Khuni Khel - 11 in Gujarati Horror Stories by Nisha Patel books and stories PDF | ખૂની ખેલ - 11

Featured Books
Categories
Share

ખૂની ખેલ - 11

પ્રકરણ ૧૧

બેત્રણ બાજુથી થયેલ એટેકથી જીએમ જાણે ગભરાયાં હોય તેમ લાગ્યું. અચલે તે મોકાનો ફાયદો ઉઠાવતાં યોગી ઈશ્વરચંદે આપેલી ૐ કોતરેલી નાની આગળથી તીક્ષ્ણ એવી નાની લાકડી જીએમનાં હ્રદયમાં ખોસી દીધી. ત્યાંથી કાળાં જેવું લોહી વહેવાં માંડ્યું. જીએમનું શરીર અગ્નિ નીકાળતું ત્રાડો પાડતું નીચે પડ્યું. યોગી ઈશ્વરચંદ સિવાય બધાંનાં જીવ પડીકે બંધાઈ ગયાં અને બધાં બારણાં તરફ દોડયાં. પણ યોગીએ તે બધાંને સાંત્વનાં આપતાં રૂમમાં પાછાં બોલાવ્યાં. જીએમને જેમનાં તેમ પડી રહેવાં દઈ યોગી જીએમની વાઈફ પાસે ગયાં. જ્યાં જ્યાં જીએમનાં દાંત વાગ્યાં હતાં કે નખ વિગેરેથી ઘા પડ્યાં હતાં ત્યાં ત્યાં બધે પવિત્ર રાખ અને પવિત્ર પાણી લગાવ્યાં. અને પછી ૐકારનાં જપ કરવાં માંડ્યાં.


જપ કરતાં જાય અને થોડી થોડીવારે એ પવિત્ર પાણી છાંટતાં જાય! લગભગ અડધો કલાકનાં અંતે જીએમનાં વાઈફનું કાળું પડેલું શરીર ફરી પાછું સામાન્ય બનવાં લાગ્યું અને ભાન પાછું આવ્યું. તેમણે સફાળાં બેઠાં થઈ ચારેબાજું જોયું. જીએમને જોતાં જ ચીસ પાડીને ફરી બેભાન બની ગયાં. પણ બેચાર મીનીટો પછી પાછાં ભાનમાં આવી ગયાં. પોતાની આજુબાજુ હારીથાકીને બેઠેલાં પુત્રો અને અજાણ્યાં માણસોને જોતાં અચંબામાં પડી ગયાં. યોગી ઈશ્વરચંદે ટૂંકમાં બધી વાત કરી. સાથે રીચલ વિશે પણ પૃચ્છાં કરી. બધી વાતનો તાગ મળતાં ત્રણેય મા દિકરાંએ યોગી ઈશ્વરચંદને પ્રણામ કરી પોતાની આપવીતી કહી સંભળાવી. અને રીચલ થોડીવાર પહેલાં અહીં ઘરમાં જ હતી તેવું જણાવ્યું.


છેલ્લાં ઘણાં સમયથી જીએમનું વર્તન કમ્પ્લીટ્લી બદલાઈ ગયું હતું. જોબ, ઘર, પત્ની અને બાળકો સિવાય કશાંને પ્રાધાન્ય ન આપનાર જીએમ મોટાંભાગે ઘરની બહાર રહેવાં માંડ્યાં હતાં. ઘણીવાર દિવસો સુધી ઘરે નહોતાં આવતાં. તેમનું શરીર, આંખો, હાવભાવ બધું જ જાણે બદલાઈ ગયું હતું. તેમનાં પપ્પા તો ગુજરી ગયાં હતાં પણ મમ્મી જીવતાં હતાં. જીએમને બીજાં બે ભાઈઓ હતાં. એટલે તેમનાં મમ્મી થોડાં થોડાં દિવસ બધાંને ઘરે રહેતાં. પણ છેલ્લાં કેટલાંય વખતથી જીએમ તેમને મળવાં પણ નહોતાં જતાં કે ઘરે પોતાની સાથે રહેવાં પણ બોલાવતાં નહોતાં. ફેમીલી ગેધરીંગમાં જવાનું બંધ કરી દીધું હતું. મિત્રોને મળવાનું પણ બિલકુલ બંધ કરી દીધું હતું. તે વારેઘડીએ રીચલને ઘરે લઈ આવતાં. આથી તે બધાંને લાગતું હતું કે જીએમનો રીચલ સાથે એક્સ્ટ્રા મેરીટલ અફેર ચાલી રહ્યો છે!


મા દીકરા ત્રણે જીએમનાં આ વર્તનથી ચિંતામાં અને દુખી રહેવાં માંડ્યાં હતાં. જીએમ સાથે આ બાબતે વાત કરવાનો તેમનાં વાઈફે ટ્રાય કર્યોં હતો. પણ તે વાત કરવાં જ તૈયાર નહોતાં. આજે તેમણે અને રીચલે આવી તેમનાં પર એટેક કર્યોં હતો. તે ત્રણેમાંથી કોઈને એ નહોતું સમજાયું કે જીએમ અને રીચલ તેમનાં પર કેમ એટેક કરતાં હતાં. ત્યાંથી રીચલ ક્યારે, ક્યાં, કેવીરીતે, કેમ ગાયબ થઈ ગઈ તેની પણ કોઈને કશી ખબર નહોતી.


આ બાજુ આ બધી વાતો ચાલતી હતી ને ત્યારે બીજી બાજુ જીએમની છાતીમાંથી નીકળતું લોહી બંધ થઈ ગયું અને નીચે પડેલું લોહી પણ અદ્રશ્ય થઈ ગયું. અને એ ધીરે ધીરે હાથપગ હલાવવાં માંડ્યાં હતાં. આ જોઈ યોગી ઈશ્વરચંદે વાત બંધ કરાવી અને પેલાં પવિત્ર લોટાનું પાણી મંત્રોચ્ચાર સાથે ફરી જીએમ પર નાંખ્યું. જીએમનાં આખાં શરીરમાં ધ્રુજારી આવવાં માંડી. થોડીવાર પછી ફરીવાર યોગી ઈશ્વરચંદે જીએમ પર પાણી છાંટ્યું, સાથે સાથે તેમનાં મંત્રોચ્ચાર સતત ચાલું હતાં. જીએમ જો કે હજુ ભાનમાં આવ્યાં નહોતાં. એમ ને એમ બે કલાક વીતી ગયાં. હવે જીએમે યોગી ઈશ્વરચંદનાં મંત્રોચ્ચાર સાથે પોતાનાં શરીર પર પવિત્ર પાણી અને પવિત્ર રાખ પડે ત્યારે પ્રતિક્રિયા કરવાનું બંધ કરી દીધું હતું.


અને ત્યારે રીચલ ત્યાં રૂમમાં જાણે પ્રગટ થઈ! બધાં બારી બારણાં બંધ હોય અને કોઈ એ ખોલ્યાં સિવાય જ રૂમમાં આવી જાય તો એ પ્રગટ થયેલ જ કહેવાય ને! હમ્મ, એણે ક્યાંથી રૂમમાં પ્રવેશ કર્યોં તે સમજાયું નહીં. કોઈ બારણું ખુલ્લું નહોતું. કોઈ બારણું ખોલવાં રૂમમાંથી બહાર નીકળ્યું નહોતું. અને એ જીએમની બાજુમાં આવીને ઊભી રહી નહોતી ત્યાં સુધી કોઈએ તેને જોઈ નહોતી. તો એને પ્રગટ થયેલી જ કહેવાય ને! તેની આંખો ક્રોધમાં વિકરાળ બનીને લોહી અને અંગારાં ટપકાવતી હતી. તેના ખુલ્લાં બહાર આવેલાં દાંતમાંથી પણ લોહી ટપકતું હતું. તેના નખ ખૂબ લાંબાં બની ગયાં હતાં અને તેમાંથી પણ લોહી ટપકતું હતું. તે તીણી ચીચીયારીઓ નાંખી રહી હતી. આ બધું જોતાં જ બધાંનાં હાંજા ગગડી ગયાં. એક ક્ષણ માટે તો યોગી ઈશ્વરચંદ પણ ડરીને ખસી ગયાં. બાકીનાં બધાં તો મૂર્તિ જ બની ગયાં હતાં. ભાગવું હતું પણ પગ જમીન સાથે જડાઈ ગયાં હતાં. આંખો ફાટી ને ફાટી રહી ગઈ હતી. મોંઢા ખુલ્લાં થઈ ગયાં હતાં પણ અંદરથી એક પણ શબ્દ નીકળતો નહોતો.