અશ્વલ ખૂબજ પ્રેમથી આન્યાની સામે જોઈ રહ્યો હતો અને તેને કહી રહ્યો હતો કે, "તારા માટે હું એક ગીફ્ટ લાવ્યો છું જે મેં સાચવીને રાખી છે તે હવે હું તને આપીશ કારણ કે, હવે તું મને પ્રેમ કરે છે એટલે હવે તને તેની કદર થશે."
આન્યા: અચ્છા એવું છે?
અશ્વલ: હં..
આન્યા: પણ શું ગીફ્ટ લાવ્યો છે તે તો મને કહે.
અશ્વલ: ના તે તું ગેસ કરજે પછી મને કહેજે...
હવે આન્યા તે ગેસ કરી રહી છે પરંતુ તેને કોઈ આઈડિયા આવતો નથી એટલે તે ખૂબજ બેસબરીથી અશ્વલની સામે જોઈ રહી છે અને તેને રીક્વેસ્ટ કરીને પૂછી રહી છે કે તું શું ગીફ્ટ લાવ્યો છે મારે માટે તે તો કહે.... અને અશ્વલ તે કહેવા માટે ઈન્કાર કરી રહ્યો છે. બંને વચ્ચે મીઠી મધુરી પ્રેમભરી તકરાર ચાલી રહી હતી અને એટલામાં દિપેન ભાઈનું ઘર આવી ગયું એટલે આન્યાનો મૂડ જરા ઓફ થઈ ગયો અને તે બોલવા લાગી કે, "અશ્વલ સાંભળને મારી વાત તું કહી દે ને મને કે તું મારા માટે શું લાવ્યો છે.."
અશ્વલ: નો આઈ કાન્ટ સે...સૉરી અને હવે આપણું ડેસ્ટીનેશન આવી ગયું છે એટલે હું તને મૂકીને નીકળું છું અને તું વિચારીને રાખજે કે હું તારા માટે શું લાવ્યો છું.
આન્યા મોં મચકોડીને ગુસ્સાથી બોલે છે, "ઓકે તારે ના કહેવું હોય તો કંઈ વાંધો નહીં...બાય...
અશ્વલ: અરે યાર જરા પ્રેમથી તો બાય કહેવાનું રાખ..
આન્યા: નહીં કહું... અને આન્યાએ મહેંદી વાળા હાથેથી જ કારનો દરવાજો ખોલી દીધો અને અશ્વલ સાથે નારાજ થઈને મોં ફુલાવીને કારમાંથી નીચે ઉતરી ગઈ અને સડસડાટ ચાલવા લાગી.
અશ્વલ તેની પાછળ પાછળ જઈ રહ્યો હતો અને તેની નજીક જઈને તેના કાનમાં નારાજ આન્યાને પ્રેમથી કહી રહ્યો હતો કે, "ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે માય ડિયર..." અને આન્યાએ ફરીથી અશ્વલની સામે જોઈને પોતાનું મોં મચકોડ્યું અને તે ઘરમાં ચાલી ગઈ અને તેની પાછળ પાછળ અશ્વલ પણ ઘરમાં દિપેનભાઈને મળવા માટે ગયો અને તેમને મળીને આન્યાને બાય કહેવા માટે અંદર રૂમમાં જ્યાં આન્યા બેઠી હતી ત્યાં ગયો અને આન્યાની નજીક ગયો તેની સામે પ્રેમથી જોઈને તેને સેલ્યૂટ કરીને બાય કહ્યું અને ધીમેથી બોલ્યો કે "તો પછી મળીએ કાલે.. હવે લગ્ન મંડપમાં.. આપણે પણ બેસી જવું છે સાથે..ફેરા ફરવા.." અને ગુસ્સે ભરાયેલી આન્યાને વધુ ગુસ્સે કરી રહ્યો હતો.
આન્યા: (વધારે અકળાઈને બોલી રહી હતી) હવે જાને યાર..
અને અશ્વલ આન્યાનો મીઠો ગુસ્સો જોઈને ખડખડાટ હસી પડ્યો અને હસતાં હસતાં બહાર નીકળ્યો અને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો.
