મારી આ નાની નાની story વાંચવા વાળા મારા વહાલા મિત્રો ને ખુબ ખુબ ધન્યવાદ. આવીજ રીતે તમારો પ્રેમ મારા પર વરસાવતા રેજો. ચાલો આજની વાત start કરીએ....
1 - જ્યારે પણ પ્રેમની વાત આવે ત્યારે બધા સૌથી પેલાં એક છોકરો અને છોકરીનું મનમાં ચિત્રણ કરી લેય છે.શા માટે? શું પ્રેમ માત્ર છોકરા અને છોકરીના આકર્ષણ નું બંધન છે, નહિ. પ્રેમ પરિવાર હારે થઈ શકે, માટે પિતા ,ભાઈ બહેન, મિત્ર, દેશ અને જન્મભૂમિ, માનવતા, કોઈપણ કલા, આ બધા માટે પ્રેમ થઈ શકે છે.
પણ પ્રેમ ક્યારેય એ પન્ના પર ના લખાય જે પન્ના પર પેલાથીજ કાઇક લખેલું હોય. જેવી રીતે ભરી માટલીમાં વધુ પાણી ન આવી શકે તેમ પ્રેમને પ્રાપ્ત કરવા માટે મનને ખાલી કરવું પડે. વિકારોથી ભરેલા મનને શુદ્ધ કરવું પડે. કારણ કે પ્રેમ એક પવિત્ર ભાવ છે. પોતાની ઈચ્છાઓ, સુખ બધું ત્યાગીને પ્રેમને સમર્પણ કરવું પડે. એજ સાચો પ્રેમ છે.
"પ્રેમનો બીજો અર્થ જ સમર્પણ છે."
🙏 ....રાધે....રાધે.... 🙏
2 - એક શબ્દ જે આપણને ક્યારેક ક્યારેક કાં પછી ક્યો તો ઘણીવાર સાંભળવા મળે -"સ્વાર્થ"
એ વ્યક્તિ સ્વાર્થી છે, અણીએ સ્વાર્થમાં આવીને આ ખોટું કર્મ કરી નાખ્યું, મારું આ બગાડી નાખ્યું. વગેરે વગેરે.... અત્યારે જોઈએ તો આ સંસારમાં સ્વાર્થને પાપ નું એક કારણ માનવામાં લાગ્યું છે. પણ શું સ્વાર્થ ખરેખર ખરાબ છે? નય. સ્વાર્થ આ શબ્દ બન્યો છે 'સ્વ' પરથી. અર્થાત્ સ્વયમથી. મતલબ કે જે કાર્ય માં માત્ર સ્વયંનો અર્થ હોય, માત્ર સ્વયંનો લાભ થાય એ સ્વાર્થ છે. હવે પ્રશ્ન એ ઉઠે કે આપણો સ્વ કોણ? જો તમારા સ્વ માં માત્ર તમે જ છો તો તમે સ્વાર્થી છો, જો તમારા સ્વ માં પરિવાર સંમિલિત છે તો તમે પરિવાર્થી છો, જો તમારા સ્વ માં અન્ય લોકો સંમિલિત છે તો તમે પરોપકાર્થી છો અને જો તમારા સ્વ માં વિશ્વ સંમિલિત છે તો તમે પરમાર્થી છો. તો સ્વયંના સ્વાર્થથી દૂર ન જાઓ એનો વિસ્તાર કરો. સ્વયંના અસ્તિત્વનો વિસ્તાર કરો. જો તમે સ્વયંના અસ્તિત્વનો વિસ્તાર કરશો તો આ સ્વાર્થ સ્વયં પરમાર્થ માં બદલી જશે.
🙏 ....રાધે....રાધે.... 🙏
3 - આ સંસારમાં એવા કેટલાક લોકો હોય છે જે આપણને સ્વાર્થી લાગે છે, જેને આપણે સ્વાર્થી માનીએ છીએ. જે જરૂર પડે તો જ આપણને યાદ કરે બાકી કેટલા સમય સુધી ક્યાંય દેખાય જ નહિ, પણ એને જ્યારે તમારી મદદની જરૂર પડે તો હાથ જોડીને તમારી સામે ઊભા રહે. ખૂબ ક્રોધ આવે નય! આવા લોકો પર. મન માંથી સ્વર નીકળે કે આ વ્યક્તિની ક્યારેય મદદ ના કરું. પણ એવું ક્યારેય નય કરવાનું.
એક વાત યાદ રાખજો દીપકને યાદ વ્યક્તિ ત્યારેજ કરે છે જ્યારે ઘેરો અંધકાર થઈ જાય. સામે વાળી વ્યક્તિ ને સ્વાર્થી માનીને ખુદ વ્યાકુળ ન થાઓ. સ્વયંને દીપક માનીને હર્ષિત થાઓ. ભાગ્યવાન સમજો સ્વયંને કે કોઈની જરૂરિયાતમાં તમે એને યાદ આવ્યાં, કે તમે આ સંસારમાં કોઈની મદદ કરવા યોગ્ય છે. આ જીવનમાં કોઈ વ્યક્તિના સ્વાર્થી હોવાથી સ્વયંનો દૃષ્ટિકોણ ન બદલો. બસ દૃષ્ટિ રાખો સ્વયંના પરમાર્થ પર......
🙏 ....રાધે....રાધે.... 🙏
મિત્રો જીવનમાં જેની હારે જીવવા મળે એની હારે આનંદથી, પ્રેમથી જીવી લેજો. કોઈ વ્યક્તિ તમને પસંદ છે પણ એ તમારા લાયક નથી તો એનો તિરસ્કાર ન કરો અને એને તમારા લાયક બનાવો. કારણ કે એ આપણી પસંદના વ્યક્તિ સાથે જીવન જીવવાનો મોકો એક જ વાર મળે છે. તો મનુષ્ય જીવન મળ્યું છે તો સ્વાર્થી નય પણ પરમાર્થી બનીને જીવો.
🙏 ....રાધે....રાધે.... 🙏