Ek Andhari Ratre - 6 in Gujarati Horror Stories by SUNIL ANJARIA books and stories PDF | એક અંધારી રાત્રે - 6

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

એક અંધારી રાત્રે - 6

6.

તેના ઘરના ઘડિયાળમાં ત્રણ ટકોરા પડ્યા. આસુરી શક્તિઓ માટેનો શ્રેષ્ઠ સમય. મારામાં ભગવાનને યાદ કરવાની પણ તાકાત નહોતી રહી.

તે ઊભી થઈ મારી સામે આવી. હવે હું ગયો. એણે જ કહેલું કે અહીં આવી ગયા તો અંજામની કલ્પના કરી હશે. ડરના માર્યા મેં આંખ બંધ કરી દીધી. કાઈં થયું નહીં. એણે થોડી ઘણી લાઈટ આવતી હતી તે પણ કાચની બારી પરનો પડદો બંધ કરી અટકાવી. ફરી એક મીણબત્તીનો પ્રકાશ મારાં મોં પર પથરાયો. મીણબત્તી ક્યાંથી આવી? મને હવામાં મીણબત્તી અધ્ધર હોય તેવો ભાસ થયો. પણ કદાચ એ કોઈ ટીપોય કે એવી વસ્તુ પર હશે! અંધારામાં મીણબત્તી નીચે પણ કાઈં દેખાયું નહીં.

હું થોડી વાર એમને એમ બેઠો રહ્યો. ‘એ.. એ આવી, એ.. મારા ગળે બચકું ભર્યું, એ.. આ લોહી પીધું. કેટલી વાર? જલ્દી ગળે બટકું ભરી પી લે ને, એટલે આમ ફફડ્યા કરવા કરતાં હું છૂટું. ‘

હું વિચારતો રહ્યો પણ કાઈં થયું નહીં.

મેં હવે ખૂબ ડર લાગતો હોવા છતાં આંખો ખોલી તેની સામે જોયું. હું સોફા પર બેઠો હતો, તે ઊભી હતી. તે પાછળથી આવતા મીણબત્તીના પ્રકાશમાં ખૂબ ઊંચી, છતને અડકતી લાગી.

તેણે મારી સામે જોયું. ફરી એ જ નીલી આંખો હવે એકદમ મોટી દેખાતી હતી. તેનું મોં મારી નજીક આવ્યું. તેના વાળના છેડા મારા ગાલને વાગી રહ્યા. તેના બે હાથ મારાં માથાં પર ગયા. એ .. એકદમ લાંબા થયા.

મારે માથે કાઈંક ફર્યું. મારા કાન પાસે બે એકદમ ઠંડા હાથોનો સ્પર્શ થયો. મને થયું બસ, હવે મારા ગળે બટકું ભરશે. એ.. આ મારું લોહી પીધું. મને પરસેવો વાળી ગયો. મારા ધબકારા એકદમ વધી ગયા. હું ચીસ પાડવા ગયો પણ મોં માંથી અવાજ નીકળ્યો નહીં.

"આટલા ભીના છો તે માથું લૂછી કેમ નાખતા નથી? લો, હું આ નેપકીન અહીં પડેલો તેનાથી માથું લૂછી દઉં.

અરે! તમને તો ખૂબ પરસેવો વળે છે. તાવ ચડે છે કે શું?" તેણે મારી બાજુમાં બેસતાં પૂછ્યું.

તેના સામીપ્યથી વળી મને કોઈ અજબ લાગણી થઈ. મને કોઈ સ્વરૂપવાન યુવતી સાથે એકાંતમાં બેઠો છું અને તે મારી અડોઅડ બેસી મને સ્પર્શી રહી છે એ વિચાર અને સ્પર્શે મને ઉત્તેજિત કરવા માંડ્યો. ભય એક બાજુ રહી ગયો.

"થેંક યુ સો મચ. લાવો હું જ માથું લૂછી લઉં." મેં કહ્યું.

તેણે મારે વાંસે હાથ ફેરવ્યો અને કહ્યું, "તમારું ટીશર્ટ પણ ભીનું છે. શરમાઓ નહીં. જાવ, ગેસ ઓન કરી ટીશર્ટ થોડું તપાવી લો. ભેજ ઉડી જશે તો રાહત લાગશે."

"પણ મારું ટીશર્ટ અહીં ક્યાંથી આવ્યું?"

"હું તો જાદુથી લાવી શકું છું. મિ. …,"

તેણે ફરીથી મને નામથી બોલાવ્યો.

ફરી તેણે તેનું અટ્ટહાસ્ય, મુક્ત હાસ્ય, ડ્રેક્યુલાનું હાસ્ય, જે કહો તે કર્યું .

"ટીશર્ટ તમારું ક્યાંથી થઈ ગયું? ઉપર જુઓ. સ્માઇલીનો સિમ્બોલ છે. મારું લેડીઝ ટીશર્ટ છે. આ તો તમને બરાબર આવી ગયું."

મેં જોયું. અંધારામાં મને કાઈં દેખાયું નહીં. આ તો પહેર્યું ત્યારે ડોરમાંથી આછી લાઈટ આવતી હતી તેમાં જોયેલું કે તે બ્લ્યુ કલરનું અને બરાબર હું ઘરમાં પહેરું છું તેવું જ હતું.

મેં ભીનું ટીશર્ટ કાઢવાનું કર્યું. તેણે મદદ કરી.

"વાહ જુવાન, વાળ પણ સરખા એવા છે ને બાવડાંના મસલ્સ પણ મસ્ત છે. મારી જેવીને બટકું ભરવું હોય તો માંસ સરખું મળી રહે." તેણે ટીશર્ટ હાથમાં લેતાં કહ્યું.

"પ્લીઝ, મારી મઝાક ન કરો." મેં વિનવણી કરી.

"મઝાક ક્યાં કરું છું? તમે જ તો ઓળખી ગયા કે હું વેમ્પાયર છું. તે છું જ."

"પ્લીઝ. મને ટીશર્ટ આપો. એમ કરો, તમે જ ગરમ કરી આવો ગેસ પર. તમારું તો ટીશર્ટ છે. તમારું જ ઘર છે." મેં કહ્યું. હું શું કામ ઊભો થાઉં!

"હું ગેસ પાસે નહીં જાઉં." તેણે કહ્યું.

"કેમ? આગથી ડરો છો?" મેં મનની વાત કહી.

"જવું હોય તો જાઓ નહીં તો બેસો ઉઘાડા ને ધ્રુજતા. મને કોઈ ફેર નહીં પડે." તેણે આગળ કહ્યું.

"હું છું ત્યાં જ બેઠો રહીશ. ભલે ઉઘાડો બેસતો. તમે છો ત્યાં જ બેસશો ને?" મેં રોષમાં કહ્યું.

"જુઓ, તમે જ કહેલું કે મારું ઘર છે અને તમે તેમાં રોકાયા છો. મારાં ઘરમાં હું મને ફાવે તે કરું, ફાવે ત્યાં બેસું."

મારે કાઈં જ બોલવાનો અર્થ નહોતો. ભીનું ટીશર્ટ મેં મારી બાજુમાં મૂક્યું. પેલો નેપકીન દેખાય તો હાથ આમથી તેમ આજુબાજુ ફેરવ્યો. કાઈં હાથમાં ન આવ્યું.

હું ઉઘાડા ડીલે ચૂપચાપ બેઠો રહ્યો. મેં ઠંડીના માર્યા અદબ વાળી રાખી. તે સામે બીજા સોફા પર પગ લંબાવી બેઠી હતી. વચ્ચે વચ્ચે તેણે એક બે વાર મારી તરફ જોયું હોય એમ લાગ્યું.

રાહત લાગતાં મેં આંખો બંધ કરી બેઠાંબેઠાં સુવા વિચાર્યું. હું અહીં આવી પડ્યો તે બદલ મારી જાતને ઠપકો આપ્યો.

ત્યાં તો એ મીણબત્તી પણ બુઝાઈ ગઈ. રૂમમાં ચારે તરફ નીરવ શાંતિ પ્રસરી રહી. ફરી મને ભીંસતું અંધારું ઘેરી વળ્યું.

એ કેમ હજી આવી નહીં ?

ક્રમશ: