A man's pain in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | પુરુષની વ્યથા

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પુરુષની વ્યથા

રોજની માફક આજની સવાર પણ મારી એમ જ પડી...એલામૅ મોબાઈલનું સ્મુઝ કરી ફરી પાંચ મિનિટમાટે ગાઢ નિંદ્રામાં ઊંઘી ગઈ😴😴, આખી રાત ઉંઘીને જે સંતોષ ન થાય તે આ પાંચ મિનિટ જબરો થાક ઉતારે🤗..ખરું ને??

રાઈટ પાંચ મિનિટે આંખ ચોડતી હુ ઉઠી, હાથમાં મોબાઈલ લીધો, અને સીધું પ્રતિલિપિ ખોલીને નવી શું સ્પર્ધા છે એ જોયું, હું જોઈ ને ઘડીક વિચારતી રહી 🤔'પુરુષ ની વ્યથા', આ વિષયે મારી સંપૂર્ણ ઊંઘ ઉડાડી દીધી અને હાસ્ય મારા ચહેરે છલકવા લાગ્યું☺. કારણ કે હું તો સ્ત્રી છું ને.. સારું થયું કે પુરુષ નથી. મનમાં ઊંડો હાશકારો થયો..🤗
હવે તમને લોકોને થશે કે, એમાં હાશકારો થયો એનું શું કારણ હોય શકે?🤔 ચાલો, તો એની ઊંડાણ પૂર્વક ચર્ચા કરીયે...😎

એક સાવ સામાન્ય લાગતું પાત્ર પુરુષ😊, કેટલીએ વ્યથાઓ સાથે ખુબ સામાન્ય રીતે જીવી શકે એવી કાબિલિયત એક પુરુષમાં જ હોય🤗..
પોતાના પરિવાર👩‍👩‍👦‍👦 ના, બજેટને ધ્યાનમાં રાખી બધી જ ગર્લફ્રેન્ડ👸🏻 ની, ગિફ્ટ અને ડેટ નું બજેટ સેટ કરવું.. ખુબ જોરદાર મેનેજમેન્ટ જોઈએ.. ખરું ને??

પોતાની ઓફિસ કે ધંધાના સમયમાંથી⏱️, પરિવારને સમય આપવો સાથોસાથ બધી જ જુદી જુદી👸🏻 ગર્લફ્રેન્ડને એકબીજાના એરિયાથી દૂરના વિસ્તારમાં લઈ જઈને બિન્દાસ (🤔મનમાં કોઈ જોઈના લે ડર 🙄સાથે) હાથમાં હાથ નાખી ફરવું એ એક પુરુષ જ આટલું સોલિડ પ્રોગ્રામિંગ કરી શકે 😎ખરું ને?

એક ફોન પરિવારનો અને એક ફોન ઑફિસનો( આમ ખાલી કહેવાનું પણ ખરેખર તો બહાર વાળીનો) બન્ને ફોનમાં કોને કયો જવાબ આપવો અને કઈ કઈ ફ્રેન્ડના નામ ક્યાં ક્યાં નામથી સેવ કરવા કે સેવ કર્યા વગર યાદ રાખવા એ ખરેખર દરેક રેસિપીમાં ક્યાં મસાલા નખાય એનાથી પણ અઘરું છે.😎 ખરું ને??

સંજોગો વસાત ક્યારેક પરિવાર અને એક સાથે ૨/૩ ગલફ્રેન્ડ એક જ સ્થળે મોલમાં ભેગા થઈ જાય અને એવી સ્થિતિમાં પોતાને સાવ અજાણ દાખવવામાં જાણે મોઢે😨 ફીણ આવી જાય છતાં ક્યારેય ચહેરાની હળવાશ☺ ગુમાવ્યા વગર પોતાની પત્નીને શોપિંગ માં હેલ્પ કરે એ સાહેબ..એક પુરુષ જ કરી શકે😎. ખરું ને??

પુરુષની ખરી કસોટી તો પત્નીનો જન્મદિવસ, જુદી જુદી ગર્લફ્રેન્ડના જન્મદિવસ એ બધું યાદ રાખવું એ કોઈ સામાન્ય વાત થોડી કહેવાય..એ એક પુરુષ જ કરી શકે😎. ખરું ને??

વળી, એ પુરુષની જયારે પત્નીનું નામ અને પોતાની ગર્લફ્રેન્ડનું નામ એક જ હોય ત્યારે એ પુરુષને તો બંનેની સાથે કરેલ વાતો અને પ્રોમિસ યાદ રાખવું એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. અને આ કામને સંપૂર્ણ ન્યાય તો એક પુરુષ જ આપી શકે.😎 ખરું ને??

પુરુષનું મેનેજમેન્ટ અને પ્રોગ્રામીંગ ત્યારે ખરેખર વખાણવા જેવું હોય કે જયારે નવરાત્રી ચાલુ હોય અને પત્ની તથા ગર્લફ્રેન્ડ બંનેની સાથે રાસ જગજાહેર રમે, આવું સાહસ એક પુરુષ જ કરી શકે.😎 ખરું ને??

સૌથી મહત્વની એ બાબત કે ઘરવાળી,, ઑફિસવાળી, પાડોશવાળી, બાળકોના સ્કૂલે મુક્તિ વખતે મળવાવાળી, વોકીંગવાળી, પોતાની સ્કૂલવાળી આ દરેક શું ગમે? કેવું ગમે? શું આપવું એ બધું જ એનાલીસીસ માઈન્ડમાં🤔 રાખવું.. એ પણ કોઈને કહ્યા😷 વગર એ અતિ અઘરી બાબત છે. આ હેન્ડલ એક પુરુષ જ કરી શકે.😎 ખરું ને??

પુરુષનાં 😇મગજને ત્યારેતો ખરેખર સેલ્યુટ આપવું જ જોઈએ કે, એ આ દરેક બાબતની જાણ રાખનાર પોતાના એ લંગોટિયા મિત્રો, પાડોશી મિત્રો અને ઓફિસે મિત્રોને કનવેઝ🤗 કરીને પોતાની દરેક કરતૂતને અંજામ આપવો એ માત્ર અને માત્ર પુરુષ જ કરી શકે.😎 ખરું ને??

આ ઊંડાણ પૂર્વકની ચર્ચા સાંભળીને તમને પણ થતું હશેને કે આનો બિચારો પતિ... હા, એ મારી દરેક દીઘઁ દ્રષ્ટિથી સજાગ રહી જરા પણ ચુ કે ચા ન કરે એની મને પુરી ખાતરી, કારણ કે કોઈકનું ઉદારણ આપી હું એને સજાગ કરતી જ રહુ કે હું આમ પણ વિચારી શકું.. એટલે કહેવાનું એમ કે એ સધી દોરી જેમ જ રહે.. આપણે આપણી સાઈડ સેફ તો રાખવી ને!🤗

સ્મુઝ પર રાખેલ એલામૅ ખરેખર વાગ્યું, સાચે જ હું હવે જાગી અને ખરેખર મનમાં હળવું સ્મિત લાવી બાજુમાં ઊંઘી રહેલ પતિના ચહેરા તરફ નજર કરી.. મનમાં જ બોલી ઉઠી કે, કેટલું બધું પાંચ મિનિટમાં જોઈ લીધું.. બિચારા પુરુષોની હાલત પાંચ મિનિટમાં નોંધી લીધી.
રાત્રે જે મારી કઝીનબેન સાથે ચર્ચા કરી હતી કે 'પુરુષની વ્યથા' ટોપિક પર કાલ લખીશ, એ વાત સ્વપ્નમાં આમ આવી.. હું ફરી હસી પડી.

મેં મારી દિનચર્યા કરતા પહેલા જ લખવા માટે પેન અને નોટ લીધી, અને મનના વિચારો કાગળ પર ઉતારવા લાગી.

પુરુષ... હા, એક પુરુષ જ એવું પાત્ર છે જ ઘરનું કેન્દ્રબિંદુ છે. પુરુષ વગરનું ઘર કેટલી આપત્તિઓને વેઠે છે એ પુરુષવિહોણા ઘરને જ ખબર હોય. પુરુષ પોતાની ઈચ્છાઓને ત્યાગીને ઘરના સભ્યો એટલે કે પોતાના માતાપિતા, પત્ની, સંતાનો પરિવારના અન્ય સભ્યો દરેકનું સંતોષકારક દેખરેખ કરતો રહે છે. પરિવારને ક્યારેય પોતાની તકલીફ ની જાણ થવા દેતો નથી. ઘરનો ખર્ચ કેમ ઉકેલવો એ સેટ કરવા એકલો જજુમતો રહે છે, ઘરના સભ્યોને એ ઉપાધિની ભણક સુધ્ધા આવવા દેતો નથી. પરિવારમાં કોઈની તબિયત ઠીક ન હોય તો દિવસરાત પોતાનું કામ તથા એ વ્યક્તિની સારવારમાં ખડે પગ ઉભો રહે છે. હંમેશા પોતાના બાળકો ને પોતે ભોગવ્યું, એથી વિશેષ જીવન મળે એ પ્રયત્ન કરતો રહે છે. પોતાના ઘરડા માબાપને માટે પત્નીને ક્યારેક ટકોર કરીને તો ક્યારેક પ્રેમથી વિનવી એમની સંભાળ રાખવા સૂચવે છે. પારકે ઘરથી આવેલ પત્નીને પોતાને ઘરને માટે ત્યાગ આપતી જોઈને હંમેશા એની ઈચ્છા મુજબ પોતે પણ ફરવાનું, બહાર જમવાનું, અને પત્નીને ગમતી ચીજવસ્તુઓ આપી એ ખુશ રહે એવો માહોલ બનાવતો રહે છે. પુરુષ એ એવું વ્યક્તિત્વ છે કે જે બહારથી કઠણ પણ અંદરથી જો અનુભવી શકો તો મીણથી પણ વધુ નરમ પીગળી જતું વ્યક્તિત્વ છે. આ પુરુષ બધું જ આજના સમયમાં ખરીદી શકે છે છતાં પણ પોતાના પરિવારને પ્રાધાન્ય આપી પોતાના વ્યક્તિત્વને ખરું દાખવી રાખે છે. ઘણા પરિવારમાં ગૃહ કલેશમાં પીસાતા પુરુષ ને માટે ખરેખર લાગણી ઉદ્દભવે કે પરિવાર કેમ સ્વાર્થી બની પોતાનો જ વિચાર કરી ઘરના સુકાની એવા પુરુષની આવી સ્થિતિ નહીં સમજતો હોય? મારી દરેક ગૃહિણીઓને વિનંતી છે, કે બીજાની દેખાદેખીમાં પોતે એટલો પોતાના પતિઓને ત્રાસ ન આપો કે એ ઘરના છેડા ભેગા કરવામાં રીતસર તરફડી ઉઠે. જેટલી ચાદર એટલા જ પગ લંબાવો.. આશા રાખું છું કે આપ મારી વાત સમજી શકશો. એજ આશા સાથે આ પુરૃષ ની વ્યથા કે જે ને શબ્દોમાં વણઁવીએ એટલું ઓછું, તેને વિરામ આપું છું.

અસ્તુ.