ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
'ટ્રીન ટ્રીન ટ્રીન' ભર ઊંઘમાં સુતેલા જીતુભાની ઊંઘને મોબાઈલની ઘંટડી એ ઉડાડી દીધી. એણે મોબાઈલ હાથમાં લઈને અર્ધ ખુલી આંખે સ્ક્રીન પર જોયું પોણા છ વાગ્યા હતા. અને મોહિનીનો ફોન હતો. એ સ્વસ્થ થયો લાઈટ ચાલુ કરી સામે દીવાલ પર ઘડિયાળ માં સવા ચારનો સમય દેખાતો હતો. એ બે એક સેકન્ડ કન્ફ્યુઝ થયો. પછી યાદ આવ્યું મોબાઈલમાં એણે ભારત નાજ સમયનું જ સેટિંગ રહેવા દીધું હતું. ત્યાં ફોન કટ થઈ ગયો. એક નજર ફોન પર નાખીને એ બાથરૂમમાં ગયો અને ફ્રેશ થઈને બહાર આવ્યો ત્યાં ફોનમાં ફરી ઘંટડી વાગી. તરતજ એણે ફોન ઉચક્યો અને કહ્યું. "બોલ મોહિની, કેમ છે તું મજામાં?"
"જીતુ," મોહિનીનું ડૂસકું સંભળાયું.
"અરે, અરે, શું થયું તો બરાબર તો છો ને? કઈ મુસીબતમાં છે?” ગભરાઈને જીતુભાએ પૂછ્યું.
"મને શું થવાનું હતું."ડુસકા ભરતા અટકીને મોહિનીએ કહ્યું.
"તો પછી આમ રડે કેમ છે? અંકલ આંટી તો બરાબર છે ને?"
"હવે કોઈને કંઈ નથી થયું." સ્વસ્થ અવાજે મોહિનીએ કહ્યું અને ઉમેર્યું "મને તારી ચિંતા થતી હતી, આખી રાત ઊંઘ નથી આવી. અને એમાંય તે કહ્યું હતું કે બહુ અરજન્ટ ના હોય તો ફોન ન કરવો. હવે મારે તારા ખબર પૂછવા હોય તો ફોન તો કરવો જ પડે ને?"
"અરે એ તો મેં એ માટે કહેલું કે હું ક્યાંક બીઝી હોઉં અને તારો ફોન ન ઉપાડું તોય તને ચિંતા થાય."
"હું કઈ ન જાણું. હવેથી હું તને ગમે ત્યારે ફોન કરીશ અને તારે એ ફોન ઉંચકવાનો જ છે. મને વચન આપ. મેં આજ દિવસ સુધી તારી પાસે કઈ નથી માગ્યું. આજે જીવનમાં પહેલીવાર સગાઈ પછી મારા થનારા વર પાસે કૈક માગું છું આપીશ ને?"
"યાર હું રાજપૂત છું એટલે એવું વચન તો ન આપી શકું જે હું પાળી ન શકું. અને તને ખબર તો છે કે મારુ કામ કેવું છે. હવે ધાર કે તારો ફોન આવે ત્યારે મને કદાચ કોઈએ બાંધી રાખ્યો હોય અને મારો ફોન છીનવી લીધો હોય તો? અને ફોન ખિસામાંજ હોય પણ હાથ બંધાયેલા હોય તો?"
"અરે તું મને વધારે ડરાવી રહ્યો છે. તારા પર આવેલી એવીજ મુશ્કેલીના સમાચાર પૃથ્વીજીએ આપ્યા. એટલે જ તો મારી ઊંઘ ઉડી ગઈ."
"હા અને તે એટલે જ મારી ઊંઘ પણ.."
"સોરી. સોરી મારા ધ્યાનમાંથી જ નીકળી ગયું કે અહીં અને ત્યાં ટાઈમમાં દોઢ કલાકનો ફરક છે."
"અરે પાગલ એમાં સોરી શું કહેવાનું મારે કારણે તું આખી રાત જાગી અને.."
