Hijab bond or culture??? in Gujarati Motivational Stories by Krishna books and stories PDF | હિજાબ બંધન કે સંસ્કૃતિ???

The Author
Featured Books
Categories
Share

હિજાબ બંધન કે સંસ્કૃતિ???

મુંબઈથી આજ હું એકલી જ હતી. બેંગ્લોર જવું તું, શું કરી શકાય યાર નોકરી છે, પાપી પેટ માટે તો કરવું જ પડે. પણ મને એકલા મુસાફરી કરવાનો ખુબ કંટાળો આવે, એટલે હું કોઈ ને કોઈ વાત કરવાવાળું શોધી લઉં. આજ પણ એવું જ બન્યું. સાથે તો કોઈ નોતું પણ જે મળ્યું એ જીવનનો સૌથી મોટો સબક મળ્યો એવું કહી શકીશ.

મારી બેંગ્લોર સુપર ફાસ્ટ એક્સપ્રેસ હજુ ચાલુ જ થઈ હતી, ત્યાંજ એક બુરખાધારી સ્ત્રી હાંફતી હાંફતી દરવાજેથી ચડતી દેખાઈ. એટલે મારા અંદરની પત્રકાર જાગી ઊઠી. જીવન જરૂરિયાત એવો ફોન તો હાથમાં જ હતો. એટલે મેં એ સ્ત્રીનો ફોટો પાડ્યો.જોકે ફોટો પાછળ કોઈ ધ્યેય કે ખોટો ઉદ્દેશ્ય નોતો પણ ઉત્સુકતા તો હતી જ. એ સ્ત્રી પાસે સામાનમાં એક બેક પેક અને એક હેન્ડ પર્સ સિવાય બીજું કંઈ જ નોતું. હું વિંડો માંથી એને ટ્રેનમાં ચડતા જોઈ રહી હતી અને એ હાંફતી હાંફતી મારી બાજુમાં આવી ગયી. જોકે એની બર્થ મારી બર્થ સાથે જ હતી.
એને આમ હાંફતા જોઈને હું જરા બાજુ સરકી ને એને બેસવા જગા આપી. બેઠી એટલે જરા સ્વસ્થ થઈ. પછી મે એને પાણી આપ્યું. એણે પણ એટલા જ પ્રેમથી પાણી લઈને આભાર વ્યકત કર્યો. થોડી વાર લાગી એને પોતાની સીટ પર સેટલ થતાં. લગભગ ત્રીસેક મિનિટમાં તો ટ્રેને એની રફતાર પકડી, અને મારા વિચારોએ મારી. હજુ તો ફેબ્રુઆરીના છેલ્લા દિવસો હતા,એટલે એ સમય ન શિયાળો કે ન ઉનાળો. બન્ને ઋતુઓનો વચલો સમય, જેને વસંત પણ કહેવાય. ચારે તરફ વસંતના વધામણાં થતા હતા, પ્રકૃતિ સોળે કળાએ વસંતના આગમનને વધાવી રહી હતી, આવો સરસ વાતાવરણ જોઈને પ્રેમ ન કરવા વડા પણ પ્રેમમાં પડી જતાં હશે તો નવાઇ નહીં.


થોડી વાર બહારનું દ્રશ્ય જોયા બાદ હું થોડી કંટાળાની, એટલે બાજુવાળા બેન પર નજર કરી. ફરીથી હું તો ચકરાવે ચડી. એ તો નમાઝ પઢી રહ્યાં હતાં. મને પણ જોવાની ઈચ્છા થઈ, આ નમાઝ વિશે વધુ જાણવા પત્રકારનું મગજ આળસ મરડી ઊભું થયું. એમની નમાઝ પૂરી થતા મે જ વાતની શરૂઆત કરી.

હું --- ક્યાં જવું છે?

એ -- લાસ્ટ બેંગ્લોર.

હું-- ગુડ હું પણ બેંગ્લોર જ જાઉં છું

હું -- હાય હું પૂર્વી. જર્નલિસ્ટ છું.

એ -- હેલ્લો, હું શમા. હું ટીચર છું. પ્રાયમરી સ્કુલ ટીચર.

હું -- મેરીડ ?

એ-- નાં. ડિવોર્સી

હું-- ઓહ્હ, I'm sorry

એ-- અરે એમાં શું સોરી, મારા મોઢા પર થોડી ન લખેલું છે કે હું તલાક શુદા છું. તમને યોગ્ય લાગ્યું એટલે તમે પુછ્યું. ને જવાબ આપવામાં કે સવાલ સાંભળવામાં મને કોઈ જ શરમ નથી આવતી. પરંતુ મને ગર્વ થાય છે ખુદ પર કે અલ્લા એ મારા મોઢે મનહુસિયત, દર્દ, ને નફરતના ભાવ છીનવી લીધા છે. એટલે હવે મારા ખુદના બચ્ચા ન હોવા છતા પણ હું સો બાળકોની માતા છું.

