Talash 2 - 47 in Gujarati Fiction Stories by Bhayani Alkesh books and stories PDF |  તલાશ - 2 ભાગ 47

Featured Books
Categories
Share

 તલાશ - 2 ભાગ 47

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  

"હવે શું કરવું છે?" અમ્મા પૂછી રહ્યા હતા.
"બસ, હવે ચંદ્રેશન ને ભીડાવવો છે. ગુરુ અન્ના અને ક્રિષ્નન સાથે."ડીઆઈજી એ હસતા હસતા કહ્યું.
"પણ તમે એની સામે કેસ ફાઇલ કરી શકો છો?" અમ્મા એ કહ્યું.
"અમ્મા,તમારી વિચારવાની પદ્ધતિ અને કાર્યશૈલી અલગ છે. તમે દરેક વાત માં અંતિમ પંક્તિમાં ઉભેલ લોકોના ઉત્થાનનું વિચારો છો પણ તમારી આજુબાજુ ના બની બેઠેલા તમારા વિશ્વાસુના વિચારો બદલાઈ ચૂક્યા છે. તેઓ માત્ર અને માત્ર પોતાનું વિચારે છે અને એના રસ્તા મા આવનારા તમામ એ લોકો ના દુશમન છે. તમે પણ"
ઓહ્હ્હ, મને સમજાઈ રહ્યું છે. તમે શું કહેવા માંગો છો એ વાત, પણ એ તો ગાયબ છે ને?"
એનો ઈલાજ પણ છે. તમે આરામથી ખેલ જુઓ રાજ્યમાંથી કચરો કેવી રીતે સાફ કરવો એ મને આવડે છે, તમારા નામે એ લોકોના બહુ હુકમ બરદાસ્ત કર્યા. અનેક ન કરવાના કામમાં મૂક સંમતિ આપવી પડી છે. પણ હવે નહીં આ સફાઈયજ્ઞમાં એ લોકોની આહુતિ આપવી જ પડશે."
"ઠીક છે, હું ક્યાંય વચ્ચે નહીં આવું બસ." અમ્માએ કહ્યું.


xxx


"જીતુભા, હોટેલ પર જતા પહેલા એક વાર ઈશ્વર ભાઈને મળી લઈએ." પૃથ્વીએ કહ્યું."
"હું પણ એ જ વિચારતો હતો. આ સામે રહ્યું 'વર્લ્ડ હબ' ચાલ મળી જ લઈએ."
"પણ એ હશે અત્યારે?"
"હા. એ નહીં તો ભગવાન ભાઈ હશે. જો કે હું એમને મળ્યો નથી."
xxx
"ગિરિરાજ જી મોહન બોલું છું."
"ઓહોહોહો. મોહનલાલ શેઠ બોલો બોલો. હુકમ કરો."
"આ તમે બરાબર નથી કર્યું."
"શું બરાબર નથી કર્યું ભાઈ. મારા વેવાઈની કંપની તો તમે પચાવી પાડી. અને એમાં હું તો ક્યાંય તમારા રસ્તામાં નથી. મેં શું બરાબર નથી કર્યું સમજાવશો?
ઓલા નિર્દોષ રાઘવ ને સાધ્યો મને ફસાવવા? હવે એ છોકરો જેલમાં જશે. તમારી દુશ્મનાવટ મારી સામે હતી. તો એ નિર્દોષ ને વચ્ચે શું કામ લાવ્યા? ડાયરેક્ટ સામે આવવું હતું ને તો હું બતાવત તમને. અને શેઠજી હજી મુંબઈ પહોંચ્યા નથી. એમની કંપની નો કારભાર કેમ ચલાવવો એ એ પોતે જ નક્કી કરશે. આપણા મધુર સંબંધોને ભૂલીને તમે મને ફસાવવા એક નિર્દોષ નો ઉપયોગ કર્યો એ ખોટું છે.
"પણ મેં ક્યાં એને?"
"એણે બધું જ કબૂલી લીધું છે અને એ હોશિયાર છે. તમે જયારે એને મળવા બોલાવ્યો ત્યારે એણે તમારી સાથે થયેલી વાતચીત રેકોર્ડ કરેલ છે. કોઈ પણ ફોરેન્સિક નિષ્ણાત તમારો અવાજ ઓળખી શકશે. મને જો સ્નેહનો વિચાર આડો ન આવ્યો હોત તો તમે અત્યારે પોલીસ કસ્ટડીમાં હોત, પણ તમારા બદલે એ છોકરો હવે પોલીસ કસ્ટડીમાં છે. તમને મારા થી વાંધો હતો તો મારી સામે હિંમત થી લડવાની જરૂર હતી."
"સોરી મોહનલાલ મને સ્નેહાના ભવિષ્યની ચિંતા હતી. પણ હવે હું શું કરી શકું એના માટે તમે જ રસ્તો બતાવો. મને પસ્તાવો થાય છે."

"એના ભાઈ ને તમારી કોઈ કંપનીમાં સારી પોસ્ટ પર ગોઠવી દો. અને.હું એ રાઘવને બને એટલો જલ્દી છોડાવવાની કોશિશ કરું છું. એનું ભવિષ્ય કેવી રીતે સુધારવું એ તમારે જોવાનું છે, અને મારે કંપની પચાવી પાડવી હોત તો હું આટલા વર્ષ રાહ ન જોત.આવજો"

xxx 

"ઈશ્વર ભાઈ, તમારો આભાર"

"અરે આભાર મારો નહિ નિનાદ શેઠનો માનો." કહી ઈશ્વર ભાઈ એ નિનાદ ને ફોન જોડ્યો સામેથી ફોન ઉંચકાયો એટલે કહ્યું. "હલ્લો નિનાદ શેઠ આ જીતુભા ને પૃથ્વીજી આવ્યા છે. લો વાત કરો."

"જીતુભા ફોન સ્પીકર પર મૂકો અને ઈશ્વર ભાઈ હવે તમે તમારા ટેબલ પર જાઓ અને રેકોર્ડિંગ બંધ કરી દો." જયારે ઈશ્વર ભાઈ લગભગ 25 ફૂટ દૂર પોતાના ટેબલ પર પહોંચ્યા અને ત્યાં જઈ કૈક કમ્પ્યુટરમાં મથામણ કરી અને લગભગ 2 મિનિટ પછી જીતુભાને થમ્બ્સ અપ ની નિશાની કરી એટલે જીતુભા એ કહ્યું. "બોલ નિનાદ,"

"કઈ નહીં બધું પતી ગયું?"

"હા, પણ એ લોકો છટકી ગયા. પાકિસ્તાની છે. આ પૃથ્વી ઓળખે છે લોકો ને ભૂતકાળમાં પણ 2-3 વાર ટકરાયા છે એ લોકો."

"કોણ હતા એ?"

"હની -ઈરાની, મારે 1 વાર બેલ્જિયમમાં અને એકવાર બ્રિટનમાં એની સાથે પંગો થયેલો."

"ઓકે. જીતુભા મને તો લાગ્યું કે ઓલા નાસા પર હુમલો કરવા વાળા હશે." 

"શક્ય છે કે એ લોકોનું આ લોકો સાથે કોઈ કનેક્શન હોય. કદાચ ન પણ હોય. કેમ કે નાસા પર હુમલો કરનાર ત્રિપુટી યુવાન હતી 25-27 ની ઉંમરના જયારે આ લોકો 50 આસપાસના છે. કદાચ સગા પણ હોય."

"ઓહ્હ. હા એ શક્યતા છે, ખેર હવે પૃથ્વી, ક્રિસ્ટોફરને મેં તારો પરમેનન્ટ આસિસ્ટન્ટ બનાવ્યો છે. એની બ્રિટન ટુડે ની જોબ છોડાવી દીધી છે. અને તારી ગેરહાજરીમાં એ બેલ્જીયમ સંભાળશે. સિન્થિયા હવે મેન્ટલી સ્વસ્થ છે. અને માઈકલ ની દેખરેખમાં એ નાસા સંભાળશે. એટલે તારે 3-4 દિવસ ઇન્ડિયા ખાસ તો મુંબઈ જવું હોય તો તારી 6-7 દિવસની રજા મંજુર કરી દઉં" પૃથ્વી મુંબઈ જવાનું સાંભળીને રોમાંચિત થઈ ગયો. સોનલ સાથે સગાઈના 3-4 દિવસ પહેલાની આકસ્મિક રોડ પરની મુલાકાત, અને સગાઈ વખતે ગાળેલો થોડો સમય એને યાદ આવી ગયો જોકે એકદમ ખુલ્લા મને એ સોનલને એકલા મળી શક્યો નહતો એનો રંજ એને હતો જ. 

"પણ નિનાદ ભાઈ, ત્યાં મુંબઈમાં મોહનલાલજી ની ગરબડ.."

"સૌથી પહેલા તો મને ખાલી નિનાદ કહે. અને રહી વાત મોહનઅંકલ ની ગરબડની. તો એ સ્પષ્ટ થઇ ગયું છે કે એમની વિચક્ષણ આવડત હતી દુશમનોને ભ્રમ માં રાખવાની. કંપનીમાં એમનો જે રોલ હતો એ જ રહેશે.અને બધું કામ પૂર્વવત ચાલુ રહેશે."

"પણ સ્નેહા ભાભી?" જીતુભા એ વચ્ચે જ પૂછું.

"સ્નેહા ભાભી અને સુમિતભાઈ સહી સલામત છે. મથુરામાં છે અને કાલે મુંબઈ પહોંચશે. હું નીતા અને પપ્પા કાલે બપોરે મુંબઈ પહોંચશું. એટલે પૃથ્વી તારી પાસે આજની સાંજ છે. સોનલને મળવા માટે. દુબઈથી કલાકમાં ફ્લાઇટ છે. તારી ઈચ્છા હોય તો."

"હા હું મુંબઈ જઈશ 3-4 દિવસ રોકાઇશ અને રવિવારે પાછો બેલ્જીયમ જઈશ."

"ઓકે. મેં તો વિચાર્યું હતું કે તને સોનલ ની સાથે એના ભાઈ જીતુભાની પણ કંપની ગમે છે અને તું રવિવારે જીતુભા મુંબઈ પહોંચશે ત્યારે એને અને મોહિનીને સોનલ સાથે તારા ઘરે ઇન્વાઇટ કરીશ. એટલે તારી સોમવાર ની ટિકિટ બુક કરી હતી. ખેર. તારી દુબઇ થી મુંબઈ ની ટિકિટ હમણાં તને ઈશ્વર ભાઈ આપી દેશે. હવે ધ્યાનથી એક વાત બન્ને સાંભળો. તમારે કોઈ સામે આ ઈશ્વર ભાઈ ભગવાન ભાઈ કે આ 'કટિંગ એન્ડ ફિટિંગ' નો ઉલ્લેખ કરવાનો નથી." 

"પણ કેમ" જીતુભા એ પૂછ્યું. 

"દરેક વસ્તુમાં પ્રશ્ન ન કરવાના હોય જીતુભા. અને બીજું ધમકીની ભાષામાં કહું તો મને લાગે છે કે તું કંપનીના કામે બહાર હોય ત્યારે તને સોનલ અને મોહિની ની ચિંતા રહેતી હોવી જોઈએ" અવાજમાં ધાર લાવતા નિનાદે કહ્યું.   

"સોરી નિનાદ મારો ઈરાદો એ નહોતો જે તું સમજ્યો છે. આ તો સહજ જ.."

"તો સહજ જવાબ એ છે કે સરપ્રાઈઝનું એલિમેન્ટ જળવાઈ રહે તો ગેમ રમવાની મજા આવે.ટૂંકમાં આ 'કટિંગ એન્ડ ફિટિંગ' વિશે ઓફિસમાં કે કંપનીની કોઈ બ્રાન્ચમાં કોઈની સામે કોઈ ઉલ્લેખ ન થવો જોઈએ. ભવિષ્યમાં આ મોહન અંકલ જેવી કોઈ તકલીફ આવે તો આપણે ઉભવા કોઈ ઠેકાણું તો જોશે ને." કહી ને નિનાદે ફોન કટ કર્યો. 

"તારો ઈરાદો ખરેખર સરપ્રાઈઝ એલિમેન્ટ નો જ છે કે પછી..." નિનાદની બાજીમાં સુતેલી નીતા એ અર્ધ ઊંઘમાં પૂછ્યું. 

"સૂઈ જા નીતુડી ચુપચાપ," કહી નિનાદ ઊંઘમાં સરી પડ્યો.

xxx 

"સિદ્ધાર્થ જી, સાંસદ જી ક્યાં છે?"

"કોણ બોલો છો?"

"બસ ને મારો અવાજ પણ ભુલી ગયા. દર 2-3 દિવસે કંઈક નવા હુકમ આપતા રહો છો."

"અરે કમિશનર સાહેબ તમે છો બોલો બોલો શું બંદોબસ્ત કર્યો છે અમને પકડવાનો."

"પકડવાનો નહીં. સલામત રીતે મદ્રાસ સુધી આવવાનો રસ્તો વિચાર્યો છે. અને એવો બંદોબસ્ત કર્યો તો છે કે આખો ખેલ જે સાંસદજી એ રચ્યો હતો. અમ્માને હટાવવાનો એના તમામ સબૂત  સાથે ગુરુ અન્નાને પણ સાંસદશ્રીના ચરણોમાં મુકવા છે. જો મારા પર વિશ્વાસ હોય.તો."

"શું એ શક્ય છે?"  

