(દેવ અને સલોની વચ્ચે ખૂબ જ ગરમા-ગરમીવાળો માહોલ થઈ ગયો હતો.બંને ખૂબ ગુસ્સામાં એક-બીજાને જેમ-તેમ બોલી રહ્યા હતા.દેવ એના ગુસ્સા પર કાબુ ના રાખી શક્યો અને સલોની પર હાથ ઉપાડવા જતો હતો એટલામાં અચાનક ત્યાં નકુલ આવી ગયો.નકુલે દેવનો હાથ પકડીને જોરથી નીચે પટક્યો અને દેવને ગાલ પર એક તમાચો માર્યો અને બોલ્યો,"તારી હિંમત કેવી રીતે થઈ સલોની પર હાથ ઉપાડવાની"
"નકુલ......"દેવ નકુલને કહેવા જતો હતો કે ખરેખર અહીંયા થયું છે શું.પણ નકુલ દેવની કઈ જ વાત સાંભળવા તૈયાર ન હતો.એને દેવનો કોલર પકડ્યો અને બોલ્યો,"બોલ....તે કેમ આમ કર્યું?"
"ભાઈ પ્લીઝ....મારી પુરી વાત સાંભળ પહેલા"
"મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી .હું ગુસ્સામાં કઈક કરી બેસું એ પહેલાં નીકળી જા અહીંયાંથી"
દેવ નકુલની સામે હાથ જોડતા બોલ્યો,"નકુલ પ્લીઝ મારી વાત સાંભળ,મને મારી વાત કહેવાનો મોકો આપ.મને એક્સ્પ્લેઇન કરવા દે કે ખરેખર અહીંયા થયું છે શું"
"દેવ કહ્યુંને અહીંયાંથી નીકળ"
"નકુલ પ્લીઝ તને આપણી ફ્રેન્ડશીપની કસમ,મારી વાત સાંભળ"દેવ પોતે પણ કસમમાં બિલિવ નહોતો કરતો પણ નકુલ એની વાત સાંભળે એના માટે દેવે નકુલને એ બંનેની મિત્રતાની કસમ આપી કારણ કે દેવને ખબર હતી કે આ મિત્રતા જેટલી એના માટે ખાસ છે એટલી જ નકુલ માટે પણ છે તેથી કદાચ નકુલ એની વાત સાંભળવા તૈયાર થઈ જશે.
આ બધામાં સલોનીને ડર સતાવતો હતો કે કદાચ નકુલ દેવની વાત સાંભળી પીગળી જશે અને એની બધી જ વાત નકુલની સામે આવી જશે.એક તો આમ પણ નકુલ સલોનીથી થોડો ઉખડેલો હતો અને જો નકુલને દેવના કહેવાથી ખબર પડે કે સલોની અહીંયા કયાં કારણે આવી હતી અને એને દેવને શું શું કહ્યું,તો નકુલ પાક્કું દેવની સાઈડ લે અને સલોનીને છોડી દે.આવા ડરના કારણે એ બંનેની વચ્ચે બોલી,"નકુલ પ્લીઝ શાંત થા અને મારી વાત સાંભળ.તને ખબર છે હું અહીંયા કેમ આવી હતી?"
"કેમ?"
"દેવે મને અહીંયા બોલાવી હતી"સલોનીએ કહ્યું.
"નકુલ,સલોની ખોટું બોલે છે.મેં એને અહીંયા નથી બોલાવી.એને જ મને......"દેવ એની વાત પૂરી કરવા જ જતો હતો એટલામાં સલોની ફરી વચ્ચે બોલી,"તને એ જાણીને નવાઈ લાગશે કે એને મને અહીંયા કેમ બોલાવી છે"
"કેમ?"
"ભાઈ તું મારી વાત સાંભળ......"દેવ ફરી પોતાની વાત કરવા જતો હતો ત્યાં નકુલ એને રોક્યો,"તું હવે ચૂપ રહે તો જ સારું રહેશે.સલોની તું બોલ.કેમ બોલાવી હતી દેવે તને?"
"દેવે મને અહીંયા બોલાવીને પ્રપોઝ કર્યો"સલોની એક પર એક જૂઠ બોલી રહી હતી.
"દેવ,સલોની જે કહે છે એ સાચું છે?"નકુલ દેવને એક મોકો આપીને પૂછ્યું.
"નકુલ,સલોની..........."દેવ ફરી કઈ આગળ બોલે એ પહેલાં સલોનીએ નકુલને કહ્યું,"એને મને એમ પણ કહ્યું કે તું નકુલને છોડીને મારી સાથે આવી જા,હું ઝોરુંનો ગુલામ બનવા પણ તૈયાર છું.હું એ બધું જ કરીશ જે નકુલ તારા માટે નથી કરતો.હું તને પૂરો સમય આપીશ.આવું બધું કહીને દેવ મારી સાથે........"સલોની નકુલને હગ કરીને ખોટું ખોટું રડવા લાગી અને આગળ બોલી,"અને જ્યારે મેં એને કહ્યું કે હું ફક્ત નકુલને જ લવ કરું છું તો એને ગુસ્સો આવ્યો.ગુસ્સામાં એણે મને કેટલુંય કહ્યું અને એ મને મારવા પણ જતો હતો.સારું થયું તું આવી ગયો નકુલ,નહીતો આજ દેવ મને......."આટલું બોલીને સલોની ફરી રાડો પાડીને રડવા લાગી.
"સલોની તું ખોટું શું કરવા બોલે છે?"દેવ બોલ્યો.
"હું શું કરવા ખોટું બોલું.હું તો બસ નકુલને એ કહું છું જે નકુલને જાણવું જરૂરી છે"
"સલોની તું આવી હોઈ શકે એ મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું"
"હું તારા કરતા તો સારી જ છું.મેં મારા ફ્રેન્ડને દગો નથી આપ્યો"
"નકુલ તું એની વાત ના સાંભળ"દેવ બોલ્યો.
"તો કોની વાત સાંભળું બોલ.શું કરું હું.ચલો એક સમય માટે હું માની લઉં કે સલોનીએ જે કહ્યું છે એ ખોટું છે પણ મેં મારી આંખે જોયું કે તું સલોનીને મારવા જતો હતો એ કેવી રીતે ના માનું"નકુલે શાંત મગજે દેવ સાથે વાત કરી.
"હા મેં એની સામે હાથ ઉગામ્યો કારણ કે હું ગુસ્સામાં હતો"
"એવો તો કઈ વાતનો ગુસ્સો આવી ગયો હતો તને?.એવી તો કેવી ભૂલ કરી હતી સલોનીએ કે તું એના પર હાથ ઉપાડવા મજબૂર થઈ ગયો"નકુલ પૂછ્યું.
દેવ નકુલની વાતનો જવાબ આપે એ પહેલાં સલોની બોલી,"કશું જ નહોતું કહ્યું મેં.મેં એના પ્રપોઝલને ના માન્યું એટલે એને મારી પર હાથ ઉપાડ્યો"
"જસ્ટ શટ અપ.હજી કેટલું જૂઠું બોલીશ તું.એન્ડ બાય ધ વે મેં ફક્ત હાથ ઉગામ્યો હતો માર્યું નથી"દેવ હજી પણ ગુસ્સામાં સલોનીને કહી રહ્યો હતો.
"અને જો હું ના આવ્યો હોત તો તું એને થપ્પડ મારી દેત"નકુલે દેવને કહ્યું.
"હા,જો મને પહેલેથી ખબર હોત કે સલોની આપણા વચ્ચે આમ આગ લગાવશે તો હું ચોક્કસ મારી દેત"
"દેવ......."નકુલે ગુસ્સામાં આવી ફરી દેવના શર્ટના કોલર પકડ્યા.
દેવ નકુલને શાંત કરાવતા બોલ્યો,"નકુલ તને મારા પર વિશ્વાસ નથી?"
"વિશ્વાસ.હમમમ,મને ઝિંદગીમાં ફક્ત એક જ વસ્તુથી નફરત છે અને એ છે વિશ્વાસઘાત,દગો.યૂ હેસ બિટ્રેડ મી.દગો આપ્યો છે તે મને.મને ખબર છે સલોની તને કોલેજ ટાઇમથી જ થોડી પસંદ હતી.યાર તે મને પહેલા જ કહી દીધું હોત તો હું સલોનીના પ્રપોઝલને ક્યારેય સ્વીકાર જ ન કરત.પણ આટલું બધું થયા પછી પણ તું મારી પીઠ પાછળ આમ સલોનીને પ્રપોઝ કરે એ કેમ યોગ્ય ગણાય"નકુલ ઉદાસ મને પોતાના મનની વ્યથા કહી રહ્યો હતો.
"તને સાચે જ તારા ફ્રેન્ડ પર ભરોસો નથી રહ્યો?.સલોની જૂઠું બોલે છે.એ આપણી ફ્રેન્ડશીપ તોડાવવા માંગે છે"
"કેવો ફ્રેન્ડ અને કેવી ફ્રેન્ડશીપ.જેને મારી પીઠ પાછળ મારી ફિયોન્સીને પ્રપોઝ કર્યું.તું મારો ફ્રેન્ડ નથી હવે.હવેથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે"નકુલ આટલું કહીને સલોનીનો હાથ પકડી ત્યાંથી નીકળી ગયો.
કાર પાર્કિગમાં જઈને નકુલ અને સલોની જેવા ગાડીમાં બેસવા જતા હતા ત્યાં દેવે એમને રોક્યા,"એક મિનિટ"
"આટલા તમાશા પછી હવે શું કહેવાનું બાકી રહી ગયું છે તારે?"સલોની કટાક્ષમાં બોલી.
દેવ સલોનીની વાતને ઇગ્નોર કરતા નકુલ પાસે ગયો અને એનો હાથ પકડીને બોલ્યો,"ભાઈ,જાણું છું અત્યારે હું તને સાચું કહીશ તો પણ તને એ ખોટું જ લાગશે.એટલે હું તને કોઈ જ એક્સ્પ્લેઇનેશન નઈ આપું.ફ્રેન્ડશીપ ભલે તારા તરફથી તૂટી હોય પણ મારા તરફથી આજ પણ તું મારો ભાઈ,મારો જીગરી યાર જ રહીશ.તને મારા પર જ્યારે પણ ભરોસો આવે ત્યારે આવજે,તને તારો આ દોસ્ત એવોને એવો જ પાછો મળશે.ગુડ બાય"કહીને દેવ ત્યાંથી નીકળતો હતો ત્યાં સલોનીએ ધીમા અવાજે ટોન્ટ માર્યો,"ઈમોશનલફૂલ.સો મિડલક્લાસ.એક દમ પેલી બહેનજીની જેમ"
દેવે નકુલ સામે જોયું તો એ સ્તબ્ધ થઈને ગાડીનો દરવાજો પકડીને ઉભો હતો.દેવે સલોનીના આ શબ્દો સાંભળીને સલોનીને વળતો જવાબ આપવાનું ટાળ્યું.થોડો આગળ ગયો અને ખબર નઈ એને શું થયું કે એ પાછળ ફર્યો અને બોલ્યો,"સલોની,તે મને ના કહેવાનું જે કારણ આપ્યું છે ને એનાથી તે મને ઊંઘમાંથી જગાડ્યો છે.દેખજે એક દિવસ હું એટલો મોટો બિઝનેસમેન બનીશ કે તારે નોકરી માટે મારી પાસે આવવું પડશે.માઈન્ડ ઇટ"
"જા જા,તારા જેવા કેટલાય જોયા મેં"સલોનીએ દેવને ઘરે જવાનો રસ્તો બતાવતા કહ્યું.
"એન્ડ યસ.હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારા જેવી ફ્રેન્ડ ભગવાન કોઈને ન આપે.તું મારી પંસદગી તો શું તું મારી નોકરાણી બનવા લાયક પણ નથી"આટલું કહીને દેવ ઘરે આવવા માટે નીકળી ગયો.)
"પપ્પાને ખૂબ દુઃખ થયું હશેને નાની?"કાવ્યાએ જસુબેનને પૂછ્યું.
"હા બેટા,દેવ અંદરથી તૂટી ગયો હતો"
"તો પપ્પાએ અત્યારે જે સક્સેસ મેળવી છે એમાં એમની જીદ છે ખુશી નહીં,એમ જ કહેવા માંગતા હતા ને તમે"
"હા"
"ફક્ત કોઈને સાબિત કરવા કે એમનામાં કેટલી કાબીલીયત છે પપ્પાએ એમની ઝિંદગી દાવ પર લગાવી દીધી.અને એ પણ એવા માણસ માટે જેમણે પપ્પાની કદર જ નહોતી કરી"
"દેવે અહીંયા આવીને ફક્ત એની જ ઝિંદગી નથી બદલી પણ અમારા બધાની બદલી છે.અને આ બધામાં એક નિર્દોષને ઘણું સહન કરવું પડ્યું છે"
"તમે નિતુની વાત કરો છો ને?"