ન્વીએ આદીને કહ્યું હું મારાં પ્લાનમાં સફળ થઈશજ. જો હું નિષ્ફ્ળ ગઈ તો હું તને કદી મોં નહીં બતાવું... આદી વિચારમાં પડી ગયો.એણે સ્ટુડીયોમાં લાગેલાં સીસીટીવી કેમેરાની પરવા કર્યા વિનાં અવનીને વળગીને કીસી કરી અને કહ્યું અન્વી આપણે પ્રેમનો એકરાર નથી કર્યો પણ શુક્ષ્મ બંન્નેને ખબર હતી કે આપણે એકબીજાને ખુબ પસંદ કરીએ છીએ મને તારી પરવા છે આઈ લવ યું.
અન્વીએ આદીને સાંભળ્યો અને બોલી... આદી લવ યું પણ અત્યારે સમય એકબીજાને પ્રેમ જ્તાવવાનો નથી રહ્યો મારે પહેલાં મારી જાતને બચાવવાની છે. મેં પ્લાન કીધો એ હું તક આવે અમલમાં મુકીશ.
આદી અમે ઘરનાં ત્રણ વ્યક્તિ અહીં એકજ જગ્યાએ કામ કરીએ છીએ એનાંથી ઘર ચાલે છે ખર્ચા નીકળે છે મારી નાની બહેન સાવી અઘોરણ બનવા ગઈ હતી એણે પણ કુટુંબનુંજ સુખ વિચારી બધું કર્યું હશે પણ મારે મારી મહેનત અને આવકથી બાજી જીતવી છે. મારે કોઈની મદદ નથી જોઈતી અને આદી અન્વીની સામે રોબથી જોઈ રહ્યો એણે માત્ર આંખોથી જવાબ આપ્યો કારણકે ત્યાંજ ઇકબાલને એમનાં તરફ આવતો જોયો અને...
******
સાવીએ જોયું પાપા હજી સૂતાંજ છે. સાવી અન્વી સાથે બધી ચર્ચા કરીને અન્વીનાં શબ્દોનાં બાણ સહેતી હારીને નાનકીને સ્કૂલે મુકવા ગઈ. સ્કૂલે મૂકી એ ફાસ્ટ પકડવાં સ્ટેશન પર આવી અને એણે જોયું સોહમનો ફોન છે. ટ્રેઈન આવી નથી હજી પાંચ મીનીટની વાર છે. સ્ટેશન પર હક્ડેઠક ભીડ હતી એણે છતાંય સોહમનો ફોન ઉપાડ્યો.
સોહમે કહ્યું સાવી તેં જે ભવિષ્યવાણી વિચારી હતી એ કાંઈ સાચી તો નહીં પડે ને ? હું ઓફીસ જઈને પછી અટકીને બોલ્યો મને ચિંતા છે અંદર હ્ર્દયમાં ફફડાટ છે તું ક્યાં છું ? સ્ટેશન પર છું ?
સાવીએ કહ્યું એ ભવિષ્યવાણી ફક્ત તારાં માટે નહીં મારાં માટે પણ સાચી થઇ રહી હોય એવું લાગે છે હું તારી સાથે પછી વાત કરું છું... એણે ફોન કટ કર્યો.
સાવી ઊંડા વિચારમાં પડી ગઈ હતી એની શક્તિઓ જાણે કામ નહોતી કરતી વિચલીત મન એનું એને શક્તિ માટે કેન્દ્રિત નહોતું કરવા દેતું એને શક્તિ વાપરવા શાંતિની જરૂર હતી એણે મનમાં વિચાર્યું કંઈક અને ચર્ચગેટ જતી ટ્રેઈનમાં બેસી ગઈ.
સાવીને થયું હું મારાં ગુરુને શરણે જઉં અને એમની મદદ માંગુ હજી મારામાં શું ત્રુટી છે એનો જવાબ માંગુ આમ વિવશ થઇ મારી બહેનને કે મારાં કુટુંબને તારાજી તરફ ના જવા દઈ શકું...
ચર્ચગેટ સ્ટેશન આવ્યું ત્યાં સુધી વિચારોમાં પડી ગઈ એણે સ્ટ્રીટ નં.69 તરફ ચાલવા માંડ્યું પહેલાં સોહમની ઓફીસ આવે પણ એ એનાં લક્ષ્ય તરફ આગળ વધી એણે ગુરૂનાં સ્થાન તરફ જવાં ગઈ અને સોહમની બેન સુનિતાને દરિયા તરફ જતાં જોઈ એને આશ્ચર્ય થયું પણ અત્યારે એની લંકા સળગી રહી હતી એટલે એણે વિચાર્યું એની પછી વાત... ત્યાં આગળ વધી રહી હતી અને એનાં પર પવન વાયો એ થોડી પળ માટે ધ્રુજી ગઈ અને ચક્કર ખાઈ નીચે પડી ગઈ. અવરજવર કરતાં માણસો અચંબામાં પડ્યાં અને એની મદદ માટે દોડી આવ્યાં.
થોડીવારમાં મૂર્છામાંથી ઉભી થઇ અને બધાને થેન્ક્સ કહી પાછી સ્ટેશન તરફ જવાં લાગી એને જે એહસાસ થઇ રહેલો એ તરફ એણે પ્રયાણ કર્યું... સાવી પાછી ઘરે આવી એણે એની અગાશીમાં હવનકુંડ રાખેલો એમાં સિધ્ધી જાગૃત કરવા હવન યજ્ઞ ચાલુ કર્યો અને ત્યાં અન્વીનો ઓફિસ જવાનો સમય થઇ ગયો હતો એણે હવનયજ્ઞમાં આશીર્વાદ લઈને સાવીની પાછળ એની ઓફીસ જવા નીકળી ગઈ.
સાવી રીક્ષા કરીને અન્વીની પાછળ પાછળ જઈ રહી હતી એનો રીતસર પીછો કરી રહી હતી... સાવીએ આ બધી વાત વિગતે વિગત સોહમને કરી અને કહ્યું સોહમ બધું બરબાદ થઈ ગયું છે મને નથી ખબર હું હવે શું કરીશ? જયારે મળવાનું થશે તને ફોન કરીશ તું એકદમ એલર્ટ રહેજે બસ એટલું કહું એમ કહી ફોન મુક્યો.
સાવી અગ્નિ સામે બેસી ભડ ભડ સળગતું બિલ્ડીંગ જોઈ રહી હતી અને ધ્યાનમાં બેસી અન્વીનું શરૂથી અંત સુધી બધું ચિત્રપટની જેમ જોઈ રહી તે બધુંજ સોહમને જણાવી દીધું હતું સોહમ પણ સાંભળીને વિચલીત થઇ ગયો હતો. સોહમને સાવીએ કહેલું કે મેં સુનિતાને બે વાર ત્યાં દરિયા કાંઠે જ્યાં એકાંત હોય છે મેં સુનિતાને જોઈ છે પણ હું મારુ બરબાદ થતું કુટુંબ અને બેનને જોઈ રહી હતી સુનિતા કોઈનાં ચક્કરમાં છે એ ચોક્કસ છે તું એનેજ પૂછી લે.
સોહમે સાવીનાં મોંઢે આખી રામાયણ સાંભળી હતી પેલાં હસરત રાવણની લંકા બાળી પણ એમાં એની બહેન ખોઈ બેઠી હતી રાવણ મર્યો લંકા બળી પણ બેન પણ ખોઈ હતી...
સોહમ સાથે વાત કરી લીધી બધી થોડી હાંશ જરૂર થઇ હતી પણ પોતાનું ચરિત્ર ગુમાવી ચુકી હતી જે સોહમને હજી સુધી કીધું ન્હોતું. હજી એને એનાં શરીરમાં પેલાં હસરતની જાણે ગંધ આવી રહી હતી એણે વિચાર્યું અહીં આવીને હજી મને શાતા નથી મળી ગુરુજી મદદ નથી કરી રહ્યાં એ જોઈ રહ્યાં છે જાણી રહ્યાં છે પણ મદદે નથી આવ્યાં એમની સાથે પછી વાત કરીશ પહેલાં અન્વી પાસે જઉં ભલે એનું પ્રાણ પખેરું ઉડી ગયું પણ એની લાશ લઈને અહીંજ પાછી આવું પાપાને ફોન કરી જણાવું કે નાનકીને સ્કૂલેથી લઇ આવે અને માં ને પણ ઘરે બોલાવી લે... એમ કરી ફોન કર્યો.
થોડી રીંગ વાગ્યા પછી નવલે ફોન ઉપાડ્યો “સાવીએ કહ્યું પાપા ન થવાનું થઇ ગયું છે નાનકીને સ્કૂલેથી લઇ આવો માં ને ઘરે બોલાવી લો હું અને અન્વી પછી ઘરે આવીએ છીએ”.
નવલે કહ્યું “મને બધી ખબર મળી છે ઓફીસ તો બળીને ખાક થઇ છે પેલો બદમાશ જીવતો ભૂંજાયો છે મને ખબર છે તેં જ બદલો લીધો... અન્વી કેમ છે ? તમે ક્યારે આવો છો ? તું ક્યાં છે ? હું નાનકીને લઈને આવું છું સાવીએ કહ્યું પાપા રાહ જુઓ પછી વાત...”
******
વધુ આવતા અંકે પ્રકરણ -44