Kaliyugna Yodhaa - 11 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | કળિયુગના યોદ્ધા - 11

Featured Books
  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

  • एग्जाम ड्यूटी - 2

    कॉलेज का वह कमरा छात्रों से भरा हुआ था। हर कोई अपनी परीक्षा...

  • प्रेम और युद्ध - 3

    अध्याय 3: आर्या की यात्रा जारी हैआर्या की यात्रा जारी थी, और...

Categories
Share

કળિયુગના યોદ્ધા - 11

ફ્લેશબેક : પાછળના ભાગમાં જોયુ કે બુકાનીધારીના માણસો પોલીસની હરએક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા . પરંતુ કેમ ? એ કોઈ જાણતુ નહતુ . પોલીસને હવે રોકીની મદદ દ્વારા બે વસ્તુ ગોતવાની હતી , એક કે એસી સાથે છેડછાડ કોને કરી હતી ? અને હર્ષદ મહેતાને ઊંઘની દવા કોને આપી હતી ? હવે આગળ ....

પ્રકરણ ૧૨ ( ભાગ ૧૧ ) ચાલુ....


મારુતિ સેલ્સ અને સર્વિસ માંથી હર્ષદ મહેતાના ઘરે એસી રીપેર કરવા ગયેલા માણસ વિશે તપાસ કરવી સરળ કામ હતું અને તપાસ ખુલ્લેઆમ કરી શકાય એમ પણ હતુ તેથી આ કામની જવાબદારી કુમાર અને પાટીલે લીધી .

બીજી તરફ હર્ષદ મહેતાના જ્યુસમાં ઊંઘની દવા ભેળવનાર ઘરનો જ કોઈ સદસ્ય હોવાની સંભાવના હતી તેથી જો ઘરના જ કોઈ માણસે આ કામ કર્યું હતું તો એ માણસ કોણ હતો ?

આવા શ્રીમંતોના ઘર માંથીની આવી સેન્સિટિવ માહિતી ખુલ્લેઆમ તપાસ કરી મેળવી શકાય તેમ નહોતી , આમ કરવાથી પૈસાદાર માણસોના ઘરમાં ઉહાપોહા મચી જાય અને આવું પૈસાદાર ઘરમાં થવું એ મીડિયા માટે જાણે મોઢામાં ઘી-સાકાર સામે ચાલીને આપવા સમાન હતું .

કુમારે અને પાટીલ ફરીવાર વસંતવિલામાં કોઈ એવા કામ માટે જવા માંગતા નહોતા જેનાથી એમના સિનિયર વગર વાંકે એમને ખરું-ખોટું સંભળાવે .

આમ પણ મયુર મહેતાને જઈને સીધા કહેવુ કે ' તમારા પિતાના હત્યારાને સાથ આપનાર માણસ તમારા ઘરનો જ કોઈ સદસ્ય છે 'તે એકપણ એન્ગલથી યોગ્ય લાગતુ નહોતુ .

તેથી હર્ષદ મહેતાના શરીરમાં મળેલી અંગેની તપાસ ગુપ્ત રીતે કરવામાં જ ભલાઈ હતી . માટે આ કામ રોકીને સોંપવામાં આવ્યુ હતુ. રોકીએ ઓલરેડી પોતાના સોર્સ દ્વારા આ વિશે માહિતી નીકાળવાની શરૂ કરી દીધી હતી બીજી તરફ પાટીલ અને કુમાર ' મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ' તરફ તપાસ કરવા ચાલ્યા ગયા .