"હા. બધુ આળ ગુરુ અન્ના પર આવશે, ક્રિશનને એકઠા કરેલા તમામ સબૂત તમારા સંસાદજીને પરત અપાવી દઈશ ગુરુ અન્નનું એન્કાઉન્ટર અને એમની સાંસદ તરીકેની ફરીથી ટિકિટ અને લટકામાં તમારા માટે પણ એમએલએની ટિકિટ."

"તમારે બદલામાં શું જોઈએ છે?"

"ડીઆઈજી, થોડા સમયમાં નિવૃત્ત થશે. એની પોસ્ટથી હું સંતોષ માની લઈશ અને થોડા રૂપિયા બસ એટલું જ."

"કેટલા?".

"ખાલી 50 કરોડ. હું નાનો અને સંતોષી માણસ છું."  

"ઓકે સાંસદશ્રી બધું સાંભળી રહ્યા છે. હવે અમને એન્ટ્રી પોઇન્ટ બતાવો."

"તમે અત્યારે આ રસ્તા પર છો અને મારી નજરમાં છો. હવે આ જગ્યાએ પહોંચશો ત્યારે તમારા માટે વાહન લઇને મારા માણસો ઊભા હશે. નિશ્ચિંત થઈને એમાં બેસી જજો. એટલે વહેલી સવારે 5 વાગ્યે તમે મદ્રાસ પહોંચી જશો. હું તમને 5 વાગ્યે ફોન કરીને ગુરુ અન્નનું ઠેકાણું આપી દઈશ એ સબૂત સાથે હશે. અને ઝાઝા માણસો પણ નહીં  હોય.એનું કામ પૂરું થાય એટલે પછી શું કરવું એ તમને ખબર જ છે." કહી કમિશનરે ફોન બંધ કર્યો એની બાજુમાં બેઠેલ ગણેશન અને અમ્મા એના અને ડીઆઇજીએ રચેલા આ ચક્રવ્યૂહ અંગે વિચારી રહ્યા હતા. 

xxx 

"મિસ્ટર મોહનલાલ,"

"બોલો શું કામ હતું." અર્ધું બારણું ખોલીને મોહનલાલે કહ્યું.

"મારુ નામ દિનેશ ગુરનાની છે. અને આ 3 મારા આસિસ્ટન્ટ છે. અમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ માંથી આવ્યા છીએ. અને તમારી કંપની "અનોપચંદ એન્ડ કુ.ની અમુક સબસિડિયરીના બેલેન્સ શીટ અંગે થોડી વાત કરવી છે."

"ઓકે આવો અંદર."  

"હવે મોહનલાલ જી તમે એક આરામ દાયક જગ્યાએ બેસી જાઓ અને અમારા માણસોને ડિસ્ટર્બ ન કરતા અને તમે કો ઓપરેટ કરશો. એવી આશા રાખું છે."

"ચોક્કસ ગુરનાની સાહેબ, હું આપણા દેશ ના કાયદાનું સન્માન કરનાર, ઈમાનદાર નાગરિક છું. તમારે જે કંઈ પૂછવું હોય એ આરામથી પૂછો. કઈ ઠંડુ પીવું હોય તો ફ્રિજ માં પડ્યું હશે."

"આભાર. તો હવે અમે કામ શરૂ કરીએ છીએ. તમારો ફોન અમને સોંપી દો." 

xxx 

લગભગ 3 કલાક પછી બધી ન્યુઝ ચેનલોમાં બ્રેકિંગ ન્યુઝ ચાલી રહ્યા હતા. "છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલી 'અનોપચંદ એન્ડ કૂ' ફરીથી ચર્ચામાં આવી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અનોપચંદ એન્ડ કૂ  ઉપરાંત એની અનેક સબસિડિયરી કૂ માં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા.મોહનલાલની અટક કરી છે. અને એમને ફેરા સ્પે કોર્ટના જજ સમક્ષ રજૂ કરી ને 7 દિવસની કસ્ટડીની માંગ કરી છે. કહેવાય છે કે એ અનોપચંદ એન્ડ કૂ માં 60 % ઉપરાંત હિસ્સો ધરાવે છે. જયારે બિઝનેસ વર્તુળમાં એની છાપ માત્ર મેનેજર તરીકેની છે. અને સહુથી રસપ્રદ વાત એ છે કે જેમના નામની કંપની છે. એ અનોપચંદ કે એમના ઘરના કોઈ સભ્ય હાલમાં ભારતમાં નથી.પણ અંદરના સૂત્રો જણાવે છે કે મોહનલાલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ  તપાસ અધિકારીને  કહ્યું છે કે અનોપચંદ ના કુટુંબના બધા સભ્યો કાલે બપોર સુધીમાં ભારતમાં પરત ફરશે." 

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો.