ભાગ ૬
ભાગ ૫ માં આપડે જોયુ હતું કે મીરા ખૂબ ઉદાસ હતી કારણકે શીલા એ મીરા ની માતા એ તેને આપેલો મોતી નો હાર તોડી નાખ્યો હતો , હવે રામ અને મીરા આ દંપતી ને કઈ રીતે સબક શિખવાડે છે તે જોઈએ.
મીરા તે હાર ના એક એક મોતી સાચવી ને રાખી દે છે પોતાના બીજા ઘરેણાં જોડે.સાંજ પડે છે મીરા પોતાના માટે ચા બનાવતી હોય છે.ત્યાં તો બેલ વાગે છે મીરા દરવાજો ખોલવા જાય છે ,મીરા માટે એક પાર્સલ આવ્યું હોય છે .મીરા તે ભાઈ ને ધન્યવાદ કહી દરવાજો બંધ કરે છે , શીલા ના દરવાજા માંથી દેખાતુ હોય છે કે એક પાર્સલ વાળા ભાઈ આવ્યા છે. મીરા તે પાર્સલ અંદર રૂમ માં લય જયી ને ખોલે છે તો એક મોતી નો હાર હોય છે એમાં ,મીરા મોતી નો હાર જોઈ ને આશ્ચર્યચકિત થઇ જાય છે . ત્યાં તો રામ નો ફોન આવે છે. મીરા એ ફોન ઉઠાવ્યો, રામ એ કહ્યું કેવો લાગ્યો હાર ,મીરા એ કહ્યું આ હાર તમે મંગાવ્યો ,આટલો ખર્ચો કરવા ની શું જરૂર હતી તો રામે કહ્યું તું એટલી ઉદાસ હતી તો એમ હું કેવી રીતે જોઈ સકુ , મીરા કહે હાર ખૂબ જ સરસ છે ધન્યવાદ , રામે કહ્યું અરે મીરા એમાં શું ધન્યવાદ તારા મુખ પર સ્મિત લાવવા માટે તો હું કઈ પણ કરી સકુ. મીરા હસી ને કહે શું તમે પણ ચાલો રાતે આવો પછી વાત કરીએ એમ કહી ને તેને ફોન રાખી દીધો.
મીરા ને લાગ્યું હમણાં શીલા બહેન આવશે આ હાર જેમ હતો એમ જ પેક કરી દઉં ,મીરા એ હાર પેક કરી દીધો ત્યાં તો શીલા દરવાજે આવી , શીલા કહે મીરા બહેન તમારે કઈ પાર્સલ આવ્યો લાગે છે બતાવો તો ખરા શું આવ્યો ( જોવો તો ખરા કેટલી પંચાયત છે આમને😂😂). મીરા કહે મે હજી ખોલ્યું નથી રામ રાત્રે આવશે ત્યારે ખોલીસ , પહેલી વાર મીરા એ શીલા બહેન ને એકદમ confidance થી જવાબ આપ્યો. શીલા બહેન એ કહ્યું સારું સારું તો હું અને ગિરીશ રાતે આવસુ. મીરા એ કહ્યું સારું.
રાત થઇ ૧૦ વાગી જ ગયા ત્યાં તો રામ આવ્યો ઓફિસ થી ઘરે. મીરા એ દરવાજો ખોલ્યો , મીરા એ જમવા નું બનાવી રાખ્યું હતું, બંને જણા એ મળી ને ખાઈ લીધું , મીરા રસોઈ ખૂબ સારી બનાવતી હતી. જેવું હજી જમી લીધું ત્યાં તો ગિરીશ ભાઈ અને શીલા બહેન આવ્યા જાણે પોતા ના જ ઘરે આવતા હોય એમ બેલ માર્યા વગર આવી ને બેસી જ ગયા.
મીરા અને રામે કહ્યું આવો આવો , શીલા કહે જમી ને જ ઉભા થયા લાગો છો, મીરા એ કહ્યું હા. શીલા કહે અમે થોડા મોડા આવ્યા પેહલા આવ્યા હોત તો જોડે જમવા બેસી જાત ( હવે એમાં આ લોકો ને શું કેહવુ , જોવો રામ એ શું કહ્યું😂) રામ એ કહ્યું હસતા હસતા અરે તમે બેય અહીં જ સૂઈ જાઓ ને😂😂. આ રામ ના મજાક માં ગિરીશ ભાઈ કહે સાચી વાત છે next time.( 😐 કેવા લોકો છે હવે બોલવા માટે શબ્દ જ નથી મારી પાસે, ચાલો આગળ વધીએ).શીલા કહે અરે અમે પેલું પાર્સલ જોવા આવ્યા . રામ એ કહ્યું હા એ પાર્સલ માં આજે મે મીરા માટે મોતી નો હાર મંગાવ્યો , કાલે જે હાર તમારા થી તૂટ્યો હતો એના થી મીરા ઉદાસ થઇ ગઈ હતી એટલે મેં એના માટે નવો હાર લય લીધો , રામે મુહ તોડ શીલા બહેન ના મોઢા ઉપર જવાબ આપ્યો. શીલા કહે મીરા બહેન એમાં ઉદાસ શું થવા નું ચાલ્યા કરે એ તો ( માફી માંગવા ની જગ્યા એ શીલા આ વાક્ય કહે છે ) ત્યારે રામે કહ્યું એ મીરા ની માતા એ તેને અમારા લગન માં ભેટ સ્વરૂપે આપ્યો હતો એટલે તે ઉદાસ છે.બીજો હાર હોત તો ચલાવી લેત અમે.
આ વાર્તા નો ભાગ ૭ જલ્દી આવશે😊
આગળ રામ બીજા શું જવાબ આપશે તે જોજો.