હું--- હેય તમે એકદમ સ્ટ્રોંગ છો યાર, બઉ સરળ રીતે પરિસ્થિતિ સ્વીકારી છે તમે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો આપણે હજુ આગળ વાતું કરી શકીએ. મને બે ત્રણ સવાલ થાય છે એ જો હું નહિ પૂછું તો મને નહિ ગમે, ને કદાચ પૂછું તો તમને નહિ ગમે.

એ --- અરે આમાં ન ગમવાનું શું છે, ને આપણને બન્નેને બેંગ્લોર સુધી એકબીજાને જેલવાના છે તો વાતો માટે ટોપિક પણ જોઈશે ને ટોપિક માટે વાતો તો કરવીજ પડશે.

હું--- thanku dear. તો ચાલો આ નવી દોસ્તીની શરૂવાત કરીએ, આ સેન્ડવીચ ટ્રીટ સાથે. આ લો.🥪🥪🥪( મેં સેન્ડવીચ સાથે એનર્જી ડ્રીંક નું બૉટલ પણ શમા જોડે શેર કર્યું.)

એ--- પત્રકાર મેડમ પૂછો તમને જે પૂછવું હોય એ. પણ હા જુઓ મારા શબ્દો ધારદાર હોય છે, જો શબ્દ ક્યાંક ખૂંચે તો પેલાથીજ માફી માંગુ છું

મેં સ્માઇલ આપી વાતોનો દોર શરૂ કર્યો.

લગ્ન કેમ તૂટયા??. તમે તોડયા કે સામેવાડાએ? કોઈ બાળક થયું જ નહિ??

એ--- એને હું પસંદ હતી, પણ ફકત એના ઘરની કામવાળી બાઈ ની જગા મને મળી હતી. નિકાહ બાદ જાણે એણે રજીસ્ટ્રેશન કરીને માલિકી લીધી હોય એમ મને હેરાન કરવા લાગ્યો. મારા શરીર પર એનો કબ્જો જતાવવા માંડ્યો.જે મને મંજુર ન હતુ.બે વર્ષના લગ્ન જીવનમાં લગભગ હું એક કેદી બની ગયી હતી. મેં એને બઉ સમજાવવાની કોશિશ કરી. પણ લાગે છે અલ્લાહે મારી માટે આ જિંદગી પસંદ કરી હોય તો. એમ વિચારી પછી ચૂપ થઈ જતી. પણ એક દિવસ તો એને ગજબ કામ કર્યું. બીજી હિન્દુ છોકરી ઉપાડી આવ્યો.એને ઘરમાં રાખવાની મે નાં પાડી તો મને ત્રણ તલાક આપીને ઘરની બાર કાઢી મૂકી. ને આજ મારી નિયતિ હશે એ વિચારીને હું ચૂપ બેસી ગયી હતી. સારું હતું કે કોઈ બાળક ન થયું. નહીંતો હું હજુ ઈ જ નરકમાં હોત.

થોડા મહિના પછી એ મને એકદિવસ બસમાં મળી ગયો.મને ઘરે લઈ જવા મનાવવા લાગ્યો, એની પત્ની પેટ થી હતી, ક્યારે પણ બાળક પેદા થઈ શકે. હું એના બાળક પર દયા ખાઈને એની ઘરે ગયી. જોયું તો એની પત્ની શોર્ટ સ્કર્ટ અને સ્લીવલેસ ટોપ પેહરીને બેઠી હતી. ને હું, હું તો હમેશા હિજાબ માં જ રહેતી.

હું એને અધવચ્ચે રોકતા--- હિજાબ? એટલે શું.

એ--- હિજાબ એટલે અમારી મુસ્લિમ કોમમાં પેહરતુ સ્ત્રીઓ માટેનું ઉપવસ્ત્ર, જેને લોકો બુરખો પણ કહે છે. પણ ઉર્દુ ભાષામાં એને હિજાબ કહે છે, જે આ મે પહેર્યું છે, એ બુરખો, હિજાબ.

મને એની પત્નીને આવા અધખુલ્લા કપડાંમાં જોઈને નવાઈ લાગી. કેમકે હું હિજાબ પેરીને પણ અંદર જીન્સ ટોપ પેહરતી તો પણ એ મને મારતો. ને આજ એની હિંદુ પત્નીએ હિજાબ તો શું સરખા વસ્ત્રો પણ નથી પેહર્યા તો પણ ચૂપ છે.
પણ શું કરું મારી આદત મુજબ હું ચૂપ ન રહી શકી, ને મેં એને પૂછ્યું, કે કેમ આવા કપડાં, કેમ હિજાબ નથી પેહર્યું. ત્યારે એને બેફિકરાઈથી કહ્યું, આ બધું તમે અભણ લોકો પેરતા હશો. હું ભણેલી ગણેલી છોકરી છું, આવું હિજાબ બિજાબ હું નથી પરવાની. મેં મારા પતિને પેહલાથી જ કહ્યું હતું કે, આ હિજાબ, બુરખા નાં બંધનમાં હું નથી રેહવાની. મને આ બધું બોજ લાગે છે.

