Love Forever - 7 in Gujarati Love Stories by Minal Vegad books and stories PDF | લવ ફોરેવર - 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ ફોરેવર - 7


Part :- 7

પાયલ ખૂબ ગભરાઈ ગઈ હતી. એને સમજાયું નહી આગળ શું કરવું...??
" હેલ્લો.... મને કાર્તિક મલ્હોત્રા ના નંબર આપો ને...પ્લીઝ!!" પાયલ ને કાઈક યાદ આવ્યું અને તેને ઓફિસના રિસેપ્શન પર કોલ કરી નંબર મેળવી લીધા.
પાયલ એ ઝડપથી કાર્તિક ને કોલ કર્યો. રીંગ વાગી રહી હતી પણ કોઈ રીસિવ કરતું નહોતું. પાયલ એ કાર પાસે જઈ અંદર જોયું તો મોબાઈલ કારમાં જ વાગી રહ્યો હતો.
" હે ભગવાન........." પાયલ કાર પાસે જ બેસી ગઈ અને રડવા લાગી.
" પાયલ.......!!!" પાયલ એ પોતાનું નામ સાંભળી ઉપર જોયું તો સામે કાર્તિક ઊભો હતો અને એ પણ એકદમ સહી સલામત હતો.
" કાર્તિક.....!!!! તું ક્યાં હતો?? તો એક્સિડન્ટ કોનું થયું??" પાયલ તો એકદમ ઊભી થઈ ગઈ અને કાર્તિક નો હાથ પકડી લીધો.
" રિલેક્સ.....!! હું એકદમ ફાઈન છું અને તારી સામે છું." પાયલ એકદમ ગભરાઈ ગયેલી હતી એટલે કાર્તિક કે તેના ખભા પર હાથ રાખી તેને શાંત કરવા લાગ્યો.
" તો એમ્બ્યુલન્સ......?? પેલો અવાજ આવ્યો તો એ....??" પાયલ હજુ ગભરાટ સાથે પૂછી રહી હતી.
" ઓહ...... પેલા તું થોડું પાણી પી લે." કાર્તિક પાયલ ને રોડ ની સાઈડ પર દુકાન હતી ત્યાં લઈ ગયો. પાયલને બેન્ચીસ પર બેસાડી અને પાણીની બોટલ લઈ પાણી આપ્યું. પાયલ હવે થોડું રિલેક્સ ફીલ કરતી હતી.
" ઓટો ડ્રાઇવર પોતાની ઓટો માં એક પ્રેગનેન્ટ લેડીને લઈ ને જતો હતો પરંતુ ડ્રાઇવર ને ચક્કર આવી ગયા કે ખબર નહિ એનું હેન્ડલ છૂટી ગયું અને ઓટો ડીવાઈડર સાથે જોરથી ભટકાઈ. પેલી લેડી માટે ઈમરજન્સી હતી એટલે એમ્બ્યુલન્સ આવી ગઈ. મારી કાર ઓટો પાછળ જ હતી. અને હું પેલા ડ્રાઇવર માટે પાણીની બોટલ લેવા ગયો હતો." કાર્તિકે જે કાઈ થયું હતું એ પૂરી કહાની કીધી.
" ઓકે....." પાયલ વધારે કાઈ બોલી નહી. કાર્તિક ને કાઈ થયું નહોતું એ જોઈ એ એકદમ રિલેક્સ થઈ ગઈ હતી.
" તું કેમ આટલી બધી ગભરાઈ ગઈ હતી...?? તને ડર હતો કે મને કાઈ થયું હશે તો??" કાર્તિક એકનજરે પાયલ સામે જોઈ પૂછી રહ્યો હતો.
" ના..... આ તો....." પાયલ ને સમજાયું નહિ આ સવાલ નો શું જવાબ આપવો. કાર્તિક ને કઈક થયું હશે એ ડરથી તો પાયલ એકદમ ડઘાઈ ગઈ હતી. ત્યાં પાયલ ના ફોનની રીંગ વાગી જોયું તો અમન સર નો કોલ હતો.
" હેલ્લો....સર..." અમન નો કોલ આવ્યો એટલે પાયલ ને શાંતિ થઈ ગઈ. કાર્તિક ના પ્રશ્નનો કોઈ જવાબ પાયલ આપવા માંગતી નહોતી.
" તું હજુ સુધી મી.ગુપ્તા ની ઓફિસે પહોંચી નથી. એમનો કોલ હતો એમને બીજી પણ મિટિંગ છે." અમન પૂછી રહ્યો હતો.
" સોરી સર.... થોડા ટ્રાફિક ના લીધે લેટ થઈ ગયું. અલ્મોસ્ટ હું ત્યાં પહોંચી જ ગઈ છું." પાયલ ફોન મુકીને ઊભી થઈ.
