ફ્લેશબેક :- પાછળના પ્રકરણમાં આપડે જોયુ કે કુમાર અને પાટીલ ક્રાઇમ સાઈટ વિઝીટ માટે ગયા હતા ત્યાં જુનિયર ફોરેન્સિક ડોક્ટર હાજર હતો જેને હર્ષદ મહેતાના મૃત્યુનુ કારણ ગૂંગણામણથી થયુ છે . કુમાર ડોકટરને લઈને એસી આઉટડોર પાસે લઈ ગયા , ત્યાં ટેરેસ પર કોઈના પગલા હતા . હવે આગળ...
હર્ષદ મહેતાના રોયલ ટચ સંગેમરમરના ઇટાલિયન માર્બલ વાળા મહેલમાં છત પર જુનિયર ફોરેન્સિક ડોક્ટર એ.સી. આઉટડોરની તાપસ કરી રહ્યો હતો અને પાટીલ એ બધી ઘટનાનુ બારીકાઇથી નિરીક્ષણ કરી રહ્યા હતા .
બીજી તરફ કુમાર એક નોકર સાથે નીચેના માળે કે જ્યાં થોડા સમય પહેલા શોકસભા ચાલુ હતી ત્યાં પહોંચ્યા . સભામાંથી મોટાભાગના લોકો વિદાય લઈ ચુક્યા હતા હવે માત્ર અંગત કહી શકાય એવા ખૂબ નજીકના સંબંધીઓ એક ખૂણામાં પડેલા સોફા પર બેઠા હતા . કુમારને પોતાના તરફ આવતા જોઈને મયુર સામે ચાલીને એમને મળવા આવ્યો અને કહ્યુ
" અહીંયા વાત કરવી યોગ્ય નથી ચાલો બહાર ગાર્ડનમાં બેસીને વાત કરીયે " આટલુ બોલી મયુર મહેતા કુમારની પ્રતિક્રિયા પર ધ્યાન આપ્યા વગર જ આગળ ચાલવા લાગ્યો.
આ વાત કુમારને ખટકી પરંતુ તેઓ કશુ બોલ્યા નહિ અને મયુર પાછળ ચાલવા લાગ્યા . ત્યાં ગાર્ડનમાં રાખેલા વાંસના ટેબલ પાસેની ખુરસી પર બેસતા મયુરે કહ્યુ
" સાહેબ , હવે મારા પિતાજીના મૃત્યુ થયાને ૧૨ કલાકથી વધારે સમય થઈ ગયો છે હજી અગ્નિ સંસ્કાર થયો નથી . હવે એમનો પાર્થિવ દેહ ક્યારે મળશે ..? " એ અવાજમાં દુઃખ હતુ કે ગુસ્સો એ સમજી શકાતુ નહોતુ
" જી હા , મયુરજી હું સમજી શકુ છુ . આજે સાંજ પહેલા આ કામ થઈ જશે એની હું બાહેંધરી આપુ છુ. પરંતુ હાલ તમે મને થોડી બીજી માહિતી આપી શકો તો અમે જલ્દીથી તમારા પિતાના હત્યારાને શોધી કાઢીયે "
" સાહેબ , હું બધી જ વિગતો તમારી સાથે આવેલા ઇન્સ્પેક્ટર પાટીલને કહી ચુક્યો છુ અને ઘરના સૌનું નિવેદન લઈને મેં પોતે જ પંચનામા પર સહી કરી છે . સાહેબ હજી શુ જાણવું છે તમારે ..!? "
" પડી રહેલી મુશ્કેલી બદલ ક્ષમા ચાહુ છુ , હુ સમજી શકુ છુ તમારી પરિસ્થિતિ . હુ તમારી મદદ માટે જ તો આવેલો છુ . તમે મને તમારો મોટો ભાઈ સમજીને વાત કરી શકો છો . કોઈ ચિંતા કરવાની જરૂર નથી . આ સમય યોગ્ય ન હોવા છતા મારે તમારી પૂછપરછ કરવી પડે છે એ વાતનો મને પારાવાર અફસોસ થાય છે પરંતુ શુ કરુ....!!? તમેજ કહો..... ઉપરવાળા સાહેબને ક્યાં જપનો પૈસો છે ?! તમે જ કહો શુ કરું....?! " કુમારે પોતે અત્યંત લાચાર હોય એમ કહ્યુ
" હું સમજી શકુ છુ ઇન્સ્પેક્ટર સાહેબ , પૂછો શુ પૂછવુ છે ...? " આ ઇમોશનલ બ્લેકમેલથી ભલભલા પલળી જતા હોય છે તો જુનિયર મહેતા કેમ પલડ્યા વગર રહેવાના હતા ...? કુમારની ચાલ કામીયાબ નીવડી હતી મયુર મહેતા બધુ ફરીવાર કહેવા રાજી થઈ ગયો હતો
" તો એમ કહો કે ઘટના બની એ રાત્રે તમે ક્યાં હતા ...? "
" મારા રૂમમાં હું આરામ કરી રહ્યો હતો . મારી પત્ની.....
