One unique biodata - 2 - 17 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૭

Featured Books
Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૭

કાવ્યાના જીદ કરવાથી જસુબેન કાવ્યાને સલોની વિશે જણાવવા માટે તૈયાર થઈ ગયા.વાત શરૂ કરતાં પહેલાં જસુબેન કાવ્યા પાસેથી પ્રોમિસ લેતા બોલ્યા,"હું તને બધું જ કહીશ પણ એના પહેલા મને એક પ્રોમિસ આપ"

"એ જ ને કે હું આ વાત કોઈની પણ સાથે શેર ના કરું?"

"હા,નિત્યા સાથે પણ નહીં"

"પ્રોમિસ નાની,જલ્દી કહો કે સલોની છે કોણ?"

"સલોની આપણા જીવન માટે એક શ્રાપ પુરવાર થઇ છે"

"શ્રાપ.....એ કેવી રીતે?"

"આજ આપણી જિંદગી કઈક અલગ હોત,જો એ આપણી લાઈફમા.....સોરી દેવની લાઈફમાં ન આવી હોત"

"મતલબ?"

"મતલબ કે અત્યારે આપણે જે પણ છીએ એ એના કારણે છીએ"

"હા,એ તો સારી બાબત છે ને?.......તો એ શ્રાપ કેમ કહો છો તમે?.આપણે બધા તો સુખી છીએ ને?"

"દેખાવ છે આ બધો.હા સુખી છીએ કારણ કે આપણા પાસે રૂપિયો છે.જે જોઈએ એ ખરીદી શકીએ છીએ.બસ ફક્ત એક વસ્તુ ખરીદી નથી શકતા"

"અને એ શું છે?"

"મનની શાંતિ.આપણે સુખી તો છીએ પણ ખુશ નથી.બધા જ આમ ઉપર પડતું હસે છે.તને જેમ આપણો પરિવાર આમ ખુશ દેખાય છે એવું છે નઈ"

"તમે શું કહી રહ્યા છો મને કંઈ જ ખબર નથી પડી રહી"

"ઘણા વર્ષ પહેલાંની આ વાત છે.દેવનો જન્મદિવસ હતો.પહેલા દેવ એના જન્મદિવસને લઈને ખૂબ જ એક્સાઇટેડ રહેતો.મોજ-મસ્તી,ફ્રેન્ડ સાથે ફરવું,કેક કટિંગ સેલિબ્રેશન,પાર્ટી,મ્યુઝિક,સરપ્રાઇસીસ આ બધું એને ખૂબ ગમતું હતું"

"તો હવે કેમ પપ્પા આમ........"

"બસ એ એની છેલ્લી બર્થડે હતી જે એને ધામ-ધૂમથી મનાવી હતી"

"મતલબ કે પપ્પાના બર્થડેના દિવસે કંઈ થયું હતું?"

"હા"

"શું?"

"કેક કટિંગ કર્યા પછી દેવ ખબર ખબર નઈ ક્યાં ગાયબ થઈ ગયો હતો.અમે બધા જ એને શોધી રહ્યા હતા.બધાએ ફોન કર્યા પણ દેવે કોઈનો ફોન રિસીવ નહોતો કર્યો.મને ખુબ ગભરામણ થઈ રહી હતી.પણ ત્યાં મારા કરતાં પણ એક વ્યક્તિ એવું હતું જે દેવને લઈને મારાથી પણ વધારે ગભરાયેલું હતું"

"એ કોણ?"

"તારી નીતુ"

"કેમ?"

"કારણ કે,દેવના બર્થડેના થોડા દિવસ પહેલા દેવ અને નિત્યાનો બહુ જ મોટી બાબત પર ઝગડો થયો હતો"

"કઈ બાબત પર?"

"એ તો મને પણ નથી ખબર.પણ એ લોકો મનાલી ટ્રીપ પર જઈને આવ્યા ત્યારથી એ બંને વચ્ચે બોલાચાલી ઓછી થઈ ગઈ હતી.નહિવત થઈ ગઈ હતી એમ કહું તો ખોટું નથી"

"પણ નીતુ અને પપ્પા તો ચાઈલ્ડહુડથી જ બેસ્ટ ફ્રેન્ડ હતા ને?"

"હા,એટલે તો નિત્યાને એ દિવસે ખૂબ ડર લાગી રહ્યો હતો.મનમાં બબડે જતી હતી કે,('મારે દેવને કશું જ નહોતું કહેવું જોઈતું.દેવને કંઈક થશે તો એની જવાબદાર હું હોઈશ'આવું બધું બોલે જતી હતી.)

નોંધ:-હવેથી હું જે પણ કંઈ કૌંસમાં લખું એ બધું ભૂતકાળમાં થયેલી વાતચીત છે એવું માનવું.છતાં પણ તમને ખબર ના પડે તો મને મેસેજ કે કોમેન્ટ કરીને જણાવવા વિનંતી જેથી હુંડાયલોગ્સ અન્ય કોઈ રીતે દર્શાવું જેથી તમને વાંચવામાં આસાની રહે.

("મેં એને પૂછ્યું કે તને ખબર છે દેવ ક્યાં ગયો છે?.એને જવાબ આપ્યો કે ના આંટી.પછી મેં પૂછ્યું કે તને ખબર છે એ ક્યાં હોઈ શકે તો એના જવાબમાં એને મને કહ્યું કે,'આંટી,મારો અને દેવનો ઝગડો થયો હતો.એને તો મને એની બર્થડે પાર્ટીમાં પણ નથી બોલાવી.પણ છતાં હું આવી તો કદાચ મને જોઈને એ ક્યાંક જતો રહ્યો હોય.........'આટલું બોલતા બોલતા નિત્યા રડવા લાગી")

("મેં એને સમજાવ્યું કે,'આટલી નાની બાબત પર દેવ ક્યારેય એવું કંઈ ન કરે.કોઈ તારાથી ગુસ્સે રહી શકે છે પાગલ.તું ચિંતા ના કર એ જ્યાં પણ હશે હમણાં આવી જશે")
મેં નિત્યાને આટલું કહ્યું તો ખરું પણ મારું જ મન માનવા તૈયાર નહોતું થતું.કારણ કે મનાલીથી આવ્યા પછી દેવની હરકતો કઈક અલગ જ હતી.ક્યારેક ઉદાસ થઈને બેસી જતો તો ક્યારેક ફોનમાં જોઈને જોર જોરથી હસતો હતો.

"કદાચ મનાલીની ટ્રીપમાં નીતુ અને પપ્પા વચ્ચે કઈક પ્રોબ્લેમ થઈ હશે"કાવ્યાએ અંદાજો લગાવતા કહ્યું.

"હા એવું જ થયું હતું"

"પછી......પછી શું થયું?.પપ્પા ક્યાં હતા?"કાવ્યાએ પૂછ્યું.

જસુબેને એના જવાબમાં કહ્યું(બધા મહેમાનો જમી રહ્યા હતા.દેવના દોસ્તો એમને એટેન્ડ કરી રહ્યા હતા.મેં નિત્યાને રસોડામાં બોલાવી અને કહ્યું,'સાંભળ નિત્યા,તું અને દેવ બંને સારા મિત્રો છો.એ એનો સૌથી વધારે સમય તારી સાથે વિતાવતો હતો ચાહે એ કોલેજમાં હોય કે કોલેજની બહાર.તો તું યાદ કરવાની કોશિશ કરી કે એ કંઈ જગ્યાએ વધારે જતો હતો?.એને ક્યાં વધારે ગમતું હતું?.યાદ કરવાનો પ્રયત્ન કર'

"પણ આંટી એ આજે આ પાર્ટી છોડીને ત્યાં શું કરવા ગયો હોય"

"આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી એને શોધવા માટેનો"

"હા એ પણ છે"

"હું બહાર જઈને ગેસ્ટને જોવું છું એટલામાં તું યાદ કર અને પછી મને કહે"

"ઓકે આંટી")

આટલું કહીને હું બહાર જતી જ હતી એટલામાં નિત્યાએ મારો હાથ પકડ્યો અને બોલી,
("આંટી....આંટી મને ખબર છે દેવ ક્યાં ગયો હશે.હું હમણાં જ એને લઈને આવું છું."

"ના બેટા,હું પણ તારી સાથે આવું છું"

"સારું ચાલો")

ત્યારબાદ હું અને નિત્યા બંને દેવને શોધવા માટે નીકળ્યા.શહેરથી દૂર એક રેસ્ટોરન્ટમાં નિત્યા અને હું પહોંચ્યા.ત્યાં ખૂબ જ શાંતિ હતી.અમે બંને અંદર ગયા.નિત્યા દોડીને સીધી જ એ ટેબલ પાસે ગઈ જ્યાં દેવ ક્યારેક બેસતો હશે પણ એ ટેબલ પર કોઈ બીજું બેસેલું હતું.ત્યારબાદ એ સામે રહેલ ગાર્ડનમાં ગઈ.ત્યાં જઈને જોયું તો દેવ બેસ્યો હતો.ત્યાં નાનું તળાવ હતું એ બાજુ મોઢું કરીને દેવ બેસ્યો હતો.અમને બંનેને દેવને ત્યાં જોઈને શાંતિ થઈ.અમે બંને એની પાસે ગયા.નિત્યાએ દેવના ખભા પર હાથ મુક્યો.કદાચ એ મહેસુસ કરી શક્યો હશે કે એ નિત્યાનો હાથ છે એટલે એ અચાનક પાછળ ફર્યો અને કઈક બોલવા જ જતો હતો પણ નિત્યાની સાથે મને જોઈને એ ચૂપ થઈ ગયો.ફરી એ તળાવ તરફ ફર્યો અને એને પોતાનો ચહેરો સાફ કર્યો અને પાછો ઉભો થઈને અમારી તરફ જોયું.મને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો પણ હું કંઈ પણ બોલું એ પહેલાં નિત્યાએ મારો હાથ પકડ્યો અને ઇશારાથી કઈ પણ ન બોલવા માટે કહ્યું.કદાચ એ મારા દેવને મારાથી પણ વધારે સમજતી હતી.

