( ભાગ -૧૭)
બીજે દિવસે સવારે રૂહ હજી બેડ પર ઊઠીને બેઠી હોય છે. અરે મારો રૂહ દિકરો ઊઠી ગયો.ભરતભાઈ બન્ને બહેનોના રૂમમાં આવ્યા.રૂહ જવાબ આપે એ પહેલા તો સીમા જવાબ આપી દે છે રૂહ દિકરો અને સીમા દિકરો પણ હો મને તો પૂછ્યું પણ નહિ. રૂહ ને જ પપ્પા પ્રેમ કરે છે.મને નહિ કેમ પપ્પા?અરે એવું કંઈ હોય મારે મન તો મારી બેઉ ચકલીઓ સરખી.
આ વાતો સાંભળી રૂહના મોં પર સ્માઇલ આવે છે.જુઓ તમારી દિકરીને હસાવી દીધી ને પપ્પા.હા હવે ચાપલી ના થા સીમા.ભરતભાઈ રૂહને ગાડીની ચાવી આપે છે.આ લે તારી ગાડીની ચાવી.આજ service થઈ આવી ગઈ છે. મામાના ઘરે જવું છે ને તમારે બેઉ બહેનોને? કેમ મમ્મી નથી આવતી?
રીટાબેન પાછળથી આવે છે.ના બેટા આ વખતે તમે બન્ને બહેનો જઈ આવો. અમે તમને લેવા માટે આવશું.નાસ્તો તૈયાર છે નાસ્તો કરી રેડી થઈ જાવ. રૂહ તું work from home નું ઓફિસ માં કહી દેજે.
Ok મમ્મી.રૂહ જવાબ આપે છે.
નાસ્તો કરી રેડી થઈ બન્ને બહેનો તિથલ જાય છે. ઘણા મહિનાઓ પછી રૂહ પોતાની કાર ડ્રાઈવ કરે છે.
ખરેખર,સીમા ઘણા વર્ષો પછી મેં car drive કરી હોય એવું ફીલ થાય છે.
હા.દીદી તારે પ્રેક્ટિસ છુટી ગઈ હતી.સીમા જવાબ આપે છે.
હા યાર ઘણું બધું છુટી ગયું છે.રૂહ જવાબ આપે છે.બન્ને બહેનો વાતો કરતા કરતા તિથલ પહોંચે છે.
રૂહના મામા - મામી રાહ જોઈને જ ઊભા હોય છે. બન્ને રૂહ ને જોઇને ખુશ થઈ જાય છે.મારી રૂપા આવી ગઇ.રૂહ મામા મામી ને ભેટી પડે છે.રૂહ ની આંખમાંથી આંસુ છલકી જાય છે.આંસુ એકદમ ઝડપથી એ લૂછવા ની ટ્રાય કરે છે.પણ કોઈ કંઈ બોલતું નથી.રૂપાને અહીં જતીનને એની વાતો ભૂલવા માટે લઈ ને આવ્યા હોય છે એ બધાંને ખબર છે.
ક્યારેક રૂપાને અલગ અલગ વાતો કરાવે છે.તો ક્યારેક રૂપા ને કાના સાથે રમાડવામાં busy રાખે છે.થોડા દિવસો જતા રહે છે.
રૂપા પણ હવે થોડી સેટ થઈ ગઇ હોય છે.એકદમ થી મીતા મામીના પિયરના લોકો ત્યાં પહોંચી જાય છે.એમના ફૈબા થોડા પંચાતિયા હોય છે.
શું રૂપા તું તો ઓસ્ટ્રેલિયા હતી.અમે સાંભળી એ વાત સાચી છે તારા જતીન સાથે divorce થઈ ગયા છે.તને પણ શું શોખ હતો વિદેશ જવાનો? અહીં છોકરાઓની કમી છે. આગળ કંઈ બોલે એ પહેલા મીતાબેન ગુસ્સે થઈ જાય છે.ફૈબા પંચાત કરવાનું બંધ કરો.નહિતર ચાલ્યા જાવ તમારા ઘરે.ફૈબા બોલવાનું બંધ કરે છે.
રૂપાને ગુસ્સો આવી જાય છે.એ દોડતી ત્યાંથી ચાલી જાય છે.સીમા પાછળ દોડે છે.ક્યાં જાય છે દીદી એ પણ ગાડી લઈ ને? હું આવું તારી સાથે.
હું મરી નહિ જાવ.તું ચિંતા ના કર.થોડીવારમાં ઘરે આવી જઈશ.મામા મામી ને કહી દેજે.રૂપા ગાડી લઈ ત્યાંથી જાય છે.
સીમા ઘરમાં જવા જાય ત્યાં ત્યાંથી રઘુ અને મેહુલ પસાર થાય છે.સીમાને જોઈ ત્યાં જ ઉભા રહી જાય છે.
શું થયું કેમ અહીં ઊભી છો સીમા? ક્યારે આવી સુરતથી?બધું બરોબર છે.
સીમા કહે છે.રઘુ કંઈ જ બરોબર નથી.રૂપા ગાડી લઈને ચાલી ગઈ છે.
હેં?રૂપા અહીં આવી છે? એ તો ઑસ્ટ્રેલિયા છે ને? રધુના પ્રશ્નો ચાલુ થઈ જાય છે.
ના રઘુ રૂપા ઇન્ડિયા આવી ગઇ છે.સીમા રઘુને જતીન અને રૂપાના divorce ની આખી વાત જણાવે છે.જતીન એ રૂહ સાથે શું કર્યું એ વાત આખી વિસ્તારથી જણાવે છે.
રઘુ એકદમ ગુસ્સે થઈ જાય છે.આ જતીન આવો નીકળ્યો. રૂપા સાથે આવું કર્યું.હું નહિ છોડુ એ જતીનને તો.મારી રૂપા સાથે આવું કર્યું. જતીન....એના મોં માંથી અપશબ્દો સરી પડે છે મેહુલ તેનો હાથ દબાવે છે કે સીમા છે.અને સીમા તું ચિંતા ના કર હું રૂપાને લઈ ને આવું છું.મને ખબર છે એ ક્યાં મળશે.આ મૂડમાં એ ક્યાં હોય એ મને ખબર છે.
સીમા તેની સામે જોતી જ રહે છે.સીમાને રૂપાના birthday યાદ આવી જાય.આ જ ફિલીંગ તે દિવસે પણ રઘુની આંખમાં જોઈ હતી.શું રઘુ રૂપા દીદી ને પ્રેમ કરતો હતો.
હા. તું વિચાર કરે છે એ વાત સાચી છે. મેહુલે પણ બધી વાત સીમાને જણાવી.રઘુભાઈ રૂપાને ખૂબ જ પ્રેમ કરે છે.આજ પણ એના મનમાંથી રૂપા ગઈ જ નથી.
રઘુ પોતાનું બાઇક લઈ તિથલના દરિયા કિનારે પહોંચે છે.તેને જગ્યા ખબર જ હતી.રૂપા અહીં જ બેઠી હશે.અને રૂપા ત્યાં જ હોય છે.
આપણી વાર્તાની શરૂઆત જ્યાંથી થઈ હતી.ત્યાં જ આપણે પહોંચી ગયા છીએ.તો વાંચતા રહો... રૂદિયાની રાણી
યોગી