talash 2 - 49 in Gujarati Fiction Stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 2 ભાગ 49

Featured Books
Categories
Share

તલાશ - 2 ભાગ 49

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

ભટ્ટ સાહેબ તમે તો યાર પ્રોસિઝર સમજો. હું એમ મોહનલાલ ને છોડી ન શકું. આ ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટની ટીમ છે."
"તો હું ક્યાં એમને છોડવાનું કહું છું મારા હિસાબે તો એ માત્ર મેનેજર છે. અને કંપનીના માલિક કોઈ હાજર નથી. પણ કાલે બપોર સુધીમાં એ બધા અહીં આવી પહોંચશે, એટલે માત્ર એક દિવસની કસ્ટડી પૂરતી છે."
"જજ સાહેબ એક તો તમને અડધી રારે ઉઠાડ્યા એ બદલ દિલગીર છું. પણ ઓછામાં ઓછા 7 દિવસ ની કસ્ટડી વગર અમે કઈ પુરવાર ન કરી શકીએ." દિલીપ ગુરનાની કે જે ટીમના આગેવાન હતા એમણે કહ્યું.
"પણ 7 દિવસનું કોઈ વેલીડ કારણ મને દેખાતું નથી. એક દિવસની કસ્ટડી મંજુર કરી છે. કાલે બપોરે 3 વાગ્યે મારી કોર્ટમાં કહેવાતા મુજરિમ ને લઇ ને હાજર થજો. એને હાર્ટની તકલીફ છે અને લીવર પણ ખરાબ છે. એટલે એમની દવાઓ કે જે સાથે રાખી છે એ એમને લેવા દેજો અને દવા પહેલા ભરપેટ ભોજન લેવું જરૂરી છે. એ ખાસ ધ્યાન રાખજો. કોઈ શારીરિક હાનિ ન પહોંચાડતા, અને ઓછામાં ઓછા  6 કલાક સુવા દેજો. કોઈ ગરબડ હું નહીં ચલાવું." જજ સાહેબે ફેંસલો આપતા કહ્યું.

xxx

"મામી -ચાચી," હાફ્તા હાફ્તા બન્નેના બંગલાના વરંડામાં પહોંચતા નાઝે રાડ પડતા કહ્યું. એ ભાગીને પોતાનું ઘર કે જે સામેની સાઈડ જ હતું ત્યાંથી આવી હતી.

"શું થયું. નાઝ?” ચાચીએ બહાર આવતા પૂછ્યું. એટલામાં મામી પણ ત્યાં પહોંચી. એણે પૂછ્યું "અરે તું આટલી ગભરાયેલ કેમ છે?"

"અરે ગભરાયેલ નથી. એક ખુશખબર છે એટલે ભાગતી આવી છું." પોતાના મનની વાત મનમાં દબાવી રાખતા નાઝે કહ્યું.

"શું તે ઓલા બે બબૂચક માંથી કોઈ એકને તારા જીવનસાથી તરીકે નક્કી કરી લીધો?" મામી અને ચાચી એ એક સાથે આ સવાલ પૂછ્યો.

"નારે મારા એવા ખરાબ દિવસો હજી નથી આવ્યા કે હું એ બે માંથી એક નમૂના સાથે નિકાહ કરી લઉં. આ તો તમારા લોકો માટે ખુશખબર છે કે તમારા સોહર એટલેકે મામુ અને ચાચુ પાછા આવી રહ્યા છે."

"અરે વાહ આ તો ખરેખર ખુશખબર છે." ચાચી એ કહ્યું. 

"બરાબર છે. તને તારી ઓફિસમાંથી આ ખબર મળી?” મામીએ પૂછ્યું. 

"ના મારા કેટલાક સોર્સ, એટલેકે ઓળખીતા દુબઈમાં છે એમને મને જણાવ્યું કે મામુ અને ચાચુ દુબઈમાં હતા અને હવે અબુધાબી થઇ ને અહીં પાકિસ્તાનમાં આવી રહ્યા છે. "

"ખેર, ખુદાનો ખુબ ખુબ આભાર કે એ સલામત તો આવી રહ્યા છે. લગભગ 2 અઢી મહિને એમના દીદાર થશે." આવું કૈક બબડતી એ આધેડ મહિલાઓ ખુશી મનાવી રહી હતી. પણ નાઝના દિલમાં મામા અને કાકાએ પોતાનું મિશન અધૂરું મૂકીને ભાગવું પડ્યું એનો ખટકો હતો. 

xxx 

22 એપ્રિલ 1999ની એ રાત બહુ ભારે હતી. હળવી વાતથી શરૂ કરીએ તો સોનલ ની આંખમાંથી નીંદર ગાયબ હતી. સગાઈ પછી પહેલીવાર એ પૃથ્વીને મળી હતી. આમેય સગાઈ પહેલા અલપઝલપ માંડ  3-4 વાર મળી શકી હતી. ને પૃથ્વી સાથે તે દિવસ કલ્યાણ થી સન્મુખાનંદ હોલ સુધીની મુસાફરીમાં 2 કલાક સાથે ગાળ્યા હતા ત્યારે એને ઓળખતી પણ ન હતી.(તલાશ ભાગ 1) પણ આજે એને ધરાઈને વાતો કરી હતી. પૃથ્વીને બરાબર સમજ્યો હતો માત્ર રૂપિયા કમાવા નહીં પણ દેશ સેવા માટે પૃથ્વી અનોપચંદની કંપનીમાં જોડાયો હતો. રૂપિયાની એને કમી ન હતી. બેઠા બેઠા ખાય તોય 3 જનરેશન સુધી કઈ વાંધો ન આવે એવી આર્થિક સધ્ધરતા હતી. છતાં પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને એ લગભગ વગર વેકેશન 3-4 વર્ષથી અનોપચંદે આરંભેલ દેશસેવાના યજ્ઞમાં જોતરાયો હતો. આ સાંભળીને સોનલ નો પ્રેમ પૃથ્વી પર બેવડાઈ ગયો હતો  પણ એક સ્ત્રીસહજ મનમાં પૃથ્વીની સલામતી અંગેની ચિંતા હવે હર હમેશા માટે એના જીવનમાં વણાઈ ગઈ હતી. તો બીજી બાજુ મોહિનીની ઊંઘ પણ ઉડી ગઈ હતી. જયારે સોનલ અને પૃથ્વીએ એની સાથે વાત કરતા કહ્યું હતું કે જીતુભા કેવા જોખમ માંથી બચ્યો હતો. એનું તો મન હતું કે એ ઉડી ને જીતુભા પાસે પહોંચી જાય. જીતુભાને એણે સોનલ સાથે રહી ને બહુ પજવ્યો હતો. કેટલીય વાર સોનલને ચડાવી ને અડધી રાત્રે એને દોડાવ્યો હતો. જીતુભા પોતાના પ્રેમમાં છે એ જાણવા છતાં અને પોતાને પણ જીતુભા ગમતો હોવા છતાં કદી પ્રેમ નો ઈઝહાર કર્યો ન હતો ના જીતુભાને કરવા દીધો પણ સોનલ જયારે ટ્રીપમાંથી ગાયબ થઇ અને જીતુભા એને મળવા આવ્યો એ જ ક્ષણથી એ જીતુભાની થઈ ગઈ હતી. અને જયારે જીતુભાએ એના પરિવાર ને પોખરણમાં મુશ્કેલી માંથી બચાવ્યો ત્યારથી તો એને થતું કે ક્યારે મારા આની સાથે સગાઈ અને લગ્ન થઇ જાય. એ જીતુભા અત્યારે જીવના જોખમે દુબઈમાં હતો એટલે મોહિની ની ઊંઘ ઉડી ગઈ હતી. રાઘવ પોલીસ કસ્ટડીમાં હતો. પણ મોહિતે એવી વ્યવસ્થા કરી હતી કે એને બહુ તકલીફ ના પડે. તો બીજી તરફ પોતાના આલીશાન બેડરૂમમાં સુતેલા ગિરિરાજ પ્રસાદ પણ વિચારે ચડ્યા હતા. બિઝનેશમાં જે સામાન્ય ચાલાકીઓ થતી હોય એ સિવાય એમણે  કદી કોઈને ક્યાંય ફસાવ્યા ન હતા. અને આજે એક ઉગતા જવાનને એના કારણે પોલીસ કસ્ટડીમાં જવું પડ્યું હતું કદાચ 2-4 વર્ષની એને સજા પણ થશે. એ વાતનો એને સતત પસ્તાવો થતો હતો. પોતાની પુત્રીના સુખ માટે કોઈ નિર્દોષને બલીનો બકરો બનાવ્યો હતો એ હવે એને ખટકી રહ્યું હતું. એને મનોમન નિર્ણય લીધો કે કાલે સવાર માંજ પોતાની કોઈ ફેક્ટરીમાં એના ભાઈને બહુ મોટી પોસ્ટ આપી એના કુટુંબને આર્થિક રીતે સધ્ધર કરી દેશે. મોહનલાલની દિનેશ ગુરનાની ની ટીમે લગભગ 3 કલાક પૂછપરછ કરી હતી. પણ એમ મોહનલાલ ના મોઢેથી કોઈ વાત કઢાવવાનું આસાન ન હતું. દેશભરમાં પડેલા દરોડા માંથી આમેય કઈ ઝાઝું હાથમાં આવ્યું ન હતું કે જેના આધારે અનોપચંદ એન્ડ કુ.ને કાનૂનના સકંજામાં લઇ શકાય. માત્ર મદ્રાસની બ્રાન્ચમાં કુલ 10-12 કરોડની 2-3 એન્ટ્રીઓ મળી હતી જેનો હિસાબ પૂછી શકાય એમ હતું. પણ એમાંય કંપનીએ હજી ફાઇનલ બેલેન્સ શીટ બનાવી ન હતી એટલે ખાસ કઈ વળવાનું ન હતું  કંટાળીને દિનેશ ગુરનાની એ મોહનલાલના સુવાનો બંદોબસ્ત કરવો પડ્યો કેમ કે કાલે બપોરે જજ સાહેબ સમક્ષ અગર મોહનલાલ કોઈ ફરિયાદ કરે તો પોતાના પર આફત આવે એમ હતી. બીજી બાજુ મદ્રાસમાં જુદી જ રમત મંડાઈ રહી હતી.