("દેવ તું તારી બર્થડે પાર્ટી છોડીને અહીંયા શું કરે છે?"નિત્યાએ વાતાવરણને હળવું કરવા માટે પૂછ્યું.

"હું અહીંયા....અહીંયા....."દેવ કઈ જ બોલી શકતો ન હતો.

"ચાલ ઘરે,બધા તારી રાહ જુએ છે"નિત્યાને ખબર પડી ગઈ કે દેવની હાલત ઠીક નથી તેથી એને જ બોલવાનું ચાલુ રાખ્યું.દેવ હજી પણ ચૂપ હતો.એને કઈક ગુનો કરતો હોય એમ એની નજરો જુકેલી હતી.

નિત્યાએ મને કહ્યું,"આંટી,તમે ઘરે જાવ.હું દેવને થોડીવારમાં લઈને આવું"

હું નિત્યાની વાત સમજી ગઈ.હું આગળ કઈ જ બોલી ના શકી.હું ત્યાંથી નીકળવા જ જતી હતી ત્યાં નિત્યાએ પાછળથી આવીને મને કહ્યું,"ડોન્ટ વરી આંટી.હું એને હમણાં જ ઘરે લઈને આવું છું.તમે નિરાંતે ઘરે જાવ"

"તું છે તો મને કોઈ પણ વાતની ચિંતા નથી.જલ્દી આવી જજો"આટલું કહીને હું ત્યાંથી નીકળી ગઈ.)

(નિત્યાએ દેવને પૂછ્યું,"દેવ શું વાત છે?"

"કંઈ જ નહીં"

"દેવ,મારી સામે જો અને બોલ શું વાત છે?.માનું છું આપણા વચ્ચે હવે પહેલા જેવી ફ્રેન્ડશીપ રહી નથી પણ....."

"કહ્યું ને કઈ નથી થયું....તું પણ જા અહીંયાંથી.બધા મને એકલો મૂકી દો.મને કોઈની જરૂર નથી.મને હવે મારી લાઈફમાં કોઈ જ સ્ત્રીની જરૂર નથી"દેવ મોટા અવાજથી બોલ્યો અને ત્યાંથી નીકળતો હતો ત્યાં એને ઠેસ વાગી અને પડી ગયો.આસપાસ જે લોકો હતા એ બધા જ એની સામે જોઈ રહ્યા.નિત્યાએ દેવને ઉભો કર્યો.નિત્યાને દેવ પાસેથી અજીબ સ્મેલ આવી.નિત્યાએ એના બે હાથ દેવના ગાલ પર મૂક્યાં અને દેવની આંખોમાં જોઈને કહ્યું,"દેવ તે ડ્રિન્ક કર્યું છે?"

"હા કર્યું છે તો.મારી મરજી.હવે હું મારી લાઈફ મારી મરજીથી જીવીશ.જે કોઈએ નથી કરી બતાવ્યું એ હું કરી બતાવીશ.જે લોકો મને નીચો માણસ માને છે એમને બતાવી દઈશ કે દેવ પટેલ શું છે"

"દેવ તું આ બધું શું બોલી રહ્યો છે?"નિત્યાએ પૂછ્યું પણ દેવ નિત્યાને હલકા હાથે ધક્કો મારીને ત્યાંથી જતો રહ્યો.નિત્યા જમીન પર પગ ટેકવી બેસીને રડી રહી હતી.આજુબાજુમાં રહેલા લોકો એને દયા ભરી નજરે જોઈ રહ્યા હતા પણ કોઈ એને આશ્વાસન આપવા નહોતું આવી રહ્યું.એટલામાં નિત્યાના માથા પર કોઈએ હાથ મુક્યો.)

શું લાગે છે તમને એ હાથ કોનો હશે?

(ફરી એક વાર તમને યાદ કરાવું છું કે કૌંસમાં રહેલ વાર્તાલાપ એ ભૂતકાળમાં થયેલ ઘટના વિશે છે.જો તમને વાંચવામાં કઈ પણ અડચળ પડે તો મને જણાવજો પ્લીઝ.અને તમારા અભિપ્રાય મને જણાવતા રહેજો.તો મળીએ આવતા ભાગમાં.ત્યાં સુધી વાંચતા રહો એક અનોખો બાયોડેટા...............)