Street No.69 - 39 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -39

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -39

નવલ એની પત્નિ કમલાને સાંભળી રહેલો. એનો ફોન ચાલુજ હતો ત્યાં ઇકબાલનો માણસ કાદીર...ત્યાં આવ્યો અને બોલ્યો "એય નવલ તેરે કુ ઇકબાલ સાબ બુલા રહે હૈ બાદમેં ફોન પે બાત કરના.. ચલ..” અને એ બધુંજ કમલાએ સાંભળ્યું નવલે ફોન બંધ કર્યો અને કહ્યું "ચલ... પર ક્યાં કામ હૈ ?પેલાએ કહ્યું "મુઝે નહીં માલુમ તું ચલ... "

નવલ કાદીરની સાથે ગયો અને ઇકબાલની કેબીનમાં પ્રવેશ્યો. ઇકબાલે કાદીરને કહ્યું "બસ તું ચલ યહાંસે" પછી નવલ તરફ હસીને કહ્યું “ક્યાં બાત હૈ નવલ તેરી તો નીકલ પડી... “

નવલે કહ્યું "કેમ સર શું થયું ?" મૈને ક્યા કીયા ?” ઇકબાલે કહ્યું “અરે ડરતા કાઇકુ હૈ તેરી નીકલ પડી મતલબ... માલિક તુજપે બહોત ખુશ હૈ તુઝે મશીન પે કામ કરના... વો સબ કોમ્પ્યુટરમેં ડાલકે સીધા પ્રિન્ટ નીકાલનાં ... ડીઝાઇન તેરેકુ બનાની હૈ તુઝે સબ શીખા દૂંગા આર્ટ તેરી તનખ્વા તીન ગુની બઢાદી હૈ... બોલ નીકલ પડી ના... ?’

“નવલ એક બાત બતા ઐસા તુને ક્યાં કર દીયા કી માલિક તુજપે ઇતનાં ફીદા હો ગયે ?”

નવલને મનમાં થયું એ જાનવર મારાં ઉપર નહીં મારી દીકરી પર ફીદા થઇ ગયો છે એનું આ પરિણામ છે. નવલે બધાં વિચાર દબાવીને કહ્યું “ઇકબાલ સર મૈં ક્યાં જાનું ? મૈં તો છોટાસા આર્ટીસ્ટ હું ઓર આપકે દીયે હુએ કામ કરતા હું... મુઝે ક્યાં પતાં ?”

ઇકબાલે કહ્યું “કોઈ બાત નહીં કુછ ના કુછ તો કારન રહા હોગા..’. એમ કહીને નવલ તરફ આંખ મારી... પછી બોલ્યો “અરે તેરી બીવી ઓર લડકી ભી તો યહાં કામ કરતી હૈ ના ? મૈં ને હી સબકો એક સાથ કામ પે લગાવાયા થા... વો સબ તો ખુશ હૈ ના ?”

નવલે હાથ જોડીને કહ્યું “હાં અબતકતો ખુશ હૈ આગે ભગવાન માલિક...” પેલાએ કહ્યું “સારી વાત છે "અલ્લાહ મહેરબાન ગધા પહેલવાન" પછી ખી...ખી...કરીને હસવા લાગ્યો.

નવલ ઉભો ઉભો અપમાનજનક વાર્તાલાપ સાંભળી રહેલો એણે કહ્યું “સાબ મૈં જાઉં ? વો બોર્ડ સબ અંદર લે લીએ હૈ -આગે...” નવલ આગળ બોલે પહેલાં ઇકબાલે કહ્યું "અરે અરે ક્યાં કર રહે હો ? અબ યે સબ કામ આપકો નહીં દેખના હૈ કાદીર દેખ લેગા... આપ ઐસા કરો... જો હમારે યહાં ડીજીટલ પ્રિન્ટીંગ હૈ વો અનવર સંભાલતા હૈ આપ ઉનસે શીખ લો અબ ડીજીટલ સ્કેચ બેનર ઓર સબ બનેગા હાથસે પેઈન્ટીંગ નહીં કરનાં હૈ જમાના આગે બઢ ગયા આપભી આગે બઢ જાઓ”. એમ કહી દાઢમાં હસ્યો.

નવલે કહ્યું “અરે સર મુઝે યે સબ કહા આતા હૈ ?મૈં તો હાથસે પેઇન્ટ કરનેવાલા છોટાસા પેઈન્ટર હું યે તો મેરે હાથસે યે ભી કામ છૂટ જાયેગા...”

ઇકબાલે એની સામે જોયાં કર્યું અને પછી થોડાં કડક શબ્દોમાં બોલ્યો “તું ભી ક્યા સમજ નહીં રહા ... માલિક તુઝે આજકા જમાનેકી બાતે ઔર નયા કુછ શીખાના ચાહતે હૈ ઓર તું ઉલ્ટા પુલ્ટા બોલતા હૈ તુઝે યે નયા કામ શીખના હૈ... એ "આપ" ઉપરથી તું પર આવી ગયો.

