Jadui Dabbi - 7 in Gujarati Short Stories by yuvrajsinh Jadav books and stories PDF | જાદુઈ ડબ્બી - પ્રકરણ 7

Featured Books
Categories
Share

જાદુઈ ડબ્બી - પ્રકરણ 7

ભાગ 6માં રાજકુમારની નજર જતાં જતાં વૈદેહી ઉપર પડી અને વૈદેહી રાજકુમારના મનમાં વસી ગઈ. હવે, આગળ શું થયું તે જોઈએ ભાગ 7માં.

************************

રાજાના મહેલમાં રાજકુમાર આજે ગુમસુમ થઇને ફરી રહ્યો હતો. આ જોઇને રાજા આશ્ચર્યમાં પડ્યાં. આ તરફ રાજકુમાર પણ દરેક ક્ષણ માત્ર વૈદેહીને જ યાદ કરી રહ્યો હતો. આ વાતથી અજાણ રાજા તેના વિશ્વાસુ સિપાઈને બોલાવે છે અને તેને પૂછ્યું, “જંગલમાં એવી તો શું ઘટના બની. જેથી, મારો હસતો ખેલતો રાજકુમાર આજે એકદમ સુન્ન પડી ગયો છે?”

હવે તે સિપાઇ રાજાને બધી માંડીને વાત કરે છે કે, કેવી રીતે શિકાર કરતાં કરતાં રાજકુમાર આગળ નીકળી ગયા અને તે એકલા પડી ગયા. પરંતુ મેં પણ તેમનો પીછો ન છોડ્યો અને થોડીવારમાં હું પણ તેમની પાસે આવી પહોંચ્યો. પરંતુ જ્યારે અમે બંને પાછા ફર્યા તો જંગલમાં રસ્તો મળ્યો નહીં અને અમે તે ગાઢ જંગલમાં આમ-તેમ ભટકવા લાગ્યા એવામાં રાજકુમારને ખુબજ તરસ લાગી અને કદાચ પાણી ન મળેત તો રાજકુમારનું બચવું મુશ્કેલ પડી જાત. એ સમયે અમારી મદદ તે જંગલની બાજુમાં જ આવેલા ગામની એક પ્રજાપતિની દીકરીએ કરી. તે દિકરી ખુબ જ સુંદર હતી. કદાચ રાજકુમાર તેના રૂપને જોઈને મોહિત થયા હશે. વિશ્વાસુ સિપાહીની વાત સાંભળી રાજા વિચારમાં પડ્યો.

ત્યારબાદ રાજા રાજકુમારને સિપાઈની સાંભળેલી વાત કરે છે અને સાચે જ એવું બન્યું હતું કે રાજકુમાર વૈદેહીના પ્રેમમાં પડ્યો હતો. એટલે હવે રાજા રાજકુમારના લગ્નનો પ્રસ્તાવ લઈ તે ગામ તરફ નીકળ્યો.

આ બાજુ બધી જ વાતથી અજાણ વૈદેહીનો પિતા તેના કામમાં મશગૂલ હતો. અચાનક એકદમથી કેટલાય ઘોડાઓના ડાબલાનો અવાજ કુંભારના કાને પડ્યો. એટલે તેને થયું, ‘ગામમાં કોઈએ કદાચ અપરાધ કર્યો હશે અને રાજાના સિપાહીઓ તેને લેવા આવ્યા હશે.’ તેથી તે કામ ફરી કામ કરવા લાગ્યો. એ જ સમયે ગામના મુખી કુંભારને ત્યાં આવ્યા અને રાજા તેને મળવા ઈચ્છે છે તેવી વાત જણાવી. કુંભાર ડરી ગયો અને વિચારવા લાગ્યો ‘જાણતા અજાણતા કોઈએ મારા કામની ખોટી ફરીયાદ તો નથી કરીને!’ આવી ઘટના ઘણીવાર તેને નજરે જોયેલી હતી કે, કોઈ ગરીબ મજૂરને ખોટી રીતે ફસાવે અને રાજા પાસે માર ખવરાવતા. કુંભાર રાજા પાસે જવાની ના પાડી દે છે. ગામના મુખી રાજાને આ વાતની જાણ કરે છે. થોડીક જ વારમાં રાજા તેના સીપાઈઓ સાથે કુંભારના ઘરે આવી પહોંચ્યો. કુંભાર તો આખો ધ્રુજી રહ્યો હતો, એ સમયે તેની દીકરી વૈદેહી ગધેડા ચરાવીને આવી ગઈ હતી. તે પોતાનું ઘરકામ કરી રહી હતી. રાજા પણ તેને જોઈ આશ્ચર્ય પામ્યો, 'આ તો કોઈ રાજકુંવરી જેવી લાગી રહી છે.'

રાજાને કુંભાર પર આવેલો ક્રોધ શાંત થયો અને તેને કુંભાર પાસેથી તેની દીકરીનો હાથ માંગ્યો. કુંભાર આશ્ચર્યચકિત થઇને રાજાને જોવા લાગ્યો. તેણે થયું કે, રાજા તેની દીકરીનો હાથ પોતાના માટે માંગી રહ્યો છે, એટલે કુંભાર બહાના બનાવવા લાગ્યો. “મહારાજ! અમે તો કુંભારની જાત અને તમે રહ્યા ઉચ્ચકુળના. આ લગ્ન કેવી રીતે સંભવિત થાય!” વૈદેહીનો બાપ આથી વધુ કંઈ બોલી શક્યો નહીં અને તેને આ વાત તેના ઘરે કરવાની મંજૂરી લીધી. ત્યારબાદ તે કાણીની માતા પાસે જાય છે અને રાજાના પ્રસ્તાવની વાત કરે છે. ઈર્ષ્યાળુ નવીમાં રાજાના પ્રસ્તાવને નથી સ્વીકારતી અને કુંભાર સાથે કહેવડાવે છે, “રાજા અમે તો રહીંયા રહ્યા ગરીબ અને તમે રાજા આવો મેળ ક્યાંથી બેસે?”

રાજા કુંભારની પત્નીની વાત સમજ્યો અને તેને ત્રણ કોઠી ભરીને સોનુ અને ત્રીસ થાળ ભરીને ચાંદી તેમજ પચ્ચીસ ગાયો આપવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમ છતાં કુંભારનું મન માની રહ્યું ન હતું, પરંતુ તેનાથી કાંઈ જ થઈ શકે તેમ ન હતું. હવે કુંભારે તેની પત્નીને રાજાની પ્રસ્તાવની વાત કરી. તેની લાલચું પત્ની આ પ્રસ્તાવથી ખુશ થઈ ગઈ. તેને વિચાર્યું (મનોમન રાજી થઇ), ‘ભલે એ ઘરડો રાજા તેને લઇ જતો.’ અને તેને મંજૂરી આપી.

***

વાંચતા રહો મારી સાથે...