GAI KAAL NI RATRI in Gujarati Short Stories by Tanu Kadri books and stories PDF | ગઈ કાલની રાત્રી

Featured Books
Categories
Share

ગઈ કાલની રાત્રી

શિવાની ની આમ જ રાત્રે આંખ ખુલી ગઈ ઓહ! હજુ તો ૧૧:૩૦ જ થાય છે અને હું તો ઉઠી પણ ગઈ.એ કિચનમાં ગઈ અને ઠંડુ પાણી લઇ લીધું અને પાછી પોતાનાં બેડ ઉપર આવી. આરામથી પાણી પીવા લાગી. પાછી એને ધડીયારમાં જોયું, ૧૧:૩૫ થઇ હતી. પાછુ એક ગ્લાસ પાણી પીવાઈ ગયું. આમ જોવા જઈએતો ૧૧:૩૦ નો સમય એ એનો ઊંધવાનો સમય હતો પણ અત્યારે થોડાક દિવસથી ઘુટણમાં દુખાવો થાય છે અને એ માટે એને દવા લેવી પડે છે જેના લીધે બે-ચાર દિવસથી જલ્દી સુઈ જાય છે. એને એના પગ સામે જોયું અને વિચાર્યું આ તો કઈ ઉમર છે ઘુટન માં દુખાવા માટેની . હા ૩૮ પ્લસ તો થયા તો પણ ઘુટણમાં દુખાવો થાય એટલી ઉમર તો નથી.

            પાછું એને એની ઉમરનો સરવાળો કર્યો પછી થોડી બાદબાકી કરી જેમાં અંતે નાના મોટા સ્ટ્રગલની સાથે સુખદ જીવન જીવવાનું અહેસાસ થઇ આવ્યું. અને આમ પણ જીવન કઈ લીધા વગર કઈ આપતું નથી., ૨૨ વર્ષે મેરેજ થવા અને ત્રણ ચાર વર્ષે જ એક દીકરાની  સાથે સિંગલ થઇ જવું અને ત્યાર બાદ કરેલ સ્ટ્રગલ એ નાનુ તો ના જ કહેવાય પણ એ સ્ટ્રગલમાં જે મજા આવી જીવન જીવવાની એ અનુભવ અમુલ્ય હતો. અને આજે એ એક ઉચા હોદ્દા ઉપર હતી જે વાત નો એને ગર્વ હતો. એની નજર પાસે સુતા એના દીકરા ઉપર ગઈ એ કદાચ હમણાં જ ઊંઘ્યો હશે. એવું એને વિચાર્યું. પાછુ દિમાગમાં આવ્યું હું તો સાવ મફતમાં ભણી છું અને હાલ ભણતર કેટલો મોંઘો થઇ ગયો છે . ઘર માટે લોન લીધી હોય અને એને હપ્તા ભરવા પડે એ રીતે દીકરાની ટ્યુશન ફી ભરવી પડે છે. હા, હાલ તો કંપનીનો ઘર છે પરતું એક પોતાનું ઘર હોવું જોઈએ. બસ આદિનાં બે વર્ષ નીકળી જાય એ પછી ઘર માટે વિચારવું જોઈએ. સાજે જ આદિ એ કહ્યું કે મોમ ટેન્શન નહિ લેતી મને કોઇપણ ગવર્મેન્ટ એન્જીનરીંગ કોલેજ માં એડમીશન મળી જ જશે. એને વુચાર્યું કેટલો સરસ છોકરો છે મારો, નાં એને કઈ કહેવાની જરૂર પડી કે નાં સમજાવવાની. બસ મોટો થઇ ગયો.

            પાછુ મોબાઈલ જોયું. બસ ! ૧૨:૧૮ જ થઇ છે. અરે..... પાછું એનો દિમાગ એક્ટીવ થયો. અને યાદ આવ્યું કે ટ્યુશન ફી અને બસ નું ભાડું આપવાનું બાકી છે. એકવાર મોબાઈલ બેન્કિંગ એપથી બેલેન્સ જોઈ લીધું. ચાલો વાંધો નહિ આવે મહિનો પૂરું થવામાં હવે ૧૦ દિવસજ છે. એ પછી તો પગાર પણ થઇ જશે. બેન્કિંગ એપ જોતા જોતા નજર લાઈફ ઇનસ્યોરન્સ ઓપ્સન ઉપર ગઈ. ઓહ! આના દસ હજાર તો બાકી જ છે. પણ એનો વાંધો નહિ લેટ ફી ભરીને અપાઈ દઈશ. સૌથી પહેલાતો આ ઘૂંટણ નું કઈ કરું. જો ચાલવા ફરવામાં પ્રોબ્લેમ થશે તો કામ જ કઈ રીતે થશે. અને કામ વગર તો ચાલશે જ નહિ. હજુ તો હા , નાં કરીને પણ આદિનાં સાત વર્ષ ખેચવાના છે. અને પાછુ એને યાદ આવ્યું કે ઓફીસમાં સુનીલએ કહ્યું હતું કે આમ એકલા સ્ટ્રગલ કરે છે, હું પણ એકલો જ છું ચાલ સાથે સ્ટ્રગલ કરીએ. અને એ વખતે એને સાફ શબ્દોમાં નાં કહી દીધું હતું. એ વાતને આજે ૪ વર્ષ થયા શુનીલ પણ સિંગલ જ છે અને હાલ બંને એક જ ઓફીસમાં સાથે સારા ફ્રેન્ડસ છે. શિવાનીએ વિચાર્યું કે શું એને કોઈની જરૂર છે. ? પાછું પોતાની રીતે જ જવાબ આપ્યું નાં ક્યા જરૂર છે. ? અત્યાર સુધી જરૂર નથી પડી હવે શું કામ જરૂર પડવાની. પણ જે હોય એ શુનીલ વ્યક્તિ તરીકે સારો છે. પણ કોઈ સારો હોય એનો ફાયદો ઉઠાવવો ન જોઈએ.

            ઘડિયાળમાં જોયું ૧ વાગતો હતો. એને મોબાઈલ બાજુમાં મુક્યું અને ઊંઘવાનો પ્રયત્ન કર્યો . આંખો મીચી અને જે વિચારો હતા એ એક જ ઝટકે દુર કર્યા અને ઊંઘવા લાગી પરતું ઊંઘ ન આવી. પાછું મોબાઇલ હાથમાં લીધું અને એની ફેવરેટ વેબ સીરીજ જોવા લાગી. ભૂખ લાગી છે એમ વિચારીને કિચનમાં ગઈ અને પાપડ લઇ શેકવા લાગી. પાપડ જોઈને યાદ આવ્યું થોડા વર્ષો પહેલા આદિ એ કહ્યું મમ્મી પાપડ આવી સીધી રીતે ગેસ ઉપર નહિ મુકવાનું પહેલા ફ્લેમ મુકવાની અને પછી પાપડ શેકવાનું અને એ વિચારથી એ હસી ગઈ. પણ એને શીધો જ ગેસ ઉપર પાપડ શેકી લીધું. અને વિચાર્યું એક દીકરાની સાથે જો દીકરી પણ થઇ હોત તો કેટલું સારું રહેતું. દીકરી તો હોવી જ જોઈએ, ખબર નહિ લોકો કેમ દીકરી નાં જનમથી દુખી થતા હશે. પણ  કઈ નહિ દીકરો પણ દોસ્ત બનીને જ રહે છે, પાપડ શેકાઈ જતા એ પાછી રૂમમાં આવી અને સમય જોયો .. ૧: ૧૦ ! ઓહ...

