aabhdchhet in Gujarati Short Stories by Krishvi books and stories PDF | આભડછેટ

The Author
Featured Books
Categories
Share

આભડછેટ

દિવાળી એટલે એક પર્વ. જે ભારતની સાથે સાથે જ્યાં જ્યાં ભારતીય ત્યાં ત્યાં દિવાળીની ઉજવણી. દિવાળી એટલે અમીર થી લઈને ગરીબ સુધી, નાના થી લઈને મોટા સુધી બધાં જ ઉજવે, અને ઉજવાય.
માણસના રોજિંદા જીવનમાં કંઈ ફેરફાર ન આવે તો તેની જિંદગી સાવ પાણી જેવી ફીક્કી અને નિરસ થતી જાય એટલે જ આવા તહેવારો, મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હશે.
જેવી દિવાળી આવવાની હોય એટલે બાળકો થી લઈને બુઠ્ઠા દાદા દાદી સુધીના બધાં લોકો ખરીદીમાં વ્યસ્ત થઈ જતાં હોય છે. કપડાં, કટલેરી, કોસ્મેટિક અને શુઝ ચંપલ આ બધી જ વસ્તુઓની ખરીદી પૂર જોશમાં થાય છે.
કોઈ લોકો ફરવા, તો કોઈક લોકો ફક્ત જે વતનથી દૂર કમાવા આવ્યા હોય તેવા લોકો પોતાના વતનમાં જાય છે. આમ તો દિવાળનો તહેવાર પાંચ દિવસનો પરંતુ તેની તૈયારી આસો માસ બેસતા જ શરૂ થઈ જાય છે. મકાનના રંગરોગાન, સાફ સફાઈ આ બધી પૂર્વ તૈયારીઓ થતી હોય છે.
વિજયે લેપટોપ પર કામ કરતા કરતા જ કિરણને બૂમ પાડી પાણી મંગાવ્યું. બીઝી હોવા છતાં તે ફટાફટ ગ્લાસમાં પાણી લઈ આવી. વિજય પાણીનો ગ્લાસ પુરો ગટગટાવી જતા, વિજયની નજર ઉપર છત પર પડી એક પોપડી નીચે ખરવાની તૈયારી કરી રહી હોય એવી રીતે લટકી રહી હતી.
વિજય એક નામાંકિત કંપનીમાં નોકરી કરતો હતો. પોતાના વતનથી દુર રહી, વતનથી જ નહીં પરંતુ આમ કહું તો માબાપ થી દુર રહી શહેરીકરણના વળગણને પકડી રાખી ભવિષ્ય બનાવવા સુરત શહેરમાં રહેતો.
કિરણ સાથે લગ્ન કરી સુરતમાં જ ગોઠવાઈ ગયો. કિરણ પણ એક પ્રખ્યાત કંપનીમાં જોબ કરી પતિને સહાયક તરીકે સાથ આપતી.
વિજયે કિરણ સાથે ઘરમાં રંગરોગાન કરાવવું છે તેની મંત્રણા કરી મનસુખ કાકાને કોલ જોડ્યો. કિરણ પણ પોતાના કામ આટોપવામાં બીઝી થઈ ગઈ.
રંગરોગાન કરાવવું હોય તો આજે જ કોઈને બોલાવી, શરુઆત કરાવો. જેથી મને ખબર પડે કે મારે રજા ક્યારે મૂકવી મને રજાની મંજૂરી મળશે કે નહીં તે પણ જાણી લઉં. કિરણ પોતાના લાંબા વાળ સરખા કરતા બોલી.
મેં મનસુખકાકાને કોલ કરી કહીં દિધું છે. તે કોઈ માણસને ગોતી રંગ માટે મોકલી દેશે. લેપટોપ બેગમાં મૂકતા વિજય બોલ્યો.
હવે કેટલું કામ બાકી છે? હવે લેટ થાય છે. ફટાફટ કામ પતાવી ચાલ, બોસ કંઈ બબડે તે પહેલાં ઓફિસ પર હાજરી આપવી પડશે. હાં હાં... આવું છું. હાંફતી ફાંફતી ફટાફટ ગેટને લોક કરી, બાઈક પર બેસતા દુપટ્ટા વડે કપાળ પરનો પરસેવો લૂછતાં બોલી જવા દો.
દરરોજના ક્રમ મુજબ જોબથી બંને પોતપોતાની રીતે ઘરે આવે. કિરણ થોડી વહેલી આવી રસોઈ તૈયાર કરી વિજયની રાહ જોવે.
બીજા દિવસે સવારમાં એક મજુર રંગરોગાન કરવા આવી ગયો.
કોણે મનસુખ કાકાએ મોકલ્યા? લેપટોપ પર નજર રાખી કિબોર્ડ પર ટાઈપ કરતા વિજયે પુછ્યું.
હાં લેવડદેવડની રકમ તેની સાથે નક્કી કરવાની કે તમારી સાથે? પેલા આવેલા મજુર કાકા પોતાના માથા પર બાધેલ કપડું સરખું કરતા પુછ્યું.
તેમની સાથે જ ફિક્સ કરી લેજો. વિજયે મજુર સામે વિચિત્ર નજરે જોઈ કહ્યું.
કંઈ વાંધો નય. રંગનું કામ આટલું જ છે કે બીજે કેય કરવાનું? મજુરે જૂના કપડાંનું પેન્ટ ચડાવતા પુછ્યું.
માથા પર અનેક રંગથી રંગાયેલ કપડું ચાડી ખાય કહ્ય રહ્યું હોય એટલા રંગમાં વિચિત્ર લાગી રહ્યું હતું. શર્ટ પણ વર્ષોથી ધોવાયો ન હોય અને પાટલૂન તો જુનાં ફિલ્મના હીરોની જેમ નીચે થી પોળા પાયસા વાળા મજુરને જોઈ કિરણ અવનવા વિચારોથી ઘેરાઈ ગઈ.
બધી વસ્તુ બરાબર મુકવી પડશે. બધા કબાટને લોક કરવાં પડશે. વિજયને વસ્તુ પૈસા ગમે ત્યાં મુકવાની આદત છે. તેને પણ ટોકવા પડશે.
જી, બેન મારું આ ટીફીન ક્યાં મુકું? પેલા મજુરે કિરણ પાસે આજ્ઞા ભાવે બે હાથ જોડતાં પુછ્યું.
ત્યાં ગમે ત્યાં મુકી દો. અમે તો અમારો ઓફિસ ટાઈમ થશે એટલે જતા રહેશું. કિરણ બે આંખના નેણ ઉંચા કરી વાતનો ખુલાસો કરતા બોલી.
તો મનસુખ કાકા તો આવસે ને બટા?
મને કંઈ ખબર નથી. તમારા શેઠને જ પુછો. થોડા ક્રોધ સાથે કિરણ હાથમાં વેલણ લેતાં બોલી.
જી, બેટા.
વિજય દરરોજની જેમ ગાડી પર ગોઠવાઈ ગયો હતો. અને કિરણને બૂમ પાડીને કંઈ કહે તે પહેલાં જ આજ કિરણ હાજર હતી. રોજની જેમ આજે પણ પર્સને ફંફોળતી ગાડી પર બેસતી જ હતી ત્યાં વિજય બોલ્યો તે બધું બરાબર બંધ કર્યું છે ને? યાદ કરીને જોઈ લે પછી કહેતી નહીં કે હું ભૂલી ગઈ! હાં હવે જવા દો.
નિત્યક્રમ મુજબ ફરી બંને નીકળવા તૈયાર હતા, ત્યાં કિરણે પરેશાની સાથે બૂમ પાડી અહીં આવો તો વિજય. શું થયું? તને એન્ડ ટાઈમે જ બધું યાદ આવે.
બોલ શું થયું. મારું પર્સ મળતું નથી જરા જુઓ ને. બેબાકળી થઇ કિરણ બોલી.
પણ કિચન તો લોક હોય છે. તારી જ કંઈક ભૂલ થતી હશે જો બરાબર ચેક કર આટલામાં જ પડ્યું હશે
જે હું વિચારું છું તે જ તું વિચારે છે? વિજય પેલા રંગ કરી રહેલ મજુર તરફ જોઈ બોલ્યો. કિરણે પણ એ તરફ ધ્યાન કરી હકારાત્મક માથું ધુણાવી હાં કહીં.
પણ કિચનમાં તો આપડે લોક કરીએ છીએ.તો...વાકય અધુરું મૂકીને વિજય ખીસ્સામાં હાથ નાખી ચાવીઓ શોધવા લાગ્યો.
આપડે આખો દિવસ ઘરે ન હોય ત્યારે બીજી ચાવી બનાવી. કિરણે માથું ધુણાવી વિચાર ખંખેરી નાખ્યો.
તું બરાબર યાદ કર લાસ્ટ ટાઈમ તે ક્યાં મુક્યું હતું. કંઈ લીધું હતું. યાદ કર.વિજય છકળવકળ નજરે જોતાં બોલ્યો.
મને બરાબર યાદ છે મેં આવીને લોક ખોલી, રોજની આદત મુજબ ટીવીની બાજુમાં જ મુક્યું હતું.
તો તો મારે મનસુખ કાકાને વાત કરવી જ પડશે. જોયા વગર ડાયરેક કેમ આરોપ મુકવો!
આ બધું પેલા રંગ કરી રહેલ મજુર ઝીણી નજરે મોટા કાન કરી સાંભળી રહ્યા હતા. એમને ખ્યાલ આવી ગયો કે તે લોકો પર્સ શોધી રહ્યા છે.
બેટા થોડું પીવાં માટે પાણી બહાર મુકતાં જાવને. તમે જતાં રહો પછી બહું તકલીફ પડે છે.
એક તો ચોરી ઉપર થી છિના જોરી. વિજય અને કિરણ બંને એક સમયે એક સરખું દાંત ભીસતા બબડ્યા.
બોટલ હોય તો આપો ભરી બહાર મુકી દઉં? ક્રોધ સાથે કિરણ બોલી.
ના, બેટા, મારી પાસે ક્યાં થી બોટલ હોય!?
તો ખોબો ધરો પીવડાવુ.
હાં બેટા લો પાવ
અહીં કિરણે પાણી પીવડાવ્યું બીજી તરફ વિજયે કોલ કરી મનસુખ કાકાને બોલાવી લીધા.
મનસુખકાકાને ખૂબ શરમ આવતી હતી કેમ કે તે પેલા મજુરને ઘણા સમયથી ઓળખતા હતા.
મનસુખકાકા અને વિજય વાત કરી રહ્યા હતા. ત્યાં જ પેલો મજુર માણસ પર્સ લઈને આવ્યો અને કિરણનાં હાથમાં ધર્યું.
બેટા, તપાસી લેજો. અમારાં કપડાં ભલે મેલાં હોય પણ અમારું મન આકાશમાં ઉડતા હંસ જેવું સફેદ છે. અમારા ચહેરા પર આ તડકાથી કાળાશ આવી ગઈ છે. પણ મન આભલાં જેવું સાફ છે. અને તને 'બેટા ' કહી એટલે બોલાવું છું કે મારી દીકરી પણ તમારા ઉંમરની છે. અભરાઈ પર પડ્યું હતું. મેં ત્યાં કલર કરવા જોયું, એટલે આપવા આવ્યો.
અને કિરણને તો પોતાના પર ખૂબ ગુસ્સો આવ્યો કે મને ગ્લાસમાં પાણી આપવામાં આભડછેટ નડી.
આપણે કેટલા સુષુપ્ત મનના છીએ. એક મજુરનાં મનને પૈસા ન ડગાવી શક્યા, પણ આપણા મનને તેની ઈમાનદારી જરૂર ડગમગાવી ગઈ.
પર્સ અને પૈસાને તો આભડછેટ ન લાગી. એતો એક ઝાટકે લઇ લેવાયું ધિક્કાર છે માનવ જાતને આવાં ઈમાનદારી ને આભડછેટ નથી નડતા .