"ઓ મારી ચીકુ તો ટેન્શન ના લઈશ તું ખાલી ભણવામાં ધ્યાન રાખ નોકરી તો મારે બીજી શોધી લઉં છું બીજી મળી જશે પણ અત્યારે તું હવે સ્કૂલ જાવ નહીં તો તારે લેટ થઈ જશે"
"હા પપ્પા તમે વહેલા લેવા આવવાનું ભૂલતા નહિ"
"ઓકે બેટા"
આલિયા સ્કૂલમાં જતી રહી અને એના પપ્પા ઘરે ચાલ્યા ગયા જ્યારે એના પપ્પા ઘરે જતા હતા ત્યારે તે વિચારતા હતા કે "મારે નોકરી તો જતી રહી પરંતુ હવે મારે બીજી નોકરી ની વ્યવસ્થા કરવી પડશે કારણ કે મારું ઘર જે છે એ મારા ઉપર જ ચાલે છે અને આ આલિયા ને ભણાવવાનો ખર્ચ અને ઘરમાં બધી જ વ્યવસ્થા કરવાનો ખર્ચ વધારે છે,એટલે જલ્દી જ કૈક કરવું પડશે...
આલિયા નાં પપ્પા ઘરે ગયા ને બધી વાત કરી કે મારે નોકરી છૂટી ગઈ છે અને હવે મારે નોકરી ની શોધ કરવી પડશે કારણ કે ઘરના ખર્ચાને પહોંચી નાઈ વડાય એટલે કંઈક તો કરવું પડશે " એમના પત્ની બોલ્યા કે એવો હોય તો હું કોઈ જગ્યાએ નોકરી શોધી લઉં તો વિજયભાઈએ તદ્દન ના પાડી દીધી કે "તું ખાલી આલિયા નાં ભણવા નું ધ્યાન રાખ બાકી બધું મારા ઉપર છોડી દે. બાકી હું જોઈ લઈશ."
એમને એમ આલિયા ની છૂટવાનો સમય થઈ ગયો અને વિજયભાઈ પાછા આલિયા ને લેવા સ્કૂલે પહોંચી ગયા પરંતુ રસ્તામાં એમના ફ્રેન્ડ મળી ગયા તો એ એમના સાથે વાતો કરવા લાગ્યા પરંતુ થોડીવાર રહીને એમને યાદ આવ્યું કે આલિયા તો છૂટી ગઈ હશે અને મારે તો એને લેવા જવાનું છે એટલે મોડું થઈ ગયું છે એટલે મારે જલ્દી જવું પડશે કેમ કે રોજના જેમ આજે પણ હું આલીયા ને વેલા લેવા નહીં જઈ શક્યો એટલે ફટાફટ જવું પડશે, એટલે વિજય ભાઈ લેવા તેની સ્કૂલે પહોંચી ગયા...
ત્યાં તો આલિયા ગેટની બહાર એકલી બેઠી હતી અને સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ છૂટી ગયા હતા અને જેવા વિજયભાઈ ત્યાં ગયા તો આલિયા ઉભી થઈને જોડે આવે ને બોલવા લાગી...ક્યાં ગયા હતા પપ્પા હું ક્યારની રાહ જોતી હતી તો પપ્પાએ કીધું કે "એ બધું છોડ બેટા આજે તારો સ્કૂલનો પહેલો દિવસ કેવો રહ્યો એ વાત કર"
"પપ્પા તમે વાતને ચેન્જ ના કરશો તમે પહેલા એ બોલો કે તમે હતા ક્યાં? ક્યારની રાહ જોતી હતી"
"અરે બેટા એક ફ્રેન્ડ મળી ગયો હતો તો એની સાથે થોડું બેસીને આવ્યો"
"તો પપ્પા તમને મારા કરતા તમારા ફ્રેન્ડ વધારે વાલા છે હું તમારા સાથે હવે વાત નહીં કરું"
ગાડીમાં બેઠા બેઠા બંને જણા એકબીજાને વાતો નતા કરતા આલિયા પણ તેના પપ્પાને બોલતી ન હતી તો પપ્પાએ ધીમે રહીને આલિયા ને કીધું કે "બેટા મારે તો આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ છે તારે ખાવી છે?" તો પણ આલિયા બોલી નાઈ...
પછી વિજયભાઈ બોલ્યા કે ...મને તો ખાવા ની ઈચ્છા થઈ છે...પણ એકલા એકલા નાઈ મજા આવે....ચાલો ઘરે જઈને કઈક ખાઈ લઈશ...
એવા માં આલિયા બોલી કે.." નાં પાપા ચાલો આપડે બંને ખાઈએ"
પછી બંને જણાએ બેસીને આઈસ્ક્રીમ ખાધી પછી આલિયા બોલી કે "પપ્પા તમને ખબર છે બે દિવસ પછી શું છે?"
"શું બેટા"
"ઓહ તો મારો બર્થ ડે પણ ભૂલી ગયા?"
"ઓહ યાદ છે બેટા...અને આ વખતે તારો બર્થ ડે કઈક અલગ રીતે ઉજવીશું...."
વિજયભાઈ એ બોલતા તો બોલી દીધું હતું પરંતુ ખાલી એમને જ ખબર હતી કે નોકરી છૂટી ગયા પછી એક આવા પ્રોગ્રામનું આયોજન કરવું કેટલું કઠણ કામ છે પણ તોયે આલિયા ને ખુશ રાખવા માટે વિજયભાઈ બોલી ઉઠ્યા...