રાજસભામાંથી બધા જઈ રહ્યા હતા ત્યાં અર્જુને કહ્યું,
“પદમા,મારે તારી શાશ્વત, શ્લોક અને રેવતી સાથે એક ચર્ચા કરવી છે.”અર્જુનની વાત સાંભળીને તેઓ રાજસભામાં જ રોકાયા અને બાકીનાં બધા ચાલ્યા ગયા.
અર્જુને શ્લોક અને શાશ્વત સામે જોયું અને કહ્યું,
“શ્લોક,શાશ્વત મને સારંગ પર જરા પણ ભરોસો નથી.મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે બધા જો રણમેદાનમાં ચાલ્યાં જઈશું તો સારંગ જરૂર પાછળથી પદમાને લઈ જવાનો પ્રયત્ન કરશે.માટે હું ઈચ્છું છું કે તમે બંને અને રેવતી પદમાને કોઈક સુરક્ષિત જગ્યાએ લઈ જઈ તેનું રક્ષણ કરો.”
“પરંતુ અર્જુન સારંગ બહુ શક્તિશાળી છે.”શાશ્વતે કહ્યું.
“મિત્ર શાશ્વત, તું ચિંતિત ન થા.મારી સાથે મારો પરિવાર અને વિદ્યુત છે. પરંતુ જો તમે બંને પણ યુદ્ધમાં આવશો તો પદમા અહીં એકલી થઇ જશે.”
અર્જુનની વાત સાંભળીને શાશ્વત અને શ્લોકે એકબીજા સામે જોયું અને કહ્યું,
“અમને તારી વાત માન્ય છે.”
બીજા દિવસે સૂર્યોદય પહેલાં જ શાશ્વત અને શ્લોક પદમાને લઇને એક સુરક્ષિત સ્થળે પહોંચી ગયાં અને સૂર્યોદય થતાં જ શરૂ થયું એક પ્રચંડ યુદ્ધ.શૉર્યસિંહે અને અર્જુને સૈનિકોનો ઉત્સાહ વધારવા જુસ્સાથી ભરપૂર શબ્દો કહ્યા.
“आरम्भ है प्रचण्ड, बोले मस्तकों के झुंड
आज जंग की घड़ी की तुम गुहार दो
आन बान शान या कि जान का हो दान
आज इक धनुष के बाण पे उतार दो
आरम्भ है प्रचण्ड...
એક ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું હતું એક દુષ્ટનાં અંત માટે,એક નારીનાં સન્માનની રક્ષા માટે.
સૂર્યાસ્તને હવે થોડાં સમયની જવાર હતી. અર્જુનની સેના સારંગની સેના પર ભારે પડી રહી હતી. ત્યાં જ અર્જુનનું ધ્યાન સારંગનાં રથ પર ગયું.તે સારંગગઢ તરફ જઇ રહ્યો હતો.
“સારંગ, મૃત્યુ સામે જોઇને કાયરોની જેમ શા માટે ભાગી રહ્યો છે?હિંમત હોય તો મારો સામનો કર.”અર્જુન ચિલ્લાયો.પરંતુ સારંગનો રથ તેની એક પણ વાત સાંભળવા ન રોકાણો.
“અર્જુન, તું તેની પાછળ જા. અહીં અમે જોઈ લેશું.”દુષ્યંતે કહ્યું.
દુષ્યંતની વાત સાંભળીને અર્જુન પણ સારંગગઢ તરફ ગયો.અર્જુને સારંગગઢની સીમાની બહાર જ સારંગનાં રથનાં પૈડાં પર તિર ચલાવ્યું તેથી તેનો સારંગ નીચે પડી ગયો.એ જોઈને અર્જુન પોતાનાં રથથી નીચે ઉતર્યો અને સારંગ પાસે જઈને તેનું મુખ પકડીને ઉભો કર્યો.તેનું મુખ જોઈને અર્જુન ચોંકી ગયો કારણકે એ સારંગ નહીં પરંતુ સારંગનાં વેશમાં તેનો કપટી મિત્ર ભાનુ હતો.અર્જુનનાં હાવભાવ જોઈને ભાનુ હસવા લાગ્યો.
“ભાનુ તું અહીં તો સારંગ….?પદમા…”અર્જુન ચિલ્લાયો અને પોતાની તલવાર ભાનુની છાતીની આરપાર કરી નાંખી.
…
પદમા,રેવતી ,શાશ્વત અને શ્લોક એક સારંગગઠથી થોડે દુર આશ્રમમાં બેઠાં હતાં.
“પદમા…”ત્યાં પહોંચેલા સારંગે કહ્યું.
સારંગને જોઈને પદમા અત્યંત ગભરાઇ ગઈ.તેને પ્રસ્વેદ વળવા લાગ્યો.
“શ્લોક, તું રેવતી અને પદમાને લઈને જા. હું અહીં છું.”શાશ્વતે કહ્યું.
“મારાં સૈનિકોએ આશ્રમને ચારેબાજુથી ઘેરી લીધો છે. પદમા,હવે તને મારી થતાં કોઈ નહીં રોકી શકે.”સારંગે કહ્યું અને હસવા લાગ્યો.
તેને હસતો જોઈને શાશ્વત અને શ્લોકે તેના પર હુમલો કર્યો.તે ત્રણેય વચ્ચે થોડી વાર યુદ્ધ ચાલ્યું.સારંગે શાશ્વત અને શ્લોકને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. સારંગે શાશ્વત સામે જોયું અને પોતાની તલવારને વડે તેને મારવા ગયો પરંતુ શ્લોક વચ્ચે આવી ગયો. તેથી એ તલવાર શ્લોકને લાગી ગઇ અને એ ફસડાઇ પડ્યો.
“મહારાજ, અર્જુન આશ્રમ તરફ આવી રહ્યો છે.”એક સૈનિકે કહ્યું.
તેની વાત સાંભળીને સારંગ ચિલ્લાયો અને પદમાનાં માથાં પર હળવો ઘા મારી તેને ઉઠાવીને લઇ ગયો.
“મારાં સંતાનને અર્જુનની જેમ બહાદુર બનાવજે.”શ્લોકે અંતિમ શ્વાસ લેતાં લેતાં શાશ્વતને કહ્યુ.
…
સારંગ બળજબરીથી પદમા સાથે સારંગ ગઢના મંદિરમાં વિવાહ કરી રહ્યો હતો.તે પદમાને મંગળસૂત્ર પહેરાવે એ પહેલાં જ અર્જુન ત્યાં આવી ગયો. તેની અને સારંગ વચ્ચે ભયંકર યુદ્ધ થયુ.ત્યાં જ સારંગનો પગ લપસ્તા તે એ મગરોની ખીણમાં પડી ગયો.એ જોઈને પદમાર્જુને રાહતનો શ્વાસ લીધો.
અર્જુને પોતાની પાસે રહેલ પાયલ કાઢ્યું અને પદમાને પૂછ્યું, “મારો સાથ આપીશને.”
પદમાએ પોતાનો નકાબ હટાવી સંમતિ આપીદીધી.
...
સંપૂર્ણ