દેવ નિત્યાને હલકા હાથે ધક્કો મારીને જતો રહ્યો.નિત્યા જમીન પર પગ ટેકવી બેસીને રડી રહી હતી. આજુબાજુમાં રહેલા લોકો એને દયા ભરી નજરે જોઈ રહ્યા હતા પણ કોઈ એને આશ્વાસન આપવા નહોતું આવી રહ્યું.એટલામાં નિત્યાના માથા પર કોઈએ હાથ મુક્યો.
હવે આગળ.............
"એ કોણ હતું નાની?"કાવ્યાએ જસુબેનને પૂછ્યું.
"હું"
"પણ તમે તો ત્યાંથી......."
"નહોતી નીકળી હું ત્યાંથી.મને નિત્યા પર પૂરો વિશ્વાસ હતો કે એ દેવને સંભાળી લેશે પણ એક માંનું દિલ દિકરાને એકલો મુકવા નહોતું માનતું.હું ત્યાં દૂર જઈને ઉભી રહી અને આ બધી વાતચીત સાંભળી"
"પણ પપ્પા નીતુના પર કેમ ગુસ્સે થયા હતા?"
"પહેલા મને પણ ખબર ના પડી કે દેવ નિત્યા સાથે કેમ ગુસ્સે હતો.દેવના ગયા પછી નિત્યા ખૂબ રડી રહી હતી.મેં એને ઉભી કરી.નિત્યા મને હગ કરીને રડવા લાગી.મેં એને માફી માંગતા કહ્યું,'દેવના આ બિહેવીયર માટે હું માફી માંગુ છું બેટા.માફ કરી દેજે દેવને.એ આવો નથી.એ અંદરથી ખૂબ હેરાન છે એટલે એણે તારી સાથે આવું વર્તન કર્યું'આમ મેં એને સમજાવી એટલે એ માંડ માંડ રડતી બંધ થઈ"
પછી નિત્યાએ મને કહ્યું,("આંટી,તમે હાલ જ દેવની પાસે જાવ.એને એકલો ના મુકતા પ્લીઝ.મારાથી ગુસ્સે છે એટલે એ મને કશું જ નહીં કે પણ તમે એની પાસેથી જાણવાનો પ્રયત્ન કરજો કે શું તકલીફ છે એને નહીતો એ અંદરને અંદર ઘૂંટાતો રહેશે"
"પણ એ તારાથી કેમ ગુસ્સે છે?"
"આંટી અત્યારે એ બધી વાત કરવાનો સમય નથી.તમે જલ્દી એની પાસે જાવ"
"સારું સારું,તું તારું ધ્યાન રાખજે"
"સારું")
હું ઘરે આવી ત્યાં સુધી બધા જ મહેમાનો જતા રહ્યા હતા.કેટરિંગવાળા અને કામવાળા બધું સમેટતા હતા.હું સીધી જ દેવના રૂમમાં ગઈ.ત્યાં દેવ ન હતો.પછી મને લાગ્યું કે વોશરૂમમાં ગયો હશે તો ત્યાં જોયું પણ વોશરૂમ પણ ખુલ્લું જ હતું અંદર કોઈ હતું નહીં.બહાર ગઈ તો કેટરિંગવાળનો મેનેજર અને કહ્યું કે,("મેમ દેવ સરને બોલાવોને પ્લીઝ"
"મને પણ નથી ખબર એ ક્યાં છે"
"મેમ મેં એમને ફોન પર વાત કરતા કરતા ટેરેસ પર જતાં જોયા છે"
"અચ્છા,તમારે એમનું શું કામ હતું?"
"મેમ આ બાકી રહેલ જમવાનું ક્યાં મોકલાવાનું છે?"
"તમે રહેવા દો,અમે મોકલાવી દઈશું"
"ઓકે મેમ"
"પેયમેન્ટ તો દેવે કરી જ દીધું હશે ને?"
"હા મેમ,થેંક્યું"
"તમને પણ થેંક્યું")
હું ધાબામાં ગઈ.દેવ ત્યાં લોખંડના કઠેડાને ટેકો દઈને બેસ્યો હતો.મને જોઈને એ બીજી તરફ મોઢું ફેરવીને બેસી ગયો.હું એની નજીક ગઈ અને એના માથા પર હાથ ફેરવ્યો અને વાત કરવાનું શરૂ કર્યું.
("દેવ શું થયું છે બેટા"
"કઈ જ નઈ મમ્મી"
"કંઈક તો થયું છે નહીં તો તું આમ પોતાના જન્મદિવસે મિત્રો જોડે પાર્ટી કરવા ગયો હોત આમ એકલો ઉદાસ ના બેસ્યો હોત"
"મમ્મી......."દેવ આટલું બોલીને અટકાઈ ગયો.
જસુબેને એમના હાથથી દેવનું મોઢું પોતાની તરફ ફેરવ્યું અને પૂછ્યું,"પપ્પાની યાદ આવે છે?")
મારા આટલું બોલતા દેવ મને ભેટી પડ્યો અને જોરજોરથી રડવા લાગ્યો.હું ગભરાઈ ગઈ.મને થયું કે દેવ એના પપ્પાને યાદ કરતા આમ ના રડે.આમ તો એ સ્ટ્રોંગ છે.તો શું વાત હશે.મેં એના માથામાં એના પીઠ પર હાથ ફેરવ્યો.
("બેટા કેમ આમ રડે છે?.શું થયું છે?"
"મમ્મી.......મમ્મી આ દુનિયામાં બહુ જ ખરાબ લોકો છે"
"તું કોની વાત કરે છે બેટા?"
"કોઈની નઈ મમ્મી,હવે હું કોઈની પર વિશ્વાસ નહીં કરું"દેવ એના આંસુ લૂછતાં બોલ્યો.
"વાત શું છે દેવ?"
"કેમ લોકો આવું કરે છે.જેના પર મેં વિશ્વાસ કર્યો,એને આટલો પ્રેમ કર્યો એને જ મને જેમતેમ કહ્યું.એની આંખોમાં તો મારા માટેની ઈજ્જત જ નથી.મમ્મી આજ એને મને મારી ઔકાત બતાવી દીધી છે.પણ મમ્મી તું જોજે હું એને નહીં જીતવા દવ.હું મોટો માણસ બનીને બતાવીશ"
"બેટા માણસે મનથી મોટા હોવું જોઈએ.અને કોણ છે તને આ બધું કહેવાવાળું?"
"સલોની"દેવે સીધું જ કહી દીધું.
"સલોની તારી મિત્ર?"
"મિત્ર નહીં......મિત્રના નામે કલંક છે સલોની.મેં વિચાર્યું પણ નહોતું કે સલોની મારા વિશે આવા વિચારો ધરાવતી હશે"
"કેવા વિચારો?"જસુબેને પુરી વાત જાણવાનો પ્રયત્ન કર્યો.અને ખબર નહી પણ એ દિવસે દેવ પણ જસુબેનને બધું જ શેર કરવા તૈયાર થઈ ગયો હતો.આમ તો એ નિત્યા સાથે શેર કરતો પણ આજ તો એને નિત્યા સાથે ખરાબ વર્તન કરીને એ તક પણ ગુમાવી દીધી હતી.
દેવ અને સલોની વચ્ચે થયેલ સંવાદ............
દેવની પાર્ટીમાં આવેલ સલોનીએ દેવને મેસેજ કરીને કહ્યું હતું કે,"એક અરજન્ટ વાત કરવી છે આપણે ક્યાંક બહાર મળી શકીએ?"
"ક્યારે?"
"થોડી વારમાં"
"બટ આ પાર્ટી......"
"પ્લીઝ"
"ઓકે,પણ ક્યાં?"
"તું કે ત્યાં"
"ઓકે,એક રેસ્ટોરન્ટનું એડ્રેસ સેન્ડ કરું છું ત્યાં આવી જજે"
"ઓકે ડન"
દેવ શહેરથી દૂર એના ફેવરિટ રેસ્ટોરન્ટમાં પહોંચીને સલોનીની રાહ જોઈ રહ્યો હતો જ્યાં દેવ,નિત્યા,સ્મિતા,પંકજકુમાર અને કાવ્યા ગયા હતા.દેવ વિચારતો હતો કે,"એવી તો શું અરજન્ટ વાત કરવી હશે સલોનીને કે મને હાલને હાલ મળવા બોલાવ્યો.કઈ સમજાતું નથી.એ મને કોઈ સરપ્રાઈઝ તો નઈ આપવાની હોય ને?.ના ના સરપ્રાઈઝ વિશે તો મારે વિચારવું જ નથી.ગઈ વખતે એને મને સરપ્રાઈઝનું કહ્યું હતું ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી"
દેવ વિચારતો હતો એટલામાં સલોની આવી.
"થેંક્યું દેવ,તારી બર્થડે છોડીને પણ અહીંયા આવવા માટે"
"નોટ નિડેડ....બોલ હવે શું વાત હતી?"દેવે સીધા મુદ્દા પર આવતા કહ્યું.
"નકુલ વિશે મારે તારી સાથે વાત કરવી છે"
"નકુલ વિશે?"
"હા"
"શું?"
"એ થોડા દિવસથી બદલાયેલો બદલાયેલો લાગે છે"
"મતલબ?"
"મતલબ કે ફોન ઓછા કરે છે.હું કરું છું તો ઉપાડતો નથી.મારા મેસેજના રીપ્લાય પણ નથી આપતો"
"કામમાં હશે"
"કામમાં તો એ પહેલાં પણ કરતો હતો બટ હવે એના મિજાજ કંઈક અલગ જ છે.એ બઉ મમ્મી મમ્મી કરે છે,મમ્માસ બોય"
"હા તો એમાં શું વાંધો છે"
"યાર મને એનું પૂરું ધ્યાન મારી તરફ જ જોઈએ છે.એટલે તો હું એની સાથે કેનેડા શિફ્ટ થવાનું વિચારું છું"
"મતલબ તને 'ઝોરું કા ગુલામ' જોઈએ એમ ને?,બાય ધ વે નકુલ જ્યોતિ આંટીને છોડીને કેનેડા જવા માટે નઈ માને"
"હા તો તું હેલ્પ કરને મારી,એને મનાવવામાં"
"સોરી,એ મારાથી નઈ થાય"
"કેમ?"
