Udhmi male in Gujarati Poems by Dr. Bhairavsinh Raol books and stories PDF | ઉધમી નર

Featured Books
Categories
Share

ઉધમી નર

સુભાષિત
વિપત પડે ના વલખીએ,
વલખે વિપત ન જાય ;
વિપતે ઉદ્યમ કીજીયે,
ઉદ્યમ વિપતને ખાય.

વિચાર વિસ્તાર :
આપણે સૌ જે કામ કરતા હોય અથવા જે પરિસ્થિતિ સાથે સંકળાયેલા હોય અને તેમાં તકલીફ કે વિપત્તિ આવે ત્યારે જે કરતા હોય તે બધું મૂકી દઈ કંઈ જ ન કરવાનું મન થાય અથવા માનસિક રીતે એવું માનવા લાગીએ કે હવે મારાથી કંઈ જ થઈ શકે તેમ નથી. આવી સ્થિતિ મનુષ્ય માટે કોઈ નિષ્ફળ કામ કરવા કરતાં પણ ખરાબ ગણાય કારણ કે, કાર્ય કરવા થી નિષ્ફળતા મળે તેમ બને.પરંતુ કર્મ જ ન કરીએ એ તો પલાયનવૃત્તિ કહેવાય. હતાશાના કારણો અનેક હોઈ શકે, પરંતુ તેનું નિરાકરણ શોધવાને બદલે હતાશ થઈ ને બેસી જવું એ કોઈપણ રીતે યોગ્ય નથી.
દરેક માણસોના જીવનમાં ક્યારેક હતાશા અને નિરાશાનો સમય આવે જ છે. આપણા જીવનમાં સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુઓ જેવું જ છે. આજની આ મહત્વાકાંક્ષી અને સપનાઓની દુનિયામાં ક્યારેક વિપત્તિ એટલે કે અસફળતાથી કે પ્રગતિ કરવાની દોડમાં માણસ હતાશાનો ભોગ બને છે. આવા સમયે આપણે લાચાર થઈ જઈએ છીએ. ધારેલું કોઈ લક્ષ્ય પાર ન પડે ત્યારે આપણા અંદરની હિંમત અને ધૈર્યને ટકાવી રાખવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ તે ટકાવી રાખવું એટલું જ જરૂરી છે. ક્યારેક આપણા જીવનમાં ઘટી રહેલી કેટલીક ઘટનાઓ આપણા માટે હતાશાનું કારણ બને છે. આવા કારણોને આપણે જલદી આપણા મન-મગજમાંથી કાઢી શકતા નથી. આપણી બધી જ ખુશીઓ અને મનની શાંતિ ક્યાંક ખોવાઈ જાય છે અને આપણું મન વ્યથિત થઈ જાય છે. ઘણીવાર વધારે હતાશામાં લોકો એકલતાનો અનુભવ કરે છે અને કેટલાંક તો આત્મહત્યા કરવા જેવા અંતિમ પગલા તરફ પણ દોરાઈ જતા હોય છે.

ભૂતકાળના કોઈ ઘા કે વ્યથા, ગુસ્સો અને બદલાની ભાવનાને કારણે આપણે આગળ વધી શકતા નથી અને એને કારણે હતાશામાં સપડાઈ જઈએ છે. હતાશામાંથી બહાર આવવાનો જો કોઈ વિકલ્પ હોય તો એ છે કે તમે હતાશાને ખંખેરી આગળ વધો. બદલાતી પરિસ્થિતિ સાથે તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન જ આપણને આ અંધકારમાંથી બહાર લાવી શકશે. ઉદ્યમ એ સંકટ સમયની સાંકળ સમાન છે. આગળ વધવાના પ્રયત્નો જ આપણને એક નવો ધ્યેય, તે ધ્યેય સિદ્ધ કરવાની નવો જોશ, પ્રેરણા અને શક્તિ આપશે. જે થયું તેનો સ્વીકાર કરી, તેમાં જાણે-અજાણે થયેલી ભૂલોનો સ્વીકાર કરી તેમાં સુધારા કરવાનાં પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે નિષ્ફળતા એજ સફળતાની ચાવી છે. આપણે જેટલી વધારે મુશ્કેલીઓ, વિપત્તિ કે અસફળતાઓનો સામનો કરશું તેટલા જ વધારે પરિપક્વ અને અનુભવી બનશું અને છેવટ જતાં તે જ પરિપક્વતા અને અનુભવ આપણને જીવનમાં એક નવી પ્રેરણા અને રાહ પ્રદાન કરશે જે આપણી તથા આપણા પરિવારની સુખાકારી અને પ્રગતિમાં સહભાગી બનશે.
श्लोक
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा: ।।

अर्थात:- उद्यम, यानि मेहनत से ही कार्य पूरे होते हैं, सि बस सिर्फ इच्छा करने से नहीं। जैसे सोये हुए शेर के मुँह में हिरण स्वयं प्रवेश नहीं करता बल्कि शेर को स्वयं ही प्रयास करना पड़ता है।

कविता

सच है, विपत्ति जब आती है, कायर को ही दहलाती है,
शूरमा नहीं विचलित होते, क्षण एक नहीं धीरज खोते,
विघ्नों को गले लगाते हैं, काँटों में राह बनाते हैं।
मुख से न कभी उफ कहते हैं, संकट का चरण न गहते हैं,
जो आ पड़ता सब सहते हैं, उद्योग-निरत नित रहते हैं,
शूलों का मूल नसाने को, बढ़ खुद विपत्ति पर छाने को।

है कौन विघ्न ऐसा जग में, टिक सके वीर नर के सामने ?
खम ठोंक ठेलता है जब नर, पर्वत के जाते पाँव उखड़।

मानव जब जोर लगाता है, पत्थर पानी बन जाता है।

कवि: श्री रामधारी सिंह दिनकर

કવિતા
કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર.

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર.

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત.

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

કવિ શ્રી: દલપતરામ