" સ્યોર..... તું ઓકે જ છો..?? નહીતો હું ભાઈ ને કોલ કરી કહી દઉં." કાર્તિક કે પાયલ ની હાલત જોઈ હતી એટલે પૂછવા લાગ્યો.
" આઈ એમ ફાઈન...." પાયલ નાનકડું સ્મિત આપતા બોલી.
" ઓકે.... તું હું પણ નીકળું.... ફ્રી થા એટલ કોલ કરજે."કાર્તિક પણ પોકેટમાંથી કાર ની ચાવી કાઢતા બોલ્યો.
" તું કાર લઈને નહિ જતો." પાયલ એ કહ્યું.
" તો શેમાં જાવ??" કાર્તિકે ને પાયલ ની વાતમાં કાઈ સમજાયું નહિ.
" ઑટો માં , ટેક્ષીમાં , સાઇકલ માં..... તને યોગ્ય લાગે એમાં જા પરંતુ તારી કાર માં નહી." પાયલ જાણે કમાન્ડ આપતી હોય એમ કહી રહી હતી.
" એની પાછળ નું કારણ....??" કાર્તિક તો હજુ વિચારી રહ્યો હતો પાયલ શું કેહવા માંગતી હતી.
" કારણ કે તારી કાર ની બ્રેક સરખી કામ કરતી નથી એટલે જ્યાં સુધી એ ઠીક ન થાય ત્યાં સુધી તું એ કારનો યુઝ નહી કરે." પાયલ થોડા ગુસ્સા સાથે કહી રહી હોય એવું લાગતું હતું.
" આ ઓર્ડર છે....??" કાર્તિક મજાક કરવા લાગ્યો.
" યસ..... ઇટ્સ માય ઓર્ડર...!!" પાયલ ચપટી વગાડતાં બોલી અને ત્યાંથી મી. ગુપ્તાની ઓફિસ તરફ ચાલવા લાગી. કાર્તિક પાયલ ને જતી જોઈ રહ્યો. કોઈક એવું પેહલું વ્યક્તિ હતું જેને પોતાની ફિકર હતી. કાર્તિક સામે પાયલ નો પેલો ગભરાટ વાળો ચહેરો હજુ પણ દેખાઈ રહ્યો હતો. કાર્તિકે પાયલની આંખમાં પોતાને ખોવાનો ડર જોયો હતો. કાર્તિક ના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું અને એની આંખો થોડી ભીની થઇ ગઈ હોય એવું લાગ્યું. આવું શા કારણે થયું એ તો કાર્તિક ને પણ સમજાયું નહી.

પાયલ મી. ગુપ્તા સાથે મિટિંગ પૂરી કરી નીચે આવી ને જોયું તો કાર્તિક તેની રાહ જોઈને બેઠો હતો.
" તું ક્યારે આવી ગયો??" પાયલ કાર્તિક પાસે આવી.
" અહી જ છુ. ક્યાંય ગયો જ નથી. તમારો ઓર્ડર હતો પછી મારાથી થોડું કાઈ કરાય." કાર્તિક ઊભો થયો.
" ધેટસ નાઈસ...!! ગુડ બોય..!!" પાયલ સ્માઇલ સાથે બોલી.
" તો હવે પધારો.... હું તને ડ્રોપ કરી દઉં." કાર્તિક કાર તરફ હાથ લાંબો કરી બોલ્યો.
" આ કાર ની બ્રેક જ્યાં સુધી રિપેર નહી થાય ત્યાં સુધી કોઈ યુઝ નહી કરે." પાયલ ફરી થોડી ઉગ્રતાથી બોલી.
" ઓકે મેડમ.... પણ કાર રિપેર થઈ ગઈ છે." કાર્તિક પાયલને સમજાવતા બોલ્યો.
" હું કેવી રીતે માની લઉ...??" પાયલ પોતાના ભવા ઊંચા કરી પૂછી રહી હતી.
" મને ખબર જ હતી. એટલે જ મે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો જેથી તને સબૂત આપી શકું." કાર્તિકે મિકેનિક બ્રેક રિપેર કરતો એનો વિડિયો બનાવી લીધો હતો એ પાયલ ને બતાવ્યો.
" વાહ..... વેરી ગુડ!!" પાયલ તાળી પાડતા બોલી.
" સારું.... તો હવે સબૂત વેરીફાઈ થઈ ગયું હોય તો હું તને ઓફિસ ડ્રોપ કરી દઉં." બન્ને કાર પાસે પહોંચ્યા.
" સ્યોર.....!!" પાયલ તો કાર નો ડોર ખોલી બેસી પણ ગઈ.
*
" હવે તો મારો નંબર મળી ગયો છે તો સાંજે ફ્રી થઈ કોલ કરજે..." કાર્તિકે ઓફિસ ના પાર્કિગમાં કાર ઊભી રાખી.
" કઈ ખુશીમાં....??" પાયલ પ્રશ્નાર્થ નજરે કાર્તિક સામે જોઈ રહી.
" ક્યાંક બહાર ડિનર કરવાનો ખ્યાલ આવ્યો છે તો થયું કંપની માટે તને ઇન્વાઇટ કરું." કાર્તિક પાયલ સામે જોઈ ને બોલ્યો.
" તારા તો ઘણા ફ્રેન્ડ છે અને આઈ થીન્ક કોઈક તો ફ્રી હશે જ." પાયલ મનમાં તો ખુશ જ હતી પણ એ સીધી રીતે હા પાડવા માંગતી ન્હોતી.
" હા... એ તો છે જ. બટ આઈ વોન્ટ ટુ ગો વિથ બ્યુટીફુલ ગર્લ!!" કાર્તિક પોતાના અંદાજમાં આવી બોલવા લાગ્યો.
" એ તો તારી પાસે લોટ્સ ઓફ છે. તારું ફેન ગ્રુપ તો આખુ ગર્લ્સ થી જ ભરાયેલું છે." પાયલ થોડું મોઢુ બગાડી બોલી. બન્ને હજુ કારમાં બેઠા હતા.
" બટ આઈ વોંટ અ યુનિક ગર્લ લાઈક યુ......" કાર્તિક પોતાનો ચહેરો થોડો પાયલ તરફ લાવી બોલ્યો.
" એન્ડ... ધેટ્સ વોટ યુ લાઈક અબાઉટ મી....??" પાયલ પણ કાર્તિક ના ચહેરા તરફ ફરી પૂછવા લાગી.
" આઈ લાઈક યુ. આઈ લાઈક એવરી થીંગ્સ અબાઉટ યુ....." કાર્તિક પાયલ ની આંખમાં જોઈને બોલી રહ્યો હતો અને પાયલ પણ એકીટશે કાર્તિકને જ જોઈ રહી હતી અને એને સાંભળી રહી હતી. પાયલ જાણે કાર્તિક ની આંખોમાં ખોવાય ગઈ હતી. બન્ને ના શ્વાસ એકબીજા સાથે અથડાય રહ્યા હતા. અચાનક પાયલ ને ખ્યાલ આવ્યો અને એ પોતાની સીટમાં સરખી થઈ ગઈ અને પોતાના વાળ સરખા કરવા લાગી. પાયલ ને સમજમાં ન આવ્યું કે કાર્તિક સાથે શું વાત કરવી. કાર્તિક સામે જોતા પણ શરમાઈ રહી હતી.
" ઓકે તો સાંજે રેડી થઈ કોલ કરજે. હું તને ઘરેથી પિક કરી જઈશ." પાયલ ની હાલત જોઈ કાર્તિક પાયલ ને નોર્મલ કરવા કહ્યું.
" આઈ વિલ થિંક અબાઉટ ઈટ...!!" પાયલ કારમાંથી બહાર નીકળી ગઈ.
" આઈ વિલ વેઈટ ફોર યોર કોલ....!!" કાર્તિક કારમાંથી જ બોલ્યો. પાયલ પાછું ફર્યા વગર જ હાથ ઊંચો કરી બાય કહેતી જલદી ચાલી ગઈ. કાર્તિક ના ચહેરા પર હંમેશા જેવી એકદમ ક્યૂટ સ્માઇલ હતી.
*
પાયલ ઘરે આવી ગઈ હતી. હજુ શાવર લઈ બહાર આવી ત્યાં રીમા આવી.
" ક્યાં જવાની તૈયારી થઈ રહી છે...??" રીમા એ જોયું તો પાયલે એક સરસ મજાનો ડ્રેસ બેડ પર કાઢીને મૂક્યો હતો.
" ડિનર પર..." પાયલ હાથ પર લોશન લગાવી રહી હતી.
" હા... પણ કોની સાથે??" રીમા લગભગ નામ જાણતી જ હતી છતાં પણ પૂછી રહી હતી.
" કાર્તિક......" પાયલ જ્યારે કાર્તિક નું નામ બોલી રહી હતી ત્યારે એક અલગ પ્રકારનો જ ભાવ ચહેરા પર દેખાઈ રહ્યો હતો એ રીમા જોઈ રહી હતી.
" ડિનર નહિ પણ ડિનર ડેટ કહે તો વધારે બેટર રેહશે." રીમા પાયલ ના વાક્યને જાણે સુધારતા બોલી.
" કોઈ કાર્તિક સાથે ડેટ નથી ફક્ત ડિનર જ છે." પાયલ રીમા સામે જોયા વગર જ હેર ડ્રાય કરી રહી હતી.
" ક્યાં સુધી છુપાવતી રહીશ પોતાની ફિલિંગ્સ તારા પોતાનાથી જ....?? તું ગમે તેટલો પ્રયત્ન કરીશ પણ તારી આંખો ક્યારેય છુપાવી નહી શકે. તો ખુદને બેવકૂફ બનાવવાનું બંધ કર અને કાર્તિક ને જઈ તારા દિલની વાત કહી દે." રીમા એ પાયલના હાથમાંથી હેર ડ્રાયર લઈ લીધું અને થોડા ગુસ્સા સાથે પાયલને કેહવા લાગી.
" એ કાર્તિક છે. કાર્તિક મલ્હોત્રા...!! એક વેરી હેન્ડસમ અને રિચ પરસન!! સક્સેસફૂલ પ્લેયર..... જેની પાછળ કેટલી બધી છોકરીયું પાગલ છે. તને શું લાગે છે એટલી બધી બ્યુટીફુલ ગર્લ્સ ને છોડીને એ શું મને પસંદ કરશે...??" પાયલ રીમા સામે ફરી રીમાને પૂછવા લાગી.
" ફર્સ્ટ થિંગ તો એ કે યુ આર મોસ્ટ બ્યુટીફુલ ગર્લ હિયર... સો ફરી ક્યારેય ખુદને બીજા સાથે કમ્પેર નહી કરતી અને એ કાર્તિક મલ્હોત્રા હોય તો શું થયું એ પણ એક નોર્મલ વ્યક્તિ છે. અને પ્યાર માટે કોઈ રૂલ નથી હોતા કે એ રીચ વ્યક્તિ સાથે જ થાય. હા હું જાણું છું કાર્તિક ને એ થોડો અલગ અંદાજમાં જીવવા વાળો છે. પોતાની મસ્તીમાં જ રેહવા વાળો છે પણ એની આંખમાં તારા માટે જે લાગણી છે એ મે જોય છે એ અલગ જ છે." રીમા પાયલ નો હાથ પોતાના હાથમાં લઈ સમજાવવા લાગી.
" અગર એને મારા માટે ફિલિંગ્સ છે તો હું શા માટે પેહલા ઈઝહાર કરું.... કાર્તિકે મને પેહલા કેહવુ જોઈએ ને....?" હવે પાયલે કાર્તિક માટેની લાગણી સ્વીકારી લીધી હતી.
" એ બરાબર છે. પણ હું એક વાત જરૂર કહીશ. એવું ક્યાંય લખ્યું નથી કે બોય જ પેહલા પ્રપોઝ કરે.... ક્યારેક આવી રાહમાં જ સંબંધો અધૂરા રહી જતા હોય છે. અને તું જાણે જ છે કે કાર્તિક કોઈ સામાન્ય વ્યક્તિ નથી એની પાછળ તો મોટી લાઈન છે. તો લાઈનમાં ઊભા રહી ક્યાં સુધી રાહ જોવી એ તો તારા હાથમાં છે." રીમા પાયલના ખભે હાથ રાખી બોલી.
" ઓકે ડાર્લિંગ...!! હું સમજી ગઈ તું શું કહેવા માંગે છે. અત્યારે તો ડિનર પર જાણવાનો પ્રયત્ન કરીશ કે કાર્તિક ના દિમાગમાં શું ચાલી રહ્યું છે...??" પાયલ બેડ પરથી ડ્રેસ લઈ બાથરૂમ માં જતી રહી.
*
કાર્તિક એક જ્વેલર્સ માં ઊભો હતો અને ડાયમંડ રીંગ જોઈ રહ્યો હતો. બે ત્રણ રીંગ પસંદ કરી સાઈડ માં રાખી હતી એ જોઈ રહ્યો અને એમાંથી એક એક હાર્ટ શેપ વાળી ડાયમંડ રીંગ પસંદ કરી અને પેક કરાવી. પાયલ ને પિક કરવા જઈ રહ્યો હતો રસ્તામાં ફ્લાવર શોપ દેખાઈ એટલે કાર રોકી. રેડ રોઝનું મોટું બુકેય હાથમાં લીધું અને બુકેય જોઈ એના ચહેરા પર એકદમ ક્યૂટ સ્માઇલ આવી ગઈ. બુકેય ને આગળની સીટ પર મૂકી કાર પાયલ ના ઘર તરફ હાંકી મૂકી..........


To be continue.........


Thank you!!!!
⭐⭐⭐⭐⭐