લીડર
રસ્તા ઉપર ઉતરીને પ્રોટેસ્ટ કરતા લોકો જયારે નૅશનલ પ્રોપર્ટીને નુકશાન કરે અને સત્તા ની વાતો કરે તો એટલું તો સમજી જ શકાય કે એ લોકો લીડર તો ના જ હોઈ શકે,... દેશ માટે હોય ચાહે સમાજ માટે,.. ખુરશી ઉપર બેઠા વિના કે સત્તા હાથમાં લીધા વિના જયારે કોઈ કશુંક કરી બતાવે,.. ચાહે એ નાના માં નાનું કામ કેમ ના હોય, એ લોકો લીડર ગણાય..
નૅલ્સન મંડેલાને એક વાર સવાલ કરવામાં આવ્યો કે તમે આટલા ગ્રેટ લીડર કેમના બન્યા ?
એમણે કહ્યું કે એ એમના ફાધર સાથે tribal મીટિંગ્સ માં જતા ..
અને એમને એમના ફાધર ની 2 વાતો યાદ હતી એને અનુસરીને એ ગ્રેટ લીડર બન્યા છે
(1) જયારે મારા પિતાજી આવી મીટિંગ્સ માં બેસે ત્યારે એ દરેક ને લઇ ને સર્કલ માં બેસતા .. અને .
(2) મારા ફાધર બોલવામાં સૌથી લાસ્ટ હોતા ..
દુનિયા માં તમને હજારો વાર એવી સલાહ મળી હશે કે ગુડ લિસનર બનો ... પરંતુ હું સજૅસ્ટ કરું છું કે લાસ્ટ સ્પીકર બનો ...
એનાથી ફાયદા એ થાય કે દરેક ને એવી ફીલિંગ આવશે કે
- એમની વાત સાંભળવામાં આવી છે
- એમનું કંઈક યોગદાન છે
- તેઓ પણ એ કામ નો એક મહત્વનો હિસ્સો છે
- તમને દરેક ના મન માં શું છે એની જાણકારી મળી રહેશે
- તમારો ઓપિનિયન બહાર પડતા પહેલા દરેક નો મત શું છે એનો તમને પહેલેથી જ અંદાજ હશે.
- તમે તમારા અભિપ્રાય બધાના મંતવ્યો અને બધાની આશંકાઓ ને ધ્યાનમાં લઈને એના નિવારણ આવરી લઈને બહાર પાડી શકશો.
ઇવન તમે કોઈ ની વાત સાથે સહમત હોવ કે ના હોવ તો પણ હકારત્મક અથવા નકારાત્મક માથું ના ધુણાવો.. માત્ર સવાલ કરો જેનાથી તમે એ સમજી શકો કે એ જે ઓપિનિયન ધરાવે છે એની પાછળ ના પરિબળો ક્યાં છે
લીડર તરીકે તમે એમના કામ કરવાના છો જેને સાચે જ તકલીફો છે.. અને જેને તકલીફ છે એ જ એમની તકલીફ સૌથી વધારે એક્યુરેટ બયાન કરી શકે.. અને એટલે જ એમનું બોલવું જરૂરી છે..
તમે લીડર છો એટલે એ ક્યારેય ના ભૂલો કે -
એક સમયના વિખ્યાત વ્યક્તિ પ્રાઇવેટ જેટ માં સફર કરતા હોય અને એમનો સમાન ઉઠાવવા માટે ફોજ હોય એ જ વ્યક્તિ આજે ઇકોનોમિક ક્લાસ માં પોતાનું લગેજ જાતે ઘસડી ને લાવે એવા ઘણાયે કિસ્સા ઓ જોવામાં આવ્યા છે ...
હંમેશા યાદ રાખો - આજે જે કઈ પણ તમારી પાસે છે એ તમારું નથી તમારી પોઝિશન નું છે ...
નેતા હોવ, કોઈ કંપનીના CEO હોવ, ગામના મુખિયા હોવ, કે પછી ઘરના મોભાદાર સભ્ય હોવ..
સત્તા હોય કે ખુરશી - જે છોડી બતાવે એ જ સાચો લીડર
નવી જનરેશન, નવા ઓપિનિયન, નવા વિકાસ અને નવા વિચારો... આવકારે એ જ સાચો લીડર..
નવા પ્રયોગો જ નવી દિશા બતાવે.. એ વાત કરનાર અને એ વાતને સ્વીકારનાર જ એક સાચો લીડર..
હું કહું એમ જ કરો - બોલવાને બદલે - ચાલો સાથે મળીને સૌથી બૅસ્ટ કરવાની કોશિશ કરીએ - એમ બોલવા વાળો જ સાચો લીડર.. જરૂરી નથી કે એ નેતા કે પોલિટિશિયન જ હોવો જોઈએ.. અને સત્તા એના હાથમાં હોવી જોઈએ..
તમે ગમે એટલા મજબૂત હોવ, તમે ગમે એટલા હોશિયાર હોવ કે તમે ગમે તેટલા ઝડપી હોવ, મહત્વ નું એ છે કે તમે બીજાની કેટલી કેર કરો છો ...
નેતા બનીને જો જનતા ની કૅર ના કરી શકાય તો નેતા બનવાનો કોઈ મતલબ જ નથી..
કલ્પના કરો કે જીવન એક વિમાન જેવું છે અને આપણને પાયલૉટ ની પસંદ કરવાની છૂટ છે
આપણી પાસે 2 પસંદગીઓ છે
પહેલો કહે છે –
મને પ્લેન ઉડાડવા દો અને હું એરક્રાફ્ટના તમામ નિયમોનું પાલન કરીને બધાને નિર્ધારિત સ્થાન સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.
બીજો કહે છે –
મને પ્લેન ઉડાડવા દો અને હું તમને બિઝનેસ ક્લાસમાં સીટ આપીશ
આપણામાંથી મોટાભાગના લોકો બીજો વિકલ્પ પસંદ કરશે.
બસ, આ જ રીતે આપણે ક્રેશ થઈએ છીએ. પછી તે પાયલૉટ ની પસંદગી હોય, જીવનસાથી હોય કે પછી રાજકારણીને મત આપવાનો હોય.
આપણે માત્ર એટલું જ કરવાની જરૂર છે -
વ્યક્તિગત લાગણીઓને ધ્યાન માં રાખીને નહિ પણ નૈતિકતા ના મૂલ્ય ઉપર પસંદગી ઉતારો.
કદાચ ઓછું મળે, ધીરે-ધીરે મળે પણ સાચું મળશે..