Fargati in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | ફારગતી

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

ફારગતી

ફારગતી


તમે મને એટલું જણાવી શકશો કે, તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે ?' નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું. યુવાનનું નામ હર્ષદ પરીખ અને એની પત્નીનું નામ હિમાની. એક નજરે કોઇ પણ વ્યક્તિ આ બંનેને સાથે જોવે તો તુરત જ કહી શકે કે, ઉપરવાળો ખરેખર દયાળુ છે શું એકબીજાને પસંદનું જોડી બનાવીને જ ઉપરથી મોકલેલ છે. હા એ પણ ખરું કે, જો તેઓને ખબર ન હોવી જોઇએ કે આ બંને તેમના દાંપત્યજીવનમાંથી અલગ થવા માટે અદાલતના પગથિયે પહોંચ્યા છે, કદાચ કોઇ વ્યક્તિ જો અદાલતમાં કામથી આવેલ હોય તો એવું પણ બેસે કે આ કોઇ હીરો-હિ‌રોઇન જેવું જોડું પ્રેમલગ્ન કરવા માટે તેમનું ઘર છોડીને નાસી છૂટ્યાં હશે અને એકબીજાના વડીલો તેઓને અહીં કોર્ટના પગથિયે ઘસડી લાવ્યાં હશે. જજ અકોલકરસાહેબે સાહેબની આંખ પણ આ માનસરોવરનાં સફેદ બાસકા જેવા હંસ અને હંસલીને જોઇને ટાઢી થઇ હશે, બની શકે એટલા માટે જ તો એમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે.

પહેલાં જવાબ હિમાની તરફથી આવ્યો. લેડીઝ ઓલ્વેયઝ ફર્સ્ટ. બોલવામાં તો ખાસ. એણે મોં મચકોડીને કહ્યું...'સાહેબ, તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઇએ છે, પણ એ પૂછો કે મેં શું જોઇને આવા લબાડ સાથે લગ્ન કર્યાં ?' 'આઇ ઓબ્જેક્ટ યોર ઓનર'
હિમાની આ પ્રકારની રજૂઆત સાંભળીને હર્ષદ પરીખના વકીલ એકઝાટકે કેમની ખુરશીમાંથી ઉભા થઇ ગયા.'મારા અસીલની પત્ની અસભ્યભાષાનો પ્રયોગ કરી રહી છે. હર્ષદ પરીખ માટે આ પ્રકારના લબાડ જેવા શબ્દોનો ઉપયોગ કરીને મનું અને નામદાર કોરટનું પણ અપમાન...વાક્ય પુરુ થાય કે પહેલાં કે, હિમાની વકીલ પણ જવાબ આપવા વચમાં કૂદી પડ્યો,'બેસી જાવ, ભાઇ સાહેબ, એમ કંઇ હર્ષદ નામ રાખવાથી કોઇ કાયમ માટે આનંદ આપનાર નથી બની જતી. જજ સાહેબ મારી ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા છે, એમાં તમારે કૂદી પડવાની જરૂર નથી.' આના જવાબમાં પાછો પહેલા વકીલ બરાડા પાડવા માંડ્યો.