મારુતિ સલ્સ એન્ડ સર્વિસ ખૂબ વિશાળ અને ભવ્ય શૉરૂમ હતો કે જ્યાં સેલ્સ અને સર્વિસ બંને સુવિધા ઉપલબ્ધ હતી. દૂરથી મારુતિ સેલ્સ એન્ડ સર્વિસનું હોર્ડિંગ દેખાયું . અંદર લાઈનસર ઘણા બધા LED tv લાઇનમાં લગાવવા આવેલા હતા , જે ઘણી અલગ અલગ કંપનીના અને અલગ અલગ સાઈઝ અને ફીચર્સ ધરાવતા હતા . આગળ જોતાં દીવાલ પર અલગ અલગ કંપનીના AC લાઈનબંધ રીતે લગાવેલા હતા અને સાથે સાથે વોશિંગ મશીન , મ્યુઝિક સિસ્ટમ , અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ આઈટમ તો ખરી જ. પાટીલ આ બધું જોઈને મંત્રમુગ્ધ થઈ ગયી હતો . ત્યાં કુમારે એને થપથપાવ્યો

" ઓ...ઓ ભાઈ.... ક્યાં ખોવાઈ ગયો.....!!? " ત્યાં અચાનક પાટીલની આંખ ખુલી અને એને જોયું કે પોતે ' મારુતિ ઇલેકટ્રોનિકની ' એકદમ નજીક આવી પહોંચ્યા હતા . પાટીલ પોતે કોઈ અલગ જ સપનાની દુનિયામાં પહોંચી ગયો હતો જ્યાંથી એ અચાનક હકીકતમાં પાછો ફર્યો હતો . પછી બંને દરવાજાની એકદમ નજીક પહોંચ્યા ત્યાં કાચનો દરવાજો ઑટોમેટિક ખુલી ગયો . અને આશ્ચર્યની વચ્ચે બંને અંદર પ્રવેશ્યા . અંદરથી સેલ્સ ગર્લ મધુર સ્મિત વેરતી જાણે એમના સ્વાગત માટે આવી હોય એમ બોલી ,

" યસ સર... હાવ મે આઇ હેલ્પ યુ ...!!? "

" મેનેજર ...મેનેજર ક્યાં છે ...."

" સોરી સર .... અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી ચાહુ છુ ...." પેલી સેલ્સ ગર્લ ગભરાઈ ગઈ હતી , આ જોઈને કુમારે કહ્યું

" ડોન્ટ બી સ્કેર્ડ , એમને કહે કે એમનો ફ્રેન્ડ આવ્યો છે ...એમને મળવા ..." પેલી સેલ્સ ગર્લ મેનેજર કેબિનમાં ગઈ અને થોડી વારમાં એક સૂટ-બુટ માં સજ્જ એક માણસ પેલી સેલ્સ ગર્લની સાથે આવી રહ્યો હતો .

મેનેજરની નજરમાં કૈક વિનમ્રતા અને પ્રશ્નાર્થના ભાવ હતા . વિનમ્રતા એની નોકરીનો ભાગ હતો અને પ્રશ્નાર્થ સામે ઉભેલા અજાણ્યા આગંતુકો કે જે પોતાના મિત્રો હોવાનું કહી રહ્યા હતા એમને જોઈને હતો . પરંતુ મેનેજર પોતે આવનાર આગંતુકોને ઓળખતો નહોતો . જેવો મેનેજર કુમારની નજીક આવ્યો એને ગળે મળીને કહ્યું

" કેમ છે દોસ્ત વિજય પટેલ .... " એટલું બોલતાની સાથે કુમારે મેનેજરના કાનમાં કહી દીધું " મુંબઇ પોલીસ .." આ સાંભળતા જ મેનેજરને ધ્રાસકો પડ્યો કે પોલીસ પોતાની પાસે શા માટે આવી હશે ? પોતે કયો ગુનો કર્યો હશે? એક મેનેજર પાસે પોલીસનું આવવાનું શુ કારણ હોઈ શકે છે ? મેનેજરનું મન હજી પણ કંઈક વસ્તુ વિચારી રહ્યું હતું ત્યાં કુમારે એને કહ્યું

" અહિયા ઉભા ઉભા જ વાત કરવી છે કે પછી ઓફીસમાં લઈ જશો....??" ત્યાં મેનેજર વર્તમાનમાં પાછો ફર્યો અને કહ્યું " માફ કરજો ચાલો અંદર બેસીને વાત કરીએ "

" ચિંતાની કોઈ વાત નથી , બસ એક કેસની તપાસ માટે અહીંયા આવ્યા છીએ. આઇ હોપ કે તમારી પાસેથી કોઈ માહિતી મળી શકે કે જેના દ્વારા આગળ તપાસ કરવા કંઈક સુરાગ મળે "

" હું તમારી કેવી રીતના મદદ કરી શકું છું ...? "

" હર્ષદ મહેતા મર્ડર કેસ વિશે તો તમે સાંભળ્યું હશે બરાબરને ...!!? "

" જી હા , શહેરના પ્રખ્યાત બિઝનેસમેન હર્ષદ મહેતાની બેરહમીપૂર્વક હત્યા થઈ ગઈ એની જ વાત કરી રહ્યા છો ને...?? "

" જી હા એની એ જ હર્ષદ મહેતા...."

" હર્ષદ મહેતા જેવા મોટા બિઝનેસમેનની આટલી બેરહેમીથી હત્યા કરી નખાઈ તે જાણીને ખૂબ જ દુઃખ થયુ . હર્ષદ મહેતા અમારા રેગ્યુલર કસ્ટમર હતા એમના ઘરની બધી જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અમારા ત્યાંથી જ ખરીદવામાં આવેલી છે અને એની સર્વિસ , રીપેરીંગ કામ બધુ અમારા દ્વારા જ થતુ "

" ખુબ જ સરસ .... બસ એના વીશે જ થોડી જાણકારી જોઈતી હતી "

" જી કહો..."

" હર્ષદ મહેતાનું મર્ડર થયુ એના થોડા દિવસ પહેલા એમના ઘર માંથી કોઈ વસ્તુની સર્વિસ માટે ફોન આવ્યો હતો ?....કોઈ AC રિપેરિંગ કે સર્વિસ માટે....!! ? "

" લેટ મી ચેક.... " આટલું કહીને પોતાની સામે રહેલા કમ્પ્યુટર પર કંઈક ગોતવા લાગ્યો અને થોડીવાર પછી કહ્યું " જી હા સર એમના ઘરેથી એસી ખરાબ થયું હોવાની કમ્પ્લેન આવી તો હતી "

" અને સર્વિસ કરવા માટે કોણ ગયું હતું ...? "

" કોઈ જ નહીં...!! "

" હે... સર્વિસ રિકવેસ્ટ આવ્યા છતાં કોઈ ગયુ કેમ નહોતુ ....? " કુમારને યાદ હતું કે મયુર મહેતાના કહેવા અનુસાર AC રિપેર માટે કોઈક તો આવ્યુ જ હતુ . જ પરંતુ એ પહેલાં મેનેજરની પુરી વાત સાંભળી લેવા માંગતો હતો.

"અમે અમારો સર્વિસ એજન્ટ ત્યાં જવા માટે મોકલ્યો હતો હજી અમારો એજન્ટ અહીંથી નીકળી રહ્યો હતો ત્યાં ફરી એક ફોન આવ્યો અને AC આપમેળે ઠીક થઈ ગયુ હોવાની માહિતી આપી. તેથી અમે હર્ષદ મહેતાના ઘરે જવાનુ મોકૂફ રાખ્યુ " મેનેજરે ખુલાસો કર્યો

" ઓહ માય ગોડ..... ખરેખર ... હવે ખબર પડી વાત કૈક અલગ જ છે .... યસ.... ખૂબ મોટા પ્લાનિંગથી આ બધુ થઈ રહ્યુ છે ... " કુમારના દિમાગમાં જાણે કૈક દ્રશ્ય ખડુ થઇ રહ્યુ હતુ .