xxx

ગુરુ અન્નાએ પોતાના ખાસ માણસોને એકઠા કર્યા હતા. પણ અમ્મા ની નારાજગી વોરવાનું બધાને મંજૂર ન હતું એટલે માંડ 5-6 જણા ભેગા થયા હતા, અને ગણેશનને આપવાના 10 કરોડ  રૂપિયાનો બંદોબસ્ત કર્યો હતો. ગુરુ અન્ના પોતે એ વાતથી આસ્વસ્ત હતો કે એક વાર ચન્દ્રેશનની વિરુદ્ધ પુરાવા મળી જાય તો પછી અમ્મા ને ગમે એમ મનાવી લઈશ. ભલે ત્યાં અશોક હોટેલ પર હત્યા ન થઇ શકી અને અત્યારે એ ક્યાંક છુપાઈને બેઠા છે. પણ જયારે જાહેરમાં આવશે ત્યારે ચન્દ્રેશન વિરુદ્ધના પુરાવાથી અમ્માને મનાવીને સાંસદ બની જઈશ. એ મરીના બીચથી થોડે દૂર માછીમારોની વસ્તી માં છુપાયો હતો  અને એના મળતિયા પણ આજુબાજુમાં જ હતા એ લોકો થોડા હથિયારોનો બંદોબસ્ત કરી રહ્યા હતા. તો એનાથી માંડ અડધો કિલોમીટર દૂર અનોપચંદે બનાવેલ એક રહેણાંક સોસાયટીમાં પોતાના એક મળતિયા કામદાર કે જે વિધુર હતો એના ઘરે ક્રિશનન છુપાયો હતો. આમ તો ત્યાં એને ઓળખનારા ઘણા હતા. પણ એની કડક છાપ ના કારણે કોઈ એની વિરુદ્ધ માહિતી નહિ આપે એવી એને ખાતરી હતી. એને પોતાના 4-5 ખાસ મજૂરો કે જે અનોપચંદ ની કંપનીમાં કામ કરતા હતા એને બોલાવ્યા હતા. અને પોતાના બિઝનેસ વર્તુળ ની ઓળખાણ થી 4-5 પિસ્તોલનો બંદોબસ્ત કર્યો હતો એને માટે સારી વાત એ હતી કે ગુરુ અન્નથી અમ્મા નારાજ છે એટલે ગુરુ અન્ના બહુ માણસો નહીં લાવી શકે એ વાત પાક્કી હતી. આમેય ખબરીએ ને કહ્યું જ હતું કે ગુરુ અન્ના એકલો આવશે. તો ચંદ્રેશન અત્યારે પોતાના મળતિયા સાથે કોઈક ટેન્કરમાં હૈદરાબાદ થી મદ્રાસ જવા લગભગ 5 કલાક પહેલા નીકળી ગયો હતો એને બપોરે જયારે અમ્માએ એની સાથે અશોક હોટેલ પર આવવાની ના કહી ત્યારે જ  કંઈક વહેમ પડી ગયેલો. અને એ જયારે અશોક હોટેલ પર જવા રવાના થયો એ જ વખતે એના એક ચમચાએ હોટેલ પર પોલીસોના ધાડા આવ્યાંની ખબર આપી અત્યંત ચતુર અને જાત બચાવવામાં માહેર ચન્દ્રેશનને સમજાયું કે બાજી ઉઘાડી પડી ગઈ છે એટલે એણે  કાર સીધી આગ્રા લેવરાવી અને ત્યાં સુધી કોઈ ખબર પહોંચે એ પહેલાં જે ફ્લાઇટ મળે એ પકડીને આ એરિયામાંથી દૂર નીકળી જવાનું વિચાર્યું. અને એના નસીબે એને મદ્રાસ ની નજીક કહી શકાય એવા હૈદરાબાદ ની ફ્લાઇટ મળી ગઈ 5-6 જણા એના ખાસ માણસો એની સાથે હતા.અને થોડો હથિયારનો બંદોબસ્ત એને મદ્રાસમાં રહેલા પોતાના માણસો પાસે કરાવ્યો હતો અને એમને મદ્રાસમાં ઘુસવાના રસ્તે મળવા કહ્યું હતું કમિશનરે કહેલા સ્થળે એ લગભગ  2 કલાક માં પહોંચવાનો હતો અને સવારે 5-30 આસપાસમાં એ મદ્રાસ પહોંચવાની ગણતરી રાખતો હતો કમિશનરે ફરીથી ફોન કરીને એને મરિના બીચ પર ક્રિષ્નન અને ગુરુ અન્ના બન્ને મળશે એવું કહ્યું હતું. પોતાના બંને દુશ્મન ખતમ થશે અને પોતાના વિરોધમાં કોઈ પુરાવા નહિ બચે પછી અમ્માને તો આરામથી મનાવી લેવાશે એમ મનમાં વિચારતા એ મુસ્કુરાઈ રહ્યો હતો. જયારે ચોથી બાજુ કમિશનર અને ડીઆઈજી બન્ને બપોરથી જ કામે વળગ્યા હતા. લોકલ ઓથોરિટીના અધિકારીઓને વિશ્વાસમાં લઇ ને મરીના બીચ તરફ જતા 2-3 મુખ્ય માર્ગ રાત્રે લગભગ 11 વાગ્યે બંધ કરાવી દીધા હતા, જેથી નિર્દોષ જનતાની ત્યાં બહુ અવર જવર ન રહે. ઉપરાંત પોલીસબેડાંની શાર્પ સુટર્સની 3-4 ટીમ તૈયાર કરાઈ હતી. ગુરુ અન્ના ચન્દ્રેશન અને ક્રિષ્નન ના આવવાના સંભવિત રસ્તે વોચ રાખવા અને 3ને જેવા મરીના બીચ પહોંચે કે તરત એ લોકોને અને એની સાથે આવેલાઓને ઉડાવી દેવા લગભગ રાત્રે 1 વાગ્યે ગોઠવાઈ ગઈ હતી. તો આ બધાનો ખૂની સંગ્રામ જ્યાં ખેલાવાનો હતો એ મદ્રાસનો, મરીના બીચનો દરિયા કિનારો અત્યારે સાવ શાંત હતો. નાના નાના મોજા કિનારે અફળાય રહ્યા હતા. અને મોટા તોફાનની રાહ જોઈ રહ્યા હતા.

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.