Shikkan Ni Paribhasha in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | શિક્ષણની પરિભાષા

Featured Books
Categories
Share

શિક્ષણની પરિભાષા

શિક્ષણની પરિભાષા
 
‘‘હા તો કેટલા દિવસો માટે જઇ રહી છું ?” નાસ્તાની ડીશમાંથી બીજો સમોસો લેતા દિવ્યાએ પુછ્યું.
       ‘‘બસ આઠ-દસ દિવસ માટે,” મેઘનાએ થાકેલાં અવાજ સાથે કહ્યું.
       ઓફીસમાં બપોરના બ્રેક સમયે બંને સહેલીઓ આહારગૃહમાં બેઠાં બેઠાં વાતો કરી રહેલ હતી.
       મેઘનાના કેટલાંક માસ અગાઉ મલય સાથે લગ્ન થયેલ હતાં. બંને સાથે કામ કરતાં હતાં. પ્રેમની વાત જ કંઇ એવી હોય છે, થઇ જાય પણ ખબર ન પડે, તેવી પરિસ્થિતિ મેઘના-મલયની હતી. બંને સાથે કામ કરતાં હતાં તેમાંજ ક્યારે એકબીને તેમનાં દલડાં દઇ બેઠાં તેની તેમને જ ખબર ન રહીં  અને તેમાં બંનેના લગ્ન પણ થઇ ગયાં. બંને એક ઓફીસમાં કામ કરતાં હતાં છતાં, તેમના ડીપાર્ટમેન્ટ અલગ અલગ હતાં. બંનેની નોકરી ભલે એક જગ્યાએ હતી પરંતું તેમને એકબીજાને મળવાનો સમય મળતો ન હતો, કારણ આઇટી ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી રહેલ કંપની હતી એટલે કામનો બોજો બધાને શીરે રહેતો હતો.
       ‘‘સારુ, તું રહી કેવી રીતે શકે છે તે જગ્યાએ ?” કે જણાવેલ હતું કે કોઇ વ્યક્તિ ના મરણ પ્રસંગે તારી સાસરીમાં,” દિવ્યા આજે પુરા મજાકના મુડમાં હતી. એટલે મેઘનાને ચીડવવાના ઉદ્દેશથી પુછી રહેલ હતી. કારણ દિવ્યા જાણતી હતી કે, મેઘનાને સાસરીનું કંઇ કહેવામાં આવે એટલે તે અચુક ગુસ્સો કરતી હતી.
       ‘‘જવું તો પડશે ને…એકની એક નણંદના લગ્ન છે એટલે જવું તો પડશે ને. થોડા દિવસો પસાર કરવાના છે એટલે કરીશ. કહી મેઘનાએ કંટાળાના ઉદ્દગાર સાથે વાતને પુરી કરવા માંગતી હતી પણ દિવ્યા કાંઇ એમ છોડે એવી નહોતી.  
       ‘‘અને તારી જેઠાણી, શું તું બોલાવે છે એને ? હા ભારતીય અબળા નારી છે બિચારી,” અને વાત કરતાં કરતાં બંને હાસ્ય વેરતાં રોકી ન શક્યા.
       ‘‘તું યાર આ બધું ના પુછ… શું કહું ? તેમને જ્યારે જોંઉ ત્યારે મને જૂની હિંદી મુવીની હિરોઇનોનો ચહેરો નજર સમક્ષ આવી જાય છે…. બીલકુલ નાસમજ ગામડીયણ છે. અડધો હાથ ભરેલી કાચની બંગડીઓ, સેંથામાં સિંદૂર અને તું જોંઉ તો માથા પરથી સાડીનો પલ્લુ ભૂલથી પણ ન હટવો જોઇએ. કઇ સ્ત્રી આજના આ જમાનામાં આવી રીતે રહી શકે. જો દિવ્યા તને સાચું કહું તો આ પ્રકારની સ્ત્રીઓને કારણે જ પુરુષો સ્ત્રીઓને કમજોર સમજે છે. ખબર નહીં પણ કંઇ ભણેલીગણેલી  પણ છે નહીં.
       ‘‘હશે, મારે શું જે હોય એ ? થોડા દિવસ છે તો કાઢી નાંખીશ જેમ તેમ કરીને. ચાલ હવે સમય થઇ,” આપણા સાહેબ પાછા કાગડોળે રાહ જોતાં હશે, બોલી બંને પરત પોતાના કામની જગ્યાએ ચાલી નીકળી.
       મેઘના શહેરમાં ભણેલીગણેલી આધુનિક જમાનાની છોકરી હતી. મલયની સાથે લગ્ન બાદ જ્યારે જેને પહેલીવાર સાસરીમાં જવાનું થયું ત્યારે તેને ત્યાંની કોઇ વસ્તુ પસંદ આવેલ ન હતી. મેઘના માટે આમેય ક્યારે આ રીતે નાના ગામડામાં રહેવાનો પ્રસંગ પણ આવેલ ન હતો. તે સમયે બે દિવસમાં જ બીલકુલ કંટાળી ગઇ હતી. ગામડા ગામના પહેરવેશમાં એ બે-ત્રણ દિવસ રહેવા માટે મલયે જેને બહુ સમજાવેલ હતી. શહેરમાં જે રીતે અતિ આધુનિક કપડાં પહેરવાની છે રીતે પહેલાંથી જ આઝાદી મળેલ હતી તેવા કપડાં બાજુ મુકીને સાડી પહેરવાની અને પાછી માથે ઓઢીને રાખીને બેસવાનું તેને માફક આવતું ન હતું. સાસરીમાં રહેતાં સાસરીયા બધા જૂના જમાનાના વિચારોવાળા હતાં. તેના સસરા, જેઠ સામે માથે ઓઢીને બેસવાનું ફરજિયાત હતું. મેઘનાની સાસુ જૂનાપૂરાણા વિચારો ધરાવતી હતી. જેઠાણી માયા એક સમજદાર સ્ત્રી હતી. મલય બહેન ગીતા મેઘના જાય ત્યારે તેની આસપાસ ફરતી રહેતી હતી. મેઘના ગામની બીજી ગામડીયણ સ્ત્રીઓને જોઇને હેરાનપરેશાન થતી રહેતી હતી. ફક્ત ઘરનાને સાચવવા, પતિને પરમેશ્વરની જેમ સાચવવો આમ ખરવા વાળી બધી સ્ત્રીઓને તે નાસમજ ગંવાર સમજતી હતી.
            શહેરમાં તેનો ઘરસંસાર વસાવી મેઘના તેના પતિ સાથે ખુશમિજાજમાં રહેતી હતી. શહેરમાં ના સાસુ,સસરા,નણંદ, જેઠ કે જેઠાણી કોઇ રોકવા ટોકવા વાળું હતું નહીં. તેના મનની મરજીની માલકણ હતી. કોઇ રોક-ટોક કરવાવાળું હતું નહીં. મેઘના-મલયના કોઇ મિત્રો કોઇક સમયે આવતા જતાં રહેતા હતાં. ઘરમાં અઠવાડિયામાં એકાદ દિવસ પાર્ટી તો હોય જ. દિવસો ખુશી આનંદમાં વીતી રહેલ હતાં.
       કેટલાંક દિવસ પહેલાં મલયની નાની બહેન ગીતાંનું લગ્ન નક્કી થયું હતું. લગ્નનો પ્રસંગ હતો. ઘરમાં અનેક મહેમાનો આવેલ હતાં.
       બરાબર ઉનાળાના દિવસો, તડકો બરાબરનો લાગે અને એમાંય પાછું ગામડું એટલે વીજળીના આવવા-જવાના કોઇ ઠેકાણા નહીં. ગરમી તો બરાબર લાગે, ધોમધખતો તડકો,  અને શહેરમાં એસીમાં રહેલી મેઘનાને હાથપંખાની મદદથી હવા ખાતા ખાતા ભારે પડતું અને તેમાંયપાછું માથા પર ઘૂંઘટને સાચવવાનો. તે મનમાં વિચારતી રહેતી ગામડામાં આવા રિતરિવાજોને બંધ કરવા જોઇએ.
એકાંત મળતાં મેઘનાનો ગુસ્સો નીકળી જતો, ‘‘ક્યાં લઇને આવ્યો છું મલય મને ? હું નથી રહી શકતી આવી જગ્યામાં….આટલી ગરમીનો પ્રકોપ પાછું માથા પરથી પલ્લુ હટવો ના જોઇએ, આના કરતાં તો સારું થાત કે હું આવતી જ નહીં તો.”
       ‘‘ધીમે બોલ મેઘના….અરે થોડા દિવસ તો કાઢવાના છે. એડજેસ્ટ કરીને કાઢી નાખવાના. ગીતાનું લગ્ન પતે એટલે બીજા દિવસે તો આપણે નીકળી જવાનું છે.” મલયે તેને ધીમે રહીને સમજાવવા પ્રયત્ન કર્યો.
       મેઘનાએ તેનો ચહેરો થોડો ઉતરેલો કર્યો. બસ જેમતેમ કરી લગ્ન પુરા થાય એટલે સારું. ઘર અલકમલકના બધા સગાંવહાલાંથી ભરેલું હતું. આ બધાની જવાબદારી તો ઘરની વહુઓ પર જ હોય.મેઘનાને રસોઈ બનાવવા બાબતે બહું વધુ ખ્યાલ હતો નહીં. ઘરના થોડાઘણાં બીજા કામકાજ હોય તે કરવામાં પણ તેને આળસ આવતી. જેની માતાના ઘરે પણ તેણે તેની માતાને કામકાજમાં મદદ કરેલ નહીં. આવામાં જ્યારે સાસરીમાં જો કોઇ તેને કાંઇ જો કામ સોંપે તો તેને પરસેવો છુટી જતો હતો. તેની જેઠાણી માયા ઉંમરમાં તેણી કરતાં ચાર-પાંચ વર્ષ મોટી હતી, પરંતું આખા ઘરની જવાબદારી એકલા હાથે ખુશમિજાજમાં સંભાળતી હતી. ઘરમાં રહેતા બધા માયા પર જાણે નિર્ભર હતાં. જ્યારે જુઓ ત્યારે બધાના મુખપર માયાનું નામ જ રમતું હોય. મેઘના પણ ઘરની વહુ હતી, પરંતુ માયા સામે ઘરમાં તેનું કાંઇ ન હતું આ બાબત મેઘના પોતે પણ સારી રીતે સમજતી હતી.
       ઘરના બધાઓને માયા તરફે જે લાગણીઓનો અહેસાસ હતો તેને કારણે મેઘાને મનમાં ને મનમાં વધતાં થોડા અંશે ઇર્ષા આવતી હતી, કારણ કે પોતે પણ આ ઘરની વહુ તો હતી ને….કે પછી લોકો માયાને કેમ આટલો પ્રેમ આપે છે. ‘‘ભાભી, મારા શર્ટ નું બટન લગાવી આપશો,” બાથરૂમમાંથી બહાર નીકળતાં જ મલયે, માયાને બોલાવીને કહ્યું.
       મેઘના રસોડા આગળ બેઠાં બેઠાં વટાણા ફોલી રહી હતી. કે તુરત મલય પાસે આવી. બોલી, ‘‘આ શું, આટલી નાની વાત માટે માયાભાભીને બોલાવો છો.મને પણ કહી શકતા હતા ને?” અને ભારે ગુસ્સા સાથે મલય સામે જોયું.
       ‘‘મને લાગ્યું કે તને નહીં આવડે,” મેઘનાને ગુસ્સામાં જોઇ મલયે ધીમે રહીને કહ્યું.
       ‘‘તમે મને શું અણઘડ સમજો છો ?” કહી મલયના હાથમાંથી શર્ટ ખેંચી લીધું અને શર્ટને બટન લગાવી આપ્યું.
       ધીમેધીમે મેઘનાને ખ્યાલ આવવા લાગેલ હતો કે કેવી રીતે માયા બધાની પસંદ બનેલ છે. સવારમાં બધાના કરતાં પહેલાં ઉઠી જવાનું અને ન્હાવાનું પતાવી બધા માટે ચા-નાસ્તો તૈયાર કરવો અને બધાને ખવડાવવાનો. તેના સસરાને ડાયાબીટીસને કારણે મેઘના તેમના ખાવા-પિવાનું તેમજ દવાદારૂનું પણ પુરતું ધ્યાન રાખતી હતી. સાસુ પણ તેની પર ખુબ ખુશ રહેતાં, વધુમાં બે બાળકો અને પતિનું પણ પુરતું ધ્યાન રાખવામાં કચાશ છોડતી ન હતી. ખરીવાત કે એ હતી કે આ બધામાં પાછું ઘરમાં મોટા-વડીલોની માન મર્યાદા જાળવવામાં પણ ચુક કરતી નહોતી. સવારે ઉઠતી તે સાંજે ઉંઘતા સુધી બધાંનું ધ્યાન હસતાં મોઢે રાખતી હતી.
       લગ્ના ઘરમાં આવેલ બીજાં બહારના સગાંવહાલાં પણ માયાના વખાણ કરતાં થાકતાં ન હતાં. મેઘનાને મન જાણે તે પણ ઘરમાં એક મહેમાન તરીકે આવેલ એમ તેવું લાગતું હતું. માયાના ચહેરા પરનું કોઇપણ સમયે દેખાતું હાસ્ય તેનું બાહ્ય હાસ્ય લાગતું હતું. મનમાં ને મનમાં મેઘનાને તેના તરફની અદેખાઈમાં ઉમેરો થતો રહેતો હતો.
       ઘરમાં તેનું અસ્તિત્વ અને તે પોતે પણ આ ઘરના દીકરાની વહુ છે બતાવવા માટે મેઘના બધા કામમાં આગળ આવી જતી હતી, તે કામ તેને ફાવતું હોય કે ન ફાવતું હોય આ ચક્કરમાં ક્યાંક ગડબડી પણ કરી દેતી હતી, જે કારણે તેનો મૂડ ઉપરથી ખરાબ થતો હતો.
       ‘હશે મારે શું ? આ બધી બાબત માયા જેવી ગામડીયણ સ્ત્રીઓ માટે જ બરાબર છે. ક્યારેય તેણીએ કોલેજનો દરવાજો પણ જોયો નહીં હોય. બે રૂપિયા કમાવી બતાવે ત્યારે ખરું કહેવાય’. મેઘના આમ મનમાં ને મનમાં પોતે યોગ્ય છે મુજબનું આશ્વાસન આપતી રહેતી.         
       એકાએક મેઘનાના હાથે અથાણાંની બરણી હાથમાંથી છટકી જતાં તુટી ગઇ. જેને કારણે રસોડા તરફ આવી રહેલ માયા એકદમ ફસકાઇ  પડી ગઇ જેથી તેના પગમાં મચકોડ આવ્યો. ઘરવાળા બધા દોડાદોડ કરી આવી ગયા. માયાને તેના પતિએ ઉંચકીને પલંગમા સુવાડી. બધા તેણીની સેવાચાકરીમાં લાગી ગયા હતાં. તેણીને આરામ કરવા સમજાવી રહ્યા હતાં. એકાએક તેની આ પરિસ્થિતિને કારણે ઘરના બધા કામો પર અસર પડી.
       મોટા ફોઇએ મેઘાને રસોઈના કામમાં બેસાડી દીધી. મેઘના રસોઈની કામગીરીમાં બીલકુલ અણઘડ હતી. રસોઇમાં કોઇ ને કોઇ પ્રકારની ઉણપ રહી જતી હતી.બધા કંઇ ને કંઇ ઉણપ રજુ કરી ખાતા હતા.
       માયા, મેઘનાની પરિસ્થિતિ બરાબર સમજતી હતી. તેણી તેને કામ શીખવાડવામાં પુરતો પ્રયત્ન કરતી રહેતી હતી પરંતુ જે કામ માયા મિનિટોમાં કરી શકતી તેવા કામ કરતાં મેઘનાને કલાકો લાગી જતાં.ફોઇએ મીઠી પુરી ખાવાની ઇચ્છા થઇ તેમણે મેઘનાને મીઠી પુરી બનાવવાનું કહ્યું પુરી તળતાં તળતાં જ બળી જતી હતી.                
       ‘‘અરે મેઘના, કંઇ આવડે પણ છે કે નહીં તને ? પહેલાં ક્યારેય ઘરમાં કામ નથી કર્યું ?” બધા સગાંવહાલાંની હાજરીમાં ફોઇએ મેઘનાને ઝાટકી કાઢી. શરમના કારણે મેઘનાનું મોઢું શરમથી ઝુકી ગયું હતું. તેણીને ખરેખર નહોતું આવડતું તેમાં તેની શું ભૂલ.
       ‘‘ફોઇ, મેઘનાએ આ બધુ કામ પહેલાં ક્યારેય કરેલ નથી. આમ પણ તે નોકરી કરે છે. તેને ઘરના કામમાં સમય જ ક્યારે મળે તો તે શીખી શકે..તમારે માટે હું મીઠી પુરી તમે ફરી પાછા ક્યારેક આવો ત્યારે હું બનાવી આપીશ.”
       ‘‘માયાએ મેઘનાનો ઉતરેલો દુ:ખી ચહેરો જોયો તેને પણ દુ:ખ થયું. ગીતાનું લગ્ન ધામધૂમથી પુરુ થયું. સગાંવહાલાં એક એક કરતાં નીકળી ગયાં હતાં. હવે ઘરમાં ફક્ત ઘરના સભ્યો જ ગયાં. માયા પ્રેમભર્યા વ્યવહારને કારણે મેધના તેની સાથે હળીમળી ગઇ હતી. માયા બધા કામમાં તેને મદદ કરતી હતી.
       બે દિવસ પછી તેમને પણ નીકળવાનું હતું. મલયે ટ્રેનની ટિકીટ રિઝર્વેશન કરાવેલ હતી. એક દિવસ મેઘના જૂના ફોટો આલ્બમ જોઇ રહેલ હતી. એક ફોટોમાં માયા માથા પર કાળી ટોપી પહેરી સરસ ડ્રેસ પહેરેલ હતો. આ ફોટો પહેલી નજરે જોતાં ખ્યાલ આવી જાય તેવો હતો કે કોલેજના કોઇ કોઇ દીક્ષાંત સમારોહનો હતો. એ ફોટો જોઇ તેણીએ મલયને પુછ્યું, ‘‘ આ માયા ભાભી છે ને ?”
       ‘‘હા, આ ફોટો તેમની કોલેજનો છે. ભાઇને માટે લગ્ન નકકી કરવાની વાત હતી ત્યારે તેમના ઘરેથી આ ફોટો મોકલ્યો હતો.”
       ‘‘કયાં સુધી અભ્યાસ કર્યો છે માયા ભાભી એ ?” મેઘના આકુળવ્યાકુળ હતી.
       ‘‘માયા ભાભી એમ.બી.એ. સુધી અભ્યાસ કરેલ છે. તે પણ નોકરી કરતી હતી. તેમણે તો પીએચડી પણ કરેલ છે. લગ્નના થોડા સમય પછી મંમી  બહું બીમાર પડી ગયેલ હતી. જેમણે મંમીની સેવાચાકરીમાં કોઇ જાતની કસર છોડી ન હતી. તેમની સારી નોકરી પણ છોડી દીધી. આજે મંમી આપણી સામે છે તે ફક્ત માયાને કારણે જ છે. માયા ભાભીએ તેમની નોકરી કરતાં ઘરની જવાબદારીને પ્રાથમિકતા આપી હતી.”
       મેઘના જે ભાભીને અનપઢ,અણઘડ,ગંવાર સમજતી હતી કે આટલી હોશીયાર હશે, તેવી તો તેને ખબર હતી જ નહીં. પુરા ઘરની જવાબદારી લઈ ઘરને બરાબર સંભાળેલ હતું તેવી માયાને તેના શિક્ષણનું અભિમાન ન હતું તેણી ઘરના કામકાજ ને નાના સમજતી ન હતી.
       મેઘનાને આજે તેના વિચારો પર દુ:ખ થતું હતું. તેણે હાલની આધુનિકતા પહેરવેશને શિક્ષણનું હથિયાર માની બેઠી હતી.  
       ‘‘અરે ભાઇ, ક્યાં છો તમે બધા, પીન્ટુ ના શાળાના પોગ્રામમાં આવવાનું છે ને ?” કહેતાં માયા ભાભી મેઘનાના કક્ષમાં આવી પહોંચી.
       ‘‘હા, ભાભી બસ બે મિનિટમાં તૈયાર થઉં છું,” મેઘના-મલય જાણેપાગલપણાંમાં બોલતા હોય કેમ અચાનક બોલ્યાં.      
       પીન્ટુ ને તેના વર્ગમાં બેસ્ટ વિદ્યાર્થી તરીકેનો એવોર્ડ મળેલ હતો. બધા વિષયમાં તે પ્રથમ ક્રમાંકે હતો. તેને ઇનામ આપ્યા બાદ  આચાર્યએ દરેક વિદ્યાર્થીના માતા-પિતાને સ્ટેજ પર બોલાલ્યા. અચકાતા અચકાતા મોટાભાઇએ સ્ટેજ પર જવા, ‘‘માયા તુ જા. મને ખબર નહીં પડે શું બોલવાનું છે.” બહુજ આત્મવિશ્વાસ અને આત્મસાતથી માઇક  હાથમાં લઈને માયાએ બાળકોના અભ્યાસમાં માતા-પિતા વાલીની જવાબદારી પર અંગ્રેજીમાં જોરદાર ભાષણ આપ્યું, પુરો સભાખંડ તાલીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો.
            ઘરે પરત ફરતાં મલયને મેઘનાએ કહ્યું, ‘‘સાંભળો, થોડા દિવસ રોકાઇ જઇએ અહીંયા.”
       ‘‘પણ તને અહીંયા તો ગમતું નથી ને…એટલે તો આટલાં જલ્દી આપણે પરત જઇએ છીએ.” મલય હેરાન થતાં બોલ્યો.
            ‘‘ના, હવે મને અહિંયા સારું લાગે છે. મારે માયા ભાભી સાથે બહુ બધું શીખવું છે,” મેઘના મલયના ખભા પર માથું મુકી રડમસ અવાજે બોલી…
       ‘‘ઓહ…ઓહ..તો એ વાત છે. તો પછી બરાબર છે. કંઇક શીખીશ તો સારું છે ને, બળી ગયેલું જમવાનું ખાવાનું તો નહીં ખાવું પડે ને,” મલય તેણીને અકળાવવા બોલ્યો પરંતું બંને હાસ્યની છોળો સાથે એકબીજાને વળગી પડ્યા……