.એક મિનિટ .....એક મિનિટ.....તમારો કહેવાનો મતલબ શુ છે ...?! તમે મારા પર શંકા કરી રહ્યા છો ....!? તમને ભાન છે તમે શુ વાત કરી રહ્યા છો ....? મારા એક ફોનથી તમારી નોકરીથી હાથ ધોઈ બેસશો ....તમે જાણો છો " મયુર ગુસ્સે થઈ ખુરસી પરથી ઉભો થઇ ગયો હતો. મયુર મહેતાનો આ જરૂરથી વધારે ગુસ્સો કોઈ ગડબડ હોય એવી આશંકા પેદા કરતો હતો .
હર્ષદ મહેતા જેવી ખાનદાની પેઢીની સામે થવું એ ખરેખર પોતાની નોકરી સાથે ચેડા કરવા જેવુ જ હતુ. તેથી પોતાના ગુસ્સાને કાબુમાં રાખી કુમારે ધીમેથી વાત આગળ વધારતા કહ્યુ
" મયુર સાહેબ હું તો બધું જાણુ કે તમેં કંઈ જ કર્યું નથી , હું પણ જેમ બને એમ જલ્દી કાતિલને ગોતીને તમને અને તમારા પરિવારને આ જમેલાથી દૂર કાઢવા માંગુ છુ. પરંતુ તમે તો સમજો છો ....આ મીડિયા વાળાના લીધે હાઇકમાન્ડનુ પ્રેસર ખૂબ વધતુ જાય છે. ઉપર વાળા સાહેબો ગમે એમ કરીને કેસને રફાદફા કરવા ચાહે છે . હું નથી ઇચ્છતો કે એ કારણ વગર તમારા ઉપર શક કરે . તમે સમજી રહ્યા છોને હું શુ કહી રહ્યો છુ ...? "
" જી ...જી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર મારા પર વિશ્વાસ મુકવા માટે . માફ કરજો આમ અચાનક પૂછાયેલા પ્રશ્નથી હું ડઘાઈ ગયો હતો . " ફરી મયુર મહેતા શબ્દોરૂપી ઝાડમાં ફસાઈ ગયો હતો . મયુર મહેતાએ આગળ ઉમેર્યુ
" સાહેબ , એ રાત્રે હું મારી પત્નિ સાથે જ હતો , તમે ચાહોતો એને પૂછી શકો છો "
" અરે મને વિશ્વાસ છે તમારા ઉપર .....!!! પરંતુ તમે એક છેલ્લી મદદ કરશો..... છેલ્લી એકદમ છેલ્લી પ્રોમિસ ....."
" કહો હું તમારી શુ મદદ કરી શકુ છુ ...? "
" બસ ....એક છેલ્લી વાર......છેલ્લી વાર અમને તમારા આખા ઘરની તલાશી લેવાની પરવાનગી આપો પછી તમે કહો તો હુ લખીને આપવા તૈયાર છુ કે તમને હવે પછી હેરાન કરવામાં નહિ આવે ..!! "
" અમ્.. ઠીક છે તમારા કહેવા અનુસાર તમે આજ સાંજ સુધીમાં મારા પિતાજીના પાર્થિવ શરીરને પાછું સોંપવા માટેની બાંહેધરી આપી છે ....બરાબરને ....!? "
" જી હા ૧૦૦ ટકા "
" તો એમને કાલે સવારે જ સોંપજો , પ્રાતઃકાળે અમે સૌ અગ્નિ સંસ્કાર માટે ગયા હોઈશુ અને બાકીના સૌની બેસવાની વ્યવસ્થા અહીંયા ગાર્ડનમાં કરીશુ . તમારી પાસે અમારા આવવા સુધીનો સમય છે , તમારે જે કરવું હોય એ કરી શકો છો . પરંતુ ત્યારબાદ પ્લીઝ કોઈને હેરાન નહી કરતા "
" ઠીક છે હેરાનગતિ બદલ માફી ચાહું છું . તમારો ખૂબ ખૂબ આભાર "
" તમારો પણ ...ઇન્સ્પેક્ટર સાહેબ " સામસામે અભિવાદન કરીને છુટા પડ્યા.
મયુર મહેતાના ઘરેથી નીકળીને ઇન્સપેક્ટર કુમાર અને પાટીલ પાછા સ્ટેશન જઈ રહ્યા હતા . રસ્તામાં કોઈ પાનના ગલ્લા પર કુમાર સિગરેટ પીવા માટે ઉભા રહ્યા . હજી સિગરેટ સળગાવવા માટે લાઈટર ચાલુ કરવા મથી રહ્યા હતા ત્યાં ટીવી પર સમાચાર પ્રકટ થયા
" ભારતના મશહૂર આર્કિટેક્ચર ઓમર ખાલિદ બાદશાહ સરને આ વર્ષે પણ મળ્યો 'બેસ્ટ આર્કિટેક્ચર ઓફ ધ યર 'નો એવોર્ડ . એમને સતત ૧૫ વર્ષથી પોતાનું આ સ્થાન જાળવી રાખ્યુ છે . એમની આજ અભૂતપૂર્વ સફળતાને લીધે તેઓને ' કળિયુગના વિશ્વકર્મા ' કહેવાય છે .
ઓમર ખાલિદ બાદશાહ કે જે ખાલિદ બાદશાહ તરીકે ઓળખીતા છે તે એક મુસ્લિમ હોવાની સાથે સાથે હિન્દૂ સનાતન ધર્મના પ્રશંસક છે . એ પોતે એવું માને છે કે વિશ્વકર્મા દેવનો પોતાના પર હાથ છે અને વિશ્વકર્મા એમના પ્રેરણાસ્ત્રોત છે . ગયા વર્ષની એમની નેટ ઇનકમ હતી અધધ...૬૭ કરોડ ....!!! માત્ર ૩૨ વર્ષની ઉંમરમાં ભારતરત્ન મેળવનાર બાદશાહ સર....." હજી ટીવી પરની સુંદર દેખાવ વાળી એન્કર આર્કિટેક્ટ કાદરીના વખાણ કરીને થાકી રહી નહોતી , અને એકી શ્વાસે બોલી રહી હતી ત્યાં ઇન્સ્પેક્ટર કુમાર ત્યાંથી ધ્યાન હટાવી બોલ્યા .
" ખરી મજા તો આ લોકો કરે છે પાટીલ..... એસીની ઠંડકમાં સફેદ કાગળ પર પેન્સિલ છોલી બે-ચાર લાઈનો આમતેમ દોરીનેને કરોડો કમાય છે અને એક આપડે છીએ ......બે*ચો* , ગાં* નીચે પરસેવાનો રેલો આવે એટલી ગરમીમાં પણ આમથી તેમ રખડીને છેલ્લે શુ મળે છે ....?? ૬ લાખ આખા વર્ષના એમાં પણ ટેક્સ , EMI , મકાનના હપ્તા "
" વાત તો તમે ૧૦૦ ટકા સાચી કીધી સાહેબ ....બોલો તો શુ કરવુ છે ?...... પાછા એના જેવુ ભણવા જવુ છે.....!!?? કે પછી સાલા ખાલિદ બદશાહનુ અપહરણ કરીને એની સંપત્તિમાં એકાદ ટકા હિસ્સો માંગી લેવો છે ....!!? "
" ફરી ભણવાનું જ ચાલુ કરીએ ....સાલુ આમ પણ આપડા જમાનામાં ક્યાં કોલેજમાં કંઈ મજા જ હતી ...!?? વિશાળ કોલેજના મકાનો , ભવ્યાતિભવ્ય કલાસરૂમો , અને એની યુવાન સુંદર કપડામાં સજ્જ છોકરીઓ....આહાહા..... કોલેજ જ શરૂ કરીએ પાટીલ....."
"પણ કુમાર સાહેબ ..... છોકરીઓ તો તમારી કરતા ખૂબ નાની હશે અને કંઈ ભાવ નહિ આપે તો ...? "
" તો મેડમો તો છે જ ને ......" આટલું કહી બંને પાછા જીપમાં ચડીને ખડખડાટ હસતા હસતા ડામરના રોડ પરથી બપોરના તડકા પછી આવતી ગરમ લૂ ખાતા ખાતા આગળ વધવા લાગ્યા .
શુ મયુરનુ વર્તન ખરેખર શંકાશીલ છે કે માનવ સહજ ?
શુ મયુરને મકાન માંથી તપાસ દરમિયાન કોઈ અહેમ પુરાવા મળશે ? કે જેના દ્વારા હર્ષદ મહેતાના હત્યારા જલ્દી મળી શકે ?
તમારા માટે હર્ષદ મહેતાની હત્યાનુ કારણ શુ હોઈ શકે છે ?
વાંચતા રહો "કળિયુગના યોદ્ધા ભાગ ૬ "