હું પુરુષ છું....
... પુરુષ શબ્દ બોલતા જ વજન લાગે... ભારે શબ્દ છે..
કેમકે આપણા મગજમાં જે એક ઈમેજ છે, કે એક રુપ રેખા છે પુરુષ શબ્દની એ એવી છે કે સ્ટ્રોંગ એટલે જ પુરુષ. જે મજબુત શરીરની સાથે મજબૂત મનોબળ ઘરાવતો હોવો જોઈએ.લાગણીશીલ કે ઢીલો ન હોય.તે ઉપરાંત તે હમેશાં જવાબદારી ઉપાડી શકે એવો સક્ષમ જ હોય.
પાછુ વળી પુરુષો ને પણ એમજ હોય કે મારે તો જવાબદાર બનવાનું, બઘા ને ખુશ રાખવા, ક્યારેક રડવું આવે પણ રડવાનું નહીં, હમેશાં સ્ટ્રૉંગ જ રહેવાનું. દુઃખ થાય પણ વ્યક્ત ન કરાય, ડર લાગે તો ડરાય નહીં, કોઈને પોતાની તકલીફ કહ્યા વગર આગળ વધવાનું...
વગેરે વગેરે નાનપણથી જ શીખવાડેલુ, જોયેલું હોય...
બરાબર ને...?
કેમ ભાઈ પુરુષ એ માણસ નથી,? એમને હૃદય ના હોય.? લાગણી ના હોય.? એમને દુઃખ ન થાય.? એ પણ ક્યારેક થાકી ન જાય.? પણ આ બઘું સમજી કોણ શકે...?
પોતાના ખભા પર જવાબદારીઓ લઈ ને ફરે પણ એક અવાજ ન નીકળે ઊંહકારા નો... હા એ પુરુષ છે.
કરે બાઘાની ફરમાઈશ પુરી પણ પોતાની કોઈ ઈચ્છા ન રાખે... હા એ પુરુષ છે.
એમતો દીલમા ખુબજ લાગણીઓ નો દરીયો હોય પણ આંખો માં એક આશુ ન આવવા દે... પુરુષો ની જીંદગી જરાય સહેલી નથી હોતી.
એક ભાઈ, દીકરો, પતિ, બાપ, કાકા, મામા, ફુવા, સસરા, વડીલ, ભાઈબંધ વગેરે બનીને બઘી જ જવાબદારી નીભાવાની હસતા હસતા... સહેલું તો ન જ હોય....
જે રસ્તેથી એ પસાર થાય છે એ રસ્તા સહેલા નથી હોતા... એમને પરીવાર ને સુખ આપવા માટે એજ પરીવાર થી દૂર રહેવું પડે છે. ઘરમાં બઘા શાંતિ થી રહે તે માટે એને એની શાંતિ છોડી દોડવું પડે છે. ગમેતેમ કરીને બઘા વ્યવહાર સચવાઈ રહે તે રીતે તૈયારી રાખવી પડે છે.
એને શું જોઈએ છે એ તો કદાચ કોઈને ખબર પણ ન હોય, પણ એ બઘા ને જે જોઈતું હોય તે અપાવે છે. છતાં આખા ઘર ને અસંતોષ હોય કેમકે એક સાથે બાઘાની માગણી એ પુરી ન પણ કરે અથવા આર્થિક મુંઝવણમાં મુકાઈ જાય પરંતુ એ કોઈને કહે નહિ કેમકે એ પુરુષ છે.
અને જો ઘરમાં સ્ત્રી એમને આર્થિક મદદ કરે તો એ સ્ત્રીને સૌથી મોટો સપોર્ટ પુરુષ નો જ હોય છે...
આપણી આસપાસ ઘણી બધી સ્ત્રીઓ સફળતા મેળવી શકી છે., કેમકે એમને એમના ભાઈ, પિતા કે પતિ નો સાથ, સહકાર અને ટેકો મળ્યો હતો. પરંતુ એ વાતની કોઈ ખાસ નોંધ લેવાતી નથી..
પુરુષ પણ સફળ સ્ત્રી પાછળ નુ કારણ હોય છે જેમ કહેવાય છે ને કે દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રી નો હાથ હોય..
હમેશાં પડદાં પાછળ જ રહી ને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો સહીને મદદ કરતા હોય એવા પણ ઘણા પુરુષો હોય છે.
પરંતુ આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે એ પુરુષને પણ ભગવાને આપણા જેવું જ હૃદય મન શરીર અને લાગણીઓ આપ્યા છે.
એને પણ દુઃખ લાગે એને પણ ક્યારેક થાક લાગે એને પણ ક્યારેક રડવાનું મન થાય એને પણ કોઈ ખભાની જરૂર હોય કે જ્યાં તે પોતાની દુઃખ ભરી વાતો કરે અને હળવો બને. કેમ કોઈ ક્યારેય દુખિયારો પુરુષ કે બિચારો પુરુષ એવો શબ્દ આપણે ન વાપરીએ, હંમેશા સ્ત્રી માટે વપરાય કે બિચારી સ્ત્રી દુખિયારી સ્ત્રી ઘણી બધી વખત આ જ વસ્તુ પુરુષો સાથે પણ બનતી હોય છે. પણ આપણે અત્યારની સદીમાં સમોવડી સ્ત્રી સમાવડી સ્ત્રી કરીએ છીએ, સ્ત્રી તો સમાવડી થઈ ગઈ. પણ કઈ રીતે,
બહાર કામ કરવા લાગ્યા તે પણ બધું જ પુરુષને સપોર્ટ સહારો અને એની મદદથી થાય છે. એ કોઈ પણ રુપ હોય ભાઈ પપ્પા દાદા પતિ કે મીત્ર. પણ આપણે સામે પુરુષને એટલો સમજતા નથી થયા. હજી જેમ કે કોઈ દુ દુઃખદ ઘટના બને પરિવારમાં તો આપણે સ્ત્રીઓને સહારો આપીએ એને રડવાનો મોકો આપીએ એને સથવારો કરાવીએ એકલા ન મૂકીએ અને સતત આપણે એને સાથ આપીએ. પરંતુ આપણે ક્યારેય એવું ન વિચારીએ કે આ જ ઘરમાં કોઈ પુરુષ હોય પિતા હોય ભાઈ હોય કાકા હોય એમને પણ રડવું હશે એમને પણ પોતાના મનનું દુઃખ કોકને કહેવું હશે એમને પણ એકલું નહીં રહેવું હોય. એમને પણ ટેન્શન થતું હશે ચિંતા થતી હશે મૂંઝાતા હશે. અને જો એવું આપણને વિચાર આવે અને કોઈ વ્યક્તિ આપણને એવું દેખાય તો આપણે શું કહીએ વેવલો છે સાવ બાયલો છે પણ ના એવું નથી હોતું. એક પહાડ જેવું હૃદય ધરાવતા પિતા જ્યારે દીકરીની વિદાય વખતે ઝરણાની જેમ રડી પડે છે. જેમ ભગવાને પણ પહાડો ની વચ્ચે એટલા કઠોર પથ્થરોની વચ્ચેથી એટલી કોમળ ખળખળ વહેતી નદી કાઢી છે, એવી જ રીતે લાગણીનું ઝરણું દરેક પુરુષના હૃદયમાં હોય જ છે. કોઈક પુરુષને એવો ચાન્સ મળે, એવો કોઈ સાથે મળે તો એ વાતચીત કરી શકે ને એની લાગણીઓ બહાર ઝરણાની જેમ વહેતી.
