( ભાગ -૧૬ )
રૂહને જોઈ એના સાસુ-સસરા shocked થઈ જાય છે.બેટા રૂહ અચાનક તું ઇન્ડિયા આવી ગઈ.જતીન ક્યાં ગયો.એ પણ આવ્યો હશે.તમે બન્ને અમને સરપ્રાઈઝ દેવાના મૂડમાં છો એવું લાગે છે.
સરપ્રાઈઝ તો છે મમ્મીજી - પપ્પાજી. હું આવી છું ને તમને મળવા special. પહેલા શાંતીથી બેસ પછી વાત કર.હું શાંતિથી બેસવા અહીં નથી આવી થોડું અવાજથી રૂહ બોલી.
આવી આડી વાતો કેમ કરે છે.હું રીટાબેન અને ભરતભાઈને અહીં બોલવું છું.તમારે કોલ કરવાની જરૂર નથી.એ લોકો પહોંચતા જ હશે.મેં પહેલા જ એમને અહીં બોલાવી લીધા છે.
રીટાબેન અને ભરતભાઈ થોડીવાર માં ત્યાં પહોંચે છે. રૂહ તેના મમ્મી- પપ્પા જોઈને એકદમ રડી પડે છે.ભેટી પડે છે.શું થયું બેટા. મમ્મી-પપ્પા જતીન એ મારો ઉપયોગ કર્યો.તમે સાચા હતા મારે જતીન સાથે લગ્ન કરવાની જરૂર જ ન હતી.
પૂરી વાત કહે શું થયું છે.રૂહ પહેલેથી બધી વાત એમના સાસુ સસરા ને અને મમ્મી પપ્પા ને કહે છે.અને જતીન એ રૂહ પાસે સાઈન કરાવેલા કોન્ટ્રાકટ બતાવે છે.
આખી વાત બધા સામે આવી જાય છે.એ ત્યાં કોઈ મારિયા નામની છોકરીને પ્રેમ કરે છે.રૂહ પાસે હોસ્પિટલ જતીન અને મારિયાની વાતનું recording કરી લીધેલું હોય છે.એ પણ સંભળાવે છે. હજી કોઈ વિશ્વાસ કરી શકતું નથી.
રૂહ ના સસરા રૂહને વિશ્વાસ અપાવે છે. તું જેમ કહીશ એમ જ થશે.તું જતીનને છોડવા માંગે છે તો જતીન તને divorce આપી દેસે.ડોન્ટ વરી બેટા આ બધી વાત માટે હું ગુનેગાર છું.માફી માંગુ છું. જો હું mrg કરવાની શરત ના રાખત તો જતીન તારી સાથે આવું ના કરત.મને માફ કરી દે બેટા.
રૂહને લઈ ને રીટાબેન અને ભરતભાઈ સુરત પહોંચે છે. રૂહ એકપણ શબ્દ બોલ્યાં વગર રૂમમાં જતી રહે છે.બસ આમને આમ ચાલ્યા રાખે છે.ક્યારેક રડી પડે છે.ક્યારેક આખો દિવસ જમતી પણ નથી.મમ્મી - પપ્પા અને સીમા સાથે ખૂબ ઓછું બોલે છે.
એક દિવસ રૂહની બોલ - બોલ થી આખું ઘર ચહેકતું હતું.અને આજ-કાલ એની ચૂપી બધાંને ખાવા દોડતી હતી.રૂહ ધીમે ધીમે સીમા સાથે થોડી વાતો કરતી થાય છે.સીમા તેને સ્કૂલની અલગ અલગ વાતો કરી રૂહ ફ્રેશ કરવાની try કરતી રહેતી હતી.
રૂહ પોતાને નફરત કરવાનું બંધ કરી શકતી જ ન હતી.રોજ એક જ વાત વિચારે છે. હું મમ્મી પપ્પાની વાત માની ગઈ હોત.પોતાના divorce ના હિસાબે કોર્ટના ધક્કા પણ ખાવા પડે છે.
જતીન ઇન્ડિયા આવતા જ રૂહ પાસે માફી માંગવા પહોંચી જાય છે.પણ રૂહ એકની બે નથી થતી.હવે એ જતીન ની ચાલમાં આવે એમ હતી નહિ.
જતીન પાસે એના પપ્પાની વાત માન્ય સિવાય ઓપ્શન રહેતો નથી.એ રૂહને divorce આપી દે છે. બન્નેના Divorce થઈ જાય છે.
હવે, રૂહ થોડી નોર્મલ થતી જાય એવું બધાંને લાગે છે. New જોબ પણ join કરે છે.રૂહને આદત પણ થઈ જાય છે લોકોના મ્હેણાં સાંભળવાની. બહુ શોખ હતો વિદેશ જવાનો જાણતા હતા આ જ થવાનું હતું.આ બધું બોલતા રહેતા હતા.
સીમા અને રીટાબેન નક્કી કરે છે રૂહને થોડા દિવસ માટે બહાર લઈ જાય તો આ બધું ભૂલી જશે.રૂહને થોડા ટાઈમ માટે તિથલ લઈને જઈએ તો રૂહ મામા મામી નો પણ જીવ છે.ત્યાં જશે એ થોડી ફ્રેશ થઈ જશે.કાનો પણ થોડો મોટો થઈ ગયો છે મજા આવશે હવે એની સાથે રમવાની પણ.
આપણે કહેશું તો રૂહ માનસે નહિ.મામા પાસે જ કોલ કરાવું છું.મામાની વાત માની જશે.
બીજે દિવસે રીટાબેન રમનભાઈને કોલ કરે છે.રમનભાઈ રૂહને તિથલ આવવા માટે મનાવે છે.રૂહ તિથલ જવા માટે માની જાય છે.
ક્રમશ:
કેમ છો? વાચકમિત્રો વાર્તા તેના અંત તરફ જઈ રહી છે.તમે લોકો તમારો અભિપ્રાય જરૂર આપશોજી.
યોગી