"તું સલામત છે. એ પૃથ્વીજીએ કહ્યું હતું. અને હવે તારી સાથે વાત થઇ ગઈ એટલે મનમાં નિરાંત થઈ. છોડ એ બધું. તું મુંબઈ ક્યારે આવે છે?" સહેજ સ્વસ્થ થતા મોહિનીએ પૂછ્યું.
"લગભગ હું રવિવારે અહીં થી નીકળીશ. પણ તારે મારું એક કામ કરવાનું છે." કહી જીતુભાએ મોહિની ને કૈક સમજાવવા માંડ્યું.
xxx
નાળિયેર વાળા પાસે બેગ મૂકીને ગુરુ અન્ના લગભગ 100 મીટર દૂર ઉભેલા ચણા સીંગ વાળા તરફ આગળ વધ્યો. એને મનમાં સતત થતું હતું કે ‘નાળિયેર વાળાને એને ક્યાંક જોયો છે પણ ક્યાં?’ એ એને યાદ આવતું ન હતું. સીંગ વાળા પાસે એકાદ જણ ઊભીને શીંગ ખરીદી રહ્યો હતો. ગુરુ અન્નાને થયું કે 'અત્યાર માં કોણ શીંગ ખાતું હશે વળી. ખેર જે હોય તે.એક વાર ચન્દ્રેશનની વિરુદ્ધના સબૂત વળી બેગ મળી જાય પછી પોતે જંગ જીતી જવાનો છે.'એને ઝડપી પગલાં ઉપાડ્યા. પણ જાણે એની કસોટી કરતો હોય તેમ સિંગ વાળો એની વિરુદ્ધ દિશામાં આગળ ચાલ્યો. એ જોઈને ગુરુ અન્નાએ રાડ નાખી "એ હોય, ઉભો રે" એજ વખતે એના સાથીદારો બીચ પર પહોંચ્યા હતા.એ લોકોને આખા સોદાની પુરી ખબર નહોતી. એમણે દૂરથી જોયું તો લગભગ 200 મીટર દૂર ગુરુ અન્ના ઝડપથી આગળ જઈ રહ્યો હતો અને થોડે દૂર એક નાળિયેર વાળો પોતાનો ધંધો સમેટી રહ્યો હતો. એજ વખતે ગુરુ અન્નાની બરાબર સામે જ પડતી ગલીમાંથી ક્રિષ્નને બીચ પર પ્રવેશ કર્યો.
xxx
"जागिए ब्रजराज कुंवर कमल-कुसुम फूले। कुमुद -बृंद संकुचित भए भृंग लता भूले॥ विधु मलीन रवि प्रकास गावत नर नारी। सूर श्रीगोपाल उठौ परम मंगलकारी॥"
સુરદાસજીના આ પદ ને સાંભળતાજ સુમિતની આંખો ઉઘડી ગઈ. અત્યંત મધુર અવાજમાં ગોરાણીમાં ભજન ગઈ રહ્યા હતા. એણે જોયું કે સ્નેહા ઉઠી ગઈ હતી અને બાથરૂમમાંથી નહાઈને બહાર આવી રહી હતી. "તમે ઝડપથી ફ્રેશ થઇ જાવ આજેતો આપણને મોકો મળ્યો છે આવા સુંદર દર્શનનો." કહેતા સ્નેહા પોતાના વાળને દાંતિયાથી ઠીક કરવા લાગી અને સુમિત પણ ઝડપથી બાથરૂમમાં ઘુસ્યો. 5 મિનિટ પછી એ નાહીને બહાર આવ્યો ત્યારે સ્નેહા તૈયાર હતી. 2 જ મિનિટમાં એ લોકો દાદર ઉતરીને નીચે પહોંચ્યા. નીચે મંદિરમાં બલદેવ ગોર શ્રીકૃષ્ણના શ્રીંગાર કરી રહ્યા હતા. અને ગોરાણીમાં મધુર અવાજે વ્રજ, હિન્દી, ગુજરાતી ભાષાના પ્રભાતિયા ગાઈ રહ્યા હતા. એનું ધ્યાન સુમિત અને સ્નેહા પર પડ્યું એણે એ બેઉને બેસવાનો ઈશારો કર્યો. અત્યંત રમણીય શાંત વાતાવરણમાં એ બેઉનું મન ધીરે ધીરે ભજનમાં અને દર્શનમાં પોરાવા માંડ્યુ. થોડીવાર પછી ગોરાણીએ પ્રભાતિયા ગાવાનું બંધ કર્યું. અને સુમિત સ્નેહાને કહ્યું. તમારે ક્યાંય બહાર આંટો મારવા જવું હોય તો સામેની ખૂટી પર કારની ચાવી ટિંગાય છે. 10 વાગ્યા સુધીમાં પાછા આવી જજો. સાડા દસ વાગ્યે ગિરધારી આવી જશે અને તમને આગ્રા મૂકી જશે તમારી સાડા બાર વાગ્યાની ફ્લાઇટ છે."