અશ્વલ રસ્તામાં જતાં જતાં વિચારી રહ્યો હતો કે, કેટલી ઈનોસન્ટ છે આન્યા... એકદમ નાના માસુમ બાળક જેવી.. ખૂબજ પ્યારી અને મીઠી મધ જેવી છે મારી આન્યા અને ગુસ્સામાં તે જાણે વધારે સુંદર લાગી રહી હતી. મજા આવી ગઈ આજે તેની સાથે..આજનો દિવસ મારા માટે યાદગાર દિવસ રહેશે..આ અનફરગેટેબલ ડે તારીખ સાથે અને અનફરગેટેબલ મોમેન્ટ્સની મારે મારી ડાયરીમાં નોંધ કરી રાખવી પડશે. ખૂબ મજા આવી આજે આન્યાને ગુસ્સે કરવાની...
અને આ બાજુ આન્યા વિચારી રહી હતી કે, "ખૂબજ હેન્ડસમ લાગે છે અશ્વલ..ખબર નહીં મને ખૂબજ વ્હાલો લાગે છે મારા જીવ કરતાં પણ વધારે એકદમ જાણે તે મારો ક્યાંથી થઈ ગયો તેની ખબર જ ન પડી અને મને એકદમ અનહદ વ્હાલો લાગવા લાગ્યો.. શું પ્રેમ આ જ હશે..આ રીતે જ થતો હશે? પ્રેમ થાય એટલે બધુંજ ગમવા લાગે છે બધુંજ રંગીન લાગે છે બધુંજ સુંદર લાગવા લાગે છે.
અને પાછો ડૉક્ટર છે એટલે ..મને જેવો ગમતો હતો તેવો જ છોકરો મને મળ્યો છે અને મોમ ડેડને પણ ગમશે. મેં તો સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે મને કોઈની સાથે લવ થશે અને તે પણ પાછો ભાભીનો ભાઈ એટલે ટેન્શન પણ નહીં કંઈપણ કારણ હોય દિપેનભાઈ હોય એટલે ચિંતા તો નહીં. અશ્વલ અને આન્યા "એ સ્ક્વેર" અને આન્યા ખુશ થઈને મનમાં ને મનમાં હસી રહી હતી. હાથમાં લાગેલી મહેંદી પણ હવે સુકાઇ ગઇ હતી એટલે તે કાઢવાનું તે વિચારી રહી હતી એટલામાં તેની મોમનો ફોન આવ્યો તેણે મોમ ડેડના ખબર અંતર પૂછ્યા અને મોમ અને ડેડ આવતીકાલે લગ્ન 💒 માં આવી રહ્યા છે ને તેમ પણ તેણે પૂછી લીધું.
મોનિકા બેન આન્યાના મોમ આન્યા આવતીકાલે તેમની સાથે પાછી આવી રહી છે ને તેમ પૂછી રહ્યા હતા. આ પ્રશ્ન પોતાની મોમે પૂછ્યો કે તરતજ આન્યાનો તો જાણે ફ્યુઝ જ ઉડી ગયો અને તે બોલી ઉઠી કે, "કેમ આટલું જલ્દી મોમ?"
મોનિકાબેન: બેન તમારી કોલેજ ચાલુ છે, તે વાત ભૂલી ગયા તમે?
આન્યા: (થોડું નિરાશ થઈને બોલી) હા મોમ નહીં, મારા તો મગજમાંથી જ તે વાત નીકળી ગઈ હતી.
મોનિકા બેન: તું ભાઈના લગ્ન માણવામાં ને માણવામાં બધું ભૂલી ન જઈશ.
આન્યા: યસ મોમ, સોરી મોમ. અશ્વલના પ્રેમમાં મશગુલ આન્યા જાણે બધુંજ ભૂલી ગઈ હતી.
અને માં બેટીની વાત, આવતીકાલે મળીએ તેમ કરીને પૂરી થઈ.
આન્યા પોતાના હાથમાં લગાવેલી મહેંદી કાઢી રહી હતી અને વિચારી રહી હતી કે, અશ્વલ મારા માટે શું ગીફ્ટ લાવ્યો હશે...??
તો આપણે પણ જોઈએ કે આન્યા અને અશ્વલનો પ્રેમ આગળ શું રંગ લાવે છે? અશ્વલ આન્યા માટે શું ગીફ્ટ લાવ્યો છે? તો મળીએ હવે દિપેનભાઈના લગ્નમાં....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/10/22