Street No.69 - 40 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -40

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -40

હસરત એની ચેમ્બરમાં સ્ક્રીન પર એની કોરીયો ગ્રાફર પલ્લવી અરોરાનાં ગીતનું સ્ક્રીનીંગ જોઈ રહેલો એણે ગીત જોતાં એનાં વખાણ કર્યા. ત્યાં ઉભેલો નવલ થોડાં સંકોચ અને થોડાં ડર સાથે બધું જોઈ રહેલો.

હસરતે પલ્લવીને એનાં તરફ ખેંચી અને એનાં હોઠ પર ચુસ્ત ચુંબન કરીને કહ્યું “વાહ તારાં હોઠ તો મધુશાલા છે.” એણે પેલીને એનાં તરફ ખેંચી રાખી હતી નવલ બધું જોઈ રહ્યો છે એ હસરતને ખબર હતી એણે નવલને કહ્યું “ક્યા પેઈન્ટર મહાશય દેખા યે ગીત કિતના પ્યારા હૈ ઓર ઉસસે ભી પ્યારી યે હસીના હૈ. નવલ યે ગ્લાસ ઉઠાઓ ઓર આપના પેગ બનાઓ...બેઠો યાર શરમાઓ મત...થોડી દિલ્લગી થોડાં પ્યાર હમારાં દેખ લો...” એમ કહીને હસ્યો.

નવલ સાંભળીને થોડીવાર એમજ ઉભો રહ્યો અને પછી સંકોચ સાથે બોલ્યો..” .માલિક આપ ખુશિયાં લુંટો હમારી હેસિયત નહીં હૈ હમેં ઘર જાના હૈ. હમારી ...”

ત્યાં હસરતે પલ્લવીની સામે જોઈ કહ્યું "મેરી જાન તુમ ક્યાં કહેતી હો ? જાને દું યે હડ્ડી કો ? પલ્લવીએ આખો ગ્લાસ મોઢે માંડી દીધો પછી બોલી સર ઉસકો જાનેદો બુઝુર્ગ આદમી હૈ...હમ પાર્ટીકા મઝા લેતે હૈ...”

નવલને આવું સાંભળી આનંદ થયો...એણે હસરતની સામે જોયું...હસરતે ગંદી રીતે હસતાં કહ્યું “ઠીક હૈ તુમ જાઓ આજતો હમારી બાંહોમેં હુશન હૈ...કલ દેખેંગે..”.નવલે તરતજ કહ્યું “શુક્રીયા માલિક.” અને આગળ કશુંજ સાંભળ્યાં વિના ત્યાંથી નીકળી ગયો.

*****

કમલા રીતસર રડી રહી હતી એ બોલી "આપણે ફસાઈ ગયાં છીએ...અચ્યુંતભાઈએ આપણને કામ આપી ઠેકાણે પાડ્યા પણ માલિક સુવ્વર જેવો કામાંધ છે એ આપણને "ઠેકાણે" પાડી દેશે શું કરશું ? એની નજર આપણી દીકરી ઉપર છે...”

કીચનમાં રસોઈ કરતી અન્વીનાં કાન એનાં માં બાપની વાત પર હતાં. એ બધોજ સીનારીઓ સમજી ગઈ હતી એને ખબર હતી કે સ્ટુડીયોનાં માલિક હસરતની ગંદી નજરમાં એ ફસાઈ ચુકી છે. એ પણ ખુબ વ્યથિત હતી કે આ ખુબ ખોટું થયું છે મારાં માં બાપ મારાં કારણે પીડાઈ રહ્યાં છે. સ્ટડીયોમાં કામ કરનાર આદી શર્મા... આદીત્ય શર્મા અન્વીને પસંદ કરતો અને ઘણીવાર મદદ કરતો એને અન્વી માટે આકર્ષણ હતું પણ કદી અન્વીને પ્રપોઝ નહોતું કર્યું અન્વી પણ આ જાણતી હતી કે આદી મને પસંદ કરે છે.

આદી અને અન્વી સાથે કામ કરતાં સેટ લગાવવા ફીટીંગકામ હોય કે આર્ટીસ્ટ લોકોને ચા પાણી આપવાના એ અન્વી કરી લેતી આદીનો સાથ એને ગમવા માંડેલો. અન્વીને વિચાર આવ્યો આજે કામ કરતાં કે આદીને એ બધું કહી દેશે કે હસરતની નજર મારાં પર બગડી છે પછી જોઈએ એ શું કહે છે ? પણ માલિક સામે કોણ થાય ? અહીંયા મુંબઈમાં એમજ નોકરી ક્યાં મળી જાય છે ખુબ અઘરું છે કામ શોધવું એ બધાં વિચારોમાં અટવાયેલી હતી...

કમલા અને નવલ બંન્ને ચિંતામાં હતાં નવલે એનાં કબાટમાંથી સાચવી રાખેલી બોટલ કાઢી અને સીધી નીટ જ મોઢે લગાવી.

કમલાએ એને દારૂ પીતો જોઈને ચિલ્લાઈ ઉઠી “આ શું કરો છો ? અહીં આટલી ચિંતા છે અને તમે...?” નવલે કહ્યું “મને પીવા દે હું જે જોઈ સાંભળીને આવ્યો છું એ રાક્ષસ મારી છોકરી સાથે...હું નથી સહી શકતો...”

કમલાએ કહ્યું “તમે આ બોટલ ક્યાંથી લાવ્યાં ? આટલા પૈસા ક્યાંથી આવ્યાં ? અહીં મજૂરી કરી કરીને બધો ખર્ચો કાઢીએ છીએ અને તમને ઐયાશી સૂઝે છે ? ચિંતા અને દુઃખ તમને એકલાને છે ?”

નવલે કહ્યું “આ ઐયાશી છે ? ઐયાશી કોને કહેવાય એ જોવાં માલિકને જો...એને ઐયાશી કહેવાય હું તો મારો ડર છુપાવવા આનો આશરો લઉં છું.”

કમલાએ કહ્યું “સાવીને વાત કરીને આનો ઉકેલ લાવી દઈશું આપણે શા માટે ચિંતા કરીએ છીએ ? સાવી આપણી અઘોરણ થઇ છે એની પાસે શક્તિઓ છે એ ચપટીમાં આ હસરતને સીધો કરી દેશે.”

“સાવી એની બહેનનું જીવન બરબાદ નહીં થવા દે એ નાનકીને લઈને બપોરની ગઈ છે આવતીજ હશે એને બધી પેટછૂટી વાત કરીએ... અન્વીનું જીવન બરબાદ કહી નહીં થવા દે. આવવા દો સાવીને...”

આ લોકોની વાત સાંભળીને અન્વી બહાર દોડી આવી એણે કહ્યું "માં મારુ જીવન છે હું સંભાળીશ તમારે સાવીને કંઈ કહેવાની અને વચ્ચે પાડવાની જરૂર નથી...હું તમને સ્પષ્ટ કહી દઉં છું ખબરદાર તમે સાવીને કંઈ કીધું છે તો...જો કીધું તો ન થવાનું થઈને રહેશે..@.એમ બોલીને એ અંદર જતી રહી.

નવલ અને કમલા બંન્ને જણાં અન્વીની આવી વાત સાંભળીને સડક જ થઇ ગયાં કે પોતાની બહેનની મદદ લેવાની કેમ ના પાડે છે ? સાવીથી એને શું પ્રોબ્લેમ છે ? કમલા ઉઠીને કીચનમાં અન્વી પાસે ગઈ અને બોલી “અન્વી... તું સાવી માટે કેમ આવું વિચારે ? એનાંથી તને શું તકલીફ છે ? તારી બહેન છે એણે અત્યાર સુધી સાધનાઓ કરી છે તો તારી મદદ કરીજ શકે ને કેમ ના પાડે છે ? સાચું કારણ શું છે ?”

અન્વીએ કહ્યું “માં બધાંમાં તમે સાવી સાવી કરો છો જાણે એ ભગવાન થઇ ગઈ. હું એનાંથી મોટી છું અને મારી જાત સાચવવાની મારાંમાં ત્રેવડ છે તમે બધાં એનાં મંત્ર તંત્રનાં ધતીંગમાં ફસાયા છો હું નહીં...એનાં મંત્ર ચાલતાં હોત તો જોઈતું તું શું ? એમ મંત્રથી દુનિયા ચાલતી હોત તો કોઈ કામ મહેનતજ ના કરતું હોત બધાં મંત્રો બોલીનેજ પોતાનાં કામ કઢાવતા હોત મને એનાં પર ભરોસો નથી અને આ ધાર્મિક તંત્ર મંત્ર પર આસ્થા નથી બધાં ધુતારાઓ છે પોતપોતાની ખીચડી પકવે છે લોકને ઉલ્લુ બનાવે છે... મૂર્ખા હોય ત્યાં ધુતારા ભૂખા ના મરે... મારુ હું ફોડી લઈશ.”

અન્વીની વાતો નવલ અને કમલા આશ્ચર્ય અને આઘાતથી સાંભળી રહ્યાં. કમલાએ કહ્યું “અન્વી બેટા તું આ શું બોલે છે ? તું એકલી પેલા હેવાનને પહોંચી વળીશ ? એ ખુબ પહોંચેલો અને વિકૃત માણસ છે... સાવીને વાત કરવાં દે એ તને મદદ કરશે”. અન્વીએ સખ્તાઈથી ના પાડી અને ત્યાંજ દરવાજો ખુલ્યો અને સાવી અને તન્વીએ ઘરમાં પ્રવેશ કર્યો...



વધુ આવતા અંકે પ્રકરણ -41