Khuni Khel - 12 in Gujarati Horror Stories by Nisha Patel books and stories PDF | ખૂની ખેલ - 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ખૂની ખેલ - 12

પ્રકરણ ૧૨

રીચલ સીધી જીએમ પર ત્રાટકી. પણ આંખનાં પલકારામાં તો યોગી ઈશ્વરચંદે સ્વસ્થતા પાછી મેળવી લીધેલી અને તેમણે રીચલ કરતાં પણ વધુ ત્વરાથી પોતાની પાસેની ૐ કોતરેલી અને મંત્રોથી સિધ્ધ કરેલી પવિત્ર લાકડી જીએમનાં શરીર પર મૂકી દીધી. બરાબર લાકડી મૂક્યાંની ક્ષણે જ રીચલે જીએમનાં શરીર બેસી જીએમને ઝંઝોડ્યાં. આમ તો આ બંને ક્રિયા પ્રતિક્રિયા એટલી બધી ઝડપથી બની ગઈ હતી કે કોઈને શું પહેલાં બન્યું અને શું પછી તે દેખાયું કે સમજાયું નહોતું. જીએમનાં શરીર પરની લાકડીનો સ્પર્શ થતાં જ રીચલ ત્રાડ નાંખી ઊઠી. અને ત્યાંથી દૂર ઉછળીને પડી. હવે તેનાં ક્રોધનો પાર રહ્યો નહોતો. તેણે ઊભાં થઈને દોડીને યોગી ઈશ્વરચંદનું ગળું પકડ્યું.


તેમણે ગળાં પર ભસ્મ અને ચંદનથી ત્રિપુંડ બનાવ્યું હતું. આ ત્રિપુંડનો રીચલને સ્પર્શ થયો ને તેની પકડ છૂટી ગઈ. એટલે તે સમયે જ યોગી ઈશ્વરચંદે લોટાનું બધું જ પાણી અને સાથે જેટલી પવિત્ર ભસ્મ હતી તે બધી જ રીચલ પર ફેંકી. રીચલ જાણે આગ બની ગઈ. તેના શરીરમાંથી ધુમાડા નીકળવાં લાગ્યાં. તેણે એક ફૂંફાડો યોગી તરફ માર્યોં. તેની અંદરથી નીકળેલો ધુમાડો યોગી ઈશ્વરચંદને વીંટળાઈ વળ્યો. રીચલ જેવી પ્રગટી હતી તેવી જ અદ્રશ્ય થઈ ગઈ અને યોગી ઈશ્વરચંદ જમીન પર પછડાઈ પડ્યાં.


૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰


જીએમ ભાનમાં આવ્યાં ત્યારે હજુ યોગી ઈશ્વરચંદ ભાનમાં આવ્યાં નહોતાં. એ બધાં તો પૂતળા બનીને જેમનાં તેમ હતાં. બીકે મન શરીર પર કાબુ કરી જાણે બધાંને પથ્થર બનાવી દીધેલાં. જીએમ આંખો ખોલતાંની સાથે જ સફાળાં બેઠાં થઈ ગયાં. રૂમમાં પત્ની, પુત્રો, અચલ અને પરિધિ પથ્થરનાં પૂતળાંની જેમ ઊભાં હતાં. અને પાસે એક અજાણ્યો યુવાન બેભાન પડ્યો હતો. થોડીવાર તો એ આ બધું બધવાયાં બની જોઈ રહ્યાં. ક્ષણોનાં શૂન્યાવકાશ પછી તેમનાં સ્મૃતિપટલ પર રીચલ ઉપસી આવી. એ સાથે જ રીચલે તેમને પોતાનાં જ પરિવારને વેમ્પાયરમાં બદલી નાંખવા ઉશ્કેરેલાં તે બધું યાદ આવ્યું. પછીની ઘટનાઓ મુવીની જેમ મગજની આંખો આગળથી પસાર થવાં માંડી. અલબત્ત તેમને યોગી ઈશ્વરચંદ આવ્યાં પછીની તમામ ઘટનાઓની સ્મૃતિ સાવ જ ન સમજાય તેવી ઝાંખી ઝાંખી હતી.

૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰



જીએમનાં ભાનમાં આવી હલનચલન કરવાથી બાકીનાં બધાં પણ સજાગ બન્યાં અને પથ્થરની મૂર્તિમાંથી જાણે માણસોમાં પરાવર્તિત થઈ ગયાં. માત્ર યોગી ઈશ્વરચંદ જમીન પર નિશ્ચેષ્ટ પડ્યાં હતાં. જીએમનાં ચહેરાંનાં હાવભાવ, બોડી લેંગ્વેજ, આંખોની વિકરાળતાં બધું જ બદલાઈ ગયું હતું. તે ફરી પાછાં પ્રેમાળ, નરમ અને તદ્દન શાંત દેખાતાં હતાં. તે જોઈ જીએમનાં પુત્રો અને પત્ની તેમને વીંટળાઈ વળ્યાં. તે પણ નજીક ગઈ. પણ અચલ દોડીને બહાર ગયો અને કારમાંથી યોગી ઈશ્વરચંદની બેગ ખોલી તેમાંથી એક ૐ અને શિવની મૂર્તિ અને બીજો એક અંદર મૂકી રાખેલો પાણીનો લોટો લઈ આવ્યો. આ જોઈ બધાં ‘શું બની રહ્યું છે’ તેની વાત કરવાને બદલે ચૂપ થઈ ગયાં. અચલે યોગી ઈશ્વરચંદ પાસે બધું ગોઠવીને મૂકીને મંત્રો બોલવાનું ચાલુ કર્યું. તેને તો કલ્પના જ નહોતી કે અચલ આટલાં શુદ્ધ મંત્રોચ્ચાર પણ કરી શકે છે.


યોગી ઈશ્વરચંદ પર એની અસર થાય એ પહેલાં તો જીએમ પર એની અસર થવાં માંડી. તે એકદમ ઢીલાંઢફ થઈ પડી ગયાં. અચલે મંત્રોચ્ચાર ચાલું રાખ્યાં અને લગભગ પંદરવીસ મીનીટ પછી લોટાનું પાણી છાંટ્યું. યોગી ઈશ્વરચંદ સળવળીને બેઠાં થયાં અને સ્વસ્થ થયાં. પછી તેમણે જીએમ, તેમનાં પત્ની, પુત્રો, અચલ અને તેને લીવીંગરૂમમાં બેસાડ્યાં. આખાં ઘરને અને ઘરનાં બધાં સભ્યોને આસુરી તત્ત્વોથી આરક્ષિત કર્યું. બધાંને શાંતિથી બધી વાત સમજાવી આગળ શું કરવું, કેવરીતે કરવું તે સમજાવ્યું .


બધાંએ જોયું કે જીએમ સાવ જ ઢીલાં થઈ બેઠાં છે અને તેમને તેમનાં થકી જે થઈ રહ્યું હતું તેનો ખ્યાલ આવવાં માંડ્યો છે. તેથી ઘરનાં બધાંને મનોમન હાશ થઈ. જીએમને બધી વાતનો વિગતવાર ખ્યાલ આવતાં સમજાયું કે તે રીચલનો શિકાર બની ગયાં છે અને રીચલની અસર નીચે આવી વેમ્પાયર બની પોતાની નજીકનાં લોકો - ઓફીસનાં, ઘરનાં લોકોને વેમ્પાયર બનાવવાં જઈ રહ્યો હતો. સૌથી વ્હાલાં પત્ની બાળકો પ્રત્યે બેદરકાર, બેજવાબદાર બની તેમને પારાવાર દુઃખ પહોંચાડી રહ્યો હતો અને તેમનો સૌથી મોટો દુશ્મન પણ બની ગયો હતો. જોબ પ્રત્યે તદ્દન જ બેજવાબદાર બની ગયો હતો.


રીચલથી છુટકારો પામી પોતાની જિંદગીમાં પાછાં ફરવાં હવે જીએમે યોગી ઈશ્વરચંદની વધુ મદદ માંગી. જીએમની તે, અચલ અને યોગી ઈશ્વરચંદ સામેથી મદદ કરવાં ગયાં હતાં તેથી જીએમ અને તેમનાં ઘરનાં સૌ તેમનાં ખરેખર આભારી હતાં. રીચલનું કોઈ ઘર જ નહોતું. તેણે જે એડ્રેસ જણાવ્યું હતું તે ખોટું હતું. તેનો ફોનનંબર પણ ખોટો હતો. તે જ હંમેશ સામેથી કોન્ટેક્ટ કરતી. વળી, એકવાર તેની અસર નીચે આવી ગયાં પછી તો જીએમે કોઈ દિવસ એ બધું જાણવાંનો પ્રયાસ નહોતો કર્યોં. તેનાં પરિવાર, મિત્રો, સગાંસંબંધી કોઈનાં વિશે માહિતી નહોતી.