Prem Asvikaar - 4 in Gujarati Love Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | પ્રેમ અસ્વીકાર - 4

Featured Books
Categories
Share

પ્રેમ અસ્વીકાર - 4

હર્ષ ખુશ હતો કે એને ઈશા એના ક્લાસ માં મળી અને એ પણ જેવી છોકરી ની રાહ જોઈ રહ્યો હતો એવી છોકરી એને મળવા જશે, એ જલ્દી જલદી બસ સ્ટેન્ડ માં પહોચી જાય છે અને ત્યાં જઈ ને તે બેસી જાય છે, ત્યાર બાદ તે થોડી વાર રહી ને ત્યાં પાર્લર એ બોટલ લેવા જાય છે ત્યાં જાય છે તો એને એ આગળ નાં દિવસે જે ભાઈ હતા એ ભાઈ જોવા મળે છે અને બોલે છે કે " મને એક બોટલ આપો" " ત્યાં પેલા પાર્લર વાળા ભાઈ એ કીધું કે હા બહાર નાં ફ્રીઝ માંથી લઇ લો" હર્ષ એ બોટલ લીધી અને ત્યાં ને ત્યાં ખોલી ને પીવા લાગ્યો ત્યાં તો પેલા ભાઈ એ પૂછ્યું કે કોલેજ માં છો? " " હા બાજુ માં છે એ " " હા સારી કોલેજ છે" ત્યાર પછી હર્ષ ત્યાં થી વાત કરી ને ચાલવા લાગ્યો, અને બસ સ્ટેન્ડ માં પાછો બેસી ગયો.
હર્ષ ને ત્યાં ઈશા જોવા નાં મળી કે તે પેલા ભાઈ કોણ છે તે ઓળખી નાં સક્યો, પણ એને એ વાત ની ખુશી હતી કે ઈશા એના રૂમ માં છે. થોડી વાર માં તે બસ આવે છે અને બસ માં બેસી ને ઘરે ચાલ્યો જાય છે.
ઘર જઈ ને તે જમી ને તેના રૂમ માં ચાલ્યો જાય છે,રૂમ માં જઈ ને ખુશી ના મારે તે એમ તેમ ગીતો ગવા લાગે છે.ત્યાં તે બપોરે સૂવાના ટાઈમ એ તે ટી વી માં ગીતો ચાલુ કરી ને તે આનંદ માણવા લાગે છે. પછી વિચાર કરે છે કે "એમ તો ઈશા પરફેક્ટ છે પણ એની કાસ્ટ શું છે એ હવે જણાવી પડશે કારણ કે કાસ્ટ અમારા જેવી હશે તો જ હું આગળ વાત ચલાવીશ કારણ કે જો કોઈ કાસ્ટ વગર પ્રેમ કરી ને પછી પ્રેમ વધારી ને જુદા પડીએ, અને કાસ્ટ મેચ નાં થાય એટલે બંને ને અલગ નાં પડવું પડે એના કરતાં આપડા કાસ્ટ ની છોકરી ને પસંદ કરી ને એના સાથે સપના જોવા એ વ્યાજબી રેહસે, એટલે કાસ્ટ હવે મહત્વ ની રહશે.
એમ ને એમ વિચારતા વિચારતા તે બપોર નાં પોર માં સુઈ જાય છે અને સાંજે તે કોલેજ નાં ટ્યુશન માં ચાલ્યો જાય છે. ત્યાં પણ એને એજ વિચારો થઈ રહ્યા હતા,
પછી હર્ષ એના રૂમ માં બેસી ને એ એના કબાટ માંથી એક બુક કાઢે છે અને એમાં એ ઈશા વિશે લખવા લાગે છે અને એના કોલેજ નાં દિવસો ને તે એ બુક માં લખે છે, ત્યાર બાદ તે વિચારે છે કે જો એ મારી કાસ્ટ ની નાઈ હોય તો હું એને જસ્ટ ફ્રેન્ડ અને એને પ્રેમ નો ફોર્સ નાઈ કરું, એટલે કે હું એને પસંદ કરીશ પણ એના પ્રેમ માં અંદર નાઈ ઉત્રું કે વધારે પ્રેમ વધે એવા હાલાત નાઈ થવા દઉં.એમ વિચારી ને તે સુઈ જાય છે.હવે એતો આગળ નો સમય અજ બતાવશે કે શું તે હર્ષ નાં લાયક છે કે નહિ.
ત્યાર પછી સવારે વેહલાં ઉઠી ને તરતજ મંદિરે જાય છે અને ભગવાન ને પ્રાથના કરે છે જે હે ભગવાન તમે ઈશા નાં વિશે સાચવી લેજો એટલે કે ભગવાન મારી જે ખવૈશ છે એજ રીતે હોય અને એ એજ કાસ્ટ ની હોય જે હું છું એમ કહી ને તે બહાર મંદિર ની જવા જાય છે એવા માં એને ઈશા ત્યાં ઊભી દર્શન કરતી દેખાય છે.