એની વાત સાંભળીને પેલા મન થયું કે એક થપ્પડ લગાવી. બક્વાસ બંધ કરો. પણ પછી એવું થયું કે આને જે વસ્તુની અહેમિયત જ ખબર નથી, એ માટે હાથ ઉપાડવો યોગ્ય નથી. એટલે મેં એના પતિને થોડી વાર બાર જવા કહ્યું. પછી એણે સમજાવવાની શરૂવાત કરી.

હું --- મને પણ સમજાવો હિજાબ એટલે શું. એનું મહત્વ.

એ ---. સાંભળો, હિજાબ એટલે માથાથી છાતીસુધીનો ભાગ ઢંકાય એવી રીતે કળા કપડાંને માથેથી બાંધવો. અને બુરખો એટલે માથાથી પગ સુધીનું શરીર ઢંકાય એવું ખૂલતું, ઢીલું ઉપવસ્ત્ર. એની અંદર સ્ત્રીઓ કંઈ પણ પેહરી શકે છે.હિજાબ કે બુરખો, એ પેહરવું એટલે કોઈ બંધન નથી, પણ અમારા સંસ્કાર છે, અમારી સંસ્કૃતિ છે. આખું શરીર જ ઢાંકેલું હોય તો પુરુષની નઝર જ ન બગડે. ને અકસ્માતો, રેપ, છેડતી, હરેસમેન્ટ, જેવા અસામાજિક કાર્યોને બઢાવો જ ન મળે. એમને હિજાબ કે બુરખો પેહરવામાં કોઈ જબરદસ્તી નથી કરવામાં આવતી. તો પણ 95% મુસ્લિમ સ્ત્રીઓ, છોકરીઓ, હિજાબ બુરખો પેહરવાનું પોતાની મરજીથી પસંદ કરે છે. કેમ કે એમને ખબર છે કે આ બંધન નથી, ને સંસ્કૃતિ છે.

માફ કરજો મેડમ હજુ થોડું કહીશ, પણ આ હું કોઈ જાતિભેદ માટે નહિ પણ નારી જાતિ માટે કહું છું. અથવા સમજો આખી મનુષ્ય પ્રજાતિ માટે કહું છું. અમે મુસ્લિમો હિજાબ, બુરખો, કે ટોપી પહેરવામાં નાનપ નથી સમજતા. પણ જ્યારે તમે હિન્દુઓ, સાડી પહેરતા, કે માંગ ભરતા, પુરુષો તિકલ કરતા, નાનપ અનુભવો છો. અમારા છોકરા ઘરે આવીને નમાઝ અદા કરે તો અમારી છાતી સો ગજ ફૂલે, જ્યારે તમારા છોકરાઓ અંગ્રેજીની કવિતાઓ બોલે તો તમે ફુલો. અમે અમારી ઓલાદોને અલ્લા હાફિઝ, સલામ વલેકુમ કહેતા શીખવાડીએ, જ્યારે તમે હાય હેલ્લો શીખવાડતા રજી થઈ જાઓ છો. આવું તો હજુ ઘણું બધું છે, પણ મારે સરખામણી નથી કરવી. સરખામણી કરવાથી ક્યાંક ને ક્યાંક ઊંચાઈની ભાવના આવી જ જાય છે, ને જ્યાં ઊંચ નીચ આવે ત્યાં મનભેદ સાથે મતભેદ સર્જાય ને જાતિભેદ ની ભાવના ઊભી થાય. અને મારે મારી આ નવી મિત્ર સાથે કોઈ ભેદ નથી રાખવો. આપણે હિન્દુ, મુસ્લિમ નહિ , બસ મિત્રો બની રહીશું. હા પણ છેલ્લે એ તો ખરું જ હિજાબ કે બુરખો કોઈ બંધન નહિ પણ અમારી સંસ્કૃતિ છે.ને મારી વાત એની પત્ની સારી રીતે સમજી ગયી ને એણે દિલથી હિજાબ પેહર્યો.

શમાની વાતો સાંભળીને મને એના પ્રત્યે, એના ધર્મ પ્રત્યે માન ઉપજી આવ્યું. કે આ લોકો આટલા ભણી ગણીને પણ પોતાની સંસ્કૃતિને વળગી રહે છે, જ્યારે આપણે જરા ભણી શું લીધું, વિદેશી શુટ બુટ પેરીને હરખમાં સમાતા ય નથી.
આજ આ નારી નાં વિચારો સાંભળીને મને સાચે જ એમના વાત આવી. હિન્દુ હોય કે મુસ્લિમ પણ જ્યારે દેશ, સંસ્કાર, સંસ્કૃતિ આવે ત્યારે નારી જ નારાયણી બને છે ને બધાને તારે છે.