xxx
ચન્દ્રેશન એના 2 સાથીઓને લઈને ઝડપથી બીચ પર પહોંચ્યો. બીચ પર કુલ 5-6 ગલીમાંથી અવાતું હતું. ચન્દ્રેશન જે ગલીમાંથી ઘુસ્યો તો એની બરાબર સામે જ શીંગ વાળો ઝડપભેર આગળ જઈ રહ્યો હતો, અને એના હાથમાં પીંક કલરની બેગ હતી. ચન્દ્રેશને ત્રાડ નાખી. "એય, ઉભો રહે નહિ તો ઉડાવી દઈશ." એના અવાજથી ગુરુ અન્ના ચોંકી ઉઠ્યો અને એણે સિંગ વાળા તરફ દોટ મૂકી. એજ વખતે એની સામેની ગલી માંથી પ્રવેશી રહેલા કૃષ્ણનને પણ એ જોયું એણે પણ ભાગતા ભાગતા પોતાની સાથે રહેલા એક સાથીને કહ્યું."ઉડાવી દે" એના સાથીએ એ સાંભળ્યું પણ કોને ઉડાવવાનો છે એ એને સમજાયું નહિ. એણે પોતાની ગન કાઢી અને જોયું તો ચન્દ્રેશન અને એનો સાથી હાથમાં પિસ્તોલ લઈને કોઈની પાછળ ભાગી રહ્યા હતા. એ જોઈને એમની તરફ ફાયર કર્યો. પણ ગોળી ચન્દ્રેશન અને એના સાથીની વચ્ચેથી પસાર થઇ. ચન્દ્રેશન અને એનો સાથી ખચમચાઈને ઉભા રહી ગયા. એને કલ્પના પણ નહોતી કે કોઈ એમના તરફ ફાયર કરશે કેમ કે કમિશનરે આપેલી માહિતી મુજબ ગુરુ અન્ના અને ક્રિષ્નન એકલા જ આવવાના હતા. શું કરવું કે શું ન કરવું એ દ્વિધામાં એ લોકો 5-7 સેકન્ડ અટક્યા. એટલામાં ગુરુ અન્ના ચણા વાળા પાસે પહોંચ્યો અને રાડ નાખીને કહ્યું. "ગણેશનને પુરા રૂપિયા આપ્યા છતાં તું મને બેગ આપવાના બદલે ભાગી કેમ રહ્યો હતો?"
"સાહેબ તમારા દુશ્મનો અહીં આવી રહ્યા હતા. અને મારા જીવનું જોખમ... " એનું વાક્ય પૂરું ન થયું અને એક ગોળી 'સ્નનનન' કરતી ગુરુ અન્નાના કાન પાસેથી પસાર થઇ ગઈ.
"સાહેબ, પકડો તમારી બેગ" કહી ચણા વાળા એ એના હાથમાં સ્કૂલબેગ પકડાવી અને ઉમેર્યું "સીડી પણ એમાં જ છે. એની અંદર બધા સબૂત..." ત્યાં ચન્દ્રેશનના સાથીએ ફાયર કર્યો આ વખતે ગોળી ગુરુ અન્નાના પગમાં છરકો કરતી ગઈ. "વોય માં' કરતો ગુરુ અન્ના ત્યાં જ બેસી પડ્યો. ચણા વાળાએ પોતાના ચણાનો ટોકરો ફગાવ્યો અને એમાંથી આધુનિક ગન કાઢી, અને ચન્દ્રેશન અને એના સાથી તરફ તાકી અને કહ્યું. "મદ્રાસ પોલીસ તમને સરન્ડર કરવાનું કહે છે જે જ્યાં છે ત્યાં જ ઉભા રહો. નહીં તો... ઓઓઓઓ " ક્રિશ્નનના સાથીએ કરેલ ફાયરથી એના ડાબા ખભામાં ઘસરકો થયો હતો. એજ વખતે ચન્દ્રેશનનો સાથી ઉથલી પડ્યો."નાળિયેર વાળાએ એને ઉડાવ્યો હતો. ચણા વાળાએ કરેલ વળતા ફાયર માં ક્રિશ્નનનો સાથી ઢળી પડ્યો. એના પેટમાં ગોળી વાગી હતી. અચાનક થયેલા હુમલાથી ચન્દ્રેશન હેબતાયો અને એણે રાડ નાખતા કહ્યું. "હું અહીંનો સાંસદ છું આ બધું શું ચાલી રહ્યું છે? તમને આમ ફાયર કરવાની છુટ કોણે આપી? હું બધાને સસ્પેન્ડ... આઆઆહ.." કોઈ ચોથીજ જગ્યાએથી આવેલ ગોળી એના સાથળમાં ઘુસી હતી અને એ બેસી પડ્યો. માંડ અડધી મિનિટ ચાલેલી એ ધમાલમાં ચન્દ્રેશન અને ગુરુ અન્ના બેઉ ઘાયલ થયા હતા આ જોઇને ક્રિષ્નને મુઠ્ઠી વાળીને પોતે જે રસ્તે આવ્યો હતો એ બાજુ ભાગવા માંડ્યું. પણ ગુરુ અન્નાના પાછળ રહેલા સાથીઓએ એને ભાગતા જોયો અને એકસાથે 2-3 પિસ્તોલ ગરજી ઉઠી. 3-4 વખત ગોળીઓ નિશાન ચુકી પણ છેવટે એક ગોળી એનું કામ કરી ગઈ અને ક્રિશ્નનનો જમણો ગોઠણ તોડીને નીકળી ગઈ. "ઓમાઆરેરેએ ...કરતા એ બીચની રેતીમાં પડ્યો અને ગુરુ અન્નના સાથીઓએ એને ઘેરી લીધો. અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી એની પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો અને એ ત્યાં જ ખતમ થઇ ગયો. ગુરુ અન્ના એ જોયું અને રાડ નાખતા કહ્યું "શાબાશ મારા શેરદિલ સાથીઓ. જરા મને મદદ કરો અને ચન્દ્રેશનને પણ પતાવી દો." એટલામાં ક્રિષ્નનના 3-4 સાથીઓ આવી પહોંચ્યા. અને દૂરથી જ એને મરેલો જોઈને ગુસ્સે ભરાયા એમના લીડર જેવા ક્રિશ્નનના વિશ્વાસુ અને સુમિતના પ્યુન મુરુગને રાડ નાખી. "સાથીઓ ક્રિષ્નન સાહેબે આખી જિંદગી આપણને જલસા કરાવ્યા છે અને આપણી ભૂલો છાવરીને નોકરીમાં વાંધો નથી આવવા દીધો આજે એમના આ હત્યારાઓ માંથી કોઈ જીવતો ન જવો જોઈએ" કહી પોતાની ગનથી અન્નાના સાથીઓ તરફ ફાયર કરવા માંડ્યું. એના 2-3 સાથી ચન્દ્રેશન તરફ ભાગ્યા. ભયંકર ખૂનામરકી ચાલુ થઇ કોણ પોતાના સાથી છે કે દુશમન એ સમજણ પર વિસરાઈ ગઈ એટલામાં ચન્દ્રેશનના બાકીના સાથીઓ પણ પહોંચ્યા. એમના હાથમાં ગન ન હતી. એ કોયતા તલવાર અને લોખંડના પાઇપ સાથે સજ્જ હતા. આમ ત્રણે ગેંગના માણસો જેને જે મોકો મળ્યો તે દુશ્મનોને ખતમ કરવા માંડ્યા. ચણા વાળો અને નાળિયેર વાળો બીચ પરની નાસ્તાની કેબિનની ઓથે ભરાયા હતા. બીચ પર ખરાખરીનો ખેલ ચાલુ હતા. ભાગવાનો પ્રયાસ કરનારને બીજી ગેંગના લોકો ખતમ કરી રહ્યા હતા, લગભગ ચારેક મિનિટ આ ખૂંખાર ખેલ ચાલ્યો. છેવટે ચન્દ્રેશના 2 સાથીઓ સહેજ પણ ઘાયલ થયા વગર ના બચ્યા હતા. ગુરુ અન્નાના 2 સાથી જીવતા હતા, પણ મરણતોલ હાલતમાં હતા, જ્યારે કૃષ્ણનનો ખાસ માણસ મુરુગન અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો. ગુરુ અન્ના લગભગ 2-મિનિટ પહેલા જ ગુજરી ગયો હતો. એના શરીર પર લગભગ 10-12 ઘાવ હતા. ચન્દ્રેશનની હાલત પણ દયનીય હતી તે ભાગવાનો પ્રયાસ કરતો હતો એ વખતે મુરગને મારેલી ગોળીએ એની કરોડરજ્જુ તોડી નાખી હતી અને પછી એના પુરા શરીર પર પાઇપ અને કોયતા વડે બેરહેમીથી ઘાવ થયા હતા. પણ પોતાના સાથીઓનો વિજય થયો છે એ ખ્યાલથી એના ચહેરા પર એક સ્મિત આવ્યું એ જ વખતે એક સાથે 7-8 દિશામાંથી ફાયરિંગ ચાલુ થયું અને ચન્દ્રેશન એના 2 સાથીઓ અને એ સિવાયના જે કોઈ બચ્યા હતા એ બધાને યમલોકમાં પહોંચાડી દીધા. મરિના બીચ હવે શાંત હતો. ક્યાંય કોઈ હલનચલન હતી કે ના કોઈ ગાળાગાળી કે ચીસાચીસ. એ કરનારા બધા શાંત થઇ ગયા હતા. નાળિયેર વાળો, ચણા વાળો અને બીજા પથ્થરની આડશે છુપાયેલા શાર્પ શૂટર બહાર આવ્યા હતા. અને બધાને ચેક કરી રહ્યા હતા. એકાદ જણ જીવતો જણાયો તો એના માથાં ગોળી ધરબીને એને શાંત કરી દેવાયો. એજ વખતે ભળભાંખળું થયું. સૂર્ય દેવતાના દર્શન થયા. પક્ષીઓનો કલરવ થવા લાગ્યો અને મદ્રાસની જનતા માટે એક સુંદર સવાર ઉગી રહી હતી. નાળિયેર વાળાએ એક નજર ચોતરફ નાખી. લગભગ 15-18 લાશ પડી હતી. અને કોઈ જીવતું બચ્યું નથી એની તસલ્લી કરીને એણે ડીઆઈજી ને ફોન જોડ્યો. અને કહ્યું. "ડીસીપી રામચંદ્રન રિપોર્ટિંગ સર, ઓપરેશન ક્લીન મદ્રાસ સકસેસ ફૂલ પુરુ થયું. આપણા 3 માણસોને નજીવી ઇજા થઇ છે. તમે મીડિયાને ઇન્ફોર્મ કરી શકો છો."
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો.