Galateshwar Mahadev Mandir Sarnal in Gujarati Short Stories by वात्सल्य books and stories PDF | ગળતેશ્વર મહાદેવ મંદિર સરનાલ

Featured Books
Categories
Share

ગળતેશ્વર મહાદેવ મંદિર સરનાલ

#ગળતેશ્વર મહાદેવ...
🙏🏿
અંતરસુંબાથી ડાકોર જતાં મહીસાગર કાંઠે "સરનાલ" ગામે દેવોના દેવ એટલે મહાદેવનું બારમી સદીનું પૌરાણિક શિવ મંદિર એટલે ગળતેશ્વર મહાદેવ.
દેવોના દેવ એટલે મહાદેવ જ્યાં ગાલવ ઋષિ દસ હજાર વર્ષ સુધી તપ કર્યું હતું.જેનાથી શિવ પ્રસન્ન થઇને આ લિંગ સ્વયં પ્રગટ થયું હતુ એ શિવલિંગને સ્વયં ગળતી નદી જળાભિષેક કરવા આવે છે.જે શિવમંદિરને નષ્ટ કરવા અનેક વિધર્મીઓએ પ્રયત્નો પણ કર્યા,છતાં આજે પણ અડીખમ છે.એ ગળતેશ્વર મહાદેવનું મંદિર
ખેડા જિલ્લાના ડાકોર નજીક મહીસાગર નદી કિનારે આવેલું અદભૂત અલૌકિક ગળતેશ્વર મહાદેવવું પ્રાચિન શિવાલય કહેવાય છે.સરનાલ ગામ પાસે આ અલૌકિક મંદિરનું નિર્માણ બારમી સદીમાં થયું હતુ.પ્રાચીનકાળથી સ્વયંભૂ બિરાજેલ ગળતેશ્વર મહાદેવ મંદિરની કલા કોતરણી પણ અદભૂત છે.ગળતેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયં પ્રગટ થયું હતું.પ્રસિદ્ધ ગળતેશ્વર શિવ મંદિર ચૌલુક્ય સ્થાપત્યની અસર હેઠળ બંધાયું હોવાનું પણ મનાય છે,આ મંદિરને જોતા જ સોમનાથનું શિવ મંદિર અને મોઢેરાના સુર્યમંદિરની જાણે યાદ અપાવે છે.ગળતેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયં પ્રગટ થયું હતું તે વિશે એક દંત કથા પણ છે.હજારો વર્ષ પહેલા ગળતી નદીના તટ પર ગાલવ ઋષિએ 10 હજાર વર્ષ સુધી તપ કર્યું.એ કરેલા તપથી ભગવાન પ્રસન્ન થયા અને શિવલિંગ પ્રગટ થયું.અહીં "કુંતલપુર" નગરના રાજા ચંદ્રહાસ રાજાએ આ ભવ્ય શિવાલયનું નિર્માણ કરાવ્યું હતું.આ ભવ્ય મંદિરની પ્રસિદ્ધિ અને કીર્તિ જોઈ વિધર્મીઓએ આ મંદિરના શિખરનું ખંડન કર્યું હતું.ભક્તોની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર ગળતેશ્વર મહાદેવના શિખરનું બાંધકામ પુરાતત્વ ખાતાએ કર્યું છે.સોળે કળાએ ખીલેલા પ્રકૃત્તિના સાનિધ્યમાં આવેલા પૌરાણિક શિવમંદિરનું ગર્ભગૃહ મંડપ કરતાં નીચુ અને ચોરસ છે.મંદિરનો મંડપ અષ્ટકોણીય આકાર ધરાવે છે… શિવાલય પર શિવના વિવિધ રૂપો કોતરવામાં આવ્યા છે.મંદિરની દિવાલોમાં દેવીદેવતાઓ,ઘોડેસવારી,હાથી સવારી,રથ અને જીવનથી મૃત્યુની ઘટમાળોનું ચિત્રણ કરવામાં આવ્યું છે.શ્રદ્ધાળુઓ અહીં ભગવાનનું ધ્યાન કરવાની સાથે પ્રકૃત્તિના રોમાંચને પણ અનુભવી શકે છે.ખુબ જ શાંતિ અને ભક્તિભાવનો આહલાદક અનુભૂતિ કરાવનાર આ પ્રાચીન મંદિરના દર્શન કરી ભક્તો પોતાની જાતને ધન્યતા અનુભવે છે.સંધ્યા સમયે મંદિર પરિસર અને ત્યાંનું વાતાવરણ સ્વર્ગ જેવું લાગે છે.ગળતેશ્વર મહાદેવના મંદિર આગળ ગળતી નદી અને મહિસાગર નદીનો સંગમ સ્થાન હોવાથી ભક્તો અહીં સ્નાન કરી ભગવાનની પુજા અર્ચના કરે છે.ગળતી અને મહિસાગર નદીના સંગમ સ્થાન પર સ્નાન કરવાથી ગંગાસાગરમાં સ્નાન કર્યું હોય તેટલું ફળ મળે છે.એવી એક લોક માન્યતા પણ છે.ગળતી નદીમાં પ્રથમ ધોધ ચંદ્રકુંડ અને બીજો સૂર્ય કુંડ છે.સૂર્ય કુંડ પાતાળ સુધી ઉંડો હતો એવું કહેવાય છે.
પ્રાચીન મહિમા ધરાવતા આ શિવાલયના દર્શન કરવા ભક્તોનો ઘસારો રહે છે.આખા ભારતમાં શિવ મંદિર તરીકે પ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવ દરેક ભક્તની મનોકામના પુર્ણ કરે છે.પવિત્ર તીર્થના દર્શને અને શિવલિંગને જળાભિષેક કરવા ડાકોરના મંદિરમાં સાધુ સંતોનો પણ ધસારો રહે છે.તો તમે પણ આ પ્રાચીન ગળતેશ્વર મહાદેવના દર્શને જજો.
મેં આ મંદિરની ભવ્યતાનાં દર્શન બે દિવસ પહેલાં કર્યાં.ખળખળ કલકલ કરતી મહી નદીના જળ પ્રવાહ સાથે બન્ને કાંઠે લહેરાતી વનરાઈ અને આ ભવ્ય મંદિર પરિસરમાઁ બે ઘડી વિસામો લીધો હોય તો આપણા શરીરનો સર્વથા થાક દૂર થાય.સમારકામ વગરનું આ ઉપેક્ષિત મહાદેવ મંદિર શિખર વગર વર્ષો સુધી અપૂજ્ય રહ્યું.થોડાં વરસોમાં જ આ મંદિરને પુનઃ સમારકામ કર્યું છે.અને ચારે બાજુ આરક્ષિત દીવાલો બનાવીને યાત્રાળુ માટે ખુલ્લું મૂક્યું છે.અમે ગાંધીનગરથી વાત્રક નદી પાસે ઉત્કઠેશ્વર મહાદેવનાં દર્શન કરી આંતરસુંબા વાયા આ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા.અહીંથી ફાગવેલ ભાથીજી મંદિર તેમજ ડાકોર ભગવાનના દર્શન કરી પાવાગઢનાં માઁ મહાકાળીના દર્શન કરવા આ શાંત,રમણીય નર્મદા કેનાલનો રસ્તો પકડ્યો હતો.ગુજરાતની આ હરિયાળી ભૂમિના દર્શન અને વિવિધતા જોવાનો લ્હાવો મળ્યો.ટ્રાફિક સમસ્યા વગરનો ગાંધીનગર દહેગામ,આંતરસુંબા,કપડવંજ, ફાગવેલ,ડાકોર રસ્તે પાવાગઢ ગયાં હતાં.
આ રસ્તે જમવા નાની મોટી હોટલ અને ચા ની કીટલી તેમજ નાસ્તાની નાની મોટી હોટલ મળી રહેશે.મહી સાગરના મીઠાં પાણીથી પાકેલા ફળ,શાકભાજી અહીં મળી રહેશે. અમદાવાદ એક્સપ્રેસ વે જવા કરતાં સદર રસ્તે જાઓ તો ટૂંકો અને નૈસર્ગીક વાતાવરણ માણવાનો લ્હાવો પણ મળશે.
આભાર...(તા.૦૬/૧૧/૨૦૨૨)
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)