"શી આઈ નો યૂ લવ નકુલ.બટ નકુલ એની મમ્મીને કદાચ તારાથી પણ વધારે લવ કરતો હશે.એ આંટીને ક્યારેય એકલા નઈ મૂકે.પણ મારી પાસે બીજી ઓફર છે"
"કેવી ઓફર?"
"મને કેનેડા લઈ જા,હું ઝોરુંનો ગુલામ બનવા તૈયાર છું"દેવ મજાક કરતા બોલ્યો.
"દેવ........"સલોની ગુસ્સામાં બોલી.
"હા પણ મમ્મી આપણી સાથે આવશે હો,તને એમાં વાંધો તો નથી ને?"
"દેવ,તારી સાથે મેરેજ અને એમાં પણ હું'ધ સલોની મહેતા'થોડું અજીબ નથી લાગતું આ કોમ્બિનેશન?"
"મતલબ?"દેવને ખબર ના પડી સલોની શું કહેવા માંગતી હતી.
"તું ક્યાં અને હું ક્યાં?"
"સમજ્યો નહીં હું"
"તું એક મામુલી પ્રોફેસર અને હું એક સક્સેસફૂલ બિઝનેસમેનની દિકરી"
"એ હવે બઉ વધી રહ્યું છે હો સલોની"
"એમાં શું વધી રહ્યું છે.ધેટ્સ ધ ટ્રુથ"
"સલોની યૂ ક્રોસ યોર લિમિટ.હું ફક્ત મજાકમાં કહી રહ્યો હતો"
"તું ગુસ્સે કેમ થાય છે,હું તો જે સાચું છે એ કહું છું.પ્રોફેસરની વેલ્યુ કરતા બિઝનેસમેનની વેલ્યુ વધારે હોય છે.એટલે તો મેં નકુલને ચૂસ કર્યો છે"
"જો એ બિઝનેસમેન ના હોત તો તું એની સાથે ના હોત"
"મને પહેલેથી જ હતું કે નકુલ એના પપ્પાનો બિઝનેસ જોઈન કરશે.એનામાં એ કાબીલીયત પહેલેથી જ હતી"
"અને તારામાં પણ એક મોટી કાબીલીયત છે"દેવ શાંત મને બોલ્યો.
"મને ખબર છે"સલોની ઘમંડ સાથે બોલી.
"પુરી વાત તો સાંભળ પહેલા.......તારામાં બીજાની મહેનતને પોતાનું નામ બતાવવાનું ટેલેન્ટ છે.તું એવા બિઝનેસમેન પિતાની દિકરી છે જેમની સાથે પાંચ કલાક તો શું પાંચ મિનિટ પણ ઉભું રહેવાનું પસંદ નથી કરતી"
"માઈન્ડ યોર વર્ડ દેવ.ભૂલે નહીં તું કોની સાથે વાત કરી રહ્યો છે"
"મને યાદ છે હું કોની સાથે વાત કરી રહ્યો છું અને એકદમ બરાબર વાત કરી રહ્યો છું"
દેવ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો.કારણ કે આજ એવા માણસે દેવને એની ઔકાતની વાત કરી જેને દેવ પસંદ કરતો હતો.અને કદાચ એટલે જ દેવના આત્મસન્માનને વધારે ઠેસ પહોંચી હતી.દેવ હવે પોતાના શબ્દો પર કાબુ રાખવાનું ભૂલી ગયો હતો.સલોની પણ મોટા ઘમંડથી દેવની સાથે વાત કરી રહી હતી.
"કદાચ નકુલને તારા આ ટેલેન્ટની ખબર પડી ગઈ હશે એટલે જ તને ઇગ્નોર કરતો હશે"
"જસ્ટ શટ અપ દેવ"
"યૂ જસ્ટ શટ અપ.મને મારા પર શરમ આવે છે કે મેં આ માણસને પ્રેમ કર્યો જેનું પોતાનું કઈ અસ્તિત્વ નથી અને બીજાની ઔકાત બતાવે છે"દેવ ઉતાવળ અને ગુસ્સામાં ના કહેવાની વાત કરી ગયો.
"શું......પ્રેમ?...મતલબ કે તું મને........હાવ ડેર યૂ.....તારી હિંમત કેવી રીતે થઈ મારા વિશે આમ વિચારવાની.હવે તો હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે તારી ઔકાત પણ નથી મારા વિશે વિચારવાની.પહેલા એ લાયક બન"
"સલોની........."દેવ ગુસ્સામાં સલોની પર હાથ ઉપાડવા જતો હતો એટલામાં અચાનક ત્યાં નકુલ આવી ગયો.