થાય બાકી દરેક પુરુષ આખી જિંદગી બંધ મુઠ્ઠી એ જ જીવ્યા કરે. પોતાની દરેક તકલીફ એકલો જ મનમાં રાખે, બધા સોલ્યુશન લાવતો રહે અને મૂંઝાતો રહે અને એમાંથી રસ્તો કાઢતો રહે કારણ કે એતો પુરુષ છે. એનાથી ઢીલું ન પડાય એનાથી રડાય નહીં. અને જો રડે તો લોકો શું કહેશે એવી બીક દરેક પુરુષને રહે છે. જ્યારે દીકરી વિદાય થાય અથવા તો દીકરો કહી દુર ભણવા જાય કે કોઈ માઠો પ્રસંગ બને ઘરમાં તો જેટલી જ દુઃખની લાગણીઓ સ્ત્રીને થાય છે એટલી જ પુરુષોને પણ થતી હોય છે. અને સાથે સાથે એમને ઘરનું વહેવારનું બિઝનેસ ધંધા દુકાન અને પૈસાનું એ બધા ટેન્શન તો ખરા જ સાથે સાથે, છતાં પુરુષ કોઈ દિવસ પોતાની લાગણી વ્યક્ત ન કરે હંમેશા બધી પરિસ્થિતિમાં એક નીડર વ્યક્તિની જેમ છાતી કાઢીને પહાડ જેવો પુરુષ ઊભો રહે.
જ્યારે સ્ત્રીઓની જેટલી લાગણીઓ માટે ની કવિતાઓ લખાણી છે, લેખ લખાણા છે. અને આપણે બોલીએ છીએ, સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે. પણ ક્યારેય એટલું પુરુષો માટે તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય કારણ કે કોઈ એવી વાત સમજવા તૈયાર ન હોય અથવા તો એ જાહેર કરવા તૈયાર ન હોય એટલે કોઈને એવો ખ્યાલ જ ન હોય કે પુરુષને પણ લાગણીઓ છે એ રીતની આપણી એક માનસિકતા કેળવાઈ ગઈ છે.
અને દરેક પુરુષની પાછળ એક સ્ત્રી છે સફળતા માટે. તો એવી જ રીતે કોઈ સ્ત્રી પોતાના ફિલ્ડમાં બહુ આગળ નીકળી ગઈ હોય બહુ સારી પોસ્ટ ઉપર હોય અથવા બિઝનેસ કરતા હોય તો બહુ સારો બિઝનેસ જમાવી દીધો હોય તો એનો મેઈન સપોર્ટર તો હંમેશા એક પુરુષ જ હશે. પછી એ પીતા હોય ભાઈ હોય પતિ હોય કોઈપણ પણ એને ત્યાં સુધી પહોંચાડવા માટે હિંમત આપી હોય પૈસાની મદદ કરી હોય અને નાના મોટા કાંઈ પણ પ્રશ્ન આવતા હોય ત્યારે ગાઈડન્સ આપ્યું હોય. અને હંમેશા જ્યારે જ્યારે એ પાછી પડતી હોય અથવા તો ના કામયાબ રહેતી હોય ત્યારે એને ફૂલ સપોર્ટ પુરુષ એ જ કર્યો હોય છે. એટલે દરેક સ્ત્રીની સફળતા પાછળ પણ એક પુરુષ રહેલો છે. એ આપણે ન ભૂલવુંજોઈએ.
તો ચાલો બધા સાથે મળીને હેપ્પી વુમન્સ ડે ની જેમ જ પોતાની ખુશીઓ સાથે લાગણીઓ સાથે આપણે પણ હેપી મેન્સ ડે મનાવીએ આપણી આસપાસ આપણા ઘરમાં આપણા સપોર્ટર્સ દરેક પુરુષને આપણે થેન્ક્સ કહીએ અને એમને બિરદાવીએ કારણ કે આ દુનિયા આ સમાજ અને આપણું પોતાનું જીવન પણ સ્ત્રી અને પુરુષ બંનેને લઈને જ ચાલે છે એટલે બંને લોકોને સમાનતા જેમ આવી ગઈ છે બધી જ જગ્યાએ એવી રીતે આમાં પણ આપણે લાવીએ