selfish motive in Gujarati Classic Stories by SHAMIM MERCHANT books and stories PDF | સ્વાર્થી હેતુ

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

સ્વાર્થી હેતુ

ખરેખર સ્વાર્થી કોણ છે; માણસ કે સમાજ? મને લાગે છે કે માણસ. ના. સમાજ સ્વાર્થી છે. ના. તે સ્ક્રેચ કરો. મને લાગે છે કે વાસ્તવમાં બંને; માણસ અને સમાજ!

આ નિરાશાવાદી વિચારો મારા માથામાં ચક્રવાત સર્જી રહ્યા હતા, સાથે મારુ મગજ અંદરથી ચવાઈ ગયું હતું. મારી જાતને હતાશાના આ વમળમાંથી મુક્ત કરવું અત્યંત મુશ્કેલ લાગી રહ્યું હતું.

ખુશખુશાલ, આશાવાદી સ્વભાવથી લઈને, નકારાત્મક અને નિરાશાજનક વ્યક્તિ બનવા સુધીના મારા વ્યક્તિત્વમાં, આ તીવ્ર પરિવર્તન જોઈને મને આશ્ચર્ય થયું. એક ખરાબ અનુભવ મારા વલણને આટલું બધું કેવી રીતે બદલી શકે?!

હું મલ્હાર કામત, સોફ્ટવેર એન્જિનિયર છું. મેં નવો ધંધો શરૂ કરવા માટે લોન માટે અરજી કરી હતી. બેંકનો જવાબ સીલબંધ પરબિડીયુંમાં, મારા ધ્રૂજતા હાથોમાં હલી રહ્યું હતું. હું તેને ખોલું તે પહેલાં અનૈચ્છિક રીતે, મારું મન ભૂતકાળમાં સરકી ગયું. તે વિનાશક ઘટના યાદ આવી ગઈ, જેણે બધું બદલી નાખ્યું, જે હું ક્યારેય નહીં ભૂલીશ.

આજથી પાંચ વર્ષ પહેલા

"મલ્હાર, મને ખરેખર તારાથી ઈર્ષ્યા થાય છે યાર! તું તારા કામમાં કેટલો નિપુણ છે."
મારો અતિશય સમૃદ્ધ મિત્ર, વિનોદ સોની મારી કુશળતાની પ્રશંસા કરતો નહોતો રોકાઈ રહ્યો. મેં તેની સ્વર્ગસ્થ દાદીની યાદમાં ભગવત ગીતાનું એપ્લિકેશન બનાવી આપ્યું હતું.
ગ્રેજ્યુએશન પછી, તે આગળ ન ભણ્યો. તે પિતાના પૈસા હરવા-ફરવામાં ખર્ચતો અને વૈભવી જીવનનો આનંદ માણવામાં વધુ ખુશ હતો.

મેં તેનો સંતોષપૂર્વક આભાર માન્યો અને તેણે મને પ્રશ્ન કર્યો, "મારે આના માટે તને કેટલા પૈસા ચૂકવવા પડશે?"
હું હસી પડ્યો, "માત્ર મૂળભૂત જરૂરિયાતો માટે. તે સિવાય હું તારી પાસેથી કોઈ વધારાની કિમત નથી વસૂલવાનો."
તે વિરોધ કરવા લાગ્યો, "મલ્હાર..."
"અરે વિનોદ, રહેવાદે યાર! તો પછી દોસ્તી કોને કહેવાય?"

તેણે મારી પીઠ થપથપાવીને કહ્યું, "થેંક્સ. તું મારો સાચો મિત્ર છે. બાય ધ વે જીનિયસ, હવે તું શું કરી રહ્યો છે?"
જવાબ આપતાં પહેલાં મેં નિસાસો ભર્યો, "મેં કેટલીક કંપનીઓમાં અરજી કરી છે, ઇન્ટરવ્યૂ કૉલની રાહ જોઈ રહ્યો છું."

થોડીક મૌન સેકન્ડો પછી તે મારી તરફ વળ્યો, તે અચાનક એકદમ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો, જાણે કોઈ સારી યોજના તેના મગજમાં આવી હોય. તે જિજ્ઞાસાથી બોલી ઉઠ્યો, "મલ્હાર, ચાલને આપણું પોતાનું એક સ્ટાર્ટ-અપ લોંચ કરીએ! આપણે એપ્સ અને વેબસાઇટ્સ બનાવીશું. મારા પૈસા અને તારું દિમાગ, પચાસ ટકાની ભાગીદારી, શું કહે છે બોલ?"

તેની ઑફર સાંભળીને હું સ્તબ્ધ રહી ગયો અને એને હજમ કરતા મને અમુક મિનિટો લાગી. "વિનોદ, આર યુ શ્યોર? મારો મતલબ છે, કે તારે આ બાબતે તારા પપ્પાની સલાહ નથી લેવી?"
તેણે બેપરવાહી બતાવતા, આત્મવિશ્વાસ સાથે ટિપ્પણી કરી, "પપ્પા તો ફક્ત ખુશ જ થશે. તેઓ મને લાંબા સમયથી કાંઈક ઢંગનું કામ કરવા માટે દબાણ કરી રહ્યા છે. તને ખબર છે ને, અમારી પાસે પૈસાની કોઈ કમી નથી. જો તું મારી સાથે હાથ મિલાવીશ, તો એક કાંકરે બે પક્ષી મરશે."
હું મૂંઝવણમાં પડી ગયો, "તે કેવી રીતે?"
તેણે સ્પષ્ટતા કરી, "પહેલી વાત, આપણી કંપની પપ્પાને સંતુષ્ટ કરશે કે મેં તેમની મહેનતની કમાણીનું સ્માર્ટ રીતે રોકાણ કર્યું. બીજું, મને તારા પર પૂરો વિશ્વાસ છે. મેં જોયું છે કે તું કેટલો પ્રતિભાશાળી છે. ૧૦૦% આપણી કંપનીને ટૂંક સમયમાં ખૂબ સફળતા મળશે. તેથી મને કંઈપણ મહેનત કર્યા વગર, સારું એવું વળતર આવતું રહશે, સમજ્યો?"

તેના છેલ્લા વાક્યએ મને બેચેન કરી નાખ્યો. તેના શબ્દોમાંથી સ્વાર્થ તો ટપકતું જ હતું, પરંતુ સાથે સાથે આ વાતનો અર્થ એ પણ નીકળતો હતો, કે મોટાભાગનો ઘસારો મારો જ થવાનો હતો. તેમ છતાં, આ તક નકારવા જેવી નહોતી. તેની ઑફર એક ઝટકામાં મને કર્મચારીના વિભાગમાંથી ઉપાડીને ઉદ્યોગપતિ બનાવી નાખવાની હતી.

વિચારવિમક્ષ કરવા, અને મમ્મી પપ્પા સાથે ચર્ચા કરવા માટે, મેં એક દિવસનો સમય લીધો.
"મલ્હાર, આમાં કૂદકો મારતા પહેલા બે વાર વિચાર કરજે બેટા. મને વિનોદની ઘોષણાથી બહુ સકારાત્મક આભાસ નથી થઈ રહ્યો."
પપ્પા પણ ગભરાઈ ગયા હતા. તેમની શંકાઓએ મારી અનિશ્ચિતતાને વધારી નાખી. આગળ જે મેં કહ્યું તે પપ્પા કરતા વધારે મારી જાતને સાંત્વના આપવા માટે હતું.
"હું સમજુ છું પપ્પા. પણ આ એક શાનદાર તક છે. અને હું સખત મહેનત કરવા તૈયાર છું, તો પછી મારી પ્રગતિને કોણ અટકાવી શકશે?"

મેં વિનોદ સાથે ભાગીદારી કરી લીધી. પૂર્વ તૈયારીથી લઈને કંપનીના ઉદઘાટનના દિવસ સુધી બધું જ સારું રહ્યું. બસ એ મારા આનંદનો અંત હતો. ત્યારપછી, વાસ્તવિકતા મારા ધારેલા ડર કરતાં વધુ ભયાનક નિકળ્યું.

આઘાતજનક રીતે, વિનોદ તદ્દન કઠોર અને સ્વાર્થી નીકળ્યો. તે ફક્ત ઓર્ડર આપવા માટે ઓફિસે આવતો. મારી સાથે થર્ડ ડિગ્રીમાં કર્મચારી કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવતું. તેણે મને તેને 'સર' કહીને બોલાવવાનો આદેશ આપ્યો અને અન્ય કોઈ કામદારો નિમણૂક ન કર્યા. જેના કારણે મને મારા કામ સિવાય બીજા ઘણા પરચુરણ કાર્યો પણ કરવા પડતા. ભાગીદારીનું કરારનામું ક્યારનું હવામાં અદૃશ્ય થઈ ગયું હતું. મને નફામાં હિસ્સો આપવામાં નહોતો આવતો, પરંતુ પગારના આધારે રાખવામાં આવ્યો હતો, અને દુર્ભાગ્યે તે મારી લાયકાતી ધરાવતા વ્યક્તિના પગાર કરતાં ઘણો ઓછો હતો.

બે વર્ષ પછી, મેં તેને ખૂબ જ સારો ધંધો કરીને આપ્યો હતો અને અમે પ્રશંસાપૂર્વક નામ કમાવ્યું હતું. પરંતુ મારી નિરાશાનું સ્તર દરેક પસાર થતા દિવસો સાથે વધતું ગયું. તેમ છતાં હું બધું ચુપચાપ સહન કરતો રહ્યો, અને તેની પાછળ મારી પાસે એક મજબૂત કારણ હતું. ન્યાયતંત્રના ફોરમે એપ્સની ડિઝાઇનિંગમાં પુરસ્કારની જાહેરાત કરી હતી અને અમારી કંપનીને તેના માટે નામાંકિત કરવામાં આવી હતી. મને વિશ્વાસ હતો કે હું જીતી જઈશ, અને એ જ મારી સફળતા હોત, જે રાતોરાત મારું નામ અમારા ક્ષેત્રના ઉચ્ચ વર્ગમાં વિરાજમાન કરી નાખતે.

પણ અફસોસ! તે સ્વપ્ન તૂટી ગયું. અમારી કંપનીને એવોર્ડ તો મળ્યો, પરંતુ વિનોદે મને તેનો શ્રેય ન આપ્યો. હું પ્રેક્ષકોમાં બેઠો રહ્યો; મને તેની સાથે જઈને પુરસ્કાર સ્વીકાર કરવાની પરવાનગી નહોતી. ઘમંડી થઈ, વિનોદ એકલો સ્ટેજ પર ચડ્યો અને એવોર્ડ સ્વીકૃતિના ભાષણમાં મારા નામનો ઉલ્લેખ પણ ન કર્યો. વધુમાં તેણે કહ્યું, "મારા પિતાની આર્થિક મદદની સાથે સાથે મારી પોતાની મહેનત અને પ્રતિભાએ મને આ વિજયી દિવસ બતાવ્યો છે."
દેખીતી રીતે, વિનોદ સ્વાર્થી હેતુથી પ્રેરિત હતો અને આ પ્રસંગમાં તેને પોતાના વખાણ કરવાની તક મળી ગઈ.

હું કમજોર માણસ નથી, પરંતુ એ રાત્રે હું બાળકની જેમ રડી પડ્યો. તેના શબ્દો મારા હૃદયમાં ખંજરની જેમ વિંધી ગયા.

બીજા દિવસે સવારે હું ઓફિસ જવાને બદલે તેના બંગલા પર ગયો. વિજેતા ટ્રોફી તેમના શોકેસમાં ગર્વથી ઉભી હતી. તેને જોઈને મારા મોંમાં ખટાશ આવી ગઈ અને હૃદય છાતીમાં ફફડી ગયું. તેના ઉપર મારો અધિકાર હતો. મને એ ટ્રોફીને જમીન પર પછાડવાનું મન થયું.

બાપ દીકરા નાસ્તો કરી રહ્યા હતા. વિનોદ મને જોઈને ગુસ્સે થઈ ગયો. "મલ્હાર, તું અહીં શું કરી રહ્યો છે? તું હજી ઓફિસે કેમ નથી ગયો?"
મેં જવાબ ન આપ્યો. તેના બદલે, મારા ખિસ્સામાંથી કંપનીની ચાવીઓ કાઢીને ટેબલ પર મૂકી દીધી. તેની મુંઝવણ અને આક્રોશ વધી ગયો. "મલ્હાર?! શું છે આ બધું?!"
તે ક્રોધિત થતો રહ્યો, પણ મેં એ બધું સાંભળવાની રાહ ન જોઈ. હું તેની ગુલામીમાંથી બહાર નીકળીને મારી આઝાદી તરફ ચાલ્યો ગયો. એમ લાગતું હતું જાણે વર્ષો પછી પહેલી વાર શ્વાસ લેતો હોઉં.

વતઁમાન દિવસ

"મલ્હાર, તું ખોલીને જોવા નથી માંગતો કે બેંકે શું જવાબ આપ્યો છે?"
પપ્પાનો ધીમો અવાજ અને મારા ખભા પર એમનો સ્પર્શ મને મારી દુ:ખી અવસ્થા માંથી બહાર લઈ આવ્યો. મેં તેમને ઉદાસ થઈને જોયું અને તે મારા મૂડને ભાંપી ગયા. હું હજી પણ મારા ભૂતકાળની વેદના સાથે લડી રહ્યો હતો. પપ્પાએ મને બાથમાં લીધો અને મારી બાજુમાં બેઠા. "દીકરા, એ બનાવને એક ખરાબ સપનું સમજ. તે વીતી ગયું. આટલી બધી જુદી જુદી નોકરીઓ કર્યા પછી, હવે તું તારી પોતાની કંપની શરૂ કરવા જઈ રહ્યો છે, શું તે ઉજવણી કરવા જેવી બાબત નથી?"

દુઃખથી મારુ હ્યયુ ભરાઈ ગયું હતું અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. "હું તેને ભૂલી નથી શકતો પપ્પા! માણસ આટલો સ્વકેન્દ્રી કેવી રીતે હોઈ શકે? તેના કારણે, મેં મારા જીવનના આટલા મૂલ્યવાન વર્ષો ગુમાવ્યા. હવે મને લાગે છે કે દુનિયા વિનોદ જેવા લોકોથી ભરેલી છે. આપણો આખો સમાજ જ સ્વાર્થી છે!"
"મલ્હાર! ના દીકરા! આ ખૂબ જ નકારાત્મક વલણ છે. બેટા, માણસ સ્વાર્થી હોય શકે છે, પરંતુ સમુદાય સારા અને ખરાબનું મિશ્રણ હોય છે. તું પણ આ જ સમાજનો હિસ્સો છે, પણ તું સ્વાર્થી નથી, છે કે નહીં?"

પપ્પાએ મારી પીઠ થપથપાવીને પ્રોત્સાહક શબ્દો રેડ્યા, "આપણે કાંઈ નથી ગુમાવ્યું બેટા. તે વાતને સમજદાર શિક્ષણ તરીકે માની લે. તે એક ખરાબ તબક્કાએ તારી કુશળતાને વધુ ચમકાવી નાખી. તદઉપરાંત, લોકોને ઓળખવાની ક્ષમતા હવે તારામાં પહેલા કરતા વધુ સારી છે. બરાબર ને?"

પપ્પાએ મારા હાથમાંથી પરબિડીયું લઈને ખોલ્યું. મને સારા સમાચાર દેખાડતી વખતે એમના મોઢે એક મોટું સ્મિત હતું. મારી લોન મંજૂર થઈ ગઈ હતી. મારા હોઠ ઉપર પણ એક નાનકડું સ્મિત આવી ગયું. અને પછી પપ્પાએ કંઈક એવું કહ્યું જેણે મને ફરીથી મજબૂત અને ઉત્સાહી બનાવી નાખ્યો, "મલ્હાર, પુત્ર, લોકો સ્વાર્થી હોઈ શકે અને કદાચ તારી ખ્યાતિ અને પ્રતિષ્ઠા પણ છીનવી લે. પરંતુ તે ફક્ત તેમનો અસ્થાયી આનંદ બનશે. તારું કૌશલ્યો અને તારી કુશળતાને કોઈ છીનવી નથી શકતું. આ પાસાઓ તને લાંબા સમય સુધી સુખ, શાંતિ અને સુરક્ષા આપશે."

શમીમ મર્ચન્ટ, મુંબઈ
__________________________________

લેખિકાની નજરે

નમસ્કાર મિત્રો,
મારી સાથે પણ આવી જ એક ઘટના બની હતી, જેણે મને આત્મશંકામાં મૂકી નાખી. મિત્રો અને કુટુંબીજનો સાથે વાત કરી, અને મારી પરિસ્થિતિને ફરી સુધારવા માટે સમય લાગ્યો. વાંચો. જો તમને ગમે, તો કૃપા કરીને એક કમેન્ટ મૂકો અને શેર કરો. તમારો ખૂબ ખૂબ આભાર.
__________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=