હે ભગવંત જેટલું જલ્દી થઈ શકે આ સમયને જલદી દોડાવી મને આ જીવન ના અંત તરફ લઈ જજે, કયાક કર્તવ્ય પાલનમાં કાચો ન પડું,
નથી મન લાગતું હવે ધરા પર જરાય,
મા બાપ ભાઈ બહેન પુત્ર પત્ની મીત્ર સગું સંબંધી કોણ પોતાના કોણ પારકા કોને દોસ આપું, કોને સારા કહું કોને ખરાબ?
માયાના ફંદમાં માનવી માનવતા ભુલ્યા
શું ન્યાય ની આશ રાખું એ બેચારા લોકો પર જે પોતાનાજ પગ પર કુહાડો મારવાનું જાણે કામ કરી રહ્યા, ખબર નથી આતો પરીક્ષા લેવા મુક્યા ભગવાને આ ધરા પર કેટલા પાર ઉતરી શકો એ જોવાનું
પણ માણસ પાંચ ઈન્દ્રિયો ના સ્વાદમાં, કામ ક્રોધ મોહ થી વધી લાલચ લોભ સ્વાર્થ મા એવો ગરકાવ કે કશું સમજવાજ નથી સમર્થ , ખુદને જોઈ સમજી સકવાને અસમર્થ દોષા રોપણ બીજા પર,
કેમ તારી કૃપા ઓછી આ ધરા ના માનવી પર?
ભલે માણસ ભુલ કરે ધન દોલત સાધન સંપતી શુખ વૈભવ ને સર્વસ્વ માને, પણ તું તો જાણે છે ને એ બધું ક્ષણીક નાશવંત જ નહીં પણ આશા તૃષ્ણા માં કેદ કરી કદી ન છુટવા વાળા ભુતકાળમાં ગરકાવ કરાવનાર છે,
તે પણ કેવો કર્મનો સિદ્ધાંત બનાવ્યો અને માણસને એના બંધનમાં નાખ્યો, કર્મ ફળ માં બાધ્યો?
કર્મ કોઈનો પીછો નથી છોડતું, ફળ ભોગવવું જ પડે છે, દ્રોપદીની કૌરવોની હશી ચીર હરણનું કારણ બન્યું, દુઃશાસન ની જાંધ ભાગી , ધૃતરાષ્ટ્ર નો પુત્ર મોહ અને દુર્યોધન ના કપટ અને અભીમાન થી ૧૦૦ કૌરવોના નાશ થયો, કપટથી લીધેલ જ્ઞાન કર્ણને અંતે નડ્યું, પાડવોએ હાડ હીમાલયે ગાળ્યા, શ્રી કૃષ્ણ ને પારધીના હાથે પગે બાણ વાગતા દેહ છોડવો પડયો,
પાપ કર્મનું ફળ દુખ દાયી અને પુન્ય કે પરોપકારનું ફળ શુખ ઉપજાવનારુ છે અને કરેલ કર્મનું ફળ ભોગવવું જ પડે છે, સમય આવે બધાને નડે છે,
પુન્ય પાપ બન્ને ફળ દરેકે ભોગવવાજ પડે છે,
તેમ છતા માનવી માનવતા ભુલ્યો.
સાવ ચુપ રહેવું છે, રહું પણ છું ને ભગવંત? પણ કયારેક કશુંક કહેવાઈ જાય છે, ક્ષમા કરજે, મને પણ તે કંઈક શીખવા,સહન કરવાતો મોક્લ્યો હશે ને? પણ પ્રકૃતિ મારી પણ માણસનીને ભગવંત, જાણે અજાણે કયારેક એ ભુલ થઇ જાય ,
કયારેક સહન શક્તિ ની સીમા પાર થઈ જાય, જાણું છું કે બેચારા આ માનવી માયાનો સીકાર , કયા હું પણ એવું વર્તન કરૂં, જયારે એ સમજવાજ અસમર્થ ,
ત્રાહીમામ સરણાગતમ🙏💐
બસ મને ધેર્ય અને શાંતી તેમજ સહન શક્તિ આપ, કે હું આ જગતના તાપ સહન કરી શકું, હું બળું પણ કોઈને બાળું નહીં, સત્યનો પ્રકાશ કરાવવા જતા કોઈનું ભુલતા પણ આંતરડું કકળાવું નહીં, કારણ જાણું છું ભગવંત અંતે તો બધા તારી દયાના હકદાર,
તો હું કોણ એમા હસ્ત ક્ષેપ કરી ક્રોધ કરનાર,
હા તારૂ કાર્ય નીમીત બનવાનો પ્રયત્ન જરૂર કરૂ છું, પણ હું જ કયારેક ખુદને ભુલી તારી એ ભુલ કરી બેસું ધેર્ય ખોઈ બેસું છું, પણ તારો પરોપકાર મને એજ ક્ષણે જગાડી દે છે, હે ભગવંત આ દયા તારા બધાજ માનવીઓ પશું પક્ષીઓ જીવ જંતુઓ માટે સક્ય નથી?
ભુલ કરનાર ને સમજાવું તો પણ સમભાવે, અને સારૂ કરનાર સાથે પણ સમભાવ માયા કેરી ફાસ ના જકડી શકે એટલી દયા હે દયા નીધી તું રાખજે,
જાણું છું કારણ ,
ભાવનામાં વહી રજો ગુણી બનીશ અને અતી તે નકામું, કોઈ પર ક્રોધ , કે પછી લાલચ લોભ મોહ ઈર્ષયા થી તમો ગુણ ધારી અંતે ભુતકાળમાં ગરકાવ તામસી રાક્ષસી માયા ભુત પ્રેત યોની આપે છે, અને પરોપકાર દયા કરૂણા ક્ષમા નીર્વીભીમાન ધેર્ય શાંતી પ્રસન્નતા દેવત્વના ગુણ દેવલોક માં વાસ ,
આથી પણ આગળ એક અંતીમ ઉતમ પડાવ નીર્વાણ અને એ છે શુધ્ધ સત્વને ધારણ કરવું,
કાદવ રુપી સંસારી માયા માં રહેવું છતા કીચડ થી બચી પોતાની જાતને કમળની જેમ ખીલવવું આ છે નીર્વાણ પથ,
લોકો જે પણ સમજે એમની તારી આપેલ બુધ્ધિ મુજબ, પણ હે કરુણાના સાગર તું તો બધુંજ જાણે છે ને?
બસ તારા પર અતુટ વિશ્વાસ મારી નાવ તારે હાથ, ઉતારીશ તું ભવપાર એટલો છે તુજ પર અતુટ વિશ્વાસ,
બસ આથી વીશેષ શું જોઈએ?
જીવન રૂપી સાગર વીસાળ , કાટાળી કેડ એમાં ભમર અપાર ,માય બેઠા માયા રુપી વીકાર અપાર ખીચે મુજને હજાર ,બસ ટેકો તારો ખીચી અંદર ન મને જાય , બસ તારો એકજ આધાર, ગુરૂ મળીયા તુજ પ્રતાપે મારી નાવ ને દીશા બતાવે, ગુરૂની ગતીનો નહીં પાર નુગરા જાણે શું સંસાર, ગુરૂ સકળ મારા સમરથ સ્વામી , ગુરૂ વાણી ગીતા મારી , ગુરૂ વચન ગીતા જ્ઞાન
જય ગુરુદેવ
કયાક લાલચ કયાક અભીમાન કયાક સ્વાર્થ કયાક મોહ કયાક ઈર્ષ્યા કયાક ભય કયાક ક્રોધ,
માનવીને જકડી ન કરવાનું કર્મ કરાવે તોય એ કું કર્મ ને વ્હાલું અને સાચું બતાવે,
મને પણ એ કરવા પુરો પ્રયાસ લગાવે, જાણે અજાણે કરેલા તમામ કર્મ તને ધરૂ અને ખુદને પણ, કર્તા હર્તા તું માણસ માત્ર નીમીત, બસ મે કર્યો નો ભાવ માનવીને કર્મ બંધન માં બાધે, માટે હે ભગવંત કર્મ થી ખુદને ગણું ન્યારો,
કોઈ કાર્ય આ દેહના હાથે તે કરવું લખ્યું હોય તો પણ નીમીત પણ સારા કાર્ય નો બનાવજે,
જે બધુય તુજને અર્પણ મને કર્મની ગતીથી ન્યારોજ અલગ નોધારોજ રાખજે.
જય ગુરુદેવ
નથી મારે ન્યાય કરવો નથી કોઈને સત્યનું ભાન કરાવવું, કડવું લાગે તેવું નથી કોઈ વચન સંભળાવવું, પણ દેખું નીર્બળ માનવી ને કાળના ફંદમાં ફસાયેલ આ રીતે કર્મ કરતા કંઈક કહેવાઈ જાય , કાળ કે વીકાર ના બંધન માંથી જાતે છુટવું પડે છે, લાલચ લોભ મોહ કામ ક્રોધ ઈર્ષયા ને મારવી પડે છે, માટે લોકો ને સમજ આપી બેસું છું પણ , માણસના મનમાં બેઠો કાળ મને પણ બક્ષતો નથી,
તું નીમીત ન બનાવ મુજને, આ માયામાં ન ફસાવ મુજને,
એ નથી કામ મારૂ ,મારી મન બુદ્ધિ પ્રમાણે હું સમજું તેમ બધા પણ તેમની બુદ્ધિ થી સમજે, સત્ય આખું ન હું જાણું ન જાણે લોકો, ના હું જજીજ સાચો ના કોઈ તારા વીના, ન્યાય ફક્ત તારોજ સાચો
હરીઓમ તતસત
કળયુગની કેડીએ જેને ભાન થયું તારી દયાથી એજ પીડાય ઘસાય , વીપત પડે પણ વલખે નહીં, હરી કરે તે સાચું ગણી , નીત્ય કર્મ કર્યા કરે અને હરીને ધર્યો કરે, રાખે અતુટ વિશ્વાસ મન ના કરે ડગુમગુ ના માણે મનમાં કયારેય ઓછું, ઈશ્વર મોટો જજીજ એ કરે તે સાચું બસ એમ માની સમભાવી રહે તેનો ભવસાગર પાર, બાકી તો બધા અહી પડયા રહે શુખ દુઃખ ભોગવ્યા કરે, મે કર્યું નો ભાવ અને હું પણું કર્મ બંધાવે અને ફળ ભોગવ્યા કરે,
જાગ રે મન જાગ થાય તારો બેડો પાર , સપની રૂપી આ સંસાર તારો એળે જાય અવતાર
ધાર રે મન ધાર રીરદય ગુરૂ ચરણ વીશ્વાસ કો, તુટે બંધન છુટે યમકી ફાસ જો ગુરુકૃપા હોઈ જાય
જીવની આ જંજાળ મૃત્યુ બાદ સત્ય સમજી ફસાયેલા ને દુઃખ પીડા ભોગવતા એ અધોગતીયે જનાર ને એ દશામાં જોયા છે, ગુરૂ કસમ જે ને માટે જે થયું કર્યું પુન્ય અર્પી શીવ સાક્ષીએ,
હવે નથી પુણ્ય એટલું કે નથી ભેગું પણ કરતો , કર્મ ફાસ જો ભાગી, હરી કરે તે સાચું મારૂ ના કોઈ કર્મ ,
બાકી હીસાબ પુનઃ જન્મનો પુરો કરવો લીધેલ તેનું ચુકવવા જીવ શરીર માં, ચુકતે કરી જાવું પેલે પાર,
ના કંઈ જોઈએ કોઈ પાસે , જેનું બાકી તે માંગી લેજો🙏 બસ કરજો મુજને રૂણ મુક્ત એજ એક જીવ કે માનવી પાસે આસ🙏💐
અંતે કોઈનું ઉધાર ન રહે, આડે ન આવે કાંઈ
કારક ફળ રૂપે આ દેહ બંધાયો એમાં લેણ દેણ ચુકવવા આ જીવ ફસાયો, હીસાબ ચુકતે ખાતું સરભર થાય તો છુટે દેહનું આવરણ, નહીતર ફરી કર્મ બંધાય ફળ રુપે ફરી મળે કારક શરીર અને જીવ એમાં પુરાય , શુખ દુઃખ પીડા રાહત એ કર્મ ના ફળ સ્વરૂપ પરીણામ ,
ઓહમ સોહમ થી સમરી સરસ્વતી સારદા ઘટનો પર્દો ખુલ્યો, પંચ દેવના રક્ષણ મા સરસ્વતી કંઠ માં બેસી સ્વર જ્ઞાન ખુલ્યું,
જે આપે જ્ઞાન ઈશ્વર મૉં સરસ્વતી ની કૃપાથી સ્વર રુપે આવ્યું,
સત્ય સમજી ભેટ ધર્યું , માણસ તું જે રીતે સમજે સાચું કે ખોટું
જય ગુરુદેવ
જેવો હું સગુણ નીરગુહ રહીત નીરાકારી અજન્મો દીવ્ય પ્રકાસ સ્વરૂપ શુધ્ધ આત્મા તમને બધાને એવાજ સમજું એ ગુરૂ ની થઈ કૃપા,
પંચ તત્વ ના આવરણ કારક સ્વરૂપ આ શરીર , કર્મ ફળ રૂપે સહુને મળીયું પણ આત્મા પરમાત્મા નો અંશ, ભીતર હે વો બાહર હે યહી હે સકળ બ્રહ્માંડ,
કાહે કોઈને દોષી સમજું કાહે કોઈ સમજું કંઈ ઔર , જેસો મે વેસો તું હે હરીનો અંશ મે તું,
સમભાવ જાગ્યે એ દીવસ થી સબમે હરી દેખું
સબ કે લીયે એકજ ભાવ
જય ગુરુદેવ
આયો તો આ જગતમાં અવતાર ઘરી એ માટે જાણે, એક થી બે ભલા કોઈ મળે સંગાથી એવું જે પણ હોય સમભાવી,
બસ ની સ્વાર્થ સેવાની ભાવના હોય કોઈ એવો શુધ્ધ સત્વ ગુણી આત્મ હંસ કે ન લાગે જગતમાં એકલતા , પણ એ અભરખાએ આત્માને વીધી છીન્ન ભીન્ન કરી નાખ્યો,
આત્મ હંસ કહે છે,
હંસલા હાલો ને હવે મોતીડા અહીયિ હવે નહીં રે જડે, કયા સોધું આ કળયુગ રૂપી દળ દળમાં માનવતા ધારણ કરી એ શુધ્ધ સત્વગુણી આત્મા, બહું પ્રયાસ ના અંતે દયાના હકદાર પ્રાણી માત્ર દુઃખ અને પીડા દર્દ માં કણકણતો દયાને પાત્ર બીચારો પાયો કા કાળ ક્રોધમાં જકડાયેલો દાનવ બનેલો.
હા ભલે એકલાજ આવ્યા મનવા એકલા જવાના,હા એ પણ ખરું તારો ભેરૂ તું ખુદ, તારો સંગાથી તું, હવે નથી હરખ ઝાઝા હૈયે એક થી બે ના,
પણ તૃષ્ણા આશા એટલી છે હજું કરવા છે પર્માર્થ કામ કર્મ બંધનથી મુક્ત બની , પણ શરીર નથી સાથ આપતું હવે,
મરશે આશા તૃષ્ણા કે આગળ શું થશે, હરી ની ગત હરી જાણે
જય ગુરુદેવ
કળયુગ ચરમસીમાએ બહારથી ઘર પરીવાર અને હવે ખૂદપર થયો સવાર,
શું ભરોસો બીજાનો કરી શકશે માનવી તેને ના રહ્યો ખુદનો વીશ્વાસ,
માટે કરૂણા કર તે મુક્યા માનવના મનમાં વિશ્વાસ જગાવવા ગુરૂ રુપે
બસ શ્રધ્ધા વિશ્વાસ ધેર્ય જરૂરી ધીરજ ના ફળ મીઠાં
રાખું શમતા જય ગુરુદેવ
આદેશ આદેશ આદેશ