પછી ઇકબાલ થોડો નરમ પડ્યો એણે કહ્યું “નવલ માલિક કા હુકમ હૈ તું જાકે અનવર સે મીલ ઓર જો બતાયે ઐસે કામ કર... વૈસેભી તુઝે તીન ગુની પગાર મિલની હૈ... પછી દબાતા સ્વરે બોલ્યો તેરી છોકરી કી વજહ સે..”. અને ચૂપ થઇ ગયો.

નવલ સાંભળ્યું ના સાંભળ્યું કરી ત્યાંથી નીકળી ગયો. કમલા ચિંતામાં પડી ગઈ હતી કે ક્યારે સાંજ પડે ઘરે જઈ અને નવલ સાથે વાત કરે... જુવાન છોકરી આજે તારવાની જગ્યાએ ડુબાડવાની છે એ સમજાઈ ગયું હતું.

અનવર સાથે બધું ધીમે ધીમે નવલ સમજી રહેલો... સાંજ પડી ગઈ હતી... અનવરે કહ્યું “બાકી સબ કલ દેખેંગે અબ મુઝે બંધ કરના હૈ તું કલ શીખ લેના. નવલે કહ્યું સચમેં મુઝે અચ્છા લગા મૈં જલ્દી શીખ જાઉંગા..”.અનવર દાઢમાં હસ્યો...

અનવર સ્ટુડીયોમાંથી નીકળવાની તૈયારી કરતો હતો અને ત્યાં કાદીર નવલ પાસે આવ્યો અને કહ્યું “નવલ તેરી તો સચમેં નીકળ પડી હૈ ચલ માલિક બુલા રહે હૈ...”

નવલને આશ્ચર્ય થયું એણે કહ્યું “કાદીર મેરી વાઈફ કો બતાદું મૈં વો લોગ મેરા ઇન્તેઝાર કરેંગે.’ કાદીરે કહ્યું “એલોકોને ઘરે જવાં કહી દીધું છે તું માલિક બોલાવે છે ત્યાં ચલ...” નવલે કહ્યું “ભલે ચલ...”

હસરતની એસી ચેમ્બરમાં એનાં સ્ક્રીન ઉપર આવનાર મૂવીનું ગીત ચાલી રહેલું એનાં કોરીયોગ્રાફરે લેટેસ્ટ જે તૈયાર કર્યું હતું એનાં ફાઇનલ સ્ક્રીન ટેસ્ટ એ જોઈ રહેલો એનાં હાથ પગ મ્યુઝીક પર થીરકતાં હતાં એનું ધ્યાન સ્ક્રીન પર હતું એની બાજુમાં જુવાન કોરીયોગ્રાફર હાથમાં તાળી આપીને તાલ સમજાવી રહી હતી અને ત્યાં કાદીરે નવલને એની ચેમ્બરમાં લઇ આવ્યો.

નવલ જેવો અંદર આવ્યો હસરતની એનાં પર નજર પડી...એણે થોડીવાર સ્ક્રીન તરફ જોયાં કર્યું અને પછી કાદીર તરફ નજર કરીને કહ્યું “જા અમારાં ત્રણે માટે પેગ બનાવી લાવ..”. પછી પેલી યંગ -કોરીયોગ્રાફર સામે જોઈને આંખ મારીને પૂછ્યું “હેય પલ્લું તું લઈશ ને ?” પછી જવાબની રાહ જોયાં વિનાંજ બોલ્યો “આ તારાં ગીતની સક્સેસમાં તારે તો લેવું પડે..”. એમ કહીને ખંધુ હસ્યો.

પેલીએ કહ્યું “ખાન સાબ તમને કેવી રીતે ના પાડું ? તમે મને તમારી મુવીમાં બ્રેક આપ્યો છે મારાં માટે મારાં જીવનનું પહેલું સેલીબ્રેશન છે.’ એમ કહીને હસી...

હસરતે કહ્યું “તારું આ ગીત મને ખુબ ગમ્યું છે આ ફીલ્મ ઇન્ડસ્ટ્રીમાં તહલકો મચાવી દેશે તું સ્ટાર કોરીયોગ્રાફર બનીજ ગઈ સમજી લે અને ઇકબાલને કહું છું તને 10 લાખનું પેમેન્ટ પણ કરી દે બધાંજ ગીતો આવાં હીટ થવા જોઈએ.”

પલ્લવી અરોરા તો સાંભળીને અડધી અડધી થઇ ગઈ અને હસરતે એને પોતાનાં તરફ ખેંચી અને...



વધુ આવતા અંકે પ્રકરણ -40