Street No.69 - 42 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -42

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -42

અન્વી એક અનોખા આત્મવિશ્વાસથી સ્ટુડીયોમાં પ્રવેશી. સીસીટીવી કેમેરામાં એનાં આગમનની નોંધ થઇ ગઈ સાથે માં કમલા પણ હતી બંન્ને પોત પોતાનાં વિભાગમાં કામ પર જવા જુદા પડ્યાં. કમલાએ કહ્યું “દીકરા તું તારી જાતે બધું સાચવવાની છે પણ જરૂર પડે મને બોલાવજે હું તારાં સાથમાંજ છું.” કહીને સ્ટીચીંગ વિભાગમાં ગઈ.

અન્વી એને સોંપેલા કામ પર ધ્યાન દઈ રહી હતી એણે જોયું આદી આવી રહ્યો છે એણે કામમાંજ ધ્યાન કેન્દ્રીત કર્યું આદીએ એની નજીક આવીને પૂછ્યું “કેમ તારાં પાપા નથી આવ્યાં આજે ? ક્યાંય દેખાયા નહીં એમની જગ્યાએ નથી... એમની તબીયત તો સારી છે ને ? મને જાણવા મળ્યું છે કે કાલે બોસે એમને એમની ચેમ્બરમાં બોલાવી પ્રમોશન આપ્યું છે એતો ખુબ સારાં સમાચાર કહેવાય છતાં આજે આવ્યાં નહીં ? મને આશ્ચર્ય થાય છે હું તને પૂછવા આવી ગયો.”

આદીએ અન્વીને એક સામટા અનેક પ્રશ્ન પૂછી લીધાં. અન્વી થોડીવાર કંઈ બોલી નહીં એનું કામ કરતી રહી... ત્યાંજ એને બોક્ષ પર રહેલી નાની ખીલી વાગી ગઈ અને આંગળી પર લોહીની ટશર ફૂટી ગઈ આદીએ એ જોયું એણે ઝડપથી એનો હાથ પકડી આંગળી એનાં મોઢામાં મૂકી દીધી અને લોહી ચૂસી લીધું...

અન્વીએ કહ્યું “અરે આદી શું કરે છે ? સામાન્ય ખીલીજ વાગી છે આંગળી કપાઈ નથી ગઈ.” પણ એને અંદરને અંદર ગમ્યું આદીએ પૂછ્યું “અન્વી તારું ધ્યાન કામમાં નથી સાચું શું છે? મને નહીં કહે ? શું થયું છે ? બધાં પ્રશ્નનાં જવાબ આપ પહેલાં.”

અન્વીએ નીચે જોતાં જોતાં જ કહ્યું “આદી તને ખબર છે ને અહીં બધે સીસીટીવી કેમેરા છે એમાં આપણાં બધાનું કામ, વર્તન, વાતચીત રેકર્ડ થઇ રહી છે હું ખુબ ધીમેથી બોલી રહી છું પેલો ઇકબાલ અને એનાં માણસો કાદીર... અનવર કોઈ છે નહીં અહીં ?”

આદીએ બિન્દાસી બતાવતાં કહ્યું “અરે અન્વી આપણે આપણું કામ જ કરીએ છીએ પછી કોનો ડર ? આપણે મહેનત કરીએ છીએ ત્રણ માણસોનું કામ અહીં એક માણસ ખેંચે છે. ગરજ એમને છે આપણને નહીં અને તું આટલી ડરે છે કેમ ? આપણાં સંબંધ અંગે કોઈને શું પંચાત ? અને સંબંધ છે અને ખબર પડે તો પણ શું ?”

અન્વીએ કહ્યું ”એય રાણાપ્રતાપ અહીં માલિક મુલ્લો એનાં માણસો બધાં એનાંજ એલોકોની બહુમતી આપણે લઘુમતિમાં ચલ કેન્ટીનમાં ચા પીતા વાત કરું છું’.

આદીએ આજુબાજુ અને સીસીટીવી કેમેરો સામે જોઈ નજર હટાવીને કહ્યું “ચલ કેન્ટીનમાં ચા પીતા વાત થઇ જશે ત્યાં બીજા અવાજમાં આપણી વાતો કોઈ સાંભળી પણ નહીં શકે.”

બંન્ને જણાં કેન્ટીનનાં પાછળનાં ભાગમાં બે ત્રણ બેન્ચ પડી હતી ત્યાં જઈને બેઠાં. અન્વીને બેસાડી આદીએ કહ્યું “તું બેસ હું આપણા બંન્નેની ચા લઈને આવું છું અહીં સેલ્ફ સર્વિસ છે અંદર હોલમાં નથી બેઠાં બહાર છીએ એટલે કોઈની નજર પણ નહીં પડે અને સાંભળી પણ નહીં શકે” અન્વીએ કહ્યું “ઓકે.”

થોડીવારમાં નાની ટ્રેમાં આદી બે ચા અને ખારી બિસ્કીટ લઈને આવ્યો. એણે બેન્ચ પર ટ્રે મૂકી અને કહ્યું “લે ગરમાં ગરમ કડક મીઠી ચા... ચલ હવે જે વાત છે એ પુરેપુરી મને જણાવ.”

અન્વીએ ચા નો પેપર કપ મોઢેં માંડી એક સીપ લીધી અને આદીની આંખમાં જોયું પછી એની આંખ ભરાઈ આવી પણ આંસુ પડવા ના દીધું એણે સીધુંજ આદીને કહી દીધું "આદી પેલા હસરત શેતાનની નજર મારાં ઉપર બગડી છે " એમ કહીને થોડીવાર નીચું જોઈ ગઈ.

આદી સાંભળીને આઘાત પામી ગયો... એ થોડીવાર અન્વી સામે જોઈ રહ્યો પછી બોલ્યો ‘એ હેવાન પાસે તો કેટલી બધી છે પેલી કોરીયોગ્રાફર તો હમણાંથી એની ચેમ્બરમાંજ હોય છે આખો દિવસ રાત બંન્ને એમાં પ્રેમ લીલા જ કરતાં હોય છે હવે એણે આ પ્રપંચ કર્યું છે ?”

“સાલાની નજર હવે મારી અન્વી પર પડી છે ?” આદીનો ચહેરો પડી ગયો... અન્વીએ કહ્યું “આદી તું ચિંતા ના કર હું એને પહોંચી વળીશ. મારી પર નજર બગાડ્યા પછી એણે પાપાને પ્રમોશન આપ્યું અને પગાર ત્રણ ગણો કરી દીધો. પાપા આમ ગમે તેવા હોય પણ એમણે આ પચાવ્યું નથી આખી રાત ડ્રીંક લીધું છે એટલે કામ પર નથી આવ્યાં.”

આદીએ કહ્યું "ઓહ હવે સમજ્યો પણ અન્વી તારી નાની વચલી બેન... શું નામ એનું... સાવી હાં એ તો...” આદી આગળ બોલે પહેલાં અન્વીએ કહ્યું “હું એ બધાંમાં નથી માનતી જે તું કહેવાં જઈ રહ્યો છે એમ તાંત્રિક વિદ્યાથી બધું થતું હોત તો... છોડ બધું હું એકલી કાફી છું પણ મારે કોઈ આઈડીયા કરવો પડશે... એની નજર બગડી છે એની આંખમાં વાસના સળવળે છે મેં જોયું છે એની લોલુપ નજર વારે વારે મારાં શરીરને સ્પર્શે છે મારાંથી સહન નથી થતું. પણ આદી મેં પ્લાન વિચાર્યો છે સાંભળ..”.

એમ કહીને એણે આદીને આખો પ્લાન કીધો. આદી સાંભળી રહ્યો પછી અન્વી બોલી “જોખમ છે હું મારી જુવાની એને આગળ ધરીને મારું ધાર્યું કરાવીશ મારાં પ્લાન પ્રમાણે એ મારાંમાં સંપૂર્ણ નહીં આવી જાય ત્યાં સુધી ધીરજ રાખીશ એ મને ભોગવવા તૈયાર થાય પહેલાં હું...” એમ કહીને ખડખડાટ હસી પડી...

આદીએ બધું સાંભળ્યાં પછી કહ્યું “અન્વી તું જે કહી રહી છું એ કરવું સરળ નથી અને એ ભેડીયો કેટલીને ભોગવીને રાક્ષસ થઇ ગયો છે તારો ખુબ સંભાળવું પડશે તેં જે પ્લાન કીધો છે જોખમી છે એનું અવળું ના પડે કે એ ખંધો તારો પ્લાન સમજી જાય તને સપડાવીને પુરી ભોગવી લે અને ફેંકી દે... વિચારીને કરજે.”

અન્વીએ કહ્યું “ના એવું કંઈ નહીં થાય હુંજ સફળ થઇશ... નિષ્ફ્ળ થઇ તો તને મોં નહીં બતાવું...”



વધુ આવતાં અંકે -પ્રકરણ 43