ગઈકાલે ઘણા વખતે, કદાચ ત્રણ ચાર વર્ષ પછી ત્રણ દરવાજા, પાનકોર નાકા અને પાંચશેરી માર્કેટ ગયો.
વિસ્તારની સિકલ જ બદલાઈ ગઈ છે. ભદ્રકાળી તરફથી એન્ટર થાઓ એટલે પાથરણાં વાળાઓની લાઇન ખરી પણ મોટો ખુલ્લો ચોક, લાલ પીળી પેવર ટાઇલ્સથી ઢાંક્યો છે.
પાર્કિંગ માટે ખૂણે ખાંચરે ઠાંસીને પોલીસથી બીતા પાર્ક કરવું પડે એમ નથી. ખાસ બજારની મટનની દુકાનો અને સામે પોલીસચોકી થી છેક ત્રણ દરવાજા સુધી ત્રિકોણાકારે વિશાળ પાર્કિંગ છે. કાર અને સ્કૂટરો બેય માટે. ટુ વ્હીલર માટે અર્ધા કલાકના 5 રૂ., કલાક સુધી 8, 12 કલાક સુધી 10 રૂ. ત્યાં જ સ્કૂટર પાર્ક કર્યું.
ગાંધીરોડ થી આવતો કે બેંક ઓફ ઈન્ડીયા થી ત્રણ દરવાજા થઈ પાનકોર નાકા સિગ્નલ સુધીના રસ્તે એટલા બધા ગીચ ફેરિયાઓ ઊભવા લાગ્યા છે અને તેમણે ઊંચી કમાનો કરી નાખી છે કે તે ફૂટપાથ પાછળ આવેલા સ્ટોર નાં નામ ન વંચાય, ઢંકાઈ જાય.
એક મોટા જૂના ગેટ માંથી ઢાલગર વાડ તરફ એન્ટ્રી છે તે ઠીક છે. પેલો ચબુતરો જોયો નહીં. તોડી પાડ્યો હશે? ત્યાંથી જૂની નીલમ હોટલ કે સપના સંગમ સ્ટોર તરફથી જતો રસ્તો હું 49 વર્ષ, 1973 થી વાપરું છું પણ confuse થવાય એવો હતો. દુકાનો સામસામે છે તેની વચ્ચેના રસ્તા જાણે કાપડથી ઢાંકી દીધા હોય તેટલા નજીક સ્ટોર્સએ પોતાની દુકાનના આગળના ભાગ વધારી કપડાથી સામસામું ઢાંકી દીધેલું.
હા, રસ્તો અતિ સાંકડો પણ પેવર ઠીક કરેલો હતો.
પહેલાં મોટી, પહોળી દુકાનો હતી જેવી કે ઇબ્રાહિમ સાબુવાલા તેની જગ્યાએ માંડ ચાર ફૂટ પહોળી ને ખૂબ ઊંડી , મોટાં ખોખાંઓ જેવી અનેક દુકાનો થઈ ગયેલી છે અને સ્વાભાવિક છે, આટલી સાંકડી અને બહાર કપડું ખેંચ્યું હોય એટલે અંદર મર્ક્યુરી જેવી લાઈટો ઝગમગે.
આંખ ખેંચે એવી બાબત હતી કે પહેલાં સૌરાષ્ટ્ર કિરાણા જેવી અને હિન્દુઓની સાડી કે ડ્રેસ વેચતી દુકાનો હતી તે ભર ફૂટપાથના ફેરિયાઓ થી માંડી બધા જ સ્ટોલ મુસ્લિમોની માલિકીના. ઘણા લોકો મોટી આંખોમાં સુરમો આંજેલા.
ધંધો કરવાનો બધાને હકક છે પણ આટલો મોટો વિસ્તાર કલ્પના બહાર ગીચ, એકલા મુસ્લિમોની જ દુકાનો કે પાથરણાં છે તે રિસ્કી તો લાગ્યું. જો 1985 જેવું કે 2002જેવું ફરી થયું તો massacar, સામૂહિક સંહાર થઈ શકે, મિનિટોમાં.
ભોગે જોગે આગ લાગી તો એક સાથે ત્રણસો જેટલી ગલ્લા દુકાનો અને હજાર જેવી પબ્લિક આંખના પલકારામાં રાખ બની શકે. લોભ ને થોભ નથી. કોઈ અંકુશ આ અતિ ગીચ expansion સામે નહીં હોય?
વેપારીઓ અને ફેરિયાઓ ચાર વર્ષ પહેલાં જોતો આવ્યો હતો તે કરતાં સાવ જુદા. જો કે મને અત્યારે બહુ વાંધાજનક ન લાગ્યું.
રાજ સ્ટોર બે માળનો હતો ત્યાં તવક્કલ મંઝિલ નામનું મકાન બની ગયું છે.
પાંચશેરી રસ્તો ખબર હતો એટલે પહોંચ્યો બાકી ઓળખાય એવો રસ્તો નથી. રાજનગર માર્કેટ ની બિલકુલ બાજુમાં મુસ્લિમ નામના ' લક્ઝુરિયસ ' 2bhk ફ્લેટ ની જાહેરાત હતી અને પતરા મારી અંદર મેદાન જેવું હતું.
બહાર ટેત્રફ જતી ગલીમાં છૂટક લીલું શાક, આદુ લીંબુ વ. વેંચતા ફેરિયા ન દેખાયા. ખૂણા પર એક મોટી શેરડીના રસની દુકાન હતી ત્યાં પણ કોઈ અમીના કે મદીના મહેલ નામની ઇમારત ઊભી હતી.
હા. એ મકાનો આમેય 100 વર્ષનાં થવા આવ્યાં હશે એટલે તોડી પાડવા તો જરૂરી હશે.
ફટાફટ જઈ ફટાફટ બહાર આવ્યો, એ સાંકડી S આકારની ગલી માંથી પેલા પાકિટો ની લાઈન બંધ દુકાનો અને જૂના ગેઈટમાંથી સરૈયા ની દુકાન પાસે નીકળી. સીધો સામે પાર્કિગમાં.
વિસ્તાર અને રસ્તો થોડા જ સમય પહેલાં સાફ કરી પહોળો કરેલો તે ફરી પહેલાં કરતાં પણ મારી કલ્પના બહારનો ગીચ થઈ ગયો છે.
બેંક ઓફ ઈન્ડીયા થી ખમાસા કે અખંડ આનંદ જતાં રસ્તે સરસ ગેટ અને લાદીઓ થી લાંબા ચોક જેવો રસ્તો બનાવ્યો છે.
મેં તો ખમાસા સિગ્નલ થી વળી એલિસબ્રિજ અને સાતેક વર્ષ અગાઉ થએલો S આકારનો ઓવર બ્રિજ થઈ સીધી બોપલની વાટ પકડી. પુલ પરથી એમ.જે. લાયબ્રેરી ના ઘુમ્મટ ની ટોચ જોતાં.
બધું સાવ બદલાઈ ગયું છે. ઘણું આવકાર દાયક છે તો કેટલુંક ભય કે ભવિષ્યમાં મોટી મુશ્કેલી સર્જી શકે તેવું લાગ્યું. ઈશ્વર અને અલ્લા કોમી રમખાણોની ચિનગારીથી બચાવે. નહીતો મિનિટો નો સવાલ છે અત્યારના સંજોગોમાં.
ઓનલાઇન શોપિંગ અને મોલ્સ ના સમયમાં આમેય ત્યાં ભાગ્યે જ જવાનું આપણે થાય પણ જેને જવું પડે તેમને માટે પ્રાર્થના કરીએ
આમાં ફોટા લેવાય એવું લાગ્યું? કોઈ ફોટો નથી લીધો.