            પાપડ ખાતા ખાતા એને મોબાઈલમાં સીરીજ જોવાનું ચાલુ રાખ્યું. એને પાછું યાદ આવ્યું કે કાલે ઓફીસમાં એને એક PPT બનાવવાની છે અને એ ખુબ જ જરૂરી છે. આટલો બધો કામ કઈ રીતે થશે ? એક તો આ કામ મારું નથી જેનું છે એ તો મસ્ત ફેમીલી સાથે ફરવા ગયો છે અને એનાં કામની જિમ્મેદારી મને આપવામાં આવેલ છે. આવું થોડી ચાલે? હું તો રોબોર્ટ છું કે જ્યાં કોઈ કામ બાકી હોય અથવા કોઈ રજા ઉપર હોય તો એના કામની જવાબદારી મને આપી દેવામાં આવે. આટલું વિચાર્યું પણ તરત જ પોતાના ઉપર ગર્વ થવા લાગ્યો કે ઓફીસ માં જે કામથી બધા ભાગે છે એ જ કામ એને આપવામાં આવે છે કારણ કે એને બધી કામગીરી ફાવે છે ઉપરાંત એ ખુબ જ હોશિયાર પણ છે. એટલે તો જ આટલી ઝડપી સફળતા મળી રહી છે એને. પાપડ ખાયને પાણી પીધું. થોડુક અવાજ થતા આદિ થોડોક હાલ્યો. એ તરત જ જ્યાં હતી ત્યાં ઉભી રહી ગઈ સાંસ લીધા વગર. સવારે આદિએ કહેલ શબ્દો યાદ આવ્યા, મમ્મી આજે દવાખાને જઈને બતાવી આવજે. તારું ધ્યાન રાખ. પગનો દુખાવો કેમ જતું નથી. તું છેલ્લે ગઈ હતીને ઓર્થોપેડિક પાસે. ... ઓર્થોપેડિક પાસે ક્યા ગઈ હતી એ. ઓર્થોપેડિક પાસે જવું એટલે ઓછામાં ઓછા પાંચ હજારનાં ખર્ચામાં ઉતરવું... નાં નાં ઓર્થોપેડિક પાસે નથી જવું. મેડીકલ ઉપરથી દવા લઈશ તો સારું થશે. એમ વિચારી પાછુ ઘડિયાળ તરફ જોવાઈ ગયું. હવે એને કંટાળો આવ્યો એને ઊંઘવું હતું પરતું એ ઊંઘી શકતી ન હતી. જો એ  વધારે જાગશે તો પાછા એ જ નેગેટીવ વિચારો આવ્યા કરશે. પણ શું થાય ઊંઘ તો આવવાનું નામ જ નથી લેતી. ૩:૩૦ થઇ ગઈ હતી.

            છેલ્લે એને બુક આંચવાનો પ્રયત્ન કરવા લાગી . આજે જ ઓનલાઈન મંગાવી હતી પરતું જોવાનો ટાઈમ ન હતો પોઓલ કોએલોની એલ્કેમિસ્ટ હતી . અને એને વિશ્વાસ હતો કે એ બુક હાથ માં લેશે એવી જ ઊંઘ આવી જશે. એટલે એને વાંચવાનું ચાલુ કર્યું. ૮ -૧૦ પેજ વાંચ્યા અને ઘડિયાળમાં જોયું ૪:૧૦ થતી હતી. બુક વાંચવાથી પણ ઊંઘ ન આવતા એને ગુસ્સામાં બુકને દુર ફેકી અને ઓશીકામાં માથું નાખી ઊંઘવા નો  નિષ્ફળ પ્રયત્ન કર્યો. આટલી લાંબી રાત એકલા એકલા વિતાવવી એના કરતા કોઈ સાથે હોય તો કેવું સારું થાય. અને ભગવાનની સામે જાને ફરિયાદ કરતી હોય એવું લાગ્યું અને પાછુ જ વિચાર આવ્યો કે જે બે લોકો સાથે રહે છે એ થોડી આટલી શાંતિથી રહે છે. અને ઓફીસની એક કર્મચારીની વાત યાદ આવી જેમાં એ એના પતિ સાથે બીકુલ બનતું ન   હોવાની વાત કરે છે અને પાછુ એને કહે પણ છે કે શિવાની તું લકી છે તારે આવી કોઈ ઝંઝટ જ નથી. ઓશિકામાં માથું રાખેલ શિવાનીને હસવું આવી ગયું. અને વિચાર્યું હા મારી લાઈફ છે તો ખુબ જ સરસ કોઈ ઝંઝટ જ નથી. પાછું ઘડીયારમાં જોયું ૫:૧૫ થતી હતી હવે ઊંઘવાનો કો અર્થ નથી ૬ વાગે તો આદિને જગાડવો પડશે સ્કુલ માટે.  અને એ આમ જ પડી રહી. ક્યારે ઊંઘ આવી એ ખબર ન રહી. સવારે જાગી તો ૯ વાગતા હતા. એ એકદમ ઉભી થઇ જોયું તો આદિ એની પથારીમાં ન હતો. એને મોબાઈલ હાથ માં લીધું તો સ્ક્રીન ઉપર આદિ નો મેસેજ હતો.. મમ્મી રાત્રે જલ્દી ઊંઘવાનો રાખો. આજે મને ઉઠવામાં મોડું થયું પણ હું સમયસર સ્કુલ માં પહોચી ગયો. મેં ચા બનાવીને મૂકી છે પી લે જે. .... આદિ નો મેસેજ વાચી ગઈ કાલ રાત્રીનો બધો થાક ઉતરી ગયો. અને એ ચા પીવા કિચન માં ગઈ.