વાતાવરણે ગરમી પકડી લીધી. એમાં હર્ષદ પરીખ નો સૂર ઉમેરાયો,'જજ સાહેબ, આ સ્ત્રી મને લબાડ કહે છે, પણ લબાડ તો અને એનું આખું ખાનદાન છે. જો આપ એવા સ્વર્ગસ્થ પૂર્વજોના સંસ્કારો વિશે તપાસપંચ બેસાડી શકો તો મને ખાતરી છે કે એની પંદર હજારમી પેઢીએ દુર્યોધન કે દુ:શાસન થયા હશે.'ફરી પાછી બૂમાબૂમ....ફરી પાછી બંને વકીલોની કૂદંકૂદ...અદાલતમાં ઉપસ્થિત લોકોની હસાહસ...વાતાવરણ શાકભાજીના બજાર જેવું થઇ ગયું. આખરે જજ સાહેબે હથોડો પછાડવોડ્યો.'ઓર્ડર... ઓર્ડર...કોર્ટ ઇઝ એડજન્ડર્‍ ફોર ફિફ્ટીન મિનિટ્સ. અદાલતની કાર્યવાહી પંદર મિનિટ પછી ચાલુ થશે. ત્યાં સુધી હું આ બંને અસીલોને મારી ચેમ્બરમાં એકલા મળવા માગું છું. અફ કોર્સ, વનબાય વન, નોટ ટુગેધર'જજ સાહેબ ઊભા થઇને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા. બંને વકીલોના ચહેરાઓ ઊતરી ગયા.જજ સાહેબની આ એક વાત તમામ વકીલોને ગમતી નહોતી. કોઇ પણ કેસ જ્યારે અદાલતની ફ્લોર ઉપર બરાબર જામ્યો હોય ત્યારે જ આ અકોલકર સાહેબ બંને અસીલોને પોતાની ચેમ્બરમાં બોલાવીને આપસમાં સમાધાન કરી લેવા માટે સમજાવતા હતા.

બધા કેસો કંઇ છૂટાછેડાના ન હોય, કોઇપણ બાબત અંગેના હોય એની પતાવટ અંદરોઅંદર કરાવી દેતા હતા.'તને શું લાગે છે ?' હર્ષદ પરીખનાવકીલે હિમાનીના વકીલને પૂછ્યું, 'તારી હિ‌રોઇન સમજી જશે એવું તને લાગે છે ?''કોઇ કાળે નહીં. મારી ક્લાયન્ટનું ચાલે તો
એ તારા અસીલને ભરી અદાલતમાં ગોળી મારી દે. પણ તારાવાળાનું શું લાગે છે ? એ માની જશે?'

'અસંભવ. આ ભવની વાત છોડ, પણ આવતા જન્મે જો મારો અસીલ કૂતરા તરીકે જન્મ લેશે તો પણ એ આ કૂતરીથી તો દૂર જ ભાગશે. જજ સાહેબ ભલે લાખ કોશિશો કરી લે, આ કેસમાં તેઓ કોઇ કાળે ફાવવાના નથી.' બીજી તરફ ચેમ્બરમાં પહોંચીને અકોલકર સાહેબેચપરાસીને કહીને સૌથી પહેલા હિમાનીને અંદર બોલાવી લીધી હર્ષદ પરીખ ઉતરેલી કઢી જેવું મોં કરીને બહાર જ બેઠો હતો. સાહેબે હિમાનીનેસામે પડેલી ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો. તેઓ કંઇ પૂછે તે પહેલાં જ હિમાનીએ આગ ઓકવાનું ચાલુ કર્યું, 'માફ કરજો, સાહેબ આપ વડીલ છો. જજ સાહેબ છો.

આપે મને જે કહેવું હોય તે તમે મને કહી શકો છો, પણ એક વાત ન કહેશો. મને આ પુરુષની સાથે સમાધાન કરી લેવાની સલાહ ક્યારેય ન આપશો. મારી આપને આ એક નમ્ર વિનંતી છે કે બનતી ઉતાવળે આપ અમને છુટાછેડા અપાવી દો' જજ સાહેબ હૂંફાળું હસ્યા. 'હું તને ક્યાં કહું છું કે તારે હર્ષદ સાથે જોડાયેલા રહેવાનું છે ? મારે તો તને એટલું જ પૂછવું છે કે તમારા મેરેજને કેટલો સમય થયો છે ?' 'ત્રણ વર્ષ અને સાડા ચાર મહિ‌ના.' 'એમાં તને તારા પતિમાં લાખ અવગુણો દેખાઇ ગયા, ખરું ને ?''અરે સાહેબ, લાખ નહીં, કરોડો, જજ સાહેબ' 'સારું પણ મારે તો એટલું જ જાણવું છે કે તને તારા પતિમાં સદ્ગુણો કેટલા દેખાયા ? એક, બે, પાંચ, સાત...? સમ ખાવા પૂરતા થોડાક ગુણો તો હોઇ શકેનેએનામાં?' 'એ તો હોય જ ને, સાહેબ ભગવાને સાવ સો ટકા ખરાબ માણસ તો પેદા જ ન કર્યો હોય ને ?' 'ધેર યુ આર.. મારે એ ક્યા ગુણો એ જાણવું છે. તું મને કહી શકીશ?'

હિમાની બોલતા બોલી તો ગઇ અને પછી વિચારમાં પડી ગઇ,'એ માટે તો થોડોક સમય લાગશે, સાહેબ મારા પતિના વ્યક્તિત્વમાંથી સદ્ગુણો શોધવા એ દરિયાકાંઠાની રેતીમાંથી તલનો ખોવાયેલો દાણો શોધવા જેવું અઘરું કામ છે.''નો પ્રોબ્લેમ. હું તને સાત દિવસનો સમય આપું છું. આઠમા દિવસે આપણે ફરીથી મળીએ છીએ. આ જ ચેમ્બરમાં. તું બોલજે, હું સાંભળીશ.' 'હા, અને નવમા દિવસ તમે અમારા છૂટાછેડા મંજૂર રાખશો, ઠીક છે ?' હિમાની પુરા આત્મવિશ્વાસ પૂર્વક બોલી અને ઊઠીને ચાલી ગઇ.

એ પછી જજ સાહેબે હર્ષદને અંદર બોલાવવામાં આવ્યો. એણે પણ હિમાની જેવો જ સવાલ પુછવામાં આવ્યો.

આરંભમાં બધા કેસોમાં થતી હોય તે પ્રકારની ગરમાગરમી, પછી જજ સાહેબે સોંપેલું સદ્ગુણોના સંશોધનનું ભગીરથ કાર્ય અને પછી વિદાય લેતી વેળાની હઠ, 'તમે સોંપેલું હોમવર્ક તો હું કરી લાવીશ, પણ એનાથી કશો ફરક નહીં પડે, સર આજથી નવમા દિવસે આ ચંડીકાજેવી છોકરીથી મને છુટ્ટો કરાવી દેજો.' સતત સાત-સાત દિવસો લગી સંબંધોના દરિયા ઉલેચીને હિમાનીને અને હર્ષદને જે કંઇ સદ્દગુણોનાઆભૂષણો હાથ લાગ્યાં તે કાગળના પડીકામાં લઇને તેઓ જ્જ સાહેબ સમક્ષ હાજર થઇ ગયાં. જજ સાહેબે આ વખતે પણ લેડીઝ ફર્સ્ટનો નિયમ જાળવી રાખ્યો.

હિમાનીને પૂછ્યું, 'ક્યાં છે તારું રીસર્ચ પેપર ? ઓહ, તું તો કંઇ બે-ચાર ફુલસ્કેપ કાગળો લખીને લાવી છે ને મને તો એમ હતું કે માંડ એક નાની ચબરખીમાં તારા હર્ષદની સજ્જનતા સમેટાઇ જશે.''મને પણ એવું જ હતું, સાહેબ, પણ સાચું કહું ? જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તેમ તેમ બધું યાદ આવતું ગયું. આપને વાંચવાનો કંટાળો આવતો હોય તો હર્ષદ વિશે કેટલું હું બોલીને...'અને હિમાની બોલવા લાગી...સાહેબ'….હર્ષદમાં સૌથી સારી બાબત એની મારા પ્રત્યેની વફાદારી છે. બીજો એનો પ્રેમ. ત્રીજું, એણે મને પૈસાની વાતમાં ક્યાં વાપરવા ક્યાં ન વાપરવા કે બાબતમાં ક્યારેય રોકટોક કરી નથી. કે ક્યારેય મને પૂછ્યું નથી કે મેં પૈસા ક્યાં વાપર્યા છે. એ મને ઘરકામમાં મદદ પણ કરાવતો. દર અઠવાડિયે મને ફિલ્મ જોવા કે અચૂક લઇ જાય. ઘરે આવતાં રેસ્ટોરાંમાં ડિનરતો કરાવેજ. મારી ન્મદિવસ ઉપર મને સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું ક્યારેય ન ભૂલે. ''ત્યારે હવે ખૂટે છે શું ? ''એ ગુસ્સો બહુ કરે છે. વાતવાતમાં મારાથી રિસાઇ જાય છે. મારાં સગાં આવે તો તેમની સાથે હસીને વાત કરવામાં એને જોર આવે છે. ક્યારેક મને એવું લાગે છે કે એની ઓફિસના કામમાં એ વધુ પડતો સમય આપે છે. હું ફરિયાદ કરું છું તો એ ઝઘડી પડે છે.'બેટા, તારા સંસારના નામાનું જમા-ઉધાર જાણ્યા પછી મને તો એવું લાગે છે કે હર્ષદ જેવો પ્રેમાળ પતિ ભાગ્યે જ કોઇને મળે. એ ઓફિસમાં વધારે કામ કરે છે એટલે તો તને ખર્ચવા માટે વધારે નાણાં આપી શકે છે અને લગ્નનાં સાડા ત્રણ વર્ષ વીતી ગયાં પછી પણ આજે એ તને એક પ્રેમી ન આપી શકે એટલો પ્રેમ કરે છે. તારા તમામ મોજશોખ પૂરા કરે છે. તારે શું તારા વરને આખો દિવસ તારી સામે બેસાડી રાખવો છે ? તારા પિયરિયાં સમક્ષ પૂંછડી પટપટાવતો...?'
'સોરી, સાહેબ આમ તો હું આ બધું લખતી હતી ત્યારે જ મને મારી ભૂલ સમજાઇ રહી હતી. તમે તો મારી આંખ ઉઘાડી દીધી છે. સર, જો શક્ય હોય તો... તમે એને સમજાવી જુઓ કે એ મારી સાથે... મારે છુટાછેડા નથી લેવા, સર...' હિમાની રીતસર રડી પડી....અડધા કલાક પછી હર્ષદ પણ રડી રહ્યો હતો....જજ સાહેબના હાથમાં એણે લખેલા કાગળો હતા. એ કાગળો ન હતા, પણ પાછલાં સાડા ત્રણ વર્ષનું સરવૈયું હતું.

દરેક પાને પાને પત્ની પ્રત્યેનો પ્રેમ ઝલકતો હતો. વાક્યે વાક્યે વિયોગનો ઝુરાપો છલકતો હતો. એણે તો જલદીથી કહી દીધું,'મને તો મારી હિમાની ખૂબ ગમે છે. એને હું નથી ગમતો. સાચું કહું તો હું એની ફરિયાદોથી તંગ આવી ગયો છું. મને લાગે છે કે હું તો શું, પણ જગતનો બીજો એક પણ પુરુષ આ સ્ત્રીની અપેક્ષાઓને સંપૂર્ણપણે સંતોષી નહીં શકે.' 'ધેર યુ આર, હર્ષદ આ જ તો દુનિયાનું સત્ય છે. આપણા એક સમર્થ લેખકે પણ લખેલ છે કે- કોઇનો પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી, માત્ર માનવીની અપેક્ષાઓ જ વધુ હોય છે.'તમે બંને જો સંમત થતાં હો તો હું મારો ચુકાદો સંભળાવી દઉં?'જજ સાહેબે ઘંટડી મારી. હિમાની અંદર આવી. જજ સાહેબે જાહેર કર્યું, 'આજથી સાડા ત્રણેક વર્ષ પહેલાં અગ્નિની સાક્ષીએ તમને બેયને ઉમરકેદની સજા ફરમાવાઇ હતી તે પૂરી મુદત સુધી ભોગવવાનો હું હુકમ કરું છું.'હિમાની અને હર્ષદ ઊભાં થઇને એમના પગમાં ઝૂકી પડ્યાં,'સજા નહીં, અમને આર્શીવાદ આપો, પપ્પાજી''

Dipak Chitnis (dchitnis33@gmail.com)