વી શિરોયા આજે એક નવી સ્ટોરી " પથ્થર દિલ " નામની રજૂ કરુ છું આશા છે કે મારા બીજી સ્ટોરી " ધરતીથી અવકાશ " અને "એક રાત અંતરિક્ષમા " એને જેટલો પ્રેમ અને સહકાર આપિયો એટલો જ આ સ્ટોરીને પણ મળે..

સાંજનો સમય હતો.. ત્રણ મિત્રોનું નાનુ અને પાક્કા મિત્રોનૂ ગ્રુપ હતું બધા મળી ને પ્રોજેક્ટ બનાવતા હતા આજ છેલ્લો દિવસ હોવાથી થોડા ટેન્શન અને હસી મજાક કરીને પ્રોજેક્ટ બનવતા હતા. આ ગૃપમા એક છોકરી દિયા અને આશિષ , પ્રિયાંશ કરી ને બે એના બે પાક્કા જીગરી મિત્રો..

આમતો કોલેજ ચાર વાગ્યે જ પૂરી થઈ જાય પણ આ પ્રોજેક્ટના લીધે એ લોકો કામ કરતા ગતા . સૂર્ય ધીરે ડૂબવા લાગીયો હતો એમાં જ દિયાના ફોનમા એક કોલ આવે છે આ કોલ એના ભૂતકાળના બોયફ્રેન્ડનો હતો.... દિયા અંદર થી એકલી રહતી પણ આ એના મિત્રો કયારેય એકલુ લાગવા જ ના દેતા. હંમેશા એની જોડે રહી ને એક પાક્કી મિત્રતા નિભાવી..

દિયા ધીરે થી આ ફોન ને રિસીવ કરીયો ત્યાં સામે થી અવાજ આવે છે થોડી વાતો થાય પછી દિયા કોલ મૂકી દે છે... આ ફોનમા થોડી ટેન્શન વળી વાતો થાય હતી પણ દિયા કઈ રીએક્શન નથી આપતી અનને હસતા મોઢે ફરી કામમા લાગી જાય છે.. અને તેના બન્ને મિત્રો સમજાવે છે કે તું ભૂલી જાય તો તારા માટે સારું છે આગળ આવી શકીશ.. બધું જ દિયા ને સમજાતું હતું પણ દિયા એની સામે સ્ટ્રોંગ બની શકતી ન હતી.!! મનમા ટેન્શન મોઢા પર હાસ્ય રાખીને ફટાફટ કામ પતાવી ત્રણેય મિત્રો હોસ્ટેલ જવા નીકળીયા...દિયા ને ચાની આદત ન હતી એને હંમેશા ચોફી જ જોઈએ દિયા કહે ચાલો આજ કંઈક થોડું ખાઈએ આજ પણ રાતે હોસ્ટેલમા જમવાનુ સારુ નહીં હોય તો એ લોકો ચાઇનીઝનો ઓર્ડર કરે છે એટલા માં ફરી એના એક્ષનો ફોન આવે છે
અને દિયાને કહે છે સાંભળજે શાંતિથી કઈ બોલ્તી નહીં ફોન કોન્ફેરેન્શમા સ્વિચ થાય છે દિયા મ્યૂટ કરી ને બેઠી હોય છે અને બધું સાંભળે છે દિયાનુ દિલના ધાબકર્ વધતા જાય છે પણ મોઢા પાર હંમેશા હાસ્ય રાખીને જ ફરે છે કોલ થોડી વાર માં કટ કરી ને હોસ્ટેલ જવા નીકળે છે..

દિયા પોતાના રૂમના પોચિ હાથ પગ મોઢું ધોઈ ફ્રેશ થઈ અને કોલ કરે છે...
કોલ કરતા સામેથી જવાબ આવે છે હા બોલ ને દિયા કહે છે શું વાત કરતા હતા ત્યાં થી જવાબ આવે છે કઈ નહીં થોડા ખરાબ શબ્દ દિયા માટે બોલિયાં દિયાને હવે આદત પડી ગઈ હતી બધું સાંભળવાની કઈ થાય તો પણ બિચારી સુ કરે જાતે કરી ને પગ પર કુહાડી મારી હતી...!!

દિયાને બધી હદ સુધી સહન કરિયું ગાળો, ના બોલવા જેવા વાક્ય બધું સહન કરી એને એટલું જ કહીંયુ ક્યારેક ટાઈમ મળે તો એટલું વિચારજો કે આજ સુધી મેં અપમાન કરિયું છે ? આજ સુધિ મેં કયારેય મૂકી ને ગ્યા પ્છિ પણ જવાબના આપી ને તોછડાઈ કરી છે ? આટલું બોલતા જ દિયાના આંખમા આંસુ આવી ગ્યા....

દિયાની લાઈફ થોડા પ્રોબ્લેમ ચાલ્તા જ હતાં એના પણ એક નવા કિસ્સાની શરૂઆત થઈ જોઈએ આપણે દિયા કેવી રીતે બધા સામે લડે છે..

આગલના ભાગમ હવે આપણે જોઈશું કે દિયા જોડે આગલ સુ બને છે.... ?
તમારો રિવ્યુ આપવાનું ભૂલતા નહીં...
મિત્રો એક વાત યાદ રાખજો પ્રેમ કરો ને તો કોઈની લાગણિ જોડેના રમતા તમારા ઘરે તમારી બેન અને તમારો ભાઈ પણ છે...