Shapit - 33 in Gujarati Fiction Stories by bina joshi books and stories PDF | શ્રાપિત - 33

Featured Books
Categories
Share

શ્રાપિત - 33







જમવાના ટેબલ પર બધાં મિત્રો સાથે જમવા બેસેલાં હતાં. આકાશ આમતેમ નજર કરીને જોવાં લાગ્યો.‌ પરંતુ આસપાસ ક્યાંય અવની દેખાણી નહીં. આકાશ બાજુમાં બેસેલા સમીરને અવનીને રૂમમાંથી બહાર બોલાવી લાવવાં મોકલ્યો. સમીરએ રૂમનો દરવાજો ખોલતાં આખાં રૂમમાં અંધકાર હતો.‌ સમીર દરવાજાની બાજુમાં રહેલી લાઈટની સ્વીચ ચાલું કરી. લાઈટની સ્વીચ ચાલું કરીને સમીર પાછળ ફર્યો ત્યાં અવની ખુલ્લાં વાળ કરીને બેડ પર પાછળ ફરીને બેઠી હતી. " એક એકને શોધી કાઢીશ કોઈને નહીં છોડુ. એક એકને શોધી કાઢીશ કોઈને નહીં છોડુ...." અવની આ વાક્ય વારંવાર બોલતી હતી.

સમીર અવનીની વાત સાંભળીને ગભરાઈ જાય છે. આકાશને બહારથી બોલાવી લાવવાંનો વિચાર સમીરના મનમાં આવ્યો. સમીર ડરના કારણે ધીમેથી કહ્યું " ચાલ અવની જમવાનું તૈયાર છે". પાછળ સમીરનો અવાજ સાંભળતાં અવની બોલતાં અટકાઈ અને પાછળ ફરીને જોયું. અવનીનો અડધો સળગી ગયેલો ચહેરો જોતાં સમીરના પગ નીચેથી જમીન સરકી ગઈ.

સમીર રૂમની બહાર ઝડપભેર નીકળવાનો પ્રયાસ કર્યો. ત્યાં અવનીની લાલ આંખોમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળતો હતો. અવની પલંગ પાસે ઉભીને પોતાનો હાથ ઉંચો કરતાં રૂમનો દરવાજો એકાએક જોરથી બંધ થઈ ગયો.

" અઅઅઅઅ.....વની તને આ શું થયું ? તું અવની નથી મને બધી ખબર છે. મારાથી દુર રહેજે હું તને ઓળખતો નથી ". સમીર ધ્રુજતા અવાજે આટલું માંડ બોલી શક્યો.

"તું મારાં રસ્તામાંથી હટી જજે હું કોઈ નિર્દોષને નથી મારવાં નથી માંગતી ".‌અવની ખુલ્લા વાળ અને સળગેલો ચહેરો જોતાં કોઈ પણ ડરી જાઈ. અવની દરવાજાની બાજુમાં ઉભેલાં સમીર તરફ ચાલીને નજીક આવી રહી હતી. સમીરના હાથ-પગ ધ્રુજવા લાગ્યાં અને કપાળમાં પરસેવો વળવા લાગ્યો.

" હું.... હું....કોઈને આ વાતની જાણ નહીં કરૂં. મને માફ કરી દે અવની....." સમીર અટકાતા અને ગભરાયેલી હાલતમાં એટલું માંડ હિમ્મત કરીને બોલ્યો. બાજુમાં આવેલી અવનીએ રૂમનો ખોલ ખોલી નાખ્યો. સમીર બહાર નીકળીને દિલમાં હાશકારો અનુભવ્યો મોતનાં મુખમાંથી પાછો ફર્યો એવો અનુભવ થયો. સમીર ટેબલ પાસે આવીને બધાંની સાથે બેસીને જમવા લાગ્યો.

" તને અવનીની તપાસ કરવા મોકલ્યો હતો અને તું આવીને ભુખડની જેમ જમવા બેસી ગયો. અવની ક્યાં છે ? ". આકાશ સમીર તરફ ગુસ્સેથી જોતાં બોલ્યો.
સમીર પોતાનાં મોઢામાં ફટાફટ પુલાવની ચમચી ભરીને જમવા લાગ્યો. " અવનીને ભુખ નથી એ રૂમમાં આરામ કરતી હતી ". કપાળમાં પરસેવો વળતાં જમતાં જમતાં એટલું માંડ સમીર બોલ્યો.

બધાં મિત્રો જમીને ફ્રી થઈને ગપ્પા મારતાં હતાં. કાલે થવાનાં આકાશનાં લગ્નની વાતો કરતાં હતાં.

દિવ્યા : " મને સૌથી વધારે ઉત્સાહ આકાશની થનારી પત્નીને રૂબરૂ મળવાનો અને વાતો કરવાનો છે ".

ચાંદની : મને તો સૌથી વધારે ઉત્સાહ એનો ચહેરો જોવાનો છે. આખરે કોણ એ નશીબદાર યુવતી છે. જેનાં લગ્ન આકાશ સાથે નક્કી થયાં ".

બધાં મિત્રો થોડીવાર હોલમાં બેસી વાતો કરીને અંતે સુવાની તૈયારી કરી. આજે લગ્ન પહેલાંની છેલ્લી રાત છે. ઘરના બધાં સભ્યો સુઈ ગયાં હતાં. છોકરાંઓ બધાં એક રૂમમાં સાથે હતાં.

" બધાં તૈયાર છો ને ! આજે આકાશની બેચલર પાર્ટી મનાવવી છે ". અચાનક લાઈટ ચાલું કરીને પિયુષ બધાંને જગાડીને બોલ્યો.

સમીર, આકાશ અને અક્ષય બધાં જાગી ગયા. પિયુષએ પોતાનાં સામાન માંથી ચાર બિઅરની બોટલ બધાની સામે કાઢીને મુકી. બધાં મિત્રો પિયુષની સામે જોતાં ખુશ થઈ ગયાં. બધાનાં ચહેરા પર ખુશી હતી. આકાશ બધાં મિત્રોનું દિલ રાખવાં માટે એક બિયરની બોટલ ઉઠાવી લીધી. મનમાં અવનીનું નામ બોલીને એનાં લગ્નનો જશ્ન પોતાની લવ લાઈફમાં લાગેલી આગને બીયરની ઠંડક વડે બુઝાવવાનો પ્રયત્ન કર્યો. અવનીના પ્રેમમાં લાગેલી આગને બુઝાવી આકાશ રૂમમાં સુતો હતો. લગભગ સવાર પડવાં આવી હતી.

" ચાલો બધાં ઉઠો.... જલ્દી જલ્દી બધું કામ કરો. બહાર ગાડીને શણગારવાની બાકી છે. કેટલાં બધાં કામો કરવાનાં પડ્યા છે. પહેલાં આ કુંભકર્ણને કોઈ જગાવો ". સમીર પિયુષ તરફ ઈશારો કરતા બોલ્યો. બધાં મિત્રો ફટાફટ બધા કામ કરવામાં મંડી પડ્યા.

મરૂન રંગની શેરવાની અને માથે મોતીઓથી સળગારેલી રજવાડી આને ખાનદાની સાફો આકાશે માથે પહેર્યો હતો. આબેહુબ કોઈ ખાનદાની રજવાડાંના રાજકુમાર જેવો લાગતો હતો. બધાં મિત્રો તૈયાર થઈને બહાર આંગણામાં ગાડી પાસે ઉભાં હતાં. આકાશ રૂમની બહાર આવતાં કાકી સુધા એની નજર ઉતારે છે. કેસર અને બદામ વાળું દુધ સુધા એનાં હાથવડે આકાશને પીવડાવ્યું.

દિવ્યા, ચાંદની અને અવની એકદમ ટીપટોપ તૈયાર થઈને બહાર ઉભી હતી. આછાં લાલ રંગનાં લહેરાતાં ચોલી ખુલ્લાં લાંબા વાળ અને ગુલાબની પાંદડી જેવાં હોંઠ. આકાશ બે ઘડી અવનીની તરફ જોવા લાગ્યો. અવની ઉદાસ ચહેરાની સાથે આકાશ તરફ જોવાં લાગી.

પંડિતજી બહાર આવીને આકાશનાં કપાળમાં તિલક કર્યું. આકાશને ગાડીમાં આગળની સીટમાં બેસાડ્યો. પાછળની સીટમાં આકાશની મમ્મી અને સુધા બેઠી. આગળ આકાશ અને ગાડી ચલાવતો સમીર બેઠો હતો. પાછળની ગાડીમાં પિયુષ બેઠો અને અક્ષય હતાં. સાથે-સાથે અવની, દિવ્યા અનેગાડીમાંથી પાછળ બેઠેલાં હતાં. આગળની ગાડીનાં અરિસામાંથી પાછળની ગાડીમાં બારી પાસે બેઠેલી અવનીના ઉડતાં વાળ વારંવાર એનાં ચહેરા પર આવતાં હતાં. આકાશ આ બધું જોઈ રહ્યો છે.

સુધા ગાડીમાં આગળ પૈડાં પાસે શ્રીફળ વધેરીને જાનને આગળ વધારી.

હવેલી માંથી નીકળીને ત્રણેય કાર આગળ વધી રહી હતી. થોડીવાર થતાં જાન લગ્ન સ્થળે પહોંચી ગઈ. ગાડીમાંથી બહાર ઉતરતાં બધાં સભ્યો આમતેમ જોવા લાગ્યાં. લગ્ન સ્થળે કોઈ વ્યક્તિ હાજર નહોતું. ગાડીમાંથી ઉતરીને આંગણા બહાર ઉભેલા બધા લોકો એકબીજાનાં ચહેરા તરફ જોવા લાગ્યા.

ક્રમશ....