એને મેનેજરને પોતાના મગજમાં ચાલતો પ્રશ્ન પૂછ્યો " અને સર્વિસ રિકવેસ્ટ કેન્સલ કરવા ...આઇ મીન AC ઠીક થઈ ગયું છે એમ કહેવા ખુદ હર્ષદ મહેતાએ કોલ કરેલો...? "

" એ તો હવે સર્વિસ માટે જવાનો હતો તે ટેક્નિશિયનને પૂછવું પડે..."

" પ્લીઝ જલ્દીથી તે ટેક્નિશિયનને બોલાવો ....જલ્દી "

મેનેજરે બેલ માર્યો અને તરત જ એક વયોવૃદ્ધ પ્યુન કે જેને સફારી સૂટ જેવો યુનિફોર્મ પહેર્યો હતો તે અંદર દાખલ થયો . પ્યુન હજી કંઈ બોલે એના પહેલા જ મેનેજરે કહ્યું " મહેન્દ્રભાઈને મોકલોને " થોડી વાર માં એક પાંત્રીસેક વર્ષનો માણસ ઓફિસમાં દાખલ થયો અને પૂછ્યું કે

"સાહેબ , તમે મને બોલાવ્યો ..?? "

" આ ઇન્સ્પેક્ટર કુમાર છે અને આ ઇન્સપેક્ટ પાટીલ છે જે તમને કૈક પુછવા માગે છે . પેલા આપડા કસ્ટમર છે ને હર્ષદ મહેતા... આઇમિન કસ્ટમર હતા તે યાદ છે ....? "

" થોડા દિવસ પહેલા જેમની હત્યા થઈ ગઇ એજ ને ...? "

" બિલકુલ એજ.. એમની હત્યા વિશે જ કૈક તપાસ કરવા આવ્યા છે અને કંઈક માહિતી મેળવવા માંગે છે. એ પૂછે એના વિશે જે કાંઈ પણ ખબર હોય એનો ઉત્તર આપજે ડરવાની જરૂર નથી "

" જી સાહેબ ... કહો ...હું તમારું શુ મદદ કરું ...? "

" તો મહેન્દ્રભાઈ .... તમને જ એમનું AC રિપેર કરવા જવાનું કામ મળ્યું હતું .... બરાબર ...? "

" હા .. પણ.... " એ પોતાના મેનેજર સામે જોઈ રહ્યો હતો . કદાચ એની વાત કહેવા માટેની પરવાનગી લઈ રહ્યો હતો ત્યાં કુમારે વચ્ચે જ કહ્યું

"પણ શું ....

"પણ હુ જેવો બધો સામાન લઈને અહીંથી નીકળી જ રહ્યો હતો ત્યાં ફરી હર્ષદ મહેતાનો ફોન આવ્યો અને જણાવ્યુ કે AC ઠીક થઈ ગયેલું છે તો મારે આવવાની જરૂર નથી તેથી ત્યાં જવાનું મેં માંડી વાળ્યું હતું ... બસ એટલું જ "

" ઠીક છે ....તો મહેન્દ્રભાઈ એ કહો કે એસી ઠીક થઈ ગયુ છે એમ કહેવા માટે ખુદ હર્ષદ મહેતા એજ તમને ફોન કરેલો ....? કે પછી કોઈ અન્ય નંબર ઉપરથી ફોન આવ્યો હતો તમે જણાવી શકશો..? "

" સાહેબ મોટા ભાગે એમના ઘરના ઇલેક્ટ્રિકને લગતા રીપેરીંગ કામ હું જ કરુ છુ તેથી એમનો એક નંબર તો મારી પાસે સેવ છે . મને આજે પણ યાદ છે કે એ દિવસે મને એસી ઠીક થઈ ગયુ છે એ કહેવા અલગ નંબર ઉપરથી ફોન આવ્યો હતો કારણકે ફોન કરી સામેની વ્યક્તિ કઈ રહી હતી કે પોતે હર્ષદ મહેતા બોલી રહ્યા છે પરંતુ હું એમના અવાજને ઓળખી શક્યો ન હતો મને બે ક્ષણ માટે લાગ્યું કે તે બીજી કોઈ વ્યક્તિ છે .હું આગળ કંઈ વાતચીત કરું એના પહેલા તો ફોન કપાઈ ગયો અને હું મારા કામે વળગ્યો"

" તો તારે મને કહેવું જોઈએ ને..." મેનેજર તાળુક્યો આ સાંભળી કુમારે કહ્યું

" શાંતિ શાંતિ હવે ચિલ્લવાનો કોઈ ફાયદો નથી મને મારું કામ કરવા દો " અને આગળ બોલવાનું ચાલુ કર્યું

" તમે એ અજાણ્યા માણસનો નંબર આપી શકો છો ...!!? "

મહેન્દ્રભાઈ પોતાના ફોન માંથી નંબર ગોતવા લાગ્યા લગભગ અઠવાડિયાનો સમય વીતી ગયો હોવાથી નંબર ગોતવો સરળ કામ નહોતું જ .

તેથી તેમને યાદ કર્યું કે પોતે બપોરનું જમવાનું પતાવીને હર્ષદ મહેતાના ત્યાં એસી રિપેર કરવા માટે નીકળ્યો હતો અને તરત જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો એટલે કે દોઢ વાગ્યાની આજુબાજુ ફોન આવ્યો હોવો જોઈએ અને પછી થોડી જ વારમાં એને તે નંબર મળી ગયો અને કહ્યું " સાહેબ આ જ નંબર પરથી ફોન આવ્યો હતો.... આજ નંબર .... મને સારી રીતે યાદ છે ... અજીબ નંબર હતો ....બધા આંકડા એક જેવા હતા જ 88888 88888 "

પછી કુમારે મહેન્દ્રનો મોબાઈલ લઈને એ નંબર પર ક્લીક કર્યું . જેવું કુમારે આ નંબર ઉપર ક્લિક કર્યું તરત જ સ્ક્રીન એકદમ કાળી થઈ ગઈ જાણે અમાસની રાત હોય. પછી થોડીવાર પછી કોઈ એક એનિમેશન ચાલવા લાગ્યું જેના ઉપર કોઈ ફિલ્મનું ઉપર કોઈ ફિલ્મના નંબરે પડતા હોય એમ સંસ્કૃત માં લખેલું હતું don't try to catch me because you will never catch me (સંસ્કૃતમાં ) અને ફરી સ્ક્રીન ઉપર કાળી થઈ ગઇ . થોડીવારમાં ફોન પોતાની પૂર્વ સ્થિતિમાં આવી ગયો , પરંતુ ફોર્મેટ અવસ્થામાં ! જાણે હમણાં જ નવો ખરીદ્યો હોય .

પોલીસ માટે તો મોઢા માં આવેલી પુરી હાથ માંથી ગયા જેવું થયું . આ એક નંબર કોઈ કડીરૂપ સાબિત થઈ શકે એમ હતો કે જેના દ્વારા હર્ષદ મહેતા મર્ડર કેસને આગળ લઈ જઈ શકાય પરંતુ અફસોસ એ કડી પણ હાથમાંથી જતી રહી હતી ભારે હૃદય સાથે કુમાર અને પાટીલ મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ માટે બહાર નીકળ્યા .

( ક્રમશ )


શુ હર્ષદ મહેતા એ જ એસી ઠીક થઈ ગયુ હોવા અંગે ફોન કર્યો હશે ? કે આમાં પણ બુકાનીધારીનો કોઈ હાથ હશે ?

ત્યાં એસી રીપેર કરવા ગયેલો માણસ કોણ હશે ? શુ એને જ હર્ષદ મહેતાની હત્યા કરી હશે ? કે એ પણ બુકાનીધારીની " કળિયુગના યોદ્ધા " ની ફૌઝ કોઈ માણસ હશે ?

જાણવા વાંચતા રહો કળિયુગના યોદ્ધા નવલકથા

પ્લીઝ તમારા અભિપ્રાય જરૂર આપશો .