*...........*..........*...........*. .........*.........*
" આઈ એમ વેરી હેપ્પી ફોર રાહુલ....." આભા ખૂબ ખુશ થતાં બોલી.
" હં...." આકાશે ટૂંકો જવાબ આપ્યો.
" આકાશ... તું ખુશ નથી રાહુલ માટે ? " આભા એ આકાશના હાવભાવ નિરખતાં પૂછ્યું.
" આકાશ....... શું વિચારે છે તું? હું તને કંઇક પૂછી રહી છું... " આકાશે કંઈ જવાબ ન આપ્યો એટલે આભા ચિલ્લાઈને બોલી.
" હં.. શું?" આકાશ પોતાના વિચારો માં એવો ખોવાઈ ગયો હતો કે તેને આભા નો પ્રશ્ન સમજાયો જ નહીં.
" રહેવા દે... મને હતું કે રાહુલ તારા સગાં ભાઈ સમાન છે. એની માટે તું ખૂબ જ ખુશ હોઈશ . પણ લાગે છે કે રાહુલ અને રિયા ના મેરેજ થાય એવી તારી ઈચ્છા નથી.રાહુલ ખુશ રહે કે દુઃખી કંઈ ફેર નથી પડતો લાગતો?" આભા ગુસ્સે થતા બોલી.
" આભા, મારે તારી સાથે વાત કરવી છે." આકાશ હજુ પણ પોતાના વિચારોમાં જ ગૂંચવાયેલો હતો.
" તો હું વાત જ કરી રહી છું ને તારી સાથે?" આભા હજુ પણ રાહુલ અને રિયા વિશે જ વાત કરી રહી હતી.
આકાશે કંઈ જવાબ ન આપ્યો. આભા પણ ચૂપચાપ બેસી રહી. ત્યારબાદ ની એમની સફર માં વચ્ચે વચ્ચે આકૃતિ ની કાલીઘેલી વાતો સિવાય આકાશ અને આભા ચૂપ જ રહ્યા.
" આભા..... આભા.... ઘર આવી ગયું." આકાશ ઊંઘી ગયેલી આભા ને જગાડી રહ્યો હતો.
" આકૃતિ ને હું તેડી લઉં છું." આકાશ આકૃતિ ને ઉંચકતા બોલ્યો.
" ઓકે, હું સામાન લઈ લઉં." આભા એ કહ્યું.
" ના, એ સવારે લેવડાવી લેશું." આકાશ કહી ને ઘરમાં પ્રવેશી ગયો.
ઘરમાં બધા ઊંઘી ગયેલા હતા. રાતના એક વાગ્યે જાગતું પણ કોણ હોય? આકાશ અને આભા પણ પોતાના રૂમમાં જઈ ઊંઘી ગયા.
*.........*.........*.........*..........*
"રિયા ને જોવા આવેલ છોકરો કેવો હતો?." જીજ્ઞાબેન આભા ને પૂછી રહ્યા હતા.
ડાઇનિંગ ટેબલ પર સાથે નાસ્તો કરવા બેઠેલા બધા આ પ્રશ્નનો જવાબ સાંભળવા કાન સરવા કરીને બેઠા હતા. રાહુલ પણ મનમાં થોડી ઉદાસી સાથે જવાબ સાંભળવા આતુર હતો.
" હું રિયા માટે આવેલા એ સંબંધ માટે ના પાડી એક નવો પ્રસ્તાવ મૂકીને આવી છું." આભા એ કહ્યું.
" શું? તે ના પાડી? પણ કેમ? અને નવો કેવો પ્રસ્તાવ?" હર્ષદભાઈ અને વનિતાબેને સવાલો ની કતાર મૂકી દીધી.
" રિયા ખરેખર ખૂબ જ સારી છોકરી છે. જાણી જોઈને એને દુઃખી કઈ રીતે કરવી?. એ છોકરો અને એ ઘર એનાં માટે બિલકુલ લાયક નહોતાં." આભા બધાંને સમજાવી રહી હતી.
" તો?? ત્યાં ના પાડી દીધી? " રાહુલ ના ચહેરા પર ખુશી છૂપી ના રહી.
" હા..અને....." આભા આગળ વાત કરવામાં ખચકાઈ રહી હતી.
" અને? " બધા એકસાથે બોલી ઉઠ્યા.
" કાકાજી, કાકી માં મને માફ કરજો. તમને પૂછ્યાં વિના હું રાહુલ માટે રિયા નું માંગું નાખીને આવી છું." આભા એ બધાની ઉત્સુકતા પૂરી કરી જવાબ આપ્યો.
" શું? " રાહુલ ખુશીથી ઉછળી પડ્યો.
" શું? " હેમંતભાઈ અને જીજ્ઞાબેન ના પ્રશ્ન માં થોડી ચિંતા ભળેલી હતી.
હર્ષદભાઈ અને વનિતાબેન રાહુલની પસંદ વિશે થોડું જાણતાં હતાં. એટલે એ ખુશ તો હતાં જ. પણ ચિંતા તો એમનાં ચહેરા પર પણ ઊતરી આવી હતી.
" આકાશભાઈ આ સંબંધ માટે શું વિચારે છે? " રાહુલ બધા ની ચિંતા સમજી જઈ બોલી પડ્યો.
" એ શું વિચારે છે એ જરૂરી છે?? તું શું ઈચ્છે છે એ વધુ મેટર કરે છે. આ તારી લાઇફ છે. તું રિયા ને પસંદ કરે છે તો પછી શા માટે પોતાની જાતને રોકી રાખે છે? " આભા એ સીધો જ પ્રશ્ન કર્યો.
" આપણા ઘરે થી હા પાડીએ એટલે એ લોકો પણ તૈયાર છે આ સંબંધ માટે." આભા એ પોતાની વાત પૂરી કરી.
આકાશ ડ્રાઇવિંગ નાં થાક અને ઉજાગરા ના લીધે મોડો ઊઠ્યો હતો. આ બધી ચર્ચા વખતે તે ત્યાં હાજર નહોતો. પણ છેલ્લે થોડી ચર્ચા વખતે તે પગથિયાં પાસે ઊભો રહી સાંભળી રહ્યો હતો. પોતાના કારણે રાહુલ નો પ્રેમ એને ના મળે એ વાત તો એને પણ સ્વિકાર્ય ન્હોતી. પણ આભાનો ભૂતકાળ અને ભવિષ્ય જોડાઈ રહ્યા હતા. જે આવનારા સમયમાં કેવો ઝંઝાવાત લાવશે એ વિશે એને ચિંતા હતી. અને આ ચિંતા તો ઘરના દરેક સભ્યોના મનમાં હતી જ.
જે થશે એ જોયું જશે. એમ વિચારી બધાંએ રાહુલ અને રિયા ના સંબંધ માટે સ્વીકૃતિ આપી જ દીધી. ચિંતા ના વાદળો વચ્ચે ખુશી ની લહેરખીઓ વહેતી થઈ હતી.
બંને ના સંબંધ માટે વડીલો એ મળવા થી લઈને, સગાઈ અને લગ્ન માટે પોતાના મનને તૈયાર કરી દીધાં. અને સાથે જ ભવિષ્યની આફત માટે પણ.
*..........*.........*.........*.........*.........*
" આટલું બધું જુઠ્ઠાણું? મારી યાદશક્તિ જતી રહી એનો તે ફાયદો ઉઠાવ્યો. હું તને ક્યારેય માફ નહીં કરૂં. આઈ હેટ યુ.. હું આકૃતિને લઈને જાઉં છું. "
" પ્લીઝ મને છોડી ને નઈ જા.. આઈ લવ યુ વેરી મચ.. હું તારા વગર કેવી રીતે જીવીશ?? પ્લીઝ આભા.. ડોન્ટ ગો.. પ્લીઝ આભા..... આભા " આકાશ સપનામાં હતો અને ડરેલા અવાજે બૂમો પાડી રહ્યો હતો.
" આકાશ.. આકાશ.. શું થયું? હું ક્યાંય નહીં જાઉં. જો હું અહીંયા જ છું." આભા તેને સપનામાં થી બહાર લાવવા બૂમો પાડીને જગાડી રહી હતી.
" આભા.." આકાશ તેને પોતાની બાહોમાં લઈ સંતાડી દેવા ઈચ્છતો હોય એમ આભા ને ભીંસી દીધી.
" તું મને છોડીને નહીં જતી.." આકાશ હજુ સપનાનાં ડર માં થી બહાર ન્હોતો આવ્યો.
" હું ક્યાં જવાની? " આભા તેની પીઠ પસવારતા બોલી.
" ચાલ હવે ઉઠ.... કેટલું બધું કામ બાકી છે. રિયા માટે શોપિંગ કરવા જવાનું છે. પછી બધુ પેકિંગ, અને કાલે જ સુખપર જવાનું છે અને પછી તરત એ લોકો અહીંયા આવશે. તો બધી જ તૈયારીઓ આજે જ પૂરી કરવી પડશે." આભા પોતાના દિયર ની લગ્ન ની વાત આગળ વધતા ઝૂમી ઉઠી હતી.
" આભા,. પહેલા તું મારી વાત સાંભળી લે......" આકાશ આભા ને કંઈ કહેવા ઈચ્છતો હતો.
" જો.. મારી દેરાણી માટે મારે ઘણી બધી શોપિંગ કરવાની છે. મમ્મી અને કાકી માં મારી રાહ જોતા હશે. તું ઉઠ જલ્દી...લેટ થાય છે." આભા આકાશ ની વાત વચ્ચે જ અધૂરી મૂકી બેડરૂમ બહાર નીકળી ગઈ.
" આભા...ગઈ વખતે સુખપર લઈ જવાનો મારો હેતુ ભલે અધૂરો રહ્યો. પણ આ વખતે એવું નહિ થાય. મારી વાત તારે સાંભળવી જ પડશે. એક ડર તળે મળતો તારો સાથ હું હંમેશા માટે મેળવી લઈશ અથવા હું હંમેશા તારા માટે તરસતો રહીશ. પણ તારી સ્મૃતિભ્રંશ નો ફાયદો તો ના જ ઉઠાવી શકું." આકાશે મનમાં એક નિશ્ચય કર્યો.
*...........*...........*..........*...........*
વાર્તા પ્રકરણની મોડી પોસ્ટ બદલ દિલગીર છું.
આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.