Street No.69 - 37 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -37

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -37

સોહમે એનાં બોસને રજા આપવા રીકવેસ્ટ કરી અને એ ઘરે આપવા નીકળ્યો. એનાં બોસને થોડું આશ્ચર્ય થયું કે સોહમ આમ અચાનક રજા લેવા કેમ નીકળ્યો ? પણ હમણાંથી એનું કામમાં પરફોર્મન્સ સારું હતું એટલે એનાં ઉપર ખુશ હતાં એટલે કહ્યું સારું તું જઈ શકે છે પણ ઘરેથી કામ પૂરું કરીને મને રીપોર્ટ કરી દેજે. સોહમે થેન્ક્સ કહ્યું અને નીકળી ગયો.

સોહમ ઓફીસ બિલ્ડીંગમાંથી નીચે ઉતર્યો અને એની નજર સ્ટ્રીટનાં અંદરનાં ભાગ તરફ પડી...એનાં આશ્ચર્ય વચ્ચે એણે જોયું એની નાની બહેન સુનિતા અંદર તરફ જઈ રહી છે એણે જોયું આતો અઘોરીની જગ્યા તરફ જઈ રહી છે અને સુનિતા આ સમયે અહીં શું કરી રહી છે ? એને થયું એને બૂમ પાડું ? પણ ત્યાં ઘણી અવરજવર હતી એ પણ એક આશ્ચર્ય હતું લગભગ આ સ્ટ્રીટનાં અંદરનાં ભાગમાં ચહલપહલ ઓછી હોય છે.

સોહમે અઘોરીની જગ્યા તરફ જવાં ચાલુ રાખ્યું એણે વિચાર્યું મારો જીવ બળે છે એનું કારણ સુનિતા છે કે સાવી ? સુનિતાને કારણેજ હશે કારણ કે એણે મને કશું કહ્યું નથી કે એ એની ઓફીસની સ્ટ્રીટમાં આવશે મારી ઓફીસે પણ આવી સકત...

સોહમે વિચાર્યું બૂમ નથી પાડવી એનો પીછો કરું એ ક્યાં જાય છે? સોહમ ધીમે ધીમે એની પાછળ જવા લાગ્યો ત્યાં માણસોની અવરજવરમાં ઘણીવાર સુનિતા દેખાતી ઘણીવાર આંખથી ઓઝલ થઇ જતી...

ત્યાં પાછળથી મોટો ટેમ્પો ખુબ માલ સામાન ભરેલો સ્ટ્રીટની અંદર જઈ રહેલો અને સુનિતા દેખાતી બંધ થઇ ગઈ. ટેમ્પો વચ્ચે આવી ગયો.

સોહમને ગુસ્સો આવ્યો હવે એની ધીરજ ખૂટી અને એણે રીતસર સુનિતાનાં નામની બૂમો પાડવા માંડી અને એની પાછળ દોટ મૂકી.

એ સ્ટ્રીટનાં ખૂણા સુધી આવી ગયો પછી તો પાછળ દરિયાની ખાડી આવી ગઈ એને સુનિતા ક્યાંય જોવા ના મળી બીજાજ માણસોની ભીડ હતી એને ખુબ આશ્ચર્ય થયું એ આજુબાજુ બધે જોવા લાગ્યો...

*****

સાવી બિલ્ડીંગનાં ભોંયતળીયે આવી ગઈ એ નીચે આવી બધે જોવા લાગી આખું બિલ્ડીંગ ભડ ભડ સળગી રહ્યું હતું...બધાં ફ્લોરથી માણસો જીવ બચાવવા નીચે તરફ આવી રહેલાં. ઘણાં ભયનાં માર્યા ઉપરથી કુદકા મારી જીવ બચાવવા મરણીયો પ્રયાસ કરતાં હતાં અને મોતને ભેટી રહ્યાં હતાં. અગ્નિશામક દળો અને એમની ગાડીઓ દોડી આવી હતી ચારેકોર સાયરનો વાગી રહી હતી અને અગ્નિશામક વાળા સીડીઓ લગાવી પાણીનાં પાઇપથી પાણી છાંટી આગ બુઝાવવાની તૈયારી કરી રહ્યાં હતાં.

સાવી વિચિત્ર રીતે હસી રહી હતી એની સગી મોટી બહેને દગો દીધો હતો ઉપરથી વિધર્મી સાથે ભળી જઈને એનુંજ કાટલું કાઢવાનું ષડયંત્ર કર્યું હતું... સાવીને એ સમજાતું નહોતું કે મોટીને મારી સાથે શું શત્રુતા હતી ? કેમ હતી ? મારાથી એને શી તકલીફ થઇ ગઈ હતી કે એણે આટલે સુધી બધું ખરાબ કરી બેઠી ના માં -પાપા કે નાનકીનો વિચાર કર્યો ? મારાં તરફ એને પહેલેથી ઈર્ષા હતી ?

સાવીએ આખોં બંધ કરી અત્યાર સુધી એની સિદ્ધિ શક્તિઓ કામ નહોતી આવી પણ એનાં ઉપરથી કોઈનો કાળો છાંયો દૂર થયો હતો કોઈનાં તાંત્રિક પ્રભાવથી એ મુક્ત થઇ હતી કાળા જાદુએ એને કુંઠીત કરી દીધી હતી.

સાવીએ ત્યાં ભડભડ સળગતાં અગ્નિ સામેજ બેઠક લીધી આંખો મીંચી અને અન્વી વિષે જાણવા માટે શક્તિ કામે લગાડી...એણે જે જોયું બધું જાણ્યું એ અચંબામાં પડી ગઈ...એને થયું આ માહોલમાં મારાંથી નહીં વિચારાય...હું મારાં સ્થાને જઉં જ્યાં અઘોરણ તરીકે સાધના કરી હતી એ દરિયા કાંઠે સ્થાનભંગ કરીને આવી ગઈ એની સિદ્ધી દ્વારાજ એ ત્યાંથી અહીં દરિયા કાંઠે પલકારામાં આવી ગઈ.

સાવી ત્યાં આવી અને એની નજર સુનિતા ઉપર પડી પણ સુનિતાનું ધ્યાન નહોતું...સાવીએ અત્યારે એની નોંધ લેવા કે વાત કરવાનું ટાળ્યું એણે જે જોયું છે અને જે જાણવું છે એનાં અંગે ધ્યાનમાં બેસી ગઈ એજ ખડક અને એની પાછળનો ભાગ...ધમધમતાં મુંબઈમાં પણ અહીં ધ્યાનમગ્ન થઇ શકાતું માત્ર દરિયાંનાં મોજાનાં અથડાવાનાં પાણીનાં અવાજ આવતાં.

અને આ એવી અવાવરી જગ્યાં હતી કે ત્યાં કોઈ આવતું જતું નહીં...

સાવીએ ધ્યાનમાં બેસી પહેલુંજ અન્વી વિષે જાણવા માટે મન કેન્દ્રીત કર્યું આજે અઘોર વિદ્યાની પણ જાણે કસોટી હતી એની અધૂરી રહેલી ગુરુ પૂજા આજે નડી રહી હતી પણ એણે આંખો બંધ કરીને દેવને સાંધ્યા.

સાવીને હવે બધું ચિત્રપટની જેમ દેખાવા લાગ્યું કોલકોતાથી અહીં મુંબઈ આવ્યાં પછી અચ્યુત અંકલની મદદથી માં પાપાને કામ મળી ગયેલું એ એની અઘોર વિદ્યા કોલકોતાથી આવીને આગળ ધપાવી રહેલી એનાં ગુરુ કોલકોતા અને મુંબઈ બંન્ને જગ્યાએ હાજર થઇ શકતાં એવી એવી સિદ્ધિઓ એણે જોઈ હતી અને એનાંથી આકર્ષાઈને એ વધુ ને વધુ એમાં પરોવાઈ રહી હતી. ગુરુકૃપાથી અહીં નાનું ઘર મળી ગયું હતું એમાં બધાં સારી રીતે રહી સ્ટુડીયોનાં કામ કરી રહેલાં.

પાપા ચિત્રકામ અને લેટેસ્ટ ટેક્નોલોજી શીખીને એમાં હોર્ડીંગ્સ અને જાહેરાતો બનાવવાનું કામ કરતાં. અન્વી અને માં સ્ટુડીયોમાંજ કામે લાગી ગયાં હતાં. નાનકી સ્કૂલમાં ભણવા જઈ રહી હતી.

કોલકોતાથી આવીને બધું ધીમે ધીમે ઠેકાણે પડી રહ્યું હતું એ અઘોરવિદ્યામાં ઘણી આગળ વધી ગઈ હતી. એનાં ગુરુની દીક્ષા લઇ હવે દક્ષિણા ચુકવવાની હતી ગુરુએ એને સમર્પિત થવા કહ્યું અને સિદ્ધિ સિદ્ધ કરવાનાં આશીર્વાદ આપ્યાં હતાં.ત્યાં એને સોહમનો અચાનક સંપર્ક થયો હતો.

અન્વી વિષે વધુ ને વધુ જાણી રહી હતી અને હવે તો એને ચિત્રપટની જેમ આંખ સામે બધાં દ્રશ્ય દેખાઈ રહ્યાં હતાં. અન્વીની જુવાની રોજ ખીલી રહી હતી...એક દિવસ આ સ્ટુડીયોનો માલિક આવ્યો અને પાપાને સમજાવી રહેલો... ત્યાં એની નજર અન્વી પર પડી હતી અને એની જીભ હોઠ પર આવી ગઈ એણે પાપાને પૂછ્યું આ છોકરી કોણ છે ? અને પાપાએ ....



વધુ આવતા અંકે પ્રકરણ :38