Street No.69 - 38 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -38

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -38

સાવી ધ્યાનમાં બેઠી બધુંજ જાણે જોઈ રહી હતી. એણે જોયું એનાં પિતા જે સ્ટુડિયોમાં કામ કરતાં એનો માલિક અચાનક જ્યાં બોર્ડ ચીતરાતા, તૈયાર થતાં હતાં ત્યાં આવી ચઢ્યો. એણે પેઈન્ટર નવલકિશોરને થોડી સૂચના આપી અન્ય માણસોને બોર્ડને ઉંચકીને અંદર લાવવા કીધાં. ત્યાં અચાનક એની નજર અન્વી ઉપર પડી એ એનાં પાપાની સૂચનાથી પીંછી અને બ્રશ સાફ કરી એકઠાં કરી રહી હતી.

ત્યાં સ્ટુડીયો માલિક હસરતની નજર અન્વી ઉપર પડી... એ જુવાન છોકરી તરફ જોઈ રહ્યો એ જે રીતે બેઠી હતી એનાં વક્ષસ્થળ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અને જુવાની જાણે ડોકીયાં કરતી હતી. હસરતની અંદરનો વાસનાનો રાક્ષસ સળવળી ઉઠ્યો એની જીભ એનાં હોઠ પર આવી ગઈ... એણે તરતજ નવલકિશોરને ઉભો રાખી અન્વી પર દ્રષ્ટિ કરીને પૂછ્યું "નવલ આ છોકરી કોણ છે ?આપણાં સ્ટુડિયોમાં કામ કરે છે ?" એની લોલુપ નજર સતત અન્વીનેજ જોઈ રહી હતી.

નવલકિશોર હસરતની ગંદી નજર પારખી ગયો એણે કહ્યું "માલિક એ મારી દીકરી છે સૌથી મોટી... એ અહીં મારી સાથે અને સ્ટુડીયોનાં અન્ય કામ કરે છે. મારી પત્નિ પણ અહીંજ કામ કરે છે સ્ટુડીયોમાં...” તરત એણે અન્વીને છણકો કરી કહ્યું “અન્વી જા અંદર બીજાં કામ પતાવ... હું બ્રશ પીંછી વગેરે લઇ લઈશ તું જા...”

અન્વી હસરત અને એનાં પાપા તરફ એક નજર કરી શરમાતી અંદર તરફ જતી રહી...

હસરત સમજી ગયો કે નવલે સમજી વિચારીને એની છોકરીને અહીંથી કાઢી. હઝરતે ગુસ્સો દબાવી નરમાશથી કહ્યું "નવલ તને અહીં આવ્યે કેટલો સમય થયો ? અને તને અને તારાં ફેમિલીને અહીં કામે કોણે લગાડ્યા ? તારી પત્નિ ક્યાં કામ કરે છે ? તારી આ મોટી... તો કેટલી છોકરીઓ છે ?" એમ કહી નવલને બધુંજ પૂછી લીધું.

નવલે કહ્યું "સર મારી મોટી અહીં સ્ટુડિયોમાં મને મદદ કરે અને બીજાં બતાવેલાં કામ કરે છે મારી પત્નિ અહીં બધાં સીવવાનાં કામ કરે છે ડ્રેસ,પડદાં જે આપવામાં આવે એનું સિલાઈકામ કરે છે એ એમાં નિપુર્ણ છે. માલિક હું હું પેઈન્ટર છું અહીંના બોર્ડ બનાવું છું અને હવે મશીન પર બનાવતાં પણ શીખું છું..." નવલે સમજીને એવું જણાવ્યું નહીં કે એલોકોને અચ્યુતે અહીં કામે લગાડ્યા છે એ હસરતને સારી રીતે ઓળખતો હતો.

સ્ટુડિયો સ્ટાફમાં,કલાકારો,અહીં કામ કરનારાં બધાંનાં મોઢે હસરતની કરતૂતો સાંભળી હતી એ ખુબ મોટો માણસ અને ઉગ્ર સ્વભાવનો હતો. સ્ટુડિયોમાં કોઈ એવી છોકરી બાકી નહીં હોય કે એણે ભોગવી ના હોય. અહીં કોઈ પત્નિ કે બહેન દીકરીને લાવતાંજ નહીં. મોડાં વહેલાં હસરતની નજર પડે અને શિકાર થાય જ.

સ્ટુડિયોમાં કામ કરનાર બધાંજ બધુંજ જાણતાં હતાં. હસરતે અહીં કામ કરતાં કે સ્ટુડીયોમાં આવતાં ડાયરેક્ટર,ડાન્સમાસ્ટર, કોરિઓ ગ્રાફર,સિનેમેટોગ્રાફર,વિડીયોગ્રાફર, પ્રોડ્યુસર્સ, કેમેરામેન બધાંને મજા કરાવી હતી અને જે લોકોને ઐયાસી અને વાસનામાં રસ હતો બધાં હઝરતના હાથ નીચે રમતાં... રોજ કોઈને કોઈનો શિકાર કરતાં...

હસરત થોડીવાર નવલ સામે જોઈ રહ્યો અને કહ્યું "તું મશીન પર શીખી લે તો તારું કામ વધુ દેખાશે તું અચ્છો પેઈન્ટર છે હું સ્ટુડીયો મેનેજર ઇકબાલને કહી દઉં છું તારાં પર ધ્યાન આપે અને તારો રોજ બમણો કરી દે. તારી ફેમીલીને અહીં કોઈ અગવડ નહીં પડે... બીજું નવલ તારી દીકરી આટલી સુંદર છે તો એને ફીલ્મમાં કોઈને કોઈ રોલ મળી જશે તું કહે તો એનો ચાન્સ મરાવી દઉં... તું બંગાળી છે ને ? બંગાળી લોકો જન્મજાત આર્ટિસ્ટ હોય છે જો તું પેઈન્ટર તારી પત્નિ કપડાં સીવે છે અને તારી દીકરી હીરોઇન શું કહે છે ?"

"આતો રેતીમાં પડેલું રતન છે... હાં પહેલાં એને સરસ રીતે પોલીશ કરી ઘાટ ઘડવાનાં... એને મોટી હીરોઇન બનાવી દઈશ... અલ્લાએ એને ખુબસુરત તન બદન તો આપ્યુંજ છે બોલ શું કહે છે ?"

નવલકિશોર હસરતની બધીજ... હસરત... સમજી ચુકેલો એણે થોડીવાર હસરતની સામે જોયું અને બોલ્યો "તમારો ખુબ ખુબ ઉપકાર... પણ હું મારી પત્નિ અને દીકરી બંન્નેને પૂછી લઉં એમની શું મરજી છે ? મને તો ખુબ આનંદ થયો એનું જીવન બની જશે. ઈશ્વરની કૃપા છે દીકરીઓ મારી રૂપાળી અને દેખાવડી છે પણ એ લોકો પણ ખુબ સમજું અને સંસ્કારી છે... આપતો માલિક છો તમારાંથી અમારું પૂરું થાય છે હું તમને સાંજે જવાબ આપીશ. "

હસરતને એનો જવાબ સાંભળી એનો ઈગો હર્ટ થયો છતાં એની લોલુપતા અને લાલચે કાબુમાં રહ્યો, એણે કહ્યું "તું ખાનદાની છે કહેવું પડે કેટલું વિચારે છે... તું પૂછી લે બધાને... બાકી હીરોઈન બનવા માટે તો અહીં મુંબઈ સ્ટેશને રોજ હજારો છોકરીઓ ઉતરે છે... તને સીધો ચાન્સ આપું છું... તારાં નિર્ણય ઉપર તમારાં બધાનું ભવિષ્ય નિર્ભર છે "એમ કહી કરડી આંખ કરી જતો રહ્યો.

નવલ કિશોર અંદરથી સાવ ગભરાઈ ગયો હતો એને વિચાર આવ્યો... અન્વી એની આંખમાં આવી ગઈ છે એ જનાવર એને હવે નહીં છોડે શું કરું ? એણે તરતજ મોબાઈલ કાઢી અન્વીને ફોન કર્યો અને પૂછ્યું “અન્વી તું ક્યાં છું ?"

અન્વીએ કહ્યું "પાપા શું થયું ? હમણાં સુધી તો હું તમારી સાથેજ હતી હવે અહીં માં પાસે છું કાપડ કાપીને તૈયાર કરી આપું છું " કેમ આમ ગભરાયેલાં છો ?”

નવલકિશોરે કહ્યું “તારી મમ્મીને ફોન આપ પહેલાં... "કમલા મારી વાત શાંતિથી સાંભળ હું અને અન્વી કામ કરતાં હતાં ત્યાં મલિક આવેલાં એમણે અન્વીને જોઈ પછી મને કહે આતો હીરોઇન બને એવી છે અહીં શું સમય વેડફે છે ? એણે પૂછ્યું તમને કોણે કામે લગાડ્યાં ? મેં અચ્યુતનું નામ નથી આપ્યું... તમે કદી ના આપતા... તું બધું સમજે છે ને ? કમલાએ કહ્યું " હું બધું સમજી ગઈ ? આપણે અન્વીને નથી બનાવી હીરોઇન એ તો એક નંબરનો કરમચંડાળ છે તમે... અને ફોન કપાઈ ગયો...


વધુ આવતા અંકે પ્રકરણ - 39