Rudiyani Raani - 19 in Gujarati Love Stories by Dave Yogita books and stories PDF | રૂદીયાની રાણી - 19

Featured Books
Categories
Share

રૂદીયાની રાણી - 19

( ભાગ -૧૯)


દરિયો પણ જાણે રૂપાની વાત સાંભળતો હોય એવું વાતાવરણ ચારેય બાજુ છવાઈ ગયું હતું.દરિયાના મોજા પણ એકદમ શાંત હતા.

રૂપા બોલવાનું ચાલુ હતું. શું ખરેખર પ્રેમ કરવાની સજા આવી જ મળતી હશે.મેં તો જતીનને મારા તન મનથી પ્રેમ કર્યો હતો.જતીનનના મગજમાં શું ચાલી રહ્યું હતું.એ હું સમજી શકી ન હતી.જતીન માત્રને માત્ર મારો ઉપયોગ કરતો હતો. એના પપ્પા પાસેથી પ્રોપર્ટી મેળવવા માટે જતિનએ મારો ઉપયોગ જ કર્યો હતો.


રઘુ બધી વાત રૂપા પાસેથી શાંતી થી સાંભળતો હતો. રૂપા આજ પહેલી વાર બધી વાત પણ મન ખોલીને કરતી હતી.

મારા હિસાબે મમ્મી-પપ્પાને પણ સાંભળવું પડે છે. મારા મગજમાં વિચારોનું તોફાન રમતું હોય છે.જે શાંત થવાનું નામ જ નથી લેતું.હું કેટલી બુદ્ધિ વગરની હતી એટલે જ મારી સાથે આવું થયું.હું જતીન ની રમતને સમજી જ ના શકી.

રઘુ એ જવાબ આપતા કહ્યું રૂપા આપણે કોઈ માણસની અંદર ઝાંખી નથી શક્તા કે એ માણસ કેવું છે એ સમજી શકીએ છીએ.દેખાય એવા માણસો આ દુનિયામાં હોતા જ નથી.મનમાં કંઇક અલગ જ રમતું હોય છે.તું આ વાત જ વિચારતી રહીશ તો તારા જીવનમાં આગળ ક્યારે વધીશ.તારી આખી જિંદગી બાકી છે થોડો ટાઈમ આપ.બધું સરખું થઈ જશે.

ચલ હવે મારે ઘરે પણ જવું છે.મામા મામી રાહ જોતા હશે અને સીમા પણ ટેન્શનમાં લેતી હશે.

અરે ચિંતા ના કર.મે સીમાને msg કરી દીધો હતો કે તું મારી સાથે છો એટલે હવે ચિંતા નહી કરતી.
હેં! એટલે સીમા એ તને મને શોધવા મોકલ્યો હતો.આ સીમા પણ.અને. હા તને કેવીરીતે ખબર પડી કે હું અહીં છું.રૂપા એ રઘુને પૂછ્યું?

સાચી વાત કહુ તો સીમા એ મને કહ્યું કે દી upset થઈને ઘરની બહાર જતી રહી છે.અને ગાડી લઈ ને ગઈ છે.એટલે હું સમજી ગયો કે તું અહીં જ મળીશ.

તું મને આટલી ઓળખે છે?રૂપા એ પૂછ્યું.

હા.( મનમાં બોલ્યો)બધાથી વધારે.રઘુ એ જવાબ આપ્યો.

બન્ને ઘરે જાય છે.મિતામામી ને ત્યાંથી ફૈબાને બીજા મહેમાન જતા રહ્યા હતા.રૂપા મામા-મામી પાસે દોડીને અંદર જાય છે.sorry મામા મામી મારા behaviour માટે મારે આ રીતે ઘરે થી જવાની જરૂર ના હતી.આ બધા મહેણાંની તો મને આદત જ હતી.પણ અહીં expect નહોતું કર્યું એટલે વધારે દુઃખ થયું. sorry... પોતાના કાન પકડી છે.

અરે મારી દિકરી તારો કોઈ વાંક નથી.આ મારી ફૈબા જ એવી છે.પણ તું ચિંતા ના કર.મામા-મામી એ જવાબ આપ્યો. બધા ગળે મળી ગયા.હું અને કાનો તો રહી ગયા સીમા અને કાનો પણ ભેટી પડ્યા.

રૂપા અને સીમા પોતાના રૂમમાં જાય છે.રૂપાને વિચાર આવે છે કે આટલી આસાનીથી મે બધી વાત રઘુને કેવીરીતે કહી દીધી. એ સીમાને બધી વાત કહે છે.સીમા મને સમજાતું નથી જે વાત હજી સુધી કોઈને નહિ કહી શકી એ વાત મે રઘુને તરત જ કહી દીધી. સાયદ આ જ દોસ્તી હશે? જે વાત કોઈને ન કહી શકી એ એકપણ સંકોચ વિના દોસ્ત ને કહી શકાય.ખરેખર, રઘુ જેવો મિત્ર બધાંને મળતો નથી.

આ બાજુ મહુલને બધી વાત કરે છે.કે રૂપા કેટલી અંદરથી તૂટી ગઇ છે.એ પાછી ક્યારે પહેલા જેવી થશે.એ મારી જવાબદારી છે હું રૂપાને પહેલા જેવી હસતી બોલતી કરીને જ અહીથી મોકલીશ.

ભાઈ એક વાત પૂછું.તું હજી પણ રૂપાને પ્રેમ કરે છે? તું આજ પણ રૂપા સાથે તારા લગ્નનો વિચાર કરે છે? સાચું કહેજે.એ એક divorcy છોકરી છે ભાઈ.તને ખબર છે ને? આપણા સમાજ કે ઘરમાં આ વાત બધા સમજશે?

કોઈ સમજે છે કે નહિ એ વાતથી મને કોઈ મતલબ નથી.
રૂપાના ડિવોર્સ થયા એમાં રૂપા નો કોઈ વાંક નથી.અને હા આજ પણ હું રૂપાને એટલો જ પ્રેમ કરું છું.

દિવસો વીતતા જાય છે.રૂપા અને રઘુ હવે દિવસે દિવસે એકબીજાની નજીક આવતા જાય છે.

બન્ને તિથલના દરિયાના તટ પર બેઠા હોય છે. વાત વાતમાં રૂપા પૂછે છે કે રઘુ તે ક્યારેય કોઈને પ્રેમ નથી કર્યો?

રઘુ એ કહ્યું.હા કર્યો છે ને.મે તો એક એક પળ ખાલી એને જ પ્રેમ કર્યો છે એ વાત અલગ છે એ ક્યારેય સમજી જ નથી.હું તો લગભગ પ્રેમને સમજયો ત્યારથી માત્ર અને માત્ર તેને જ પ્રમે કર્યો છે.તારે મળવું છે મારા પ્રેમને?

રૂપા હા યાર બતાવતો ખરા હું તો મળુ મારા દોસ્તના પ્રેમ ને. ચલ મારી સાથે દરિયા પાસે લઈ જાય છે.અને જોરથી અવાજ લગાવે છે.રૂપા I love you રૂપા....so so much...in every movement of my life.....my love is endless for you.....

રૂપા એકદમ ચોંકી જાય છે.શું બોલે છે તું રઘુ તને ખબર છે ને મારી હકીકત.
મને એટલી જ ખબર છે કે હું તને પ્રેમ કરું છું અને કરતો રહીશ. એ જ હકીકત છે.બાકી બધું હું સંભાળી લઈશ.બસ તું તારો જવાબ મને આપ? હું તને કોઈ force નથી કરતો.તારી મરજી હોય તો જ મને હા કહેજે.કાલ હું અહીં જ તારી રાહ જોઇશ.તારી હા હોય તો આવજે નહિતર ના આવતી.એ વાતથી આપણી દોસ્તી પર કોઈ અસર નહીં થાય.i promise you.

રૂપા કંઈ સમજી નથી શકતી.રૂપા ત્યાંથી દોડીને જતી રહે છે.

વાચકમિત્રો! કાલ છેલ્લો ભાગ આ વાર્તાનો પ્રકાશિત કરવા જઈ રહી છું.તમારા બધાના સાથ વગર મારા આટલા ભાગ લખવા શક્ય ન હતા.thank you for your wonderful support. ધન